જેતપુરના દેવીપૂજક યુવાનનો આપઘાત
જેતપુર તા.7
જેતપુરના જુના પાંચ પીપળા રોડ પર એક દેવીપુજક યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યાની ઘટના શહેર પોલીસ દફતરે નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ જુના પાંચ પીપળા રોડ પર આવેલ જનતા નગરમાં રહેતા દીપક સવસી દેવીપુજક નામના 25 વર્ષના યુવાને કોઈ અગમ્યો કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આયખું ટૂંકાવી નાખ્યાનું પોલીસમાં જાહેર કરતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી વચ્ચે દીપકના આપઘાતનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812
