ધવલ ઈન્ટરનેશનલ સ્કૂલના ચમકતા તારલાઓએ, અત્રે આયોજીત વિજ્ઞાન મેળામાં વિવિધ પ્રયોગો તેમજ ચલિત મોડલ્સ બનાવી વિજ્ઞાનની એ શ્રેષ્ઠતમ ઝાંખી રજુ કરી હતી. ધોરણ ૩ થી ૧૨ સાયન્સ-કોમર્સ સુધીના તમામ વર્ગના વિદ્યાથીએ પોતાની કારીગરી તેમજ વિજ્ઞાનનો જાદુ દર્શાવી, દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ભૂમી તથા ધ્રુમીલ દ્વારા માનવ શરીર, બિમારીઓ, યોગ, આયુર્વેદીની વિસ્તૃત માહિતીથી લઈને, પેટ્રોલ, કેરોસીનના વાયુથી અગ્નિ પ્રજવલિત કરતા ધોરણ ૫ ના કલ્પ, આર્યા તેમજ જયએ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વલય અને સતીષનું CYMATICS એટલે કે ધ્વનીના તરંગોથી વિવિધ અવનવી આકૃતિઓ બનાવવી, આ પ્રોજેક્ટને શ્રેષ્ઠ આકર્ષણનું પુરસ્કાર મળ્યુ હતું.
અને શાંત્વના પુરસ્કાર મેળવતું ધોરણ ૧૨કોમર્સનું રિસોર્સ મેનેજમેન્ટ એનર્જી જનરેશન સહથી બહુચર્ચિત પ્રોજેક્ટ હતું. મિકી માઉસના મેસ્કટ તથા વોકિંગ રોબોટ પણ દર્શકોને સેલ્ફી લેવા તથા રીવ્યુ આપવા ખુબ ઉત્સાહિત કર્યા હતા. શાબ્દિક વર્ણન કરીએ તો ઓછુજ પડે, માટે ધવલ સાયન્સના કોઈપણ કાર્યક્રમને નજરે નિહાળવાનો લાહવો લેવોજ રહ્યો.
અહી નોંધનીય નીચે છે કે મેનેજીંગ ટ્રસ્ટી દિનેશભાઈ ભુવા તેમજ સીઈઓ હિતેશ પટેલે કાર્યક્રમ સફળ થવા બદલ પ્રિન્સીપાલ અનીતાબેન તેમજ કાર્યક્રમના આયોજક શક્તિરાજ, તથા હેમાંગીબેન તેમજ સ્ટાફગણને અભિનંદન પાઠવ્યા હતા.






