જામનગર જીલ્લાના લાલપુરના અબ્દુલ હાલેપોત્રા, વસીમ હાલેપોત્રા અને
ચાંદીગઢના અનવર રાઉમા એમ ત્રણ શખ્શો સામે ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ
જામનગર પંથકના ત્રણ શખ્શોએ ઉપલેટા પંથકની એક યુવતીને આંગણવાડીમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી રૂપિયા ૭૦ હજાર પડાવ્યા બાદ વધુ રૂપિયા ૧ લાખ પડાવવા બંદુક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ત્રણ શખ્શો સામે ગુનો નોંધી તમામની શોધખોળ આદરી છે. આ બનાવથી ઉપલેટા પંથકમાં ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ ઉપલેટા તાલુકાના વરજાંગજાળિયા ગામે રહેતા રાજેન્દ્રભાઈ વેલજીભાઈ સોલંકીની પુત્રી હિનાબેનને આંગણવાડી માં મુખ્ય સેવિકા તરીકેનું ફોર્મ ભર્યું હોય, નોકરી અપાવવી દેવાની લાલચ આપી, વિશ્વાસમાં લઈને રૂપિયા ૭૦ હજાર પડાવી લીધા હતા.
જામનગર જીલ્લાના લાલપુર શહેરમાં ભાટિયા શેરીમાં રહેતા અબ્દુલ ઓસમાણ હાલેપોત્રા, લાલપુરમાં પ્રગટેશ્વર મંદિર પાસે રહેતા વસીમ તારમહમદ હાલેપોત્રા અને લાલપુર તાલુકાના ચંડીગઢ ગામે રહેતા અનવર ઉર્ફે અલ્તાફ અલીઉમાર રાઉમા એમ ત્રણેય શખ્શોએ વધુ રૂપિયા ૧ લાખ પડાવવા હિનાબેનના પિતા રાજેન્દ્રભાઈ સોલંકી તથા તેમના ભાઈને બે નાળચા વાળી બંદુક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગભરાયેલા રાજેન્દ્રભાઈ સોલંકીએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની ફરિયાદ પરથી ઉપલેટા પોલીસના પીઆઈ એચ.જી.પલ્લાચાર્યાએ જામનગર પંથકના ઉપરોક્ત ત્રણેય શખ્શો સામે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૩૮૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, આર્મ્સ એક્ટ ૨૫(૧-એ) મુજબ ગુનો નોંધી તેઓની શોધખોળ આદરી છે. આ બનાવથી ઉપલેટા પંથકમાં ચકચાર જાગી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો