અનુયાયીઓ

સોમવાર, 24 સપ્ટેમ્બર, 2012

JETALSAR JNMA GANESH MAHOTSAV URGENT METTER BY KASHYAP JOSHI JETALSAR

JETALSAR JNMA GANESH MAHOTSAV URGENT METTER BY KASHYAP JOSHI JETALSAR

Fwd: થાનગઢમાં દલિતો અને પોલીસ વચ્ચે અથડામણ

----------
Sent via Nokia Email

------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "ATUL N CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Monday, September 24, 2012 12:46:09 PM GMT+0800
Subject: થાનગઢમાં દલિતો અને પોલીસ વચ્ચે અથડામણ

થાનગઢમાં દલિતો અને પોલીસ વચ્ચે અથડામણ



સુરેન્દ્રનગરઃ
જિલ્લાના થાનગઢ ગામમાં દલિત અને ભરવાડ સમાજના ટોળા વચ્ચે જૂથ અથડામણ થતાં
સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઇ ગઇ હતી. મોડી રાત્રે બનેલા આ બનાવમાં
પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક
યુવાનનું મોત થયું હતું. આજે ફરીથી થાનગઢમાં પરિસ્થિતિ વણસી હતી. જેથી
પોલીસે કરેલા ગોળીબારમાં ૨૦થી વધારે વ્યકિતઓ ઘવાઇ હતી, જેમાં વધુ બે
ઘાયલોનાં મોત થયાં હતા. આમ પોલીસ ફાયરિંગમાં ત્રણ જણાના મોત થયા હતા. આજે
પણ થાનગઢમાં દિવસ દરમિયાન તંગદિલી ભર્યુ વાતાવરણ રહ્યું હતું. સૂત્રોના
જણાવ્યા અનુસાર થાનગઢમાં લાકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દલિત
અને ભરવાડ યુવાન વચ્ચેસામાન્ય મુદ્દે મારામારી થઇ હતી. જેની અદાવતમાં ગત
રાત્રે કેટલાક શખસોએ રણજીત કાનજી પરમાર નામના યુવાન ઉપર હુમલો કર્યો હતો.
જેથી દલિતો પોલીસ સ્ટેશન ધસી ગયા હતા. જયાં ફરિયાદ નોંધવા બાબતે પોલીસ અને
દલિતો વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ મોડી રાત્રે દલિતો અને ભરવાડો
વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. આ અંગેની જાણ થતાં સ્થળ પર દોડી ગયેલી પોલીસે
પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. જો કે રોષે ભરાયેલા દલિતોએ થાનગઢ રેલવે
ફટક પાસે પોલીસ ઉપર ભારે પથ્થરમારો કરતા મામલો બીચકયો હતો. પોલીસે
ઉશ્કેરાયેલા ટોળા પર કાબૂ મેળવવા આઠ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જેમાં પંકજ
અમરસી સુમરા નામના યુવાનને ગોળી વાગતા તેને તાત્કાલિક સારવાર અર્થે
રાજકોટની હોસ્પિટલ લઇ જવાયો હતો. જયાં તેનું મોત નિપજયું હતું. યુવાનના
મોતને કારણે જવાબદારો સામે પગલા નહીં ભરાય ત્યાં સુધી મૃતદેહ નહીં ઉઠાવાનો
ટોળાએ નિર્ણય કર્યો હતો. આ બનાવના આજે ઘેરા પ્રત્યાધાત પડયા હતા. દલિતોના
ટોળાએ બંદોબસ્તમાં રહેલી પોલીસ ટીમ ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. પોલીસે
ટોળાને વીખેરવા ૨૦થી વધારે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. તેમ જ ટીયરગેસના શેલ
છોડયા હતા. જેમાં૨૦થી વધારે વ્યકિત ઘાયલ થઇ હતી. જે પૈકી મેહુલ અને પ્રકાશ
નામના યુવાનોના મોત થયા હોવાનું જાણવા મળે છે. થાનગઢમાં હજુ પણ ભારેલા
અગ્નિ જેવી સ્થિતિ છે. થાનગઢ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે તેમ જ કોઇ
અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાત્રે મેળાની નજીક આવેલા પોલીસ સ્ટેશન ટોળુ રજૂઆત કરવા ગયું ત્યારે ઘર્ષણ
થતા પોલીસે કરેલા ગોળીબારમાં પંકજ સુમરાનું મોત થયાનું જાણવા મળે છે.

Entry Pass For attending function of CM Narendra Modi At, Jetpur...Today

Entry Pass For attending function of CM Narendra Modi At, Jetpur...Today

----------
Sent via Nokia Email