અગાઉના મનદુઃખનો ખાર રાખી જેતપુરના નવાગઢમાં
દલિત યુવાન પર 12 શખ્શોનો હુમલો
પોલીસે એસ્ટ્રોસીટી-રાયોટીંગનો ગુનો નોંધી હુમલાખોરોને પકડવા આદરી કવાયત
જેતપુર તા.12
જેતપુરના નવાગઢ વિસ્તારમાં આજે બપોરે એક દલિત યુવાન પર નવાગઢનાજ 12 શખ્શોએ હુમલો કરી જાતી પ્રત્યે હડધૂત કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાતા પોલીસે એસ્ટ્રોસીટી અને રાયોટીંગનો ગુનો નોંધી હુમલાખોર સુધી પહોંચવા કવાયત આદરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢમાં કડિયા પ્લોટ, વણકરવાસમાં રહેતા જગદીશ રવજીભાઈ બગડા ઉ.વ.28 આજે બપોરે નવાગઢ ચોકડી રવિ પાન સામે ઉભો હતો ત્યારે યુવરાજ, રાજદીપ, શાહરૂખ અને જયપાલ તથા 8 અન્ય અજાણ્યા માણસો મળી કુલ 12 શખ્શોએ જગદીશને ઢીકા પાટુનો માર મારી સાહેદ જયાબેન(જગદીશની માતા)ને પણ ઝાપટ મારી, જાતી પ્રત્યે હડધૂત કરી, મારી નાખવાની ધમકી આપી લાકડી વતી હુમલો કરતા બઘડાટી બોલી ગઈ હતી. દરમિયાન જગદીશે ઉપરોક્ત 4 સહીત 12 જણા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગોંડલના ડીવાયએસપી આર.ડી.દેસાઈએ તહોમતદારો સામે એસ્ટ્રોસીટી અને રાયોટીંગની કલમોનો ગુનો નોંધી હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદી જગદીશે ફરિયાદમાં જણાવેલ છે કે ઉપરોકત શખ્શો સાથે અગાઉ બાઈક ભટકાવા બાબતે બોલાચાલી થઇ હોય, આ વાતનો ખાર રાખી તેમની ઉપર હુમલો કરાયો હતો.
KASHYAP JOSHI JETPUR JETALSAR 99742 62812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો