ચારણ સમઢીયાળાના વાલ્મીકી સમાજે વડીયામાં
શ્રી ગાંધેશ્વર મહાદેવ મંદિરે
ઉજવી ગાંધી જયંતી
જેતલસર તા.૪ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા નજીકના વડીયા ગામે આજથી ૧૫૦ વર્ષ પહેલા રાજાશાહી યુગમાં સ્થપાયેલ શ્રી ગાંધેશ્વર મહાદેવ મંદિર ખાતે ચારણ સમઢીયાળા અને વડીયાના તેમજ આજુબાજુના ગામોનો વાલ્મીકી સમાજે પૂજ્ય ગાંધીજીની પ્રતિમાને હારતોરા કરી ગાંધી જયંતી ઉજવી હતી. આ તકે મધુબેન મકવાણા પાસેથી રસપ્રદ એ વાત જાણવા મળી હતી કે વર્ષો પહેલા જયારે છૂત-અછૂતની ભાવના વચ્ચે વાલ્મીકી સમાજ જીવતો અને મંદિરમાં પણ પ્રવેશવા ના દેવાતો ત્યારે વડીયા ખાતે
રાજાઓએ ૧૨૩૫ ચોમી. જમીન આપી મહાદેવનું નાનકડું મંદિર બનાવી આપ્યું હતું. જેમાં વાલ્મીકી સમાજે મહાદેવની પૂજા અર્ચના શરુ કરી હતી. સમય જતા દેશ આઝાદ થયો પછી તે વખતના વાલ્મીકી સમાજના આગેવાન કાનજીભાઈ લાખાભાઈ મકવાણા, રાજકોટના ઢેબરભાઈ તથા અન્ય આગેવાનોને પૂજ્ય ગાંધી બાપુની પ્રતિમાનું સ્થાપન કરતા ત્યારથી વડિયા સ્થિત આ મહાદેવજી શ્રી શ્રી ગાંધેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. ત્યારથી એટલેકે દેશે આઝાદી મેળવી ત્યારથી વાલ્મીકી સમાજના પરિવારજનો દ્વારા અહી નિયમિત ગાંધી જયંતી પ્રતિવર્ષ ઉજવાઈ રહી હોવાનું અશોક ઘાવરી અને મનજીભાઈ ઘાવરી જણાવે છે.
ફોટો અને સમાચાર : હિતેશ સાવલિયા જેતપુર






