ભાજપના પૂર્વ નેતા જસવંત સિંહ ICUમાં દાખલ, હાલત ગંભીર
rનવી દિલ્હી – પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ વરિષ્ઠ નેતા જસવંત સિહ ગત મોડી રાતે તેમના ઘરમાં પડી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે આર. આર. હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરાયું હતું. હાલ તેઓ આઇસીયુમાં છે અને તેમની હાલ નાજુક હોવાનું ડક્ટરોએ જણાવ્યું હતું.
પ્રાથમિક અહેવાલો પ્રમાણે તેઓ ગત મોડી રાતે ૧૧ વાગ્યાની આસપાસ તેમના ઘરમાં બેહોશ મળી આવ્યા હતા. ૭૬ વર્ષિય નેતા ઘરમાં લપસી પડ્યા હોવાની ધરાણા છે, જેને પગલે તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.
જે બાદ તેમને દિલ્હીની આર.આર. આર્મી હોસ્પિટલ ખસેડાયા હતા.
આર.આર. હોસ્પિટલના ડોક્ટરોએ તેમના મગજમાં આંતરિક રક્તસ્ત્રાવ બંધ થાય તે માટે ઓપેશન કર્યું હતું. આમ છતાં તેમની હાલત હજી પણ નાજુક છે.
મહત્વનું છે કે લોકસભા ચૂંટણી દરમિયાન બાડમેરથી ટિકીટ નહીં ફાળવાતા જસવંત સિંહે વર્ષો જૂની પાર્ટીનો સાથ છોડ્યો હતો. તેઓ બાડમેરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને હારી ગયા હતા.
સિંહ લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયીની સૌથી નજીક હતા.
અગાઉની એનડીએ સરકારમાં તેઓ નાણા, સંરક્ષણ અને વિદેશ મંત્રાલય સહિતના ખાતા સંભાળી ચૂક્યા હતા.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો