અનુયાયીઓ

ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2015

અગાઉના મનદુઃખનો ખાર રાખી જેતપુરના નવાગઢમાં દલિત યુવાન પર 12 શખ્શોનો હુમલો


અગાઉના મનદુઃખનો ખાર રાખી જેતપુરના નવાગઢમાં 
દલિત યુવાન પર 12 શખ્શોનો હુમલો 
પોલીસે એસ્ટ્રોસીટી-રાયોટીંગનો ગુનો નોંધી હુમલાખોરોને પકડવા આદરી કવાયત 
જેતપુર તા.12
જેતપુરના નવાગઢ વિસ્તારમાં આજે બપોરે એક દલિત યુવાન પર નવાગઢનાજ 12 શખ્શોએ હુમલો કરી જાતી પ્રત્યે હડધૂત કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાતા પોલીસે એસ્ટ્રોસીટી અને રાયોટીંગનો ગુનો નોંધી હુમલાખોર સુધી પહોંચવા કવાયત આદરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢમાં કડિયા પ્લોટ, વણકરવાસમાં રહેતા જગદીશ રવજીભાઈ બગડા ઉ.વ.28 આજે બપોરે નવાગઢ ચોકડી રવિ પાન સામે ઉભો હતો ત્યારે યુવરાજ, રાજદીપ, શાહરૂખ અને જયપાલ તથા 8 અન્ય અજાણ્યા માણસો મળી કુલ 12 શખ્શોએ જગદીશને ઢીકા પાટુનો માર મારી સાહેદ જયાબેન(જગદીશની માતા)ને પણ ઝાપટ મારી, જાતી પ્રત્યે હડધૂત કરી, મારી નાખવાની ધમકી આપી લાકડી વતી હુમલો કરતા બઘડાટી બોલી ગઈ હતી. દરમિયાન જગદીશે ઉપરોક્ત 4 સહીત 12 જણા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગોંડલના ડીવાયએસપી આર.ડી.દેસાઈએ તહોમતદારો સામે એસ્ટ્રોસીટી અને રાયોટીંગની કલમોનો ગુનો નોંધી હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદી જગદીશે ફરિયાદમાં જણાવેલ છે કે ઉપરોકત શખ્શો સાથે અગાઉ બાઈક ભટકાવા બાબતે બોલાચાલી થઇ હોય, આ વાતનો ખાર રાખી તેમની ઉપર હુમલો કરાયો હતો.
KASHYAP JOSHI JETPUR JETALSAR 99742 62812


ભેદભરમના ઝાળા વચ્ચે રાષ્ટ્રીય પક્ષી 2 મોરના 2 ઢેલના મળતા ખગપ્રેમીઓમાં અરેરાટી.....

જેતપુરના મોટા ગુંદાળા ગામની ઘટના ટોક ઓફ ધી વિલેજ 
ભેદભરમના ઝાળા વચ્ચે રાષ્ટ્રીય પક્ષી  2 મોરના
2 ઢેલના મળતા ખગપ્રેમીઓમાં અરેરાટી.....
ખેત પાકોની ઝેરી દવાથી મોર-ઢેલના મોત થયાનું અનુમાન લગાવતું જંગલખાતું 
જેતપુર તા.12
જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામેથી ગઈકાલે રાષ્ટ્રીય પક્ષી મોરના 2 અને ઢેલ ના 2 એમ ચાર મૃતદેહો મળી આવ્યાની ઘટનાથી સંબંધિત જંગલખાતાના અધિકારીએ બનાવ સ્થળે દોડી જઈ આ ચારેય મૃત પક્ષીઓના લોહીના નમૂનાઓ રાજકોટ લાબોરેટરીમાં મોકલી પક્ષીઓના મોતનું કારણ જાણવા ચક્રો ગતિમાન કાર્ય છે.
બનાવ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે ગઈકાલે સવારે અમુક જાગૃત માણસોની નજરમાં પાંજરાપોળ નજીકની કેનાલ કાંઠે મૃત મોર-ઢેલ જોવા મળતા લાગતા વળગતા જંગલખાતાને આ બાબતે જાણ કરાઈ હતી. દરમિયાન ઘટના સ્થળે દોડી ગયેલ આરએફઓ નંદાણીયા સહિતના સ્ટાફને 2 મોર અને 2 ઢેલ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. આવા સમયે આરએફઓએ તબીબ રૂપાપરાને બોલાવી મોર-ઢેલના લોહીના નમુના લઈને પરીક્ષણ માટે રાજકોટ લેબોરેટરીમા મોકલ્યા છે.
આરએફઓ નંદાણીયાએ ટેલીફોનીક મુલાકાત દરમિયાન જણાવેલ કે અમારા ધ્યાને માત્ર 2 મોર અને 2 ઢેલ જ મૃત મળેલા, અને આ ચારેયના મોત આજુબાજુના ખેત પાકોમાં છંટાયેલી દવા ચણમાં ખાઈ જવાથી થયા હોવાનું પ્રાથમિક અનુમાન નીકળે છે. પણ સાચું કારણ રાજકોટના લેબો. રીપોર્ટ પછી જાણી શકાય..

બોક્સ: વીશેક મોર-ઢેલના મોતની આશંકા !?
જેતપુર: મોટા ગુંદાળાની આ ઘટના બાબતે જંગલ ખાતાને જાણ કરના જાગૃત માણસોમાં એવી ગોસીપ થતી હતી કે એક સાથે વીશેક મોર-ઢેલના મૃતદેહોને સવારના પહોરમાં ભૂંડ તેમજ કુતરા ફંફોળતા હતા. પણ માણસોના ટોળાના અવાજથી સ્વાન અને ભૂંડ આવ્યા તેટલા મોર ઢેલ મોઢામાં લઈને નજીકની જંગલની ઝાળીમાં ઘુસી જતા મૃત ઢેલ-મોરની સાચી સંખ્યા જાણવી મુશ્કેલ બની હતી.

બોક્સ: મોરના ટહુકાઓથી ગામલોકો આફરીન !
જેતપુર: મનીષભાઈ સહિતના મોટા ગુંદાળાવાસીઓએ જણાવેલ કે પાંજરાપોળના સેવાભાવીઓ રોજ મોર, ઢેલ, કબર, ચકલીઓને ચણ નાખતા હોય, સવારે અહી પક્ષીઓના કલરવથી વાતાવરણમાં મધુરતા ફેલાય છે, તો મોરના ટહુકાથી ગુંજતા આહલાદક વાતાવરણની મોજ માણ વા ઘણા ગ્રામજનો નિયમિત પાંજરાપોળની આજુબાજુ વોકિંગ કરવા પહોચી જાય છે.

કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 99742 62812




કશ્યપ જે. જોશી જેતલસર-જેતપુર-9974262812


શ્રી  જેતપુરમાં વરિયા વૈષ્ણવ પ્રજાપતિ 
જ્ઞાતિના 4થા સમુહલગ્નનું આયોજન 
લગ્નોત્સવ સાથે રક્તદાન  કેમ્પનું પણ આયોજન 
જેતપુર તા.12
જેતપુરના ચાંપરાજપુર રોડ પર આવેલ શ્રી ખાખામઢી(હનુમાનજી) મંદિર ખાતે તા.15.2 ને રવિવારના રોજ શ્રી વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ દ્વારા જ્ઞાતિના ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 
રાજ્ય મંત્રી જયેશભાઈ તેમજ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, પાલિકા પ્રમુખ રમાબેન અને ઉપપ્રમુખ સુરેશભાઈ સખરેલીયા વી. મહાનુભાવોની હાજરી વચ્ચે યોજાનાર આ લગ્નોત્સવમાં જોડાનાર 4 નવ દંપતીઓને આશિર્વચન આપવા સત્તાધારના મહંત વિજય્બપું તથા ખાખામઢીના મહંત રઘુવીરદાસબાપુ હાજર રહેશે.. સમૂહ લગ્નોત્સવના  આયોજનમાં  જહેમત ઉઠાવતા હસમુખભાઈ વાછાણી, વિપુલ સંચાણીય તથા કેતન ઓઝાના જણાવ્યા પ્રમાણે લગ્નોત્સવ સ્થળે સવારના 9:30 થી 11:30 દરમિયાન રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હોય,  જ્ઞાતિજનો અને રક્ત્દાતાઓને રક્તદાન માટે અનુરોધ  કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતલસર-જેતપુર-9974262812



રાજ્ય સરકારે આ માટે  બબ્બે પરિપત્રો જાહેર કર્યા છે છતાં 
જેતપુર શહેર-તાલુકામાં મફત શિક્ષણની અમલવારી ક્યારે ??
જેતપુર તા.12
છેલ્લા 2 વર્ષ દરમિયાન રાજ્ય સરકારે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત 25 ટકા કોટા જાહેર કરી બાળકોને મફત શિક્ષણ આપવાના પરિપત્રો જાહેર કર્યા હોવા છતાં જેતપુરમાં આ વાતની અમલવારી કરવામાં શાળા સંચાલકો બેધારી નીતિ દાખવતા હોય, જાગૃત યુવાન મહમદ અબુભાઈ સાંધે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સહિતના સંબંધિતોને લેખિત રજુઆતો કરી છે. 
રજુઆતમાં જણાવ્યું છે કે નગર પાલિકા હસ્તકની પ્રાથમિક ખાનગી શાળાઓમાં સને 2015/2016 ના વર્ષ માટે આરટીઈ એક્ટ 2009 અને આરટીઈ  રૂલ્સ 2012 અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ મુજબ 25 ટકા જગ્યાઓ ઉપર પ્રવેશ આપવા રાજ્ય સરકારે તા.23.5.13 અને 21.2.14 ના પરિપત્રો જાહેર કર્યા છે.
અને આ અંગે રાજકોટ સહીત રાજ્યભરના  જિલ્લાઓને લક્ષ્યાંકો પણ અપાઈ ગયા છે. પણ જેતપુરમાં આ વાતની શાળાઓ પર કોઈ અસર પડતી નાં હોવાનો રજૂઆતકર્તાનો આક્ષેપ છે.

બોક્સ: પરિપત્રમાં સ્પષ્ટતા જરૂરી 
જેતપુર: અરજદાર જણાવે છે કે સરકારે મફત અને ફરજીયાત શિક્ષણ અન્વયે જાહેર કરેલ 25 ટકા પ્રવેશની વાત શહેર દીઠ, શાળા દીઠ, કે જીલ્લા દીઠ નક્કી કરાઈ છે ? આ વાતની તાકીદે સ્પષ્ટતા જરૂરી છે.

બોક્સ: જીલ્લા-શહેરી વિસ્તારના લક્ષ્યાંકો 
જેતપુર: ગાંધીનગરની પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સને 2015-16 ના વર્ષ માટે નબળા અને વંચિત જૂથના બાળકોને 25 ટકા જગ્યાઓ પર પ્રવેશ આપવા માટે જીલ્લાવાઇજ ફાળવેલા લક્ષ્યાંકોમાં રાજકોટ જીલ્લામાં 2100 બાળકોને અને રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 1100 બાળકોને પ્રવેશ અપાવવાનો લક્ષ્યાંક અપાયો છે. પણ આ કાર્યવાહી થઇ કે કેમ તે રામજાને !!

બોક્સ: કેન્દ્રીય વિદ્યાલયે પહેલ કરી ! 
જેતપુર: અરજદાર મહમદભાઈ એ એક સરાહનીય વાત બતાવતા જણાવેલ કે મફત અને ફરજીયાત(25 ટકા) બાળકોને પ્રવેશ અપાવવાના આ સરકારી હુકમનો જેતપુરમાં એકમાત્ર કેન્દ્રીય વિદ્યાલયે અમલ કર્યો હોવાની આધારભૂત વિગતો મળી છે. ત્યારે અન્ય શાળાઓને આ વાતની અમલવારી માટે ક્યાં ગ્રહો નડે છે ? તેવો પ્રશ્ન ઉઠાવાયો છે.
કશ્યપ જે. જોશી જેતલસર-જેતપુર-9974262812





જેતપુરની સરકારી હોસ્પિટલ સ્થિત 
ટ્રોમાં સેન્ટરમાં પુરતો સ્ટાફ નીમવા ચેમ્બરની માંગ
જેતપુર તા.12
જેતપુર શહેરની અદ્યતન સરકારી હોસ્પીટલમાં ઉભા કરાયેલ ટ્રોમાં સેન્ટરમાં અપૂરતા સ્ટાફને લીધે આ સુવિધાનો પ્રજા લાભ લઇ શકતી ના હોય તાકીદે ઘટતું  કરવા ચેમ્બર સુત્રોએ માંગ કરી છે.
આરોગ્ય મંત્રી નીતિન પટેલને કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે જેતપુર સરકારી હોસ્પીટલમાં શરેરાશ માસિક 43 હજારથી વધુ દર્દીઓ લાભ લ્યે છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન આ હોસ્પીટલના ઓપીડી વિભાગમાં 224744 દર્દીઓ નોંધાયા છે. જેમાં 40297 દર્દીઓ ઇન્ડોર સેવાનો લાભ લઇ ચુક્યા છે. 2 વર્ષ દરમિયાન 781761 દર્દીઓની લેબોરેટરી ટેસ્ટ થઇ છે. તો 10,46,832 દર્દીઓ જેતપુરની સરકારી હોસ્પીટલની આરોગ્યલક્ષી સેવાનો લાભ લઇ ચુક્યા છે. આ બધું આ સરકારી દવાખાનાની સંતોષકારક સેવાને આભારી હોય, હોસ્પિટલ તેમજ ટ્રોમાં સેન્ટરમાં ખાલી જગ્યાઓમાં તાકીદે સ્ટાફની નિમણુક કરાય તો દર્દી આલમ વધુ રાહત અનુભવશે તેવું ચેમ્બર સુત્રોનું માનવું છે.
કશ્યપ જે. જોશી જેતલસર-જેતપુર-9974262812