જિલ્લા રજીસ્ટ્રારશ્રી જિતેન્દ્રભાઇ જી.પંડયાને સારી કામગીરી બદલ ટીમ પ્રોજેકટ હિંમતનગરની પસંદગી થતાં જિલ્લા કક્ષાનો રૂા. ૧૫ હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો છે. જિલ્લા રજીસ્ટ્રારશ્રી જે.જી પંડયાએ હિંમતનગર ખાતે ત્રણ વર્ષ પહેલાં ઇડર તાલુકામાં બાળ ગોપાલ શરાફી મંડળીની શરૂઆત કરી હતી આ યોજના હેઠળ બાળકના જન્મની સાથે જ બચત યોજનાની શરૂઆત કરવામાં આવે છે અને બાળકના ધેર બાળ ગોપાલ શરાફી મંડળી દ્વારા લોકવાળી બચત પેટી આપવામાં આવે છે. દર માસે મંડળીનો એજન્ટ ધેર જઇ બાળ ગોપાલ બચત પેટી ખોલીને બચત થયેલ રકમ લઇ પાસબુકમાં તે રકમની જમા એન્ટ્રી કરે છે.
તરણ વર્ષમાં આ યોજનાને ઇડર તાલુકાના ગામોમાં ખુબજ સારો પ્રતિસાદ મળતાં કુલ ૭ હજાર જેટલાં બાળકોની નોંધણી સાથે રૂ. ૧ કરોડ ૭૫ લાખનું બચત ફંડ જમા થયું છે. આ બચતની રકમ વ્યાજ સહિત બાળકની ઉંમર ૧૮ વર્ષ થાય એટલે તે બાળકના નામે પરત કરવામાં આવે છે. આ બચતની રકમ રાષ્ટ્રીયકૃત બેંકોમાં ફીકસ ડીપોઝીટ કરવામાં આવે છે.રાજય સરકારે જિલ્લા કક્ષાએ પસંદ થયેલ પાંચ પ્રોજેકટ પૈકી હિમંતનગર જિલ્લાની બાળ ગોપાલ શરાફી મંડળીની ટીમ પ્રોજેકટ તરીકે પસંદ થયેલ છે. બાળકના જન્મની સાથે જ તે બાળકના નામે બચત કરવાની આ અનોખી યોજના અન્ય જિલ્લાઓ માટે અનેરૂ ઉદાહરણ પુંરૂ પાડે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો