અનુયાયીઓ

બુધવાર, 2 ડિસેમ્બર, 2020

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની રાજ્યસભાના સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજને પુષ્પાંજલિ

અભયભાઈ ભારદ્વાજના નિધનથી ધારાશાસ્ત્રી જગત અને જાહેરજીવનને મોટી ખોટ પડી છે -મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

૦૦

રાજકોટ ખાતે સ્વ.અભયભાઈ ભારદ્વાજના નિવાસસ્થાને  જઇ પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી અંતિમયાત્રામાં જોડાતા મુખ્યમંત્રીશ્રી

૦૦૦૦૦૦



રાજકોટ:- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યસભાના સાંસદ,રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી અને ભાજપા અગ્રણી શ્રી અભયભાઇ ભારદ્વાજનું નિધન થતા આજે રાજકોટ ખાતે  સ્વ. અભયભાઇ ભારદ્વાજના નિવાસસ્થાને જઈ પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી પુષ્પાંજલિ અર્પી હતી. મુખ્યમંત્રીશ્રીએ તેમના અદનાસાથી, સહકાર્યકર્તાના નિધનથી ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી અભયભાઇના શોકમગ્ન પરિવારજનોને સાંત્વના આપી હતી.

અભયભાઈ ભારદ્વાજના નિધનથી ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તેમના જવાથી જાહેર જીવનને- ધારાશાસ્ત્રી જગતને- સમાજને મોટી ખોટ પડી છે.અભયભાઈ રાજ્ય સભાના સાંસદ બનતા તેઓએ આદિવાસી વિસ્તારના વિકાસની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. કોરોના સામે તેઓએ ૯૦થી વધુ દિવસ લડત આપી હતી પરંતુ તેમનું નિધન થતાં અમે સારા મિત્ર ગુમાવ્યા છે એવી દુઃખની લાગણી મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. અભયભાઈએ પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી સમાજ સેવા માટે સમગ્ર જીવન વિતાવ્યું છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ભાજપાને પણ તેમના જવાથી મોટી ખોટ પડી છે તેમ જણાવ્યું હતું.

        મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણીએ રાજકોટ ખાતે સ્વ.અભયભાઇ ભારદ્વાજના નિવાસે  શ્રદ્ધાસુમન અર્પણ કરી સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

           મુખ્યમંત્રીશ્રી સ્વ.અભયભાઈની અંતિમયાત્રામાં જોડાયા હતા. કોરોનાવાયરસની પ્રવર્તમાન મહામારી  ને ધ્યાનમાં રાખીને જરૂરી સોશિયલ ડીસ્ટન્સની તકેદારી સાથે સ્વ.અભયભાઇના નિવાસ્થાને અગ્રણીઓએ  શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ સ્વ.અભયભાઇના પુત્ર અંશભાઇ સહિતના પરિવારજનોને સાંત્વના પાઠવી ઈશ્વર તેમને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

સ્વ. અભયભાઇ ભારદ્વાજના અંતિમ દર્શન- શ્રદ્ધાસુમનમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા,  સાંસદ શ્રી નરહરિભાઇ અમીન, શ્રી મોહનભાઇ કુંડારીયા, શ્રી રમેશભાઈ ધડુક, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા , લલિત કગથરા,શ્રી કિરીટસિંહ રાણા, મેયર શ્રી બીનાબેન આચાર્ય, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી,અગ્રણી, અભયભાઇના નાના ભાઇ શ્રી નીતિનભાઇ ભારદ્વાજ, શ્રી કમલેશભાઈ મીરાણી, કમલેશભાઇ જોશીપુરા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા તેમજ રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ વલ્લભભાઇ કથીરીયા, પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીશ્રીઓ, ભુવનેશ્ર્વરી પીઠ ગોંડલના આચાર્યશ્રી ઘનશ્યામજી મહારાજ, વ્હોરા- મુસ્લિમ સમાજના અગ્રણીઓ,  પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, કલેકટર સુશ્રી રેમ્યા મોહન, સંયુકત પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવશિયા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા, પીજીવીસીએલ એમડી શ્રી શ્વેતા તીઓટિયા, ભાજપ - સંગઠનના હોદ્દેદારો, બ્રહ્મસમાજના આગેવાનો, ધારાશાસ્ત્રીઓ, નગરસેવકો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

સોમનાથ મંદિરના નિર્માણના સંકલ્પ ગ્રહણ કરનાર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ

(પાયલ બામણિયા)

શ્રી સરદાર વલ્લભભાઇ પટેલે ૧૯૪૭ માં ભારત આઝાદ થયું ત્યારે જુનાગઢ ને અખંડ ભારતમાં જોડી ૧૩ નવેમ્બર ૧૯૪૭ એ સમુદ્રનું જળ હાથમાં લઇ સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારનો સંકલ્પ કરેલ, કાળ ક્રમે સરદારશ્રી ન રહ્યા પણ સરદારની આંખો શ્રી સોમનાથ મંદિરના સતત દર્શન કરી શકે તે રીતે તેઓની પ્રતિમા સોમનાથ પરીસરમાં લગાવવામાં આવેલી છે. ૧૯૯૫ માં શ્રી સોમનાથ મંદિર બાંધકામ પુર્ણ થયું, નૃત્યમંડપ કાર્ય પુર્ણ થતા ભારતના રાષ્ટ્રપતિ શ્રી શંકરદયાલ શર્માના કરકમલોથી નૃત્યમંડપ કળશ અનાવરણ વિધિ સંપન્ન કરવામાં આવેલ. શ્રી સરદાર પટેલ સાહેબ એ લીધેલ સંકલ્પ ૧૩ નવેમ્બર ૧૯૪૭ ની સિદ્ધી ૧ ડિસેમ્બર ૧૯૯૫ એ થયેલ.




૦૧ ડીસેમ્બર શ્રી સોમનાથ મંદિરના સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિતે શ્રી સોમનાથ ટ્રસ્ટના માન ટ્રસ્ટી ી જે.ડી.પરમાર,જી.એમ એક્ઝિક્યુટીવ ઓફીસરના  હસ્તે  સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને   પૂષ્પાંજલી, સરદારવંદના કરવામાં આવેલ. શ્રી સોમનાથ મહાદેવની  મહાપૂજા કરવામાં આવેલ જેમાં સ્થાનીક તીર્થપૂરોહિતો, શ્રી સોમનાથ ટ્ર્‌સ્ટના અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.


શ્રી સોમનાથ ટ્ર્‌સ્ટ દ્વારા ડીજીટલ પ્લેટફોર્મના માધ્યમથી  શ્રધ્ધાળુઓએ ઘર બેઠા માસ એપ્રિલ શ્રી માસ નવેમ્બર સુધી માં સોમનાથ  મહાદેવના દર્શન જેમાં ફેસબૂકમાં (૧૯૫૪૭૬૫૯૪) ટ્વીટરમાં (૩૧૭૫૯૨૯૫) ઇન્સ્ટાગ્રામ (૨૯૫૮૯૭૨૧)યુ ટ્યુબમાં (૩૫૨૯૮૬૬૪) માધ્યમથી લોકોએ દર્શન કરેલ. તેમજ લોકડાઉનનો સમય પુર્ણ થયા બાદ શ્રી સોમનાથ મહાદેવના દર્શન અંદાજીત(૯૧૬૨૯૧)દર્શનાર્થીઓએ પ્રત્યક્ષ દર્શનનો લાભ  લીધેલો.