અનુયાયીઓ

શનિવાર, 25 એપ્રિલ, 2015

મોટાભાઈને 1 વર્ષની સખત કેદની સજા રૂ.1 હજારનો દંડ ફટકારતી જેતપુરની કોર્ટ

આજથી 9 વર્ષ પહેલા નાનાભાઈ ઉપર ખરપિયા વતી હુમલો કરનાર 
મોટાભાઈને 1 વર્ષની સખત કેદની સજા 
રૂ.1 હજારનો દંડ ફટકારતી જેતપુરની કોર્ટ 
વિરપુરના બે ભાઈઓ વચ્ચે વાડી-ખેતર બાબતે ડખ્ખો થયો હતો.
જેતપુર તા.25
આજથી નવ વર્ષ પહેલા જેતપુરના વીરપુર જલારામ ગામે ખેતરમાં નાના ભાઈ ઉપર હુમલો કરનાર મોટાભાઈને આજે ચાલેલ કેશની સુનાવણી દરમિયાન જેતપુરની કોર્ટે 1 વર્ષની સખત કેદની સજા અને રૂ.1000 નો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળે છે.
આ બાબતે મળી વિગતો મુજબ જેતપુર તાલુકાના વીરપુર જલારામ ગામની સીમમાં વાડી ધરાવતા ખાંટ મોહન ખીમા સરવૈયાના પત્ની શાંતાબેન વાડીમાં કામ કરતા હતા ત્યારે મોહનભાઈનો મોટો ભાઈ મનજીભાઈ ખેતરમાં દોડી આવી, હું આ ખેતરમાં 20 વર્ષથી વાવેતર કરું છું, અહીંથી ભાગી જાઓ તેવું જણાવી બીભત્સ ગાળો બોલવા લાગતા મોહનભાઈએ તેમને સમજાવવા પ્રયત્ન કરેલ, પણ મનજીએ ઉશ્કેરાઈ જઈ નાનાભાઈ મોહન ઉપર લોખંડના ખરપિયા વતી હુમલો કરતા તે વખતે જેતપુર તાલુકા પોલીસમાં ફ.ગુના રજી. નંબર 105/06 થી 323,324,504,506(2) મુજબ મનજી સરવૈયા સામે ગુનો નોંધાયો હતો.
દરમિયાન પોલીસે તહોમતદાર વિરુદ્ધ તમામ પુરાવાઓ સાથે જેતપુર ની કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા, મેઈન જ્યુડી.મેજી.ફ.ક. ડી.જે. રાજપૂતે સાહેદોના સાક્ષી પુરાવાઓ ધ્યાને લઇ, સરકારી વકીલ ડી.બી.પંચાલની દલીલો ગ્રાહ્ય રાખી આઈપીસી ની કલમ 324 ના ગુનામાં એક વર્ષ ની સખત કેદ અને રૂ.1000 નો દંડ અને દંડ નાં ભારે તો વધુ એક માસની સજા ફટકારતો હુકમ કર્યો હતો. માત્ર સામાન્ય હુમલાની આ ઘટનામાં સજાનો ચુકાદો જાહેર થતા વારંવાર વાડી ખેતરોમાં શેઢા તકરારો કે ઝગડાઓ કરવા ટેવાયેલા શખ્શોમાં ભયનો માહોલ સર્જાયો છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

વીરપુર ના ફોજદારો જોશી-મોરીની કામગીરી 
ઓલપાડના ધારાસભ્યની છબી ખરડાય તેવી પત્રીકાના 
સુત્રધ્ધાર એવા શેરડી-કનોજફળીનો સરપંચ પકડાયો !
જેતપુર તા.25
સુરત સ્થિત ઓલપાડના ધારાસભ્યને બદનામ કરવા અનેકવિધ આક્ષેપોવાળી પત્રિકા માર્કેટમાં તરતી મૂકી, નાસતા ફરતા ઓલપાડ પંથકના એક સરપંચને  વીરપુર જલારામ પોલીસના બંને નવા ફોજદારો જોશી-મોરીએ પકડી પાડી સુરત પોલીસને સોંપ્યા હોવાની વિગતો મળી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ સુરતના ઓલપાડ બેઠકના ધારાસભ્યની છબી ખરડાય તેવા આક્ષેપોવાળી પત્રિકા વહેતી કરવા સબબ ઓલપાડ તાલુકાના શેરડી-કનોજફળી ગામના સરપંચ જસવંત ડાયા પટેલ સામે ગુનો નોંધાયો હતો. દરમિયાન નાસ્તો ફરતો આ સરપંચ વિરપુરના કોઈ ગેસ્ટ હાઉસમાં રોકાયો હોવાની વીરપુર પોલીસના બે ફોજદારો જોશી અને મોરીને બાતમી મળતા આ બંને ફોજ્દારોએ સ્ટાફને સાથે રાખી જસવંતને દબોચી લઇ સુરત પોલીસ તરફ મોકલી દીધો છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812 

જેતપુરમાં સોમવારે ઉર્ષનું આયોજન

જેતપુરમાં સોમવારે ઉર્ષનું આયોજન 
જેતપુર તા.27
જેતપુરના મદીના યંગ ગ્રુપ, બહારપુરા મસ્જીદ તથા શામીશાહ મસ્જિદના યુવાન કાર્યકરો દ્વારા આગામી તા.27.4. ને સોમવારે ઉર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.
અહીના એમજી રોડ પર આવેલ અંજુમન મેમણ જમાત મેદાનમાં કરાયેલા આ ઉર્ષના કાર્યક્રમમાં સુન્ની દાવતે ઇસ્લામીના પ્રખ્યાત સૈયદ અમીનુલ કાદરી(માલેગાંવ) ના તકરીરનો કાર્યક્રમ યોજાશે. અહી  વર્ગ માટે અલાયદી વ્યવસ્થા કરાઈ હોય, હિંદુ-મુસ્લિમ બિરાદરોએ ઉર્ષનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

દાગીના ભરેલું પર્સ ગઠીયો ઉઠાવી જતા

જેતપુરના બસસ્ટેન્ડમાં આંગળીના ઈલમીઓનું સામ્રાજ્ય !
સ્ટેશન વાવડીની યુવતીની નજર ચૂકવી રૂપિયા 70 હજારના દાગીના ભરેલું પર્સ ગઠીયો ઉઠાવી જતા પોલીસમાં ફરિયાદ 
જેતપુર તા.25
જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં છેલ્લા દોઢેક મહિના થયા આંગળીના ઈલમીઓ  ધામા નાખી પડ્યા હોય તેમ ચાર મુસાફરોના ગજવા હળવા, તેમજ ડોક અળવી થયાના બનાવો બન્યા છે.
અગાઉ 3 બનાવોની ફરિયાદો યેનકેન પ્રકારે પોલીસમાં નોંધાઈ નથી. જયારે ગઈ કાલે તાલુકાના સ્ટેશન વાવડી ગામની એક યુવતીને ગઠીયો ભટકી ગયો હોય તેમ રૂ.70 હજારના સોનાના દાગીના ભરેલું પર્સ કોઈ ઉઠાવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવવી છે.
જે બાબતે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામે રહેતી તૃપ્તિબેન આહીર  શહેરમાં હતાનું કરી પોતાના ગામ પરત જવા જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં આવી હતી.
દરમિયાન વડીયા રૂટની બસમાં ચડવા જતા તેણીના થેલામાંથી સોનાના દાગીના ભરેલ પર્સ કોઈ ગઠીયો સેવી ગયાનું માલુમ પડતા તૃપ્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા અનુસાર પર્સમાં સોનાની 4 વીંટી, એક ચેઈન અને એક પેડલ તથા મોબાઈલ હતા. જે ગઠીયો સેરવી ગયો હતો. પોલીસે યુવતીની ફરિયાદ પરથી તપાસ છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812