અનુયાયીઓ

શુક્રવાર, 8 ઑગસ્ટ, 2014

LOKCHARCHARCHA UPDATES AROUND THE SAURASHTRA




ઈરાકમાં હવાઈ હુમલા કરવાની ઓબામાએ સત્તા આપી

ઈરાકમાં હવાઈ હુમલા કરવાની ઓબામાએ સત્તા આપી

વોશિંગ્ટન – ઉત્તરીય ઈરાકમાં ઈસ્લામી ઉગ્રવાદીઓથી અમેરિકન નાગરિકોને બચાવવાની જરૂર પડે તો ટાર્ગેટવાળા સ્થાનો પર હવાઈ હુમલા કરવાની યૂએસ પ્રમુખ બરાક ઓબામાએ પેન્ટેગોનને સત્તા આપી છે.

ઈરાકમાં ઉગ્રવાદીઓએ બાનમાં પકડેલા નાગરિકોનું રક્ષણ કરવામાં ઈરાકી લશ્કરને મદદ કરવાનું પણ ઓબામાએ પેન્ટેગોનને કહ્યું છે.

તેમની આ જાહેરાતથી ઈરાકમાં વર્ષોથી ચાલતા સાંપ્રદાયિક યુદ્ધમાં અમેરિકાની નવેસરથી લશ્કરી દરમિયાનગીરીની શક્યતા વધી છે.

ઓબામાની આ જાહેરાતનું ગઈ કાલે રાતે સમગ્ર અમેરિકામાં ટીવી નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. અમેરિકન નાગરિકોનો જાન જોખમમાં હોય તો તેમનું રક્ષણ કરવા આપણે પગલા લેવા જ પડે. કમાન્ડર-ઈન-ચીફ તરીકે મારી આ જવાબદારી બને છે.

ઈરાકના ઉત્તર ભાગમાં આવેલા ઈરબીલ શહેરમાં ફરજ બજાવતા અમેરિકન સૈનિકો તરફ ઈસ્લામી ઉગ્રવાદીઓ આગેકૂચ માંડશે અને ત્યાંની યૂએસ કોન્સ્યૂલેટ ઉપર હુમલો કરે એવી સંભાવના વધી જતાં ઓબામાએ હવાઈ હુમલાનો આદેશ આપ્યો છે.

ઈરાકમાં લગભગ એક દાયકા સુધી યુદ્ધ સામેલ થયા બાદ અમેરિકાએ ૨૦૧૧માં પોતાના લશ્કરી દળોને ઈરાકમાંથી હટાવી લીધા હતા.

ઈરાકની સરકારની વિનંતીથી અમેરિકાએ ઘણા ઉગ્રવાદી હિંસા-ગ્રસ્ત વિસ્તારોમાં ફસાઈ ગયેલા નાગરિકો માટે પીવાના પાણીના અને ખાદ્યપદાર્થોના હજારો પેકેટ્સ ડિલીવર કર્યા છે. ઓબામાએ કહ્યું કે આજે આપણે ઈરાકની મદદે આવ્યા છીએ.

ઈસ્લામી ઉગ્રવાદી જૂથે યાઝદી સંપ્રદાયના લોકોને ઈસ્લામ ધર્મ અંગીકાર કરવાની મહેતલ આપી હોવાથી જરથુસ્ત (ઝોરાસ્ટ્રીયન) ધર્મ પાળતા હજારો યાઝદી લોકો જાન બચાવવા માટે તેમના ઘર છોડીને ભાગી નીકળ્યા છે.

ભાજપના પૂર્વ નેતા જસવંત સિંહ ICUમાં દાખલ, હાલત ગંભીર

ભાજપના પૂર્વ નેતા જસવંત સિંહ ICUમાં દાખલ, હાલત ગંભીર

rનવી  દિલ્હી – પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ વરિષ્ઠ નેતા જસવંત સિહ ગત મોડી રાતે તેમના ઘરમાં પડી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે આર. આર. હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરાયું હતું. હાલ તેઓ આઇસીયુમાં છે અને તેમની હાલ નાજુક હોવાનું ડક્ટરોએ જણાવ્યું હતું.

પ્રાથમિક અહેવાલો પ્રમાણે તેઓ ગત મોડી રાતે ૧૧ વાગ્યાની આસપાસ તેમના ઘરમાં બેહોશ મળી આવ્યા હતા. ૭૬ વર્ષિય નેતા ઘરમાં લપસી પડ્યા હોવાની ધરાણા છે, જેને પગલે તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

જે બાદ તેમને દિલ્હીની આર.આર. આર્મી હોસ્પિટલ ખસેડાયા હતા.

આર.આર. હોસ્પિટલના ડોક્ટરોએ તેમના મગજમાં આંતરિક રક્તસ્ત્રાવ બંધ થાય તે માટે ઓપેશન કર્યું હતું. આમ છતાં તેમની હાલત હજી પણ નાજુક છે.

મહત્વનું છે કે લોકસભા ચૂંટણી દરમિયાન બાડમેરથી ટિકીટ નહીં ફાળવાતા જસવંત સિંહે વર્ષો જૂની પાર્ટીનો સાથ છોડ્યો હતો. તેઓ બાડમેરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને હારી ગયા હતા.
સિંહ લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયીની સૌથી નજીક હતા.

અગાઉની એનડીએ સરકારમાં તેઓ નાણા, સંરક્ષણ અને વિદેશ મંત્રાલય સહિતના ખાતા સંભાળી ચૂક્યા હતા.