વર્તમાન પાલિકા પ્રમુખની અંતિમ હાજરી વાળી
જેતપુર નગર પાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી
જેતપુર તા.24 (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ તરીકે રમાબેન મકવાણાની અંતિમ હાજરી વચ્ચે આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં બહાલી આપવા અર્થે રજુ થયેલા એજેન્ડામાં અનેક વિકાસના કામો સૂચવાયા હતા.
જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ રમાબેન મકવાણાના પ્રમુખ પદની અવધી આગામી 25-8.15 ના રોજ પૂર્ણ થાય છે. નવા પ્રમુખની દાવેદારી માટે અમુક ચોક્કસ સભ્યોએ રાજકીય કાવાદાવા શરુ કરી દીધા છે. જેની આર્થિક સ્થિતિ મજબુત સાબિત થશે તે પ્રમુખ પદે બિરાજશે..આવી અટકળો અને માન્યતાઓ વચ્ચે આજે જેતપુર નગર પાલિકાની જનરલ બોર્ડની બેઠક મુખ્ય અધિકારી ભરતભાઈ વ્યાસના અધ્યક્ષ સ્થાને મળી હતી.
જેમાં પ્રમુખ સ્થાનેથી રજુ થયેલા એજેન્ડામાં સૂચવાયેલી બાબતોમાં હેડકલાર્કને રહેમરાહે નોકરી આપવાની બંધ થયેલી પ્રથાને પુનઃ ચાલુ કરવા, ભાદર ડેમ ખાતે 315 કેવી નું ટ્રાન્સફોર્મર ક્રેઇનની મદદથી ફેરવવાનું થતું હોય તેનો ચાર્જ રૂ.10 હજાર મંજુર કરવા, ડેમ ખાતે 200 એચપી પંપ બેસાડવાના વધારાના ખર્ચના રૂપિયા 330350-00 મંજુર કરવા, વરસાદી પાણીને સમયાંતરે દુર કરવા 3 બ્રીધીંગ ઓપરેટીંગ સેટ ખરીદવા, પાલિકાની ફોર્સ ઇલેક્ટ્રિક જીપનું એન્જીન ખરાબ થતા તેનો રીપેરીંગ ખર્ચ મંજુર કરવા,
વાયરમેન હેરાન્જાએ ઉપાડેલ રકમ જમા લેવા અને અમદાવાદની કંપની પાસેની લેણી રકમ વસુલવા, ટ્રેકટરોના નવા ટાયરટ્યુબ લેવાનો ખર્ચ મંજુર કરવા, ધારેશ્વર ફિલ્ટર પ્લાન્ટના સ્ટાર્ટર ખરીદવા, પાણી ફીમાં વધારો કરવા, સફાઈ ટેક્સ વધારવા, ગટર સફાઈવેરો દાખલ કરવા, એક દીવાની કેશ સબબ વકીલને રોકવા, મેઘવાળ જ્ઞાતિના સ્મશાન ગૃહમાં તેમજ હિંદુ સ્મશાન ગૃહમાં સ્ટીલના અક્ષરો લખવાનો ખર્ચ મંજુર કરવા,
હિંદુ સ્મશાન પાસેની રજવાડી દીવાલ, પ્રાર્થના હોલ, દેરડી રોડ વિસામા દીવાલ પાસે તકતી બનાવવા અપેક્ષાએ મંજુર કરેલ ખર્ચ બહાલ રાખવા, દેવ સમાધિ, દેવ સમાધિ પ્રેવેશ દ્વાર, ચબુતરો વિગેરેનો ખર્ચ મંજુર કરવા, હિંદુ સ્મશાનગૃહમાં ગેસની ભઠ્ઠી શરુ કરવાના કામે જુદા જુદા થયેલા ખર્ચ મંજુર કરવા, ધોરાજી રોડ પર ધરમવાડી વિસ્તારમાં જુનો થયેલ હેન્ડ પંપ બદલીને સબમર્શીબલ પંપ મુકવા, દીવાબત્તી કર વધારવા, જેતપુર બાયપાસ રોડ ઉપર ઓવરબ્રીજ બાંધવા, વાહનોની સર્વિસ કરવાનો ચાર્જ મંજુર કરવા, એલઈડી લાઈટ ફીટીંગમાં થયેલ જરૂરી ખર્ચ મંજુર કરવા,
સ્થાપના દિન નિમિત્તે પાલિકા કચેરીને શણગારવાનો થયેલ ખર્ચ મંજુર કરવા, વધુ પડતા વીજ બીલને ધ્યાને રાખીને એલઈડી લાઈટ ફીટીંગ બાબતે યોગ્ય નીતિ ઘડવા, ડેમ પર ટ્રાન્સફોર્મર રીપેરીંગ ખર્ચ મંજુર કરવા, ઉજડ્પ્પા વિસ્તારમાં પાણીના ટાંકા નીચેની જર્જરિત સીડીના ટપ્પા તથા પારાપેટ રીપેરીંગ કરવાના ખર્ચને મંજુર કરવા વિગેર્રે બાબતો સૂચવાઈ છે.
બોક્સ: એજેન્ડામાં બે-ત્રણ ખાસ બાબતો સૂચવાઈ
જેતપુર : નગર પાલિકાના સદસ્ય અશોક મંગલાણીએ શહેરના ચાંદની ચોક વિસ્તારને આઝાદીના લડવૈયા હેમુ કાલાણી વિસ્તાર તરીકે જાહેર કરવાનું સૂચવ્યું છે. જોકે આ બાબતે આ વિસ્તારના લોકોએ સોગંદનામાં દ્વારા જબરો વિરોધ કર્યાની ચર્ચા સાંભળવા મળી છે. જયારે સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેર વિસ્તારમાં સીસી રોડ બનાવવાના હતા પણ ભારે વરસાદને કારણે અમરનગર રોડ ફિલ્ટર પ્લાન્ટની કમ્પાઉન્ડ વોલ તેમજ ભાદર સામા કાંઠા વિસ્તારમાં જવાનો રોડ (ધાબી ) તૂટી ગઈ હોય, તેના ખર્ચના અનુક્રમે 7463000 તથા અને 4088000 ખર્ચ મંજુર કરવા માંગ દોહરાવી છે.
ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812
