અનુયાયીઓ

સોમવાર, 16 ડિસેમ્બર, 2019

મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લાના ચોરી કરનાર ચાર શખસ પકડાયા

મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લાના
ચોરી કરનાર ચાર શખસ પકડાયા

વણ શોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલતી
રાજકોટ ગ્રામ્ય એલ. સી.બી.

(કશ્યપ જોશી)
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ વણશોધાયેલ
મિલકત વિરુદ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપી હતી. જે અન્વયે એલ સી.બી. રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઈન્સ.  એમ.એન રાણાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફનાઓ મિલકત વિરૂધ્ધ ના ગુન્હા કરતા ગુન્હેગારોનાં શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતા.

 તે દરમ્યાન પો. હેડ કોન્સ. શક્તિસિંહ જાડેજા તથા પો. કોન્સ. નારણભાઇ પંપાણિયા, દિવ્યેશભાઈ સુવા, કૌશીકભાઇ જોષી એમ ચારેય ના સંયુકતમાં ચોક્કસ ખાનગી બાતમીદાર મારફતે મળેલ હકિકત આધારે ચાર શખસને ચોરીના મુદ્દામાલ સાથે જેતપુર તાલુકાના મંડલીકપુર ગામની સીમમાંથી દબોચી વણશોધાયેલ
ગુન્હાના ભેદ ઉકેલવામાં આવેલ છે.



એલસીબીના પીઆઇ મહેન્દ્રસિંહ રાણાના જણાવ્યા અનુસાર પકડાયેલા તસ્કરોમાં દિનેશભાઇ બનસીંહભાઇ મોરી જાતે. આદિવાસી ઉ.વ. ૨૬ ધંધો- ખેતમજુરી રહે- મડલીકપુર ગામની સીમ
અરવિંદભાઇ સેજલીયાની વાડી માં તા. જેતપુર મુળ ગામ- ડોબડી તા.ટોડા જી.ધાર (મધ્યપ્રદેશ),
 ગીરધરભાઇ રેયસીંગભાઇ પવર જાતે આદિવાસી ઉ.વ ૩૦ ધંધો ખેત મજુરી રહે. પાયાપર ગામ ની સીમ
નજરૂભાઇ ની વાડી એ તો,જી. મોરબી ટંકારા મુળ ગામ- તેગવલી ગામ તા, ટાંડા જી.ધાર (મધ્યપ્રદેશ),



 કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર જાતે- આદિવાસી ઉ.વ. રપ ધધો- ખેત મજુરી રહે- મંડલીકપુર ગામની સીમ, બાલુભાઈ પટેલની વાડીએ તા. જેતપુર જી. રાજકોટ મુળ ગામ- બગોળી ગામ તા. નરવાલી જી. ધાર એમપી તથા અર્જુનભાઈ સમરૂભાઇ પવર જાતે- આદિવાસી ઉ.વ ૨૦ ધંધો- ખેત મજુરી રહે- જેતલસર ગામની સીમ, રતીભાઇ
પટેલ ની વાડીએ તા. જેતપુર જી. રાજકોટ મુળ ગામ- બગોળી ગામ ના નરવાલી જી.પાર (મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય છે.

પોલીસે રોકડા રૂપીયા -૧,૪૬o
- ચાંદી તથા પીળી ધાતુના દાગીના ની કિ. રૂ. ૯,૬૦૦,
મોબાઇલ ફોન નંગ- ૭ કિ. રૂ ૪૭,૫૦૦/
- કુલ મુદામાલ કિંમત રૂ. ૧,૧૮,૫૬૦/ કબ્જે કર્યો છે.

જ્યારે ચોરીની આરોપીઓએ કરેલ કબુલાતમાં
- (૧) આજથી આશરે બારેક દિવસ પહેલા દિનેશભાઇ બનસીંહભાઇ મોરી તથા ગીરધરભાઈ રેયસીંગભાઇ પાવર તથા કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ ધોરાજી, જમનાવડ રોડ પાસે આવેલું એક મકાનમાં પ્રવેશ કરી સોના તથા ચાંદીના દાગીનાની ચોરી કરેલની

કબુલાત આપેલ છે. ( ધોરાજી પો.સ્ટે.).
આજ થી આશરે દસ દિવસ પહેલા દિનેશભાઈ માનસિંહભાઈ મોરી તથા ગીરધરભાઇ રેયસીંગભાઈ

પાવર તથા કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર ઐમ ચારેય જણાએ જેતપુર નવાગઢ ખોડીયાર માતાજી ના મંદિર પાસે મકાન પાસે પડેલ એક મો.સા. ની ચોરી કરેલની કબુલાત આપેલ છે. (જેતપુર સીટી પો.સ્ટે.)
 આજ થી આશરે દસ દિવસ પહેલા દિનેશભાઇ બનસહભાઇ મોરી તથા ગીરધરભાઇ રેયસીંગભાઇ

પાવર તથા કમલેશભાઇ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ જેતપુર નવાગઢ એસ.બી.આઈ. બેંક પાસેથી એક મોબાઇલની દુકાનના તાળા તોડી પ્રશ કરી મોબાઇલ ફોન તથા રોક્રડ રકમની ચૌરી કરેલની કબુલાત આપેલ છે, જેતપુર સીટી પો.સ્ટે.
(૪) આજથી આશરે દશ દિવસ પહેલા દિનેશભાઈ બન સીંહભાઇ મોરી તથા ગીરધરભાઈ રેયસીંગભાઇ
પાવર તથા કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ જેતપુર નવાગઢ એસ. બી.આઈ
, બેંક પાસેથી એક દુકાનના તાળા તોડવાનો પ્રયાસ કરેલ ની કબુલાત આપેલ છે. (જેતપુર સીટી પો. સ્ટે. ફ.ગુ.ર.ને ૧૧૬ ૧૯ ઇ.પી.કો.ક. ૪૫૭,૩૮૦,૩૭૯ ,૫૧૧)
 (૫) આજથી આશરે દશેક દિવસ પહેલા દિનેશભાઇ બનસીંહભાઇ મોરી તથા ગીરધરભાઇ રેયસીંગભાઈ પાવર તથા કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઈ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ જેતપુર, કેનાલ પાછળના ભાગેથી એક મસા.ની ચોરી કરેલ ની કબુલાત આપેલ છે. જેતપુર સીટી પો.સ્ટે.

- (૬), આજથી આશરે નવેક દિવસ પહેલા દિનેશભાઇ બનસીંહભાઇ મોરી તથા ગીરધરભાઇ રેયસીંગભાઇ પાવર તથા કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ જેતપુર તાલુકાના જાંબુડી ગામેથી એક મસા ની ચોરી કરેલ ની કબુલાત આપેલ છે, (વિરપુર પો રે,
ઉ. ગુ.ર.ન. ૩૩ /૧૯ છે.પી કો કે, ૩૭e )



- આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઈન્સ.  એમ. એન. રાણા તથા એ.એસ.આઈ  પ્રભાતભાઈ રાયધનભાઇ બાલાસરા તથા પો.હેડ કોન્સ. મહિપાલસિંહ પ્રવ્યુમનસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, મહેશભાઈ જાની, અનીલભાઇ રવજીભાઇ ગુજરાતી તથા તેજશભાઇ મહિધરીયા તથા રવિદેવભાઇ બારડ પો. કોન્સ. નારણભાઈ પંપાણિયા , દિવ્યેશભાઇ દેવાયત ભાઈ સુવા, કૌશીકભાઇ જોષી , મેહુલભાઇ સોનરાજ, ભાવેશભાઇ મકવાણા , મનવીરભાઈ મિયાત્રા, બાલકૃષણભાઈ ત્રિવેદી, રસીકભાઇ જમોડ , રહીમભાઈ દિલ, તથા અનિરૂધ્ધસિંહ જાડેજા તથા
નરેન્દ્રભાઈ દવે વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

રવિવાર, 15 ડિસેમ્બર, 2019

ચીટફંડ(સંશોધન)બિલ ગુજરાતમાં પણ લાગુ કરવા રાજકોટના એજન્ટોની કલેકટરને રજૂઆત

કરોડો રૂપિયા લઈને ભાગેલી કંપનીઓ સામે
-----

ચીટફંડ(સંશોધન)બિલ ગુજરાતમાં  પણ લાગુ
કરવા રાજકોટના એજન્ટોની કલેકટરને રજૂઆત
-------

18મી ડિસેમ્બરે રાજકોટમાં નવનિર્માણ સેના દ્વારા
સૌરાષ્ટ્રભરના એજન્ટો-ગ્રાહકોની બેઠકનું આયોજન

રાજ્કોટ, તા.15
 દેશભર સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ગરીબ પ્રજાના કરોડો રૂપિયા ઉસેડીને ભાગી ગયેલી કંપનીઓ સામે આક્રમક રીતે પગલાં ભરવા કેન્દ્ર સરકારે ચિટફંડ(સંશોધન) બિલ તાજેતરમાં પસાર કર્યું હતું.

જેની અમલવારી રાજસ્થાન સહિતના રાજ્યોમાં શરુ થઇ ગઈ હોય, ગરીબ પ્રજા, એજન્ટો અને સંસ્થાના કર્મચારીઓને ફસાવનાર કંપનીના ડિરેક્ટરો સામે કાનૂની પગલાં લેવાની કાર્યવાહી શરુ થઇ ગઈ છે.

આવા ચીટફંડ(સંશોધન)બિલની ગુજરાતમાં હજુ અમલવારી શરુ ના થઇ હોય, તાકીદે શરુ કરવાની માંગ સાથે બે દિવસ પહેલા રાજકોટના એજન્ટોએ જિલ્લા કલેક્ટર કચેરીએ દોડી જઈને એક આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનમાં એજન્ટોએ જણાવ્યું હતું કે રાજકોટ, સૌરાષ્ટ્ર ગુજરાતમાં વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર અને આદર્શ ક્રેડિટ સોસાયટી જેવી 150 થી વધુ કંપનીના સંચાલકો પ્રજાને ગેરમાર્ગે દોરી, લાલચ આપી કરોડો રૂપિયા એજન્ટો અને કર્મચારીઓ મારફત ઉઘરાવી પોતપોતાની સંસ્થા બંધ કરી દીધી છે.




પરિણામે સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક એજન્ટો અને કર્મચારીઓ ભારે મુસીબતમાં ફસાઈ ગયા છે. કારણ આ લોકોએ પૈસા ઉઘરાવીને જે તે કંપનીના બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરી દીધા પછી પાકતી મુદ્દતે પૈસા પાછા વાળવા રીતસરની છેતરપિંડી કરતા ગરીબોની મરણમૂડી સમાન પૈસા આવી કંપનીઓમાં ફસાઈ જતા રોજ બરોજ ગ્રાહકો અને એજન્ટો સાથે તકરારો થઇ રહી છે.

સૌરાષ્ટ્રમાં  અમુક જગ્યાએ તો આવી ચીટફંડ કંપનીઓ સાથે ભોળવાઈને સંકળાયેલા કર્મચારીઓ અને એજન્ટો આપઘાત કરવા લાગ્યા છે. ટૂંકમાં ફરેબી કંપનીઓએ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું ઉઘરાણું કરીને તેઓની કંપની બંધ કરી દેતા રોકાણકારો, એજન્ટો, કર્મચારીઓ સૌ કોઈ દયનિય હાલતમાં મુકાઈ ગયા છે.

ત્યારે બીજીબાજુ સરકારે આવી ચીટફંડ કંપનીઓ સામે આકરા પગલાં ભરવાની કાર્યવાહી માટે તાજેતરમાં ચીટફંડ(સંશોધન) બિલ પસાર કરતા હવે કંપનીના સંચાલકો સામે તવાઈ આવશે તેવી  પૈસા ગુમાવનાર વર્ગમાં આશા જન્મી છે. પણ દુઃખની વાત એ જાણવા મળી છે કે આવા ચીટફંડ બિલની અમલવારી હજુ ગુજરાતમાં શરુ થઇ નથી. જેની અમલવારી ચાલુ કરવા બે-ત્રણ દિવસ પહેલા રાજકોટમાં નવનિર્માણ સેનાના રાજેશ પરમારના નેજા હેઠળ એજન્ટોએ જિલ્લા કલેક્ટર કચેરીએ દોડી જઈને આવેદન આપ્યું હતું.

આ તકે રાજેશ પરમારે જણાવ્યું હતું કે, રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં અનેક કંપનીઓમાં ફસાયેલા પૈસા કઢાવવાની ચર્ચા વિચારણા અને ફરિયાદો માટે શું કરવું ?  તે માટે આગામી 18મી ડિસેમ્બરે રાજકોટ ખાતે, રેસકોર્ષમાં સવારના 10થી1 વાગ્યા દરમિયાન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોય, એજન્ટો, રોકાણકારોએ જોડાવા તેમજ વધુ વિગતો માટે મો.નં. 7016229340 પર સંપર્ક અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુરુવાર, 22 ઑગસ્ટ, 2019

સોમવાર, 29 જુલાઈ, 2019

દાસની ડણક બની ભૂતકાળ : સૌરાષ્ટ્રમાં અલગ સરકાર ચલાવતા, કાંડા બળિયા નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાનું નિધનની સર્વત્ર શોક..


દાસની ડણક બની ભૂતકાળ : સૌરાષ્ટ્રમાં અલગ સરકાર ચલાવતા, કાંડા બળિયા નેતા  વિઠ્ઠલભાઈ રાદડીયાના નિધનથી સર્વત્ર શોક..
(કશ્યપ જોશી)
@@@@@@@@@@@@@
કાલે વહેલી સવારે પાર્થિવ દેહ અમદાવાદથી જામકંડોરણા લવાશે; સવારે 7 થી 12 ક્ધયા છાત્રાલય ખાતે અંતિમ દર્શનાર્થે રખાશે: બપોરે 1 વાગ્યે નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા :રાજકારણ, સહકારી, સામાજીક, ખેડુત નેતા તરીકે તમામ ક્ષેત્રોનાં ‘અદકેરા યોદ્ધા’ :પોણા બે વર્ષથી બિમારીની સારવાર હેઠળ રહેલા વિઠ્ઠલભાઈએ સવારે અંતિમ શ્ર્વાસ લીધા: ‘સૌરાષ્ટ્રના સિંહ’, ‘છોટે સરદાર’, તરીકે લોકપ્રિય :રાજકારણથી માંડીને સમગ્ર જાહેર જીવનમાં શોકનું મોજુ; વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી રૂપાણી વગેરેની શોકાંજલી
@@@@@@@@@@@@@@@@

સૌરાષ્ટ્રનાં સિંહ તરીકે જાણીતા તથા રાજકીય સહકારી, સામાજીક, ધાર્મિક સહીતના તમામ ક્ષેત્રોમાં આગવી નામનાં ધરાવવા સાથે લડાયક નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાનું આજે સવારે દુ:ખદ અવસાન થયુ હતું. તેઓ 61 વર્ષના હતા.

80 ના દાયકામાં રાજકીય સફર શરૂ કરનારા અને સફળ થવા માટે ઘણા સંઘર્ષો કર્યા બાદ લોકસેવાને જ જીવનનો મંત્ર બનાવી દેનારા વિઠ્ઠલભાઈ રાદડીયાનું લાંબી બિમારી બાદ આજે સવારે નિધન થયુ હતું. અમદાવાદ ખાતે અંતિમ શ્ર્વાસ લીધા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર જાહેર ક્ષેત્રમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.

વિઠ્ઠલભાઈ રાદડીયાએ અંતિમ શ્ર્વાસ ખેંચ્યા તે વખતે પુત્ર અને રાજયના પ્રધાન જયેશભાઈ રાદડીયા, અરવિંદ તાળા, રાદડીયા પરિવારના સભ્યો સહીતના આગેવાનો હાજર હતા દરેકની આંખો ભીની થઈ હતી.

વિઠ્ઠલભાઈ રાદડીયાનું અંદાજીત બે વર્ષ પૂર્વે આરોગ્ય લથડયુ હતું. આ વખતે તેમને અમદાવાદની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. લાંબો વખત હોસ્પીટલમાં રહ્યા બાદ અમદાવાદમાં જ નિવાસસ્થાન પર તબીબી ટીમ દ્વારા નિયમીત સારવાર કરવામાં આવી રહી હતી. તેઓની તબીયત સ્થિર થવા સાથે ધીમો સુધારો હતો પરંતુ આજે તબીયત વધુ નબળી પડી ગયા બાદ સવારે 10 વાગ્યાનાં અરસામાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. આ વખતે જયેશ રાદડીયા તથા પરિવારનાં સભ્યો સાથે હાજર અરવિંદ તાળાએ કહ્યું હતું કે સવારે તબીયત લથડતા તાબડતોબ પરિવારનાં સભ્યો સાથે પહોંચ્યા હતા.

સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને આજે રાત્રે અમદાવાદથી જામકંડોરણા લઈ આવવામાં આવશે. પાર્થિવ દેહ કાલે વહેલી સવારે જામકંડોરણા લાવવામાં આવશે. સવારે સાતથી બાર વાગ્યા સુધી તે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવશે અને આવતીકાલે બપોરે એક વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે.

સહકારી અને ખેડૂત નેતા તરીકે જાણીતા અને ખરા અર્થમાં લોકનેતા બનેલા વિઠ્ઠલભાઈ રાદડીયા ચાર દાયકા જેટલી રાજકીય સફરમાં કોંગ્રેસ, રાજપામાં પણ રહી ચુકયા હતા અને છેલ્લે ભાજપમાં સામેલ થયા હતા.

1987 માં જામકંડોરણા તાલુકા પંચાયતમાં પ્રમુખ બન્યા બાદ રાજકીય ક્ષેત્રે એક પછી એક ઉંચાઈ હાંસલ કરતા રહ્યા હતા. 1990 થી 2009 સુધી ધારાસભ્યોપદે રહેલા વિઠ્ઠલભાઈ રાદડીયા 1996 થી 1999 દરમ્યાન રાજય મંત્રીમંડળમાં કેબીનેટ પ્રધાનપદે રહી ચુકયા હતા. ખાણ ખનીજ તથા સહકારી વિભાગનો હવાલો હતો.

રાજયના રાજકારણમાંથી તેઓએ રાજકીય રાજકારણમાં પણ પ્રવેશ કર્યો હતો સામાન્ય ચૂંટણીમાં પોરબંદર લોકસભા બેઠકથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. સંસદમાં પણ બે ટર્મ રહ્યા હતા.

આ સિવાય રાજકોટ જીલ્લા સહકારી બેંકમાં વર્ષો સુધી ચેરમેન રહ્યા હતા. ઉપરાંત માર્કેટ યાર્ડ સહીતની સહકારી સંસ્થાઓમાં પ્રમુખ રહ્યા હતા સહકારી સંસ્થાઓમાં પ્રમુખ ગમે તે હોય તેમાં દબદબો વિઠ્ઠલભાઈ રાદડીયાનો જ રહેતો હતો અને તેમનાં સમર્થક જ પ્રમુખપદે રહેતા હતા.

સામાજીક ક્ષેત્રે પણ મોટુ યોગદાન જાણીતું છે. હરીદ્વાર, મથુરા, નાથદ્વારા જેવા ધર્મસ્થાનોમાં પાટીદાર સમાજ ભવન ઉભા કરવા, ક્ધયા છાત્રાલયો સ્થાપવા, ગૌશાળા સહીતના કાર્યો એકલા હાથે ઉપાડયા હતા અને તેમાં સમાજનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો.

ચારેક વર્ષ પુર્વે કેન્સરની બિમારી લાગુ પડયા બાદ અમેરીકામાં ઓપરેશન કરાવીને આ રોગને મ્હાત આપી હતી અને સાજા-નરવા થઈને ફરી જાહેર જીવનમાં સક્રિય થઈ ગયા હતા. જોકે 2017 ના અંતિમ મહિનાઓમાં તબીયત લથડી હતી અને લાંબી સારવાર છતાં ફરી તેમાંથી બેઠા થઈ શકયા નહોતા અને આજે નિધન થયુ હતું.

તેઓના અવસાનનાં સમાચારને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીથી માંડીને પ્રધાનો-ધારાસભ્યો આગેવાનોએ ઉંડા શોક દર્શાવીને શોકાંજલી આપી હતી.

સોમવાર, 4 માર્ચ, 2019

શુક્રવાર, 4 જાન્યુઆરી, 2019

આનંદો ! એઇમ્સને લીધે રાજકોટને મળશે મેડીકલ કોલેજ



રાજકોટને એઈમ્સની સુવિધા મળવા પાછળ આરોગ્ય ક્ષેત્રે સૌરાષ્ટ્ર ઘણું પાછળ હોવાનું મહત્વનું કારણ છે. સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ અછત મેડીકલ ઓફિસરોની રહી છે આ હોસ્પિટલમાં લાંબા સમયથી ૫૫ મેડીકલ ઓફિસરમાંથી માત્ર ૧૦થી ૧૨ ડોકટરો ફરજ બજાવી શકે છે. ૩૦થી વધુ જગ્યાઓ ખાલી પડી હોવા છતા ંતેની કોઈ ચિંતા કરતું નથી. આ જ પ્રકારની સ્થિતિ સામુહિક આરોગ્ય કેન્દ્રની જોવા મળે છે. રાજકોટ જિલ્લામાં ૧૪ આરોગ્ય કેન્દ્રમાં ૪૨ મેડીકલ ઓફિસરો હોવા જોઈએ પરંતુ તેની સામે ૨૪ જગ્યાઓ ખાલી પડી હોવાથી દર્દીઓને સારવાર માટે દરરોજ ધક્કા ખાવા પડે છે.

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલની ડોકટરોની કાયમી અછત નિવારવા માટે અનેક વખત રજુઆતો થઈ હોવા છતાં ભરતી થતી નથી. એ જ રીતે સુપરસ્પેશ્યાલીસ્ટની પોસ્ટ પણ લાંબા સમયથી ખાલી હોવાથી પાર્ટ ટાઈમ નિમણુંક કરીને ગાડુ ગબડાવવું પડે છે. રાજકોટની સીવીલ હોસ્પિટલની માફક ગામડા અને તાલુકાની આરોગ્યની કંગાળ સ્થિતિનો ચિતાર આપી સુત્રો જણાવે છે કે, રાજકોટ જિલ્લામાં છેલ્લા ૩ વર્ષ દરમિયાન જિલ્લામાં ૧૬ કરોડ રૂા.નું આંધણ કરીને ૧૬ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૪૨ ડોકટરોની નિમણુંક કરવામાં આવી છે. ૧૦ ડોકટરોની જગ્યા ખાલી પડી છે. એ જ રીતે સબડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં જેતપુરની સરકારી હોસ્પિટલમાં ૪ ની સામે ૨ ધોરાજીમાં પણ ૪ ડોકટરોની સામે ૨ જગ્યા ખાલી પડી છે. ઉપલેટામાં ૧ અને ગોંડલની સરકારી હોસ્પિટલમાં અડધો અડધ ડોકટરોની જગ્યા ખાલી પડી છે.

રાજકોટ જિલ્લામાં એક માત્ર પડધરીનું સામુહિક આરોગ્ય કેન્દ્ર એવું છે જયાં ૩ ડોકટરોની તમામ જગ્યા ભરેલી છે. એ સિવાય તમામ આરોગ્ય કેન્દ્રમાં ડોકટરોની જગ્યા ખાલી છે. જેના કારણે ગ્રામીણ વિસ્તારનાં દર્દીઓની સારવાર થતી નથી. જેનો ભાર જિલ્લા કક્ષાની સરકારી  હોસ્પિટલે ભોગવવો પડે છે. રાજકોટની મેડીકલ કોલેજ પણ લાંબા સમયથી અધ્યાપકોની તંગી ભોગવી રહી છે.

રાજકોટ જેવું જ આરોગ્ય સારવારનું કંગાળ ચિત્ર આખા રાજયમાં જોવા મળતું હોવાનું જણાવી ઉચ્ચ અધિકારી સુત્રો જણાવે છે કે, વર્ષ ૨૦૧૮ - ૨૦૧૯માં રાજય સરકારે જે આરોગ્ય સેવા માટે વાર્ષિક માત્ર રૂા ૧૪૭૯ની જોગવાઈ કરી છે. જેને લીધે પ્રતિદિન માત્ર રૂા ૪ આરોગ્ય સારવાર પાછળ વાપરવામાં આવે છે. જેના કારણે ઘણાં આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની સાથે દવા અને સાધનોની અછત જોવા મળે છે. જરૂરીયાતમંદ દર્દીઓ બિમારીમાં સબડતા રહે છે જેની કોઈ સારવાર કરતું નથી.

નવા હોસ્પિટલ બિલ્ડીંગ માટે આધુનિક સાધનોનું આગમન

ડબલ લાભ... એઇમ્સ ને લીધે રાજકોટને મળશે મેડીકલ કોલેજ

પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ૧૫૦ કરોડની મીની એઇમ્સ જેવી હોસ્પિટલ બે મહિનામાં ચાલુ થશે
રાજકોટને એઇમ્સની આધુનિક આરોગ્ય લક્ષી સારવાર ઉપલબ્ધ થનાર હોવાની વિગતો જાહેર થયા બાદ આજે સિવીલ હોસ્પિટલના તજજ્ઞાોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં રાજકોટ કેન્દ્ર સ્થાને રહ્યું હોવાથી અહીં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ૧૫૦ કરોડના કરોડ જે હોસ્પિટલ ઉભી થઇ રહી છે તેનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું હોવાથી બે મહિનામાં જ ૨૦૦ બેડની આધુનિક હોસ્પિટલ શરૂ થઇ જશે.

રાજકોટની સિવીલ હોસ્પિટલમાં કેમ્પસમાં જે નવી હોસ્પિટલનું બાંધકામ ચાલી રહ્યું છે. તેમાં આધુનિક મશીનો પણ ટુંક સમયમાં આવનાર હોવાનું જણાવી મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, હૃદય રોગની ચિકિત્સા માટે ટુડી ઇકો મશીનનો ઓર્ડર અપાઇ ગયો છે. ડીઝીટલ એકસ - રે મશીન અત્યારે જ આવી ગયું છે. તે તો રૂમનું બાંધકામ પુરૂ થયા બાદ તે કાર્યરત થયા બાદ ડીઝીટલ એકસ - રે ની કામગીરી શરૂ થશે. રાજકોટને એઇમ્સની સુવિધા મળતા વધુ એક ૧૦૦ બેઠકની અન્ડર ગ્રેજયુએટ મેડીકલ કોલેજની સુવિધા ઉભી થશે પોસ્ટ ગ્રેજ્યુએટની ૪૦ સીટો વધશે એ જ રીતે સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સુવિધા પણ ઉભી થશે. તેથી એઇમ્સના આગમન સાથે રાજકોટને વધુ એક મેડીકલ કોલેજમાં લાભ મળશે. જેનું સંચાલન દિલ્હીના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે.

વેલડન, ઇન્ટરપોલ વેલડન, વેપારીના રૂ.૧૨ લાખ પરત અપાવ્યા

એક વર્ષ પહેલા ઈ-મેઈલ હેક કરાતાં રાજકોટનાં વેપારીએ ગુમાવેલા 12 લાખ ઈન્ટરપોલે પરત અપાવ્યા
જવલ્લે જ બનતી ઘટના, સદ્નસીબે વિદેશની બેંકના ખાતામાં રકમ સ્થગિત કરાતા વેપારીને લાભ થયો

રાજકોટમાં કેમિકલનો ધંધો કરતાં વેપારી સાવન દિનેશભાઈ ઢોલરીયા (રહે. તંતી પાર્ક શેરી નંબર - ૪૬) ૧૫૦ ફુટ રીંગ રોડ) નો ઈમેઈલ  હેક કરી વિદેશની બેંકનાં ખોટા ખાતા નંબર આપી ૧૨,૧૪,૩૦૪થી ઠગાઈ અંગે નોંધાયેલી ફરિયાદમાં ઈન્ટર પોલની મદદ લેવાતા અંતે ઠગાઈની રકમ પરત મળી હતી.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, ફરિયાદી સાવનભાઈ પિતા અને ભાઈ સાથે શ્રી નવદુર્ગા સેલ્સનાં નામથી કેમિકલનો વેપાર કરે છે.

તેણે ધંધા માટે નેટ પર સર્ચ કરી એરોમેટીક વાઈટ સ્પીરીટ કેમિકલનાં ઈ.મેઈલ એડ્રેસ પર કુવેત ઈન્ટરનેશનલ ફેકટરી ફોર વ્હાઈટ સ્પીરીટ નામની કંપનીનો સંપર્ક કરી માલ મંગાવ્યો હતો. જેમાં તેણે એડવાન્સમાં નાણાં બેંક ઓફ બરોડામાં તેની પેઢીનાં ખાતામાંથી કોમર્શીયલ બેંક ઓફ કુવેતનાં બેંક ખાતામાં જમા કરાવ્યા હતાં તેને સમયસર માલ મળી જતા તેણે બીજી વખત ૪૦ ટકા રકમ જમા કરાવી ચાર કન્ટેનર માલ મંગાવી બાકી રહેતો ૬૦ ટકા રકમ રફીશન બેંક કુવેતનાં ખાતામાં જમા કરાવ્યા હતાં. તેને હવે જુનુ બેંક ખાતું નથી વાપરતાં તેમ ઈ-મેઈલ મારફતે જાણ કરી હવે નવી બેંક કુવેતનાં ખાતામાં રકમ જમા કરાવવાનું કહેતાં તેણે વિશ્વાસમાં આવી બાકી રહેતી ૬૦ ટકા રકમ એટલે ૧૭૮૧૭ ડોલર પોતાની પેઢીના ખાતામાંથી રફીશન બેંક કુવેતનાં ખાતામાં જમા કરાવ્યા હતાં.


બીજા દિવસે તેને સંબંધીત વિદેશી પેઢી તરફથી જાણ કરવામાં આવી હતી કે, બેંક એકાઉન્ટ અંગેનો ઈ.મેઈલ તેઓ તરફથી કરવામાં આવ્યો નથી. તેનું ઈ.મેઈલ એડ્રેસ કોઈએ હેક કરી આ મેઈલ મોકલ્યાનું કહેતા ફરિયાદીએ પોતાની પેઢીનાં ખાતામાંથી રફીશન બેંકમાં મોકલેલી રકમ સ્થગીત કરાવી નાખી હતી. ત્યારબાદ બેંક તરફથી તપાસ કરાવતાં જાણવા મળ્યું કે, તેણે પાછળથી જે ૬૦ ટકા રકમ મોકલી હતી તે પ્રાગ ઝેક રિપ્બલીક મુકામે રફીશન બેંકનાં ખાતામાં જમા પડી છે. અંતે ફરિયાદીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગઈ તા.૧૭.૧.૨૦૧૮નાં રોજ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં પોલીસને જાણવા

સંગીત શીખતો છાત્ર કદી ક્રાઈમ ના આચરે


- સંગીત વ્યકિતને પ્રાણવાન - શ્રધ્ધાવાન બનાવે છેઃ પંડિત રાજન સાજન મિશ્રા

- દેશના દરેક પ્રાન્તમાં સંગીતનો અમુલ્ય વારસો સચવાયો છે તેનું જતન કરી રાષ્ટ્રીય એકતા મજબુત બનાવવા પદમ વિભુષણ એવોર્ડ વિજેતા ગાયકોની હિમાયત 
- રાજકોટમાં સાત દિવસના સપ્ત સંગીત કાર્યક્રમનો શુભારંભ; પ્રથમ દિવસે મોડી રાત્રિ સુધી વિવિધ રાગોની અનુભૂતિ દ્વારા ભાવિકો ભાવ વિભોર
- ભારતીય શાસ્ત્રોએ દરેક પ્રહરનાં રાગ દર્શાવ્યા છે જે સ્વરોના નાદ સાંભળવાથી  વ્યકિત હરહંમેશ પ્રસન્નતા અનુભવે છે;  અહંકારને ઓગાળવાનું કામ કરે છે સંગીત 

સંગીતએ ઇશ્વરની આરાધના છે શાસ્ત્રીય સંગીત દ્વારા વ્યકિતના અંતરના નાદ ઇશ્વરિય તત્ત્વો સાથે જોડાઇ જાય છે' તેમ આજ રોજ અહીં શાસ્ત્રીય ગાયન ક્ષેત્રે પદમ વિભુષણ એવોર્ડ મેળવનાર બનારસ ધરાનાના જાણીતા ગાયક પંડિત રાજન - સાજન મિશ્રાએ જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે, જે બાળકોને શાળામાં કોઇપણ પ્રકારનું સંગીત શિખવાની તક મળે છે તેઓ કદાપિ ક્રાઇમની દિશામાં આગળ વધતા નથી. માટે દરેક શાળામાં સંગીતમાં સંગીતનો અભ્યાસ ફરજીયાત હોવો જોઇએ.

હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં અગ્રીમ પંકિતની પ્રતિભાશાળી જોડી તરીકે જાણીતા એવા પંડિત રાજન - સાજન મિશ્રાના ગાયન કાર્યક્રમથી રાજકોટમાં સપ્ત સંગીત સમારોહનો પ્રારંભ થયો હતો. અહીંના હેમુ ગઢવી હોલ ખાતે આયોજિત સાત દિવસના સંગીત - નૃત્ય અને ગાયન સમારોહના પ્રારંભે આજે શાસ્ત્રીય ગાયનની વિવિધ પ્રસ્તુત એ સંગીત રસિકોને મોડી રાત્રિ સુધી અલૌકિક અનુભૂતિ કરાવી હતી.
રાજકોટમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના મહત્ત્વ અને દિન - પ્રતિદિન વધતા જતા  વ્યાપના સંદર્ભમાં પંડિત રાજન - સાજન મિશ્રાએ જણાવ્યું હતું કે તાજેતરમાં જે 'ભૈરવથી ભૈરવ સુધી'નાં નામનો કાર્યક્રમ વિદેશના ૧૩ દેશોમાં રજૂ કર્યો ત્યારે જાણવા મળ્યું છે કે યુરોપના જે દેશોના લોકોને ભારતીય ભાષાનું જ્ઞાાન નથી તેઓ પણ આપણી સંગીતની ભાવદશા નિહાળીને અંતરાભિમુખ બની ગયા હતા. સ્વરોની દુનિયાનો વિરલ સ્પર્શ થતા જાહેર કાર્યક્રમોમા ંતેઓની આંખમાં અશ્રુધારા વહેતી જોવા મળી હતી.
ભારતીય શાસ્ત્રીય સંગીતએ આપણા ઋષિઓની વેદકાલીન સંસ્કૃતિની ફલશ્રુતિ છે તેમ કહી તેઓએ ઉમેર્યું હતું કે, આ શાસ્ત્રીય સંગીતને સાંભળવા અને શિખવા યુવાનોમાં રસ વધતો જાય છે તે અમાસ માટે પણ પ્રોત્સાહક બની રહ્યું છે. આજના યુવાનો સંગીત પ્રત્યે રસ - રૂચિ ધરાવેછે તે સુચાવે છે કે ભારતનું ભાવિ ઉજ્જવળ છે.

ભારતીય સંગીતના બનારસ ધરાનાના વાતો કરતાં તેઓએ ઉમર્યું હતું કે ધરાના તો સંગીતનો એક પ્રકાર છે પરંતુ દરેક સંગીતની શાસ્ત્રીય પ્રસ્તુતિ એ ઇશ્વરની અનુભૂતિનો જ વિષય છે સંગીતએ પરમ તત્ત્વની સાધના છે તેના દ્વારકા અંતરનાદ ઉઘડે છે. જેમ સંગીતની આરાધના કરતા - કરતા સમય પસાર થાય છે તેમ અંતરનાદ વધુ ઉંડાણથી સંભળાય છે જે આપણને સર્વવ્યાપક ઇશ્વરીય તત્ત્વનો સ્પર્શ કરાવે છે.
શાસ્ત્રીય સંગીતએ  વ્યકિતના અહંકારને ઓગળવાનું કામ કરે છે તેમ જણાવી તેઓએ શાસ્ત્રીય સંગીત - નૃત્ય - વાદન મળતા વિશેષ પ્રસન્નતાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું રાગ - રાગીણીઓની પ્રસ્તુતિ એ માનસિક બિમારીઓમાં આજ ઇલાજનું કામ કરી રહી છે. ભારતીય શાસ્ત્રોમાં દરેક પ્રહરનાં રાગ દર્શાવવામાં આવ્યા છે વહેલી સવારે ૪ વાગ્યે રાગ ભૈરવથી દિવસનો પ્રારંભ થાય છે ત્યારબાદ ક્રમશઃ રાગ લલીત, બટીયાર, તોડી સાંવરી, સારંગ, ભીમપલાસી, મુલતાની બાદ રાત્રે મધુવંતી, શ્રી, મારવા, શુધ્ધ કલ્યાણ, માલકૌશ દરબારી અને અંતે ભૈરવથી સમપાન થાય છે આ તમામ રાગ એ સુર્યની બદલાતી રહેલી દિશાની સાથે વ્યકિતના મુડને આનંદમાં રાખે છે. પ્રસન્નતા બક્ષે છે.

ભારતીય માતા - પિતા માટે સંગીતના સંસ્કાર બાળકોને આપવાનું કામ ધર્મમય બનવું જોઇએ તેમ કહી તેઓએ આજે જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદનાં નામે  આઝાદીના ૭૦ વર્ષ પછી પણ આપણે એક ભારતીય નથી બની શક્યા તેના પ્રત્યે દુઃખની લાગણી વ્યકત કરી હતી. ભારતના દરેક પ્રાંતમાં સંગીતનો અમુલ્ય વારસો પડયો છે તેનું જતન કરી રાષ્ટ્રીય એકતા પ્રસ્થાપિત કરવાની તેઓએ હિમાયત કરી હતી. નિઓ રાજકોટ ફાઉન્ડેશના ઉપક્રમે આજથી સપ્ત સંગીતિ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. સાત દિવસ સુધી સુવિખ્યાત કલાકારોની આ કાર્યક્રમ દરમિયાન પ્રસ્તુતિ રજૂ થશે.

સ્વાઈન ફ્લુનો ફૂંફાડો રાતે 4 કલાકમાં 2 દર્દીના મોત


- રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભરશિયાળો છતાં રોગચાળો

- એઈમ્સની ખરેખર જરૂર હતી! રોગચાળા અટકે તેમાં બાબુઓને નથી રસ

- જામનગરમાં પોરબંદરની સગર્ભા દાખલઃ રાજકોટ મનપામાં વધુ બે દર્દીઓ
- મનપાના નિંભર તંત્રનો રિપોર્ટ- શહેરની ૧૬ લાખની વસ્તીમાં સપ્તાહમાં માત્ર ૨૪૭ને સામાન્ય શરદી,તાવ!

સૌરાષ્ટ્રમાં ભર શિયાળો ચાલી રહ્યો છે છતાં લોકો માત્ર વ્યક્તિગતરીતે થતા રોગોથી નહીં પણ ચેપી રોગોના ભોગ બની રહ્યા છે. વાયરલ શરદીની સાથે તેના જેવા લક્ષણો ધરાવતા સ્વાઈન ફ્લુએ ત્રણ દિવસથી મોં ફાડયું છે અને રાજકોટમાં ગત રાત્રિના ચાર કલાકમાં જ ૨ દર્દીઓના મોત નીપજ્યા હતા અને આ સાથે રાજકોટની હોસ્પિટલોમાં કૂલ ૧૬૫ દર્દીઓમાંથી ૪૪ના મોત નીપજ્યાનું જાહેર થયું છે.
રાજકોટ મનપાનું તંત્ર સ્વચ્છતા સર્વેક્ષણમાં રચ્યુપચ્યુ રહે છે ત્યારે મહાપાલિકાની હદમાં જ (૧) નીલકંઠ પાર્ક શેરી નં.૩માં ૫૫ વર્ષીય પુરુષ તથા (૨) મારુતિનગર-૧, પેડકરોડ પર રહેતો ૧૮ વર્ષીય યુવકને સ્વાઈન ફ્લુ પોઝીટીવના રિપોર્ટ સાથે હોસ્પલિટલે ખસેડાયેલ છે.
તો રાજકોટની હોસ્પિટલમાં ગત રાત્રિના ચાર કલાકમાં બે દર્દીના મોત નીપજ્યા છે જેમાં (૧) રાત્રે ૧૧-૫૦એ જુનાગઢના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામમાં રહેતા ૬૨ વર્ષના વૃધ્ધાનું મૃત્યુ નીપજ્યું છે. આ મહિલાને જુનાગઢની હોસ્પિટલથી રાજકોટ લવાયા હતા અને ગઈકાલે જ તેમને સ્વાઈન ફ્લુ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. (૨) રાજકોટના બજરંગવાડી શેરી નં.૧૪, જામનગર રોડ પર રહેતા ૬૮ વર્ષીય વૃધ્ધને તા.૨૮-૧૨ના પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ અત્રે સિવિલમાં ખસેડાયા હતા જ્યાં ગતરાત્રિના ૩.૧૫એ મૃત્યુ નીપજ્યાનું જાહેર થયું છે.
જામનગરની હોસ્પિટલમાં તાવ,શરદીની બિમારી સાથે દાખલ થયેલ પાંચ માસના ગર્ભ સાથેની પોરબંદરની મહિલાનો આજે સ્વાઈન ફ્લુ પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો અને તેને આઈસોલેશન વોર્ડમાં ખસેડાયેલ છે.
રાજકોટની હોસ્પિટલોમાં ચાર માસમાં સ્વાઈન ફ્લુનું ટેસ્ટીંગ કરાવ્યું હોય અને પોઝીટીવ રિપોર્ટ આવ્યો હોય તેવા જ કૂલ ૧૬૫ દર્દીઓ દાખલ કરાયા હતા જેમાંથી ૪૪ના મોત નીપજ્યા હતા. આ પૈકી માત્ર રાજકોટ શહેરમાં જ ૫૭ દર્દીઓ અને ૧૦ના મોત નોંધાયા છતાં મનપા દ્વારા આ મુદ્દેજાણે તેની કોઈ કામગીરી જ નથી તેમ વર્તાય છે.
રાજકોટ મનપાએ આજે રોગચાળાના આંકડા જાહેર કર્યા તેમાં સતત ત્રણ અઠવાડિયાથી શહેરમાં એક પણ મેલેરિયા ડેંગ્યુનો કેસ જ નહીં નોંધાયાનું જાહેર કરી કાગળ પર ગુલાબી ચિત્ર આપ્યું છે. ગંભીર વાત એ છે કે મનપા લાખો રૂ।.નો ખર્ચ ૨૧ આરોગ્ય કેન્દ્રો અને તેના સ્ટાફને નિભાવવા માટે કરે છે પણ મનપાના ચોપડે માત્ર ૧૬૪ શરદીના, ૮૨ ઝાડાઉલ્ટીના, ટાઈફોઈડનો માત્ર ૧, મરડાંના માત્ર ૬ , કમળાના માત્ર ૨ અને તાવના માત્ર ૨૯ કેસો નોંધાયા છે.
રોગચાળાના આંકડા છુપાવીને કે અધુરા ખોટા આપીને લોકોનું જનઆરોગ્ય મનપા જોખમમાં મુકી રહી છે અને કરોડોના ખર્ચે ગમે તેવા કાર્યક્રમો કરી નાંખતા અફ્સરો લોકો આરોગ્ય જાળવે તે માટે નક્કર કાર્યક્રમોમાં પણ ઉદાસીન રહે છે.બીજી તરફ શહેરમાં હવા,પાણીના પ્રદુષણની માત્રા વધતી જાય છે અને ખોરાકમાં ભેળસેળ સામે પણ મનપા નિંભરતા દાખવી રહ્યું છે ત્યારે જનઆરોગ્ય જોખમમાં છે.

ગુરુવાર, 3 જાન્યુઆરી, 2019

પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજીના જન્મદિવસના ઉપલક્ષમાં
આયુર્વેદિક સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન


શ્રી મોટી હવેલી જેતપુરના વૈષ્ણવાચાર્ય પુ.શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રીના અનુજ ,યુવા વૈષ્ણવાચાર્ય પુ જેજેશ્રી પ્રિયાંકરાયજી મહોદયશ્રીનો જન્મ દિવસ આગામી પોષ સુદએકમ ને રવિવાર તારીખ 6.1.2019ના રોજ આવી રહ્યો છે.આ દિવસે શ્રીમદનમોહન પ્રભુ યુવક મંડળ ટ્રસ્ટ જેતપુર દ્વારા શ્રી મોટી હવેલી જેતપુર ખાતે સવારે 9.00 કલાકથી એક આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવેલ છે.જેનું ઉદ્ઘાટન પૂજ્ય ગોસ્વામી શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રીના વરદ હસ્તે થશે.જેમાં રાજકોટના ડો.જે.પી.દંગી  પોતાની સેવાઓ આપશે. જેની ઉજવણી માટે જેતપુર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વૈષ્ણવ સમાજમાં આનંદ અને ઉત્સાહ ઉભરાઈ રહ્યો છે.


પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજી મહોદયશ્રીએ યુવાનોને પુષ્ટિમાર્ગનું સત્સંગીય જ્ઞાન આપી એક જબ્બરદસ્ત યુવા સંગઠન શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ ટ્રસ્ટની સ્થાપના ઘણા વર્ષો પહેલા કરી.સેવાકીય અને સામાજિક સેવાઓની સાથે સાથે આ સંસ્થા દ્વારા અનેક આયોજનો  વારંવાર થતા રહે છે.જેતપુર શહેર અને તેની આજુબાજુના ગામડાઓમાં કાર્યરત પુષ્ટિ-પાઠશાળા અને વ્યક્તિત્વ વિકાસ કેન્દ્ર દ્વારા નાના બાળકોને બાળપણથી જ પુષ્ટિમાર્ગીય જ્ઞાન અને પુષ્ટિ સંસ્કારનો સંચય કરાવવામાં આવે છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ,વૃક્ષારોપણ,વિવિધ મેડીકલ કેમ્પ,રક્તદાન કેમ્પ,જળ સંચય,રાહત દરે ચોપડા વિતરણ,યોગ શિબિર,પુષ્ટિ જ્ઞાન શિબિર,શ્રીંગાર શિબિર,ધર્મ સભા ઉપરાંત અનેક ઉત્સવો જેવા કે શરદોત્સવ,નંદોત્સવ,શ્રી વલ્લભાચાર્ય પ્રાકટ્ય  ઉત્સવ,શ્રી ગુંસાઇજી પ્રાકટ્ય   ઉત્સવ,રસિયા ઉત્સવ,ડોલોત્સવ,જન્માષ્ટમી ઉત્સવ, વિગેરેની ઉજવણી વર્ષ દરમિયાન થાય છે. 

પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજી દ્વારા અનેક વચનામૃત અને સ્વ-લિખિત પુસ્તકો પણ વૈષ્ણવ સમાજને પ્રસાદ સ્વરૂપે અર્પિત થયા છે.વસુધૈવ કુટુંબકમના વિશેષ
ધ્યેયથી એકતા,શુધ્ધ પર્યાવરણ,વ્યસન મુક્તિ અને તંદુરસ્તી જેવા ચાર મહત્વના સિદ્ધાંતો સાથે સંસ્થા ને આગળ વધારી રહ્યા છે.શ્રી મોટી હવેલી જેતપુરમાં  શ્રી મદનમોહન પ્રભુના મનોરથના શ્રીંગાર પણઆબેહુબ દર્શનીય હોય છે. શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ ટ્રસ્ટ ના સતત ચાલુ રહેતા આવા સામાજિક,સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમો
અને ઉત્સવોના ફલ સ્વરૂપ સંસ્થાની સભ્ય સંખ્યામાં દર વર્ષે નોંધપાત્ર વધારો થાય છે.

 જેજેશ્રીના જન્મદિવસ નિમિતે આયુર્વેદિક સર્વરોગ નિદાનકેમ્પ તેમજ રાજભોગ દર્શન બાદ માર્કંડેય પૂજા,સાંજે કેસરી સ્નાન અને શયનના દર્શન બાદ વધાઈ કીર્તનના કાર્યક્રમો પણ રાખેલ છે.આ તમામ શુભ અવસરોમાં આપશ્રીને વધાઈ આપવા સમગ્ર વૈષ્ણવ સમાજ ને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.આ ઉત્સવની ઉજવણી માટે શ્રી મદનમોહન યુવક મંડળ ટ્રસ્ટના  તમામ સભ્યો ઉત્સાહભેર કાર્યો કરી રહ્યા છે.
જેતપુરના રામૈયા હનુમાન વિસ્તારમાં
મહિલાના ઘરમાં ઘુસી મહિલા સહીત ૬
શખ્શોનો હુમલો : એટ્રોસિટી હેઠળ ગુનો

મિલકતના ‘ધરાહાર’ સાટાખત બાબતે બોલાચાલી
બાદ મહિલા પર હુમલો : શહેરમાં ભારે ચકચાર


 જેતપુર શહેરના રામૈયા હનુમાન મંદિર પાસે રહેતી મહિલાના ઘરમાં એક મહિલા સહિત છ જેટલા શખ્સો બળજબરી પૂર્વક ઘુસી ફુલવાડી વિસ્તારની એક મિલકતનું સાટાખત કરી આપવાનું કહી ઘરનો બધો સામાન વેરવિખેર કરી મહીલાને લાકડી વડે માર મારી ઇજા પહોંચાડયાની ફરીયાદ સિટી પોલીસમાં નોંધાઇ છે.


જેતપુરના રામૈયા હનુમાન મંદિર વિસ્તારમાં રહેતી સોનલબેન લલિતભાઇ ચાવડા નામની મહિલાએ સિટી પોલીસમાં નોંધાવેલ ફરીયાદ મુજબ ગઈકાલે બપોરના પોતે ઘરે એકલી હતી ત્યારે કલ્પેશ રાંક વિજય ચૌહાણ અને અરૂણાબેન તેમજ ત્રણ અજાણ્યા શખ્સો એક મોટર કારમાં આવી પોતાના ઘરમાં બળજબરી પૂર્વક ઘુસી જઇ ઘરનો તમામ સામાન વેર વિખેર કરી શહેરના ફુલવાડી વિસ્તારમાં તાજેતરમાં જ પોતે ખરીદ કરેલ એક મિલકત કલ્પેશભાઇએ પોતાના નામે કરી દેવાનું જણાવ્યું હતું.

પરંતુ આ મિલ્કત પોતાને વેચવી ન હોવાથી સાટાખત કરી આપવાની ના પાડી દેતા તમામે એકસંપ કરી લાકડી વડે માર મારી પોતાના કપડાં ફાડી નાખ્યા અને બાદમાં ત્યાંથી જતા રહ્યા હતા. પોલીસે સોનલબેનની ફરીયાદ પરથી મહિલા સહિત છ શખસો્ સામે ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી તોડફોડ કરી બીજાની મિલ્કતનો દસ્તાવેજ પોતાને નામે કરી આપવા માર મારવાની અને જાતી પ્રત્યે હડધુત કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી 323, 324, 354, 143, 147, 149 અને એસ્ટ્રોસિટી એકટ હેઠળ ફરીયાદ નોંધી તમામની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. 

પોલીસે જણાવ્યું હતું કે, કલ્પેશ રાંકને જાણકારો ભાજપના કાર્યકર અને ગ્રુપ લેઉઆ પટેલ સમાજ જેતપુરના પ્રમુખ તરીકે ઓળખ આપી રહ્યા છે જ્યારે વિજય ચૌહાણ
શહેરના  માંધાતા ગ્રુપ સાથે સંકળાયેલા છે. બનાવથી શહેરભરમાં ચકચાર જાગી છે.

લોધીકાના મોટાવડા ગામ નજીકની નદીના સામા કાઠેથી વિદેશી શરાબની ૫૦૪ બોટલ સાથે લાલસીંગ ઝડપાયો



રૂરલ એલસીબીએ રૂ.૧, ૫૧, ૭૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો

રાજકોટ તા.૩
રાજકોટ રૂરલ એલસીબી સ્ટાફે બાતમીના આધારે લોધિકા તાલુકાના મોટાવડા ગામ નજીકની નદી કાંઠે દરોડો પાડી એક શખ્શને વિદેશી શરાબની ૫૦૪ બોટલ પકડી પાડી અન્ય બે શખ્શોને પકડવા કવાયત આદરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાજકોટ રૂરલ એલસીબીને બાતમી મળી હતી કે લોધિકા તાલુકાના મોટાવડા ગામની નદીના કાંઠે મોટાપાયે વિલાયતી દારૂનો જથ્થો પડ્યો છે. આવું બાતમી પરથી એલસીબીના હેડ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જટુભા જાડેજા સહિતના કાફલાએ દરોડો પાડતા ધમો વ્યાસ (રાજકોટ) અને હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલિયા(રાજકોટ)ની ભોગવટા કબ્જાવાળા વાડીના મકાનમાંથી પોલીસને રૂપિયા ૧ લાખ ૫૧ હજાર ૨૦૦/- ની વિદેશી શરાબની ૫૦૪ બોટલ મળી આવી હતી.

આ તકે પોલીસે લાલસીંગ ઉમેદ્સિંગ જાદવ (રહે.લક્ષ્મીનગર, શેરી-૨, રાજકોટ)ની કુલ રૂપિયા ૧, ૫૧, ૭૦૦/-ના મુદ્દમાલ સાથે ધરપકડ કરી ધમો વ્યાસ અને હર્ષદ(મહાજન)ની શોધખોળ આદરી છે. 

ગોંડલમાં આશાપુરા ચોકડી પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાંથી રૂ.20 હજારની ચોરી : ચકચાર


રાજકોટ તા.૩
ગોંડલમાં આશાપુરા ચોકડી પાસે આવેલ બે ધાર્મિક સ્થળોમાં પ્રવેશી તસ્કરો રૂપિયા 20 હજાર રોકડ ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોન્દાલમાં આશાપુરા ચોકડી પાસે, પ્રમુખનગર સોસાયટીમાં આવેલ શ્રી ખોડીયાર માતાજીનું મંદિર અને શ્રી આણંદઆપા સુરાપુરા બાપાના મંદિરમાં પ્રવેશેલા તાક્સરોએ બંને મંદિરની દાનપેટી તોડી આશરે રોકડ રૂપિયા 20 હાજર ચોરી ગયા હતા.

આ બાબતે મેંદરડા ગામે રહેતા જગદીશભાઈ નટવરલાલ ઝગડા નામના સેવાભાવીએ ગોંડલ શહેર પોલીસમાં ત્રણ તસ્કરો સામે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ બી.એલ.ઝાલાએ તપાસ હાથ ધરી છે.


વ્યાજખોરો પર સરકારના ચાર હાથ; ભોગ બનનારાઓ ભગવાન ભરોસે


- અપહરણ, આપઘાતનાં રોજિંદા બનાવો
- ધીરધારનું લાયસન્સ અપાયા બાદ કોઈ પ્રકારની તપાસ કરાતી નથી કે નથી થતી કોઈને શિક્ષા



રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દિન-પ્રતિદિન વ્યાજખોરોનો ઉપદ્રવ વધતો રહ્યો છે. અપહરણ, આત્મહત્યાનાં બનાવો રોજિંદા  છે. ગઈકાલે જામનગરમાં કારખાનેદાર હજુ લાપત્તા છે. વ્યાજનાં વિષચક્રમાં ફસાયેલા અનેક લોકો એવા છે કે જેઓ દમ ઘુટી રહ્યા છે. આવી ઘટનાઓ બહાર આવ્યા પછી શરાફી ધોરણે વ્યાજ વટાવનો ધંધો કરતા તત્વોને નિયંત્રિત કરતી સરકારી કચેરીમાં જે અંધેર તંત્ર ચાલી રહ્યું છે તેના કારણે જાણે વ્યાજખોરોને બચાવવા માટે સરકાર ચારે હાથે મદદ કરી રહી હોવાની છાપ ઉપસી રહી છે. બીજી બાજુ ભોગબનનારાઓ ભગવાન ભરોસે છે.


રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના આઠ જિલ્લાની ધીરધાર કચેરી ઉપર નિયંત્રણ રાખવાની જવાબદારી રાજકોટના બહુમાળી ભવનમાં છઠ્ઠા માળે કાર્યરત મદદનીશ રજીસ્ટ્રાર (ધીરધાર)ની કચેરીને સોંપવામાં આવી છે. પરંતુ આ કચેરીમાં ૧૩માંથી માત્ર એક ક્લાર્ક અને એક પટ્ટાવાળાની જગ્યા ભરેલી છે. બાકી તમામ ટેકનીકલ- નોન ટેકનીકલ જગ્યાઓ ખાલી પડી છે. વર્ષ દરમિયાન ક્યા જિલ્લામાં વ્યાજ-વટાવનો ધંધો કરનારી પેઢીઓમાં તપાસ કર્યાનો કોઈ રિપોર્ટ આ કચેરી પાસે નથી. માત્ર લાયસન્સ આપવાની અને તેના રીન્યુઅલની જવાબદારી સંભાળતી આ કચેરીના સુત્રો જણાવે છે કે ગત વર્ષ દરમિયાન ધીરધારની રીન્યુઅલ ફી પેટે સરકારને રૂા. ૧૦,૫૧,૨૫૦ની આવક થઈ હતી. સ્વૈચ્છીક કારણોથી ૩૯ પરવાના રદ કર્યા હતા. જ્યારે એક લાયસન્સ સ્થગિત કરવામાં આવ્યું હતું.

સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીરધારના ધંધો કરવા માટે અંદાજે ૨૫૦૦ પરવાનેદારો કાર્યરત છે. પરંતુ તેની ઉપર રખેવાળ કહી શકાય તેવી જગ્યાઓ તમામ ખાલી પડી છે. ધીરધારના ધંધામાં વ્યાજખોર તત્વોની દાદાગીરી બેફામ બની રહી છે. જેના કારણે દરેક ગામડાઓ અને શહેરોમાં આપઘાતનું પ્રમાણ વધતુ રહ્યું હોવા છતાં રાજ્ય સરકારે ધીરધારના ધંધાર્થીઓ સામે કોઈ પ્રકારના આકરા શિક્ષાત્મક જાહેર કર્યા નહીં હોવાથી માત્ર રૂા. ૨૫૦ની અરજી ફી અને રૂા. ૫ હજારની રજીસ્ટ્રેશન ફી ભરીને ધીરધારનું લાયસન્સ મળી જાય છે.

ત્યારબાદ લાખો રૂા.નો ધીરધારનો ધંધો ચાલતો રહે છે. સહકાર વિભાગમાં તમામ કામગીરી માત્ર ઈન્ચાર્જ કર્મચારીઓના ભરોસે છોડવામાં આવી હોવાથી શિક્ષાત્મક કામગીરી જાણે નામશેષ થઈ ગઈ હોય તેવી હાલત જોવા મળે છે. જેના કારણે વ્યાજખોરોનાં આતંકવાદી જેવા વલણને ડામવાનું કામ સરકારી તંત્ર માટે કપરૂ બની રહ્યું હોવાનું જાણવા મળે છે

રાજકોટમાં ટ્રક હડફેટે ઈજનેરીના વિદ્યાર્થીનું મૃત્યું, મિત્રને ઈજા - હેલ્મેટ પહેર્યું છતા માથાના ફુરચા નિકળી ગયા



- કોલેજેથી છુટીને બન્ને મિત્રો સ્કૂટર પર ઘરે જઈ રહ્યા હતાં ને નમકીનનાં ટ્રકે ઠોકર મારતા સર્જાયો અકસ્માત


રાજકોટના નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર નમકીન કંપનીના ટ્રકના ચાલકે સ્કુટીને હડફેટે લેતા એન્જીનીયરીંગના છાત્ર સાગ ધીરજલાલ ઝરીયા (ઉ.વ.૧૯)ની માથે ટ્રકનું વ્હીલ ફરી વળતાં તેનું મોત નિપજયું હતું. જયારે તેના મિત્ર ધુ્રવીલ હરિપરાને ઈજા થઈ હતી.

તાલુકા પ ોલીસે આ અંગે મૃતકના ભાઈની ફરીયાદ પરથી અકસ્માત બાદ ટ્રક રેઢો મુકી ભાગી ગયેલા ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યુ ંકે, નાનામવા રોડ પર શ્યામનગરમાં રહેતો અને લાભુભાઈ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતો સાગર ઝરીયા (ઉ.વ.૧૯) આજે સવારે સ્કુટી લઈને કોલેજે ગયો હતો ત્યાંથી બપોરે છુટીને મિત્ર ધુ્રવીલ હિરપરાને સ્કુટી પર બેસાડી બન્ને પરત ઘરે જવા રવાના થયા હતાં.



દરમિયાન બન્ને સ્કુટી લઈને કણકોટ રોડ ઉપરથી નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર ચડતા પાટીદાર ચોક તરફથી પુરપાટ વેગે ધસી આવેલા ગોપાલ નમકીનના ટ્રકના ચાલકે ખાનગી પાર્ટીપ્લોટ પાસે તેના સ્કુટીને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બન્ને ફંગોળાઈ ગયા હતાં.

જેમાં સાગર પર ટ્રકનું વ્હીલ ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજયુ ંહતુ.ં જયારે તેના મિત્રને ઈજા થઈ હતી. બનાવની જાણ થતા તાલુકા પોલીસના પી.એસ.આઈ. સોલંકી અને ફિરોઝભાઈ સહિતે ઘટના સ્થળે જઈ જરૂરી કાગળો કર્યા હતાં. સાગર બેભાઈ અને એક બહેનમાં નાનો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. કમનશીબી એ છે કે, મૃતક સાગરે હેલ્મેટ પહેર્યું હતું છતાં તેનું માથુ બચી શકયુ ન હતું. અને અકસ્માતમાં હેલ્મેટ અને માથાના ફુરચા નિકળી ગયા હતાં. બનાવથી ઝરીયા પરિવાર શોકમાં ગરક બન્યો છે.

મંગળવાર, 1 જાન્યુઆરી, 2019

સોમનાથ મંદિરે શીશ ઝુકાવ્યા બાદ રાજકોટથી વિદાય લેતા રાષ્ટ્રપતિ


-ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન કચ્છની સંસ્કૃતિ, સાસણમાં સિંહદર્શન, સોમનાથ મહાદેવ મંદિરની પુજા કર્યા બાદ રાષ્ટ્રપતિ કોવિંદ દિલ્હી જવા રવાના થયા


દેશના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રામનાથ કોવિંદ ગઈકાલે સાસણ ખાતે ગીર અભ્યારણ્યની વનસૃષ્ટિ અને સિંહદર્શન કરવા આવી પહોંચ્યા બાદ આજે સપરિવાર સાસણથી સ્પેશ્યલ હેલીકોપ્ટરમાં સોમનાથ મહાદેવના મંદિરે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. અહીં શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે મંદિરમાં પુજાવિધિ કર્યા બાદ તેઓ રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા. અહીં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યા પછી તેઓ હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થયા હતા.

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે સવારે સાસણમાં દેવળિયા ખાતે સફારી પાર્કમાં સિંહદર્શન કર્યા બાદ તેમના પત્ની સવિતાબેન અને પુત્રી સ્વાતિબેન સહિતનો કાફલો આજે સોમનાથ મહાદેવના મંદિર ખાતે આવી પહોંચ્યો હતો. અહીં સોમનાથ મંદિરના પરિસર ખાતે રાષ્ટ્રપતિએ સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની મુલાકાત લઈ પુષ્પાંજલી અર્પણ કરી હતી.

અહીંથી સપરિવાર તેઓ મંદિરે પહોંચ્યા હતા જ્યાં સોમનાથ તિર્થક્ષેત્રના વિદ્વાન બ્રાહ્મણોએ વેદમંત્રોનું ગાન કરીને તેઓને આવકાર્યા હતા. મંત્ર ગાનથી વાતાવરણ પવિત્ર બની ગયું હતું. ત્યારબાદ પુજારીએ સ્તુતિ મંત્રોના મંગલમય ગાન સાથે પુજા અર્ચના કરાવી હતી. તેમણે શિવલીંગ ઉપર ગંગાજળનો અભિષેક કરી વિશ્વના કલ્યાણ માટેની કામના કરી હતી.

સોમનાથ મહાદેવના મંદિરે તેઓએ મધ્યાહન આરતીનો લ્હાવો લીધો હતો. ત્યારબાદ સોમનાથ મહાદેવની તત્કાલ મહાપુજા કરાવી તેઓ ભાવવિભોર બની ગયા હતા. મંદિર ખાતે તેઓને સ્મૃતિચિહન અર્પણ કરવામાં આવ્યા બાદ તેઓએ સાગરદર્શન ખાતે ભોજન લીધા પછી રાજકોટ જવા રવાના થયા હતા.

બપોરે ૨-૩૦ વાગ્યાની આસપાસ રાજકોટ આવી પહોંચ્યા બાદ તેઓને એરપોર્ટ ખાતે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા. અહીં ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ત્યારબાદ સ્પેશ્યલ વિમાનમાં તેઓ દિલ્હી જવા રવાના થયા હતા