વીરપુર ના ફોજદારો જોશી-મોરીની કામગીરી
ઓલપાડના ધારાસભ્યની છબી ખરડાય તેવી પત્રીકાના
સુત્રધ્ધાર એવા શેરડી-કનોજફળીનો સરપંચ પકડાયો !
જેતપુર તા.25
સુરત સ્થિત ઓલપાડના ધારાસભ્યને બદનામ કરવા અનેકવિધ આક્ષેપોવાળી પત્રિકા માર્કેટમાં તરતી મૂકી, નાસતા ફરતા ઓલપાડ પંથકના એક સરપંચને વીરપુર જલારામ પોલીસના બંને નવા ફોજદારો જોશી-મોરીએ પકડી પાડી સુરત પોલીસને સોંપ્યા હોવાની વિગતો મળી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ સુરતના ઓલપાડ બેઠકના ધારાસભ્યની છબી ખરડાય તેવા આક્ષેપોવાળી પત્રિકા વહેતી કરવા સબબ ઓલપાડ તાલુકાના શેરડી-કનોજફળી ગામના સરપંચ જસવંત ડાયા પટેલ સામે ગુનો નોંધાયો હતો. દરમિયાન નાસ્તો ફરતો આ સરપંચ વિરપુરના કોઈ ગેસ્ટ હાઉસમાં રોકાયો હોવાની વીરપુર પોલીસના બે ફોજદારો જોશી અને મોરીને બાતમી મળતા આ બંને ફોજ્દારોએ સ્ટાફને સાથે રાખી જસવંતને દબોચી લઇ સુરત પોલીસ તરફ મોકલી દીધો છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો