સુરત સીટી તાલુકાની શ્રી જય રાધેશ્યામ કો.ઓ. હાઉસીગ સહકારી મંડળી લી. ફડચામાં:બાકી લહેણાં માંગણા માટે સંપર્ક સાધશોઃસુરતઃ સૂરતના સીટી તાલુકાની શ્રી જય રાધેશ્યામ કો.ઓ. હાઉસીગ સહકારી મંડળી લી.સુલતાનાબાદને જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓ સૂરતના હુકમથી ફડચામાં લઈ જવામાં આવી છે. આ માટે ફડચા અધિકારી તરીકે શ્રી રમેશભાઈ કાનાણીની નિમણુંક (સહકારી અધિકારી(ફડચા-૩) એ/૧લો માળ, જિલ્લા સેવા સદન-૨,અઠવાલાઇન્સ) કરવામાં આવી છે. જેમણે તા.૭/૫/૨૦૧૩ના રોજથી ચાર્જ સંભાળ્યો છે. જેમને પણ આ સંસ્થા પાસે જે કાંઇ લહેણા કે માગણું નિકળતું હોય તેમણે નોટીસ પ્રસિદ્ધ થયાની તારીખથી બે માસમાં ફડચા અધિકારીનો રૂબરુ સંપર્ક કરી પુરાવાઓ સહિત નોધાવવાનું રહેશે. જો આવું કરવામાં ચૂક થશે તો પાછળથી તેમનું લહેણું કે માગણું નોંધવામાં આવશે નહી અને મંડળીના ચોપડા પ્રમાણે મંડળીને આટોપી લેવાની કાર્યવાહી આગળ ચલાવવામાં આવશે.
જુના કે નવા મોબાઈલ ખરીદતી અને વેચતી વખતે વેપારીઓએ આઇડી પ્રુફ જરૂર લેવું:
સુરતઃ રાજ્યમાં બનતા ગુન્હાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ, ગુન્હાઓને શોધી કાઢવાના આશયથી સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.બી.બારડે જિલ્લાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં જુના મોબાઈલ ખરીદનાર/વેચનાર વેપારીઓ માટે એક જાહેરનામું બહાર પાડયું છે. જે અનુસાર મોબાઈલની દુકાન ચલાવતા એકમોના માલિકે કોઈપણ જાણી-અજાણી વ્યકિતઓની પાસે જુના મોબાઈલ લેતી વખતે તથા વેચાણ કરતી વખતે લેનાર તથા વેચનાર વ્યકિતનું પુરુ નામ, સરનામું ફરજિયાત નોધવાનું રહેશે. જે બાબતના અલગ-અલગ રજીસ્ટર નિભાવના રહેશે. નવા સીમકાર્ડ વેચાણ કરતી વખતે વિક્રેતાએ સીમકાર્ડ ખરીદનારનું નામ-સરનામા માટે ઓળખના પુરાવા તથા પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ મેળવી તે અંગેનું રજીસ્ટર રાખવાનું રહેશે. આ જાહેરનામાનું અમલ તા.૧૯/૭/૨૦૧૩ સુધી રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.કુટીર જયોત યોજના અન્વયે ૩,૦૯૦ ઝુપડાઓનું વીજળીકરણ કરવામાં આવ્યું:સુરતઃ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ દ્વારા ગરીબી રેખા હેઠળ સમાવેશ થતા જરૂરીયાતમંદોને વિના મૂલ્યે ્વીજ સુવિધા આપવાની કુટીર જયોત યોજના અમલમાં છે. જે અનુસાર ૨૦૧૨-૧૩ના વર્ષ દરમિયાન આ યોજના હેઠળ સીંગલ પોઈન્ટ દ્વારા ૩,૦૯૦ જેટલા ઝુપડાઓનું વીજળીકરણ કરવામાં આવ્યું છે.
સિક્યુરીટી કંપનીના સંચાલકોએ બિનહથિયારી તથા હથિયારી પરપ્રાંતિય ગાર્ડની વિગત પોલીસ સ્ટેશનમાં આપવીઃસુરતઃ સૂરત જિલ્લામાં સુલેહ અને શાંતિ વાતાવરણ જળવાઈ રહે તે માટે સિક્યુરીટીના માલિકો/સંચાલકો માટે સૂરત જિલ્લાના અધિક જ્લ્લિા મેજીસ્ટ્રેટશ્રી આર.બી.બારડે એક જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામાં અનુસાર સમગ્ર સૂરત ગ્રામ્ય વિસ્તારમાં સિક્યુરીટી કંપની ચલાવતા માલિકો/સંચાલકોએ તેઓની કંપનીમાં બિનહથિયારી તથા હથિયારી પરપ્રાંતિય ગાર્ડની વિગત જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. પરપ્રાંતિય હથિયારી ગાર્ડના હથિયાર લાયસન્સનું વેરીફીકેશન એસ.ઓ.જી શાખા દ્વારા અથવા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે. આ સમય દરમિયાન નોટીસ મળ્યાથી અથવા માંગણી કરવાથી હથિયારી ગાર્ડ તથા તેનું હથિયાર તથા લાયસન્સ જે તે સિક્યુરીટી કંપની કે ખાનગી પેઢી/ફેક્ટરી વિગેરે સ્થળોના માલિકે નિયત નમૂના મુજબની વિગતો રજુ કરવાની રહેશે. આ જાહેરનામાનો અમલ તા. ૧૯/૭/૨૦૧૩ સુધી રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
બારીપાડા ખાતે ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતી વિષયક ગહન માર્ગદર્શન આપતા ડાંગ કલેકટરશ્રી જી.આર.ચૌધરી..ડાંગ- ડાંગ જિલ્લામાં નવમા કૃષિ મહોત્સવની તારીખ ૧૪/૫/૨૦૧૩ થી તા. ૩૧/૫/૨૦૧૩ સુધી કરવામાં આવી રહેલી ઉજવણીના આઠમા દિવસે કૃષિ રથના માધ્યમથી તાલુકા પંચાયતની બેઠક મુજબ કલસ્ટર વાઇઝ બેઠકમાં સમાવેશ ગામે ગામ કિશાન સભાઓમાં ધરતી પુત્રોને ઘર બેઠા આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા અંગે કૃષિ તજજ્ઞો ,કૃષિ વૈજ્ઞાનિકો તથા ખેતીવાડી અધિકારીઓએ માર્ગદર્શન અને જાણકારી આપી ઓછા ખર્ચે ઓછા પાણીએ મુલ્ય વર્ધક પાકોનું વાવેતર કરી વધુ ખેત ઉપજ મેળવવા પ્રેરિત કરી રહ્યા છે.
૨૨મીએ લહાનમાળુંગા ખાતે કિશાન સભામાં કૃષિ તજજ્ઞો દ્વારા ખેડુતોને આધુનિ ખેતી પધ્ધતિની જાણકારી અપાશે
ડાંગ- ડાંગ જિલ્લામાં કૃષિ મહોત્સવ-૨૦૧૩ની કરવામાં આવી રહેલી ઉજવણીના ભાગરૂપે ફરી રહેલા કૃષિ રથના તા. ૨૨/૫/૨૦૧૩ના રોજ તાલુકા પંચાયત બરડા વિસ્તારના ગામોમાં પરિભ્રમણ કરશે અને લહાનમાળુંગા ખાતે કિશાસભા યોજાશે. આ કૃષિ રથ સાથે જોડાયેલા કૃષિ વૈજ્ઞાનિકો, તજજ્ઞો દ્વારા ધરતીપુત્રોને ઘરબેઠા કૃષિપાક , આધ્ુનિક અને વૈજ્ઞાનિક ખેતી પધધતિ અને સુક્ષ્મ પિયત પધ્ધતિ અંગે તેમજ પશુપાલન અંગે જાણકારી આપશે તથા કૃષિ વિષયક કિટસનું વિતરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. સાંજે માહિતી ખાતા દ્વારા ડાંગ જિલ્લાના સ્થાનિક તમાશાના કલાકારો દ્વારા ગમત સાથે આધુનિક અને વૈજ્ઞાનિક ખેત પધ્ધતિ અને પશુપાલન કરવા તથા ખેતીના પાકો અને જંગલના સંરક્ષણ માટેની જાણકારી અપાશે.
વાપીની ૩૫ વર્ષિય મહિલા શોભા ગુડગેલ ગુમ
વલસાડઃ- વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વાપી ખાતે રહેતી ૩૫ વર્ષિય મહિલા નામે શોભાબેન નારાયણશંકર ગુડગેલ ગુમ થઇ છે. વલસાડના નાયબ પોલીસ અધિક્ષક તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર શોભાબેન નારાયણશંકર ગુડગેલ, રહે.ભડકમોરા, સુલપડ, સંજય બાબુની ચાલીમાં, વાપી, તા.પારડીથી ગત તા.૪/૪/ર૦૧૩નાં રોજ ૮:૩૦ થી ર૦:૦૦ વાગ્યા દરમિયાન, ચણોદ કોલોનીમાં મજુરીકામે જાંઉ છું તેમ કહીને કયાંક ચાલી જતા ગુમ થઇ છે, તે આજદિન સુધી મળી આવેલ નથી. ગુમ થનાર શરીરે મધ્યમ બાંધાની, રંગે શ્યામવર્ણ, ઊંચાઇ ૪ ફૂટ-૯ ઇંચ છે. ગુમ થતી વખતે આ મહિલાએ ચોકલેટી કલરની સાડી તથા બ્લાઉઝ પહેરેલ હતા. ગુમ થનાર મરાઠી ભાષા જાણે છે. આ વર્ણનવાળી મહિલાની ભાળ કે પત્તો મળે તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો ફોન નંબર : ૦૨૬૦-૨૪૬૧૧૦૦/૨૪૬૧૦૮૦ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.
જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક તા.૪થી જુને મળશે :વલસાડઃ- વલસાડ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની એક અગત્યની બેઠક, આગામી તા.૪/૬/ર૦૧૩નાં રોજ બપોરે ૧ વાગ્યે સરદાર વલ્લભભાઇ પટેલ સભાગૃહમાં યોજાનાર છે. આ બેઠકમાં સંબંધિતોને સમયસર ઉપસ્થિત રહેવા, એક અખબારી યાદી દ્વારા જણાવાયું છે.
પત્રકારત્વના વિદ્યાર્થીઓ ભરૂચ જિલ્લાના ગામડાના પ્રવાસે. ગ્રામડાના ખેડૂતોની સફળતાની માહિતી મેળવી.ભરૂચઃ- અમદાવાદની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ માસ કોમ્યુનિકેશનના પત્રકારત્વના વિદ્યાર્થી, યુવક-યુવરીતઓએ ભરૂચ જિલ્લાનો બે દિવસનો પ્રવાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં જઇ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ વિદ્યાર્થીઓએ ગ્રામ્ય વિસ્તારમાં ખેતી પાકો, બાગાયતી પાકો, મેળવેલી સફળતા અંગે પત્રકારત્વના વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ વાડીમાં જઇને માહિતી એકત્ર કરી હતી. અંકલેશ્વરના ઉમરવાડા ગામના મુસ્લીમ ખેડૂત શ્રી આદમજી યુસુફ પટેલ મહમદ ઇસ્માઇલ પટેલ અને બાબુ આદમજી દેસાઇ ધ્વારા આ વિસ્તારની ખારલેન્ડ જમીનમાં શેરડી, ડાંગરનું જુદી-જુદી જાતોનું વાવેતર, આંબા, જામફળ, લીંબુ સહિતના બાગાયતી પાકોના વાવેતર અને તમામ ઝાડ અત્યારે મોટા થયા છે. તે પાછળ મહેનત અને કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનની વિગતો પત્રકારત્વના વિદ્યાર્થીઓને આપી હતી. પત્રકારત્વના વિદ્યાર્થીઓએ ગ્રામ્ય વિસ્તારમાં પશુ આરોગ્ય મેળાની પણ મુલાકાત લીધી હતી અને પશુઓની સારવારને નજરે નિહાળી હતી. પત્રકારત્વના આ વિદ્યાર્થીઓનો પ્રવાસ દરમ્યાન નાયબ માહિતી નિયામકશ્રી નિખીલેશ ઉપાધ્યાય સાથ
રહ્યા હતા.
ભરૂચ જિલ્લામાં ૧૩૫૭ સોઇલ હેલ્થકાર્ડ, ૧૪૧૯ કિસાન ક્રેડિટકાર્ડનું વિતરણઃ
૨૭૬૦ ખેડૂતોને કૃષિલક્ષી કિટ્સનું વિતરણ કરાયું:
ભરૂચઃ- ગુજરાત સરકાર દ્વારા રાજયનો નાનામાં નાનો ખેડૂતને તથા છેવાડાના ગામ સુધી કૃષિની જાણકારી પહોંચે તેવા ઉદે્શ્યથી સ્વર્ણિમ કૃષિ મહોત્સવ - ૨૦૧૩ની ઉજવણી તા.૧૪/૫/૧૩ થી શરૂ થયેલ છે. જે તા.૩૧/૫/૨૦૧૩ સુધી ચાલશે. કૃષિ કાર્યને લગતી નાની મોટી બધીજ બાબતોને સમાવી લઇને સંપૂર્ણ જાણકારી જિલ્લાના ગામડે ગામડે પહોંચે તે માટે કૃષિ મહોત્સવનું આયોજન કરાયુ છે.ભરૂચ જિલ્લાનાં અત્યાર સુધીમાં ૩૩ ગામોમાં કૃષિરથની ફેરણી થઇ હતી. ભરૂચ જિલ્લામાં કૃષિ મહોત્સવ કાર્યક્રમ દરમ્યાન કૃષિરથ સાથે કૃષિ તજજ્ઞો ખેડૂતોને આધુનિક ખેત પધ્ધતિથી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતો બહોળા પ્રમાણમાં ગામે ગામ લાભ લઇ રહયા છે. ખેડૂતોને રથના માધ્યમ દ્વારા બોરીબંધ, ચેકડેમ, ખેત તલાવડીના માધ્યમો દ્વારા પાણીની સ્ટોરેજ કરી ખેતીના ઉપયોગમાં લેવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં..રાજય સરકારના અભિગમ મુજબ ભરૂચ જિલ્લાના ૫૫ ગામોમાં કૃષિરથની ફેરણી થતાં ૨૭૬૦-ખેતીવાડી, ૧૨૩૮-પશુપાલનના કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે ૧૪૧૯-ખેડૂતોને કિસાન ક્રેડીટકાર્ડ, ૪૦૭૧૯-પશુ રસીકરણ, ૩૪૧- ડ્રીપઇરીગેશનના કામો અને ૨૯ ગામ તળાવોના કામો હાથ ધરાશે. ૧૦૦ સેલ્ફ ગૃપોના કામો, ૬૭૦-એસએચજી સખી મંડળની કામગીરી, ૨-વોટર સપ્લાય, ૩૦-કેનાલની વગેરે કામગીરી હાથ ધરવામાં આવી હતી. હજુ કૃષિરથ દ્વારા વિવિધ મુલાકાત લેવાશે. આમ રથના માધ્યમ દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓની જાણકારી સાથે આધુનિક ખેતી પધ્ધતિઓનું પ્રદર્શન, ટી.વી.કેસેટના માધ્યમથી હરિયાળી ક્રાંતિ, જળસંચય, ડ્રીપઇરીગેશનના વિષયોની જાણકારી આપવામાં આવી રહી છે. ઉપરાંત જિલ્લા માહિતી કચેરી ભરૂચ ઘ્વારા કિસાનોને પ્રોત્સાહિત કરવા લોકડાયરા, કઠપૂતળી અને સાહિત્ય વિતરણ કામગીરી કરવામાં આવી.
ભરૂચ જિલ્લામાં ૪૦૭૧૯ પશુ રસીકરણ કરાયુંભરૂચઃ- રાજય સરકાર દ્વારા આગામી ૧૪ મી મે ૨૦૧૩ થી ૩૧ મી મે-૨૦૧૩ દરમ્યાન કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તે દરમ્યાન કિસાન રથ દ્વારા જિલ્લાના તાલુકા પંચાયત બેઠકોના વિવિધ ગામોની મુલાકાત લઇ કિસાનોના ઘર આંગણે જ આધુનિક કૃષિ પધ્ધતિ માટે માર્ગદર્શન અને નિદર્શન થકી કૃષિ ધિરાણ, જળસંચયના કામો અને કૃષિ પાકોના આયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવી રહયા છે.
ભરૂચ જિલ્લામાં કૃષિ મહોત્સવ દરમ્યાન કૃષિ અને પશુપાલન ઉઘોગને લોકભાગીદારીથી કામગીર કરવામાં આવી રહી છે. ખેડૂતોને કૃષિ ક્ષેત્રે મદદરૂપ થવા ૧૩૫૭-સોઇલ કાર્ડ હેલ્થ કાર્ડનું વિતરણ, ૨૭૬૦ - કૃષિ કિટ્સ, ૧૪૧૯-કિસાન ક્રિડીટકાર્ડ વિતરણ કરાયા.
ભરૂચ જિલ્લાના ગામોમાં કૃષિરથના કાર્યક્રમ દરમ્યાન આમોદ તાલુકામાં ૫૫૯૭- પશુ રસીકરણ કરયું છે. જયારે ૯૨૬૭ વાલીયામાં, ૪૭૧૪ અંકલેશ્વરમાં, ૨૭૬૬ હાંસોટમાં, ૩૯૬૦ ભરૂચમાં, ૪૮૦૪ જંબુસરમાં અને ૧૧૫૬-વાગરા તાલુકામાં પશુ રસીકરણ કરાયું છે.રાજય સરકારના હરિયાળી ક્રાંતિના નિર્માણ માટે યોજાઇ રહેલ મહોત્સવમાં વૈજ્ઞાનિક માહિતીનો ભરપુર લાભ મેળવીને આધુનિક ખેત પધ્ધતિ અપનાવવા તમામ કિસાનો જોડાઇ લોકજાગૃતિ કેળવે અતયંત જરૂરી છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.કૃષિ મહોત્સવ દરમ્યાન ૨૪૦ સોઇલહેલ્થ કાર્ડ વિતરણ કરાયા
જંબુસર તાલુકામાં ૪૮૦૪ પશુ રસીકરણ કરાયુંભરૂચઃ- જંબુસર તાલુકામાં યોજાયેલ કૃષિ મહોત્સવની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત કૃષિ વૈજ્ઞાનિકો અને વિવિધ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ, સરપંચશ્રીઓ, ઉપસ્થિત રહી કૃષિ મહોત્સવનો હેતુ સમજાવ્યો હતો. ઉપરાંત જંબુસર તાલુકાના વિવિધ ગામોમાં ૪૮૦૪ પશુ રસીકરણ કરાયું છે. ૨૪૦-સોઇલ હેલ્થકાર્ડ વિતરણ, ૧૪૬ - કુષિ ક્રિટ્સ વિતરણ કરાયું છે. ઉપરાંત ૪ - ડ્રીપઇરીગેશન, ૧૦ - ન્યુસોઇલ સેમ્પલ, ૪ - ઇગ્રામ વગેરે કામગીરી કરવામાં આવી હતી.
કૃષિ મહોત્સવ સંદર્ભે અંકલેશ્વર તાલુકામાં ૨૬૧ કિસાન
ક્રેડિટકાર્ડ વિતરણ કરાયાઃ
ભરૂચઃ- અંકલેશ્વર તાલુકામાં યોજાયેલ કૃષિ મહોત્સવના કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત કૃષિ વૈજ્ઞાનિકો અને વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ અને સરપંચશ્રીઓ ઉપસ્થિત રહયા રહી કૃષિ મહોત્સવનો હેતું સમજાવ્યો હતો. ઉપરાંત અંકલેશ્વર તાલુકામાં ૪૭૧૪ પશુરસીકરણ કરાયું છે. ૩૨૦-ખેતીવાડી, ૧૩૪-પશુપાલનના કીટ્સ વિતરણ કરવામાં આવ્યા હતા. ૨૧-ડ્રીપ ઇરીગેશન કામનો પ્રારંભ થયો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો