અનુયાયીઓ

શનિવાર, 4 એપ્રિલ, 2015

JETALSAR NEWS URGENT NEWS આખરે જેતલસર જંકશનના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ ગઈ

10 સભ્યોએ દરખાસ્ત તરફેણમાં મતદાન કરતા 
આખરે જેતલસર જંકશનના સરપંચ સામે 
અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ ગઈ !!
જેતલસર તા.4
જેતલસર જંકશનના સરપંચ સામે આજે 10 સભ્યોએ રજુ કરેલી અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ જતા આગામી ટૂંક દિવસોમાંજ સરપંચ પોપટભાઈ જેઠવાના હાથમાંથી સત્તા ચાલી જશે, સરપંચનો ચાર્જ ઉપસરપંચ સંભાળશે અને નક્કી થયે સરપંચ પદની ચુંટણી આવશે..
આ બાબતે મળતી વિગતો મુજબ જેતલસર જંકશનના સરપંચ પોપટભાઈ જેઠવા સામે આજથી પંદર દિવસ પહેલા 10 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરતા પંચાયત ધારા મુજબ દરખાસ્તમાં સહી કરનારા સભ્યોની સહી ચકાસણી માટે બેઠક બોલાવાઈ હતી. 
પણ જંકશનમાં વિકાસના કામોને વેગ આપનાર સરપંચને કોણ હટાવવા માંગે છે ? તેવા સવાલ સાથે જંકશનની મહિલાઓએ પંચાયતમાં ઘેરો ઘાલી રણચંડીઓના સ્વરૂપ બતાવતા સહી ખરાઈ માટે 10 માંથી એકેય સભ્ય ફરક્યો નહોતો. દરમિયાન આજે તા.4 ના રોજ આ માટે બેઠક બોલાવાઈ હતી.
જેમાં સ્થાનિક તલાટી મંત્રી સરવૈયા, વિસ્તરણ અધિકારી અગ્રાવત, સર્કલ ઇન્સ્પેકટર વેકરીયા તેમજ લીવ રિજર્વ તલાટી કનેરિયા ની હાજરીમાં અવિશ્વાસની દરખાસ્ત માટે થયેલી કાર્યવાહીમાં જંકશન ગ્રામ પંચાયતના કુલ સભ્ય સંખ્યાબળ 15 માના એક તૃતિયાંસ સભ્યો એટલેકે 10 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં અને સરપંચ સહીત 3 સભ્યોએ વિરુધ્ધમાં આંગળી ઉંચી કરી મતદાન કરતા ઉપસ્થિત અધિકારીગણે સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર થયેલી જાહેર કરી હતી.
આ તકે તલાટી સરવૈયાએ જણાવેલ કે તેઓ દ્વારા જેતપુર તાલુકા વિકાસ અધિકારીને રીપોર્ટ કરાશે, ટીડીઓ સરપંચ તરીકેનો ચાર્જ છોડવા માટે 3 દિવસની મહેતલની સરપંચને નોટીસ આપશે, ત્યારે સરપંચ હોદો છોડી દે તો ઠીક છે, અન્યથા આપોઆપ સરપંચ સત્તા ગુમાવશે, જે સત્તા એટલેકે સરપંચ તરીકેનો ચાર્જ ઉપસરપંચ પાસે રહેશે જ્યાં સુધી સરપંચ પદની ચુંટણી નક્કી નાં થાય ત્યાં સુધી..
બોક્સ: સરપંચ-સભ્યોના આક્ષેપો-પ્રતિઆક્ષેપો
જેતલસર: જંકશન ગ્રામ પંચાયતના ઉપસરપંચ હનીફ બલોચે જણાવેલ કે સરપંચ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામો કરતા હોય, સભ્યોમાં ભારે અસંતોષ ઉભો થયો હતો જે અંતે અવિશ્વાસની દરખાસ્તમાં ફેરવાયો હતો. સરપંચ પોપટભાઈ જેઠવાએ જણાવેલ કે પોતાની સામે અવિસ્વાસની દરખાસ્ત રજુ કરનાર સભ્યો છેલ્લા 15 વર્ષ થયા ઉત્સાહી સરપંચો સાથે આવુજ કરતા આવ્યા છે. તેઓને કાઈ મળે નહિ એટલે સરપંચને ઉથલાવે.
બોક્સ: મહિલાઓના ટોળાની ધમાલ આડે પોલીસ ઉભી રહી !
જેતલસર: પંદર દિવસ પહેલાની જેમજ આજે પણ જંકશન ગ્રામ પંચાયત પર હલ્લો કરી સરપંચને ઉથલાવવા માંગતા સભ્યો સામે મોરચો માંડવા મોટી સંખ્યામાં મહિલાઓના ટોળા ઘસી આવ્યા હતા.પણ ફોજદાર રઘુભાઈ કરમટીયા, જમાદાર મજનુંભાઈ, વી પોલીસ કાફલાએ મહિલાનોના ટોળાની આડે દીવાલ બની જતા મામલો બીચકતા રહી ગયો હતો. ખાઉધરા સભ્યો હાય હાય, અમારા સરપંચ જિંદાબાદ ના નારાઓ લગાવી મહિલાઓએ અનેકવિધ આક્ષેપો આક્ષેપો કરી તે 10 સભ્યોની નીતિરીતી પ્રજા વચ્ચે બતાવી હતી.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર 9974262812