અનુયાયીઓ

શુક્રવાર, 26 જૂન, 2015

જેતપુરના 1 હજાર કારખાનેદારો સહીત 5 હજાર મોબાઈલઘારકો હેરાન પરેશાન

રિલાયન્સના ટાવરમાં યાંત્રિક ક્ષતિ સર્જાતા 
જેતપુરના 1 હજાર કારખાનેદારો સહીત 5 હજાર મોબાઈલઘારકો હેરાન પરેશાન 
છેલ્લા 3 દિવસ થયા સર્જાયેલ ક્ષતિને  કરવામાં ખાનગી તંત્ર વામણું સાબિત !? શહેરની હ્દ્ફ્ક બેંકમાં પણ આ ખાનગી મોબાઈલ
કંપનીનું નેટ કનેક્શન 3 દિવસ થયા ઠપ્પ થઇ જતા કરોડો રૂપિયાના વ્યવહારો ઠપ્પ, કારખાનેદારો, ખાતેદારો ભારે હેરાન પરેશાન..
જેતપુર તા.26
જેતપુર શહેરમાં છેલ્લા 3 દિવસ થયા  ખાનગી મોબાઈલ કંપની રિલાયન્સનું નેટવર્ક ખોરવાઈ જતા જેતપુરના 1 હજાર કારખાનેદારો સહીત 5 હજાર મોબાઈલઘારકો ભારે હેરાન પરેશાન થઇ રહ્યાની  ફરિયાદો મળી છે.

આ બાબતે વિગતો આપતા જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશોશીયેશનના ઉપપ્રમુખ જયંતીભાઈ રામોલીયાએ જણાવેલ કે ત્રણ દિવસ પહેલા જેતપુરમાં પડેલા 5 ઇંચ વરસાદ દરમિયાન ખાનગી મોબાઈલ કંપની રિલાયન્સના ટાવરમાં કોઈ યાંત્રિક ક્ષતિ સર્જાતા તેવો જેવા શહેરના 1000 ઉદ્યોગપતિઓ સહીત 5 હજાર મોબાઈલઘારકો દુઃખી દુઃખીના દાળિયા થઇ ગયા છે. 

તેઓએ વધુમાં જણાવેલ કે શહેરના મોટા ભાગના ઉદ્યોગપતિઓનો અન્ય રાજ્યો સાથે વ્યાપાર, ધંધો હોય, આ ખાનગી મોબાઈલ સેવાનો મહત્તમ ઉપયોગ થઇ રહ્યો છે. પરંતુ આ મોબાઈલ કંપનીનાજ મોબાઈલ નંબરો અન્ય રાજ્યોના વેપારીઓ પાસે હોય, જેતપુરના ઉદ્યોગપતિઓનો અન્ય રાજ્યો સાથેનો સંદેશાવ્યવહાર છેલ્લા ત્રણ દિવસ થયા ઠપ્પ થઇ ગયો હોય, તેઓ ભારે હેરાનગતિઓ મુકાઈ ગયા છે.

જયંતીભાઈ રામોલીયાએ એવું પણ જણાવેલ કે અહીના કણકિયા પ્લોટ સ્થિત હ્દ્ફ્ક બેંકમાં પણ આ ખાનગી કંપનીનું નેટ કનેક્શન હોય, અને છેલ્લા ત્રણ દિવસ થયા નેટ કનેક્ટીવીટી બંધ થઈને પડી હોય, શહેરના ઉદ્યોગપતિઓ સહીત અનેક ખાતેદારોના કરોડો રૂપિયાના વ્યવહારો અટકી જતા આર્થિક સમસ્યાઓ જન્મી છે. આ બાબતે તાકીદે આ ખાનગી મોબાઈલ કંપની તેમની નેટ સેવા પૂર્વવત કરી, શહેરના ઉદ્યોગપતિઓ-ખાતેદારો-મોબાઈલઘારકોને પડતી હાલાકી હલ કરવી જરૂરી છે.
બોક્સ: 2 વર્ષના પૈસા ભરી ફસાયા 
જેતપુર: ઉદ્યોગપતિ જયંતીભાઈ રામોલીયાએ જણાવેલ કે આ ખાનગી કંપનીની એક બે વર્ષની (રૂ.16000) સ્કીમમાં તેઓ જેવા કેટલાય કારખાનેદારો જોડાયા છે. 2વર્ષના પૈસા કંપનીને અગાઉ મળી જતા હવે ફોલ્ટ સમયે સંતોષકારક જવાબ દેતી ના હોય, ગુજરાત સહિતના અન્ય રાજ્યોના તાત્કાલિક સંપર્ક માટે અન્ય કંપનીના સીમકાર્ડ લેવાની નોબત સહવી પડી છે.
બોક્સ: મોબાઈલ બંધ આવે એટલે મોઢા તેટલી વાતો !!
જેતપુર: જેતપુરના અમુક ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ પોતાની કઠણાઈની તે  વાત પણ ઉચ્ચારી હતી કે ભાઈ કોલ કરનાર માણસને સામેની વ્યક્તિનો મોબાઈલ સતત 3-3 દિવસ બંધ મળે ત્યારે મોઢા એટલી વાતો વાયુ વેગે પ્રસરી જતી હોય છે. કે શું પેઢી કાચી પડી ? કેમ મોબાઈલ બંધ હશે કે રાખ્યો હશે ? ગામના મોઢે ગરણું થોડું બંધાય ?

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર