અનુયાયીઓ

બુધવાર, 7 સપ્ટેમ્બર, 2011

કેશ ફોર વોટ દોષીઓને ફાંસીની સજા આપો :અણ્ણા હજારે

કેશ ફોર વોટ દોષીઓને ફાંસીની સજા આપો :અણ્ણા હજારે: ગાંધીવાદી અણ્ણા હજારેએ કેશ ફોર વોટ કૌભાંડના આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી છે. કેશ ફોર વોટ મામલે પોતાનું કડક વલણ દાખવતા ગાંધીવાદી અણ્ણા હજારેએ મંગ

દિલ્હી હાઈકોર્ટ બહાર બ્રીફકેસ બ્લાસ્ટ : ૧૧નાં મોત

દિલ્હી હાઈકોર્ટ બહાર બ્રીફકેસ બ્લાસ્ટ : ૧૧નાં મોત:

દેશનું પાટનગર નવી દિલ્હી ફરી એકવાર પ્રચંડ બોમ્બ બ્લાસ્ટથી હચમચી ઉઠયું છે. ત્રાસવાદે ફરી એકવાર તેનો બિહામણો ચહેરો...

લોકાયુક્ત મુદ્દે ભાજપ સંસદને ગેરમાર્ગે દોરી રહ્યો છેઃ કોંગ્રેસ

લોકાયુક્ત મુદ્દે ભાજપ સંસદને ગેરમાર્ગે દોરી રહ્યો છેઃ કોંગ્રેસ: ગુજરાતનાં રાજ્યપાલ કમલાદેવી દ્વારા રાજ્યમાં લોકાયુક્તની નિમણૂક કરવાના વિવાદાસ્પદે મુદ્દાએ પાટનગર નવી દિલ્હીમાં રાજકીય મોરચે ગરમાવો સર્જ્યો છે. ભાજપ દ્વારા ગુજરાતનાં રાજ્યપાલે કરેલી લોકાયુક્તની નિમણૂકને ગેરબંધારણીય ગણાવાઈ રહી છે...

યુપીએ સરકારને બચાવવા સર્જાયું કૌભાંડ

યુપીએ સરકારને બચાવવા સર્જાયું કૌભાંડ: વડાપ્રધાન મનમોહનસિંહના નેતૃત્વની યુપીએ સરકારે ૨૨મી જુલાઇ ૨૦૦૮માં વિશ્વાસનો મત જીતી સત્તા ટકાવી રાખવા માટે કેટલાક ભારતીય સાંસદોના મત મેળવવા તેમને લાંચ આપી હોવાનો સરકાર પર આરોપ છે, જેને કેશ ફોર વોટ (મતોની ખરીદી)નું કૌભાંડ કહે છે.

યુપીએ સરકારને બચાવવા સર્જાયું કૌભાંડ

યુપીએ સરકારને બચાવવા સર્જાયું કૌભાંડ: વડાપ્રધાન મનમોહનસિંહના નેતૃત્વની યુપીએ સરકારે ૨૨મી જુલાઇ ૨૦૦૮માં વિશ્વાસનો મત જીતી સત્તા ટકાવી રાખવા માટે કેટલાક ભારતીય સાંસદોના મત મેળવવા તેમને લાંચ આપી હોવાનો સરકાર પર આરોપ છે, જેને કેશ ફોર વોટ (મતોની ખરીદી)નું કૌભાંડ કહે છે.

સુપ્રીમે ઝાટકણી કાઢી પછી તપાસ ઝડપી બની

સુપ્રીમે ઝાટકણી કાઢી પછી તપાસ ઝડપી બની: ઇન્ડિયા રિજુવિનેશન ઇનિશિયેટિવ નામના જૂથે કેફ ફોર વોટ કૌભાંડની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરવા માટે બીજી એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને તેમણે દલીલ કરી હતી કે સંસદીય સમિતિના અહેવાલ બાદથી આ કેસની તપાસ પ્રક્રિયા અટકી થઇ ગઇ છે.

અમરસિંહના ટોપ ટેન વિવાદો

અમરસિંહના ટોપ ટેન વિવાદો: એક એવોર્ડ ફંક્શનમાં શાહરુખ ખાન એવી જોક કરે છે કે તેને અમરસિંહની આંખોમાં બદઇરાદા એટલે કે દરિંદગી દેખાઈ રહી છે. થોડા દિવસ પછી ખાનના મુંબઈના ઘરની બહાર કેટલુંક ટોળું જમા થાય છે અને અમરસિંહ સામેની આવી ટિપ્પણી માટે શાહરુખ ખાન માફી માગે તેવી માગણી કરાય છે.

જેતપુર નાઝીક ઘવાયેલા વૃદ્ધનું મોત

આજથી આધાર દિવસ પહેલા જેતપુર નાઝીકના એક અકસ્માતમાં ઘવાયેલા એક આહીર વૃદ્ધનું બે દિવસ પહેલ અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત થયાનું જેતપુર પોલીસ ના રણછોડભાઈ પટેલ જણાવે છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુર ના ભાદરના સામા કાનથ વિસ્તારમાં રહેતા ભીમજીભાઈ આહીર ગઈ તારીખ ૨૦-૮-૨૦૧૧ ના રોજ પોતાના ભાઈ સાથે બાઈક ઉપર વીરપુર જલારામ બાજુ જઈ રહ્યા હતા ત્યારે જી જે ૨ વાય ૩૯૩૮ નંબરની બોલેરો કાર ચાલકે ભીમજીભાઈ ના બાઈક ને હડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ સાથે પ્રાથમિક સારવાર માટે જેતપુર સાકરી હોસ્પીટલમાં ખસેડાયા હતા.
ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને છેલ્લે અમદાવાદ લઇ જવાય હતા. જ્યાં સારવાર દરમિયાન ભીમજીભાઈ આહીર નું મોત થતા જેતપુર શહેર પોલીસે મૃતકના પુત્ર ભરતભાઈ ની ફરિયાદ પરથી ઉક્ત બોલેરો કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જેતપુર પોલીસ ના પોલીસ સ્ટેશન ઓફિસર રણછોડભાઈ પટેલે યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવ્યું હતું.