સૂરતઃ બિનવારસી લાશની વિનામૂલ્યે ન્યાત-જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમક્રિયા કરતી સંસ્થા અગ્નિદાહ સેવા દ્વારા અત્યાર સુધીના અત્યેષ્ઠિ થયેલા બિનવારસી મૃતદેહોના આત્માની શાંતિ માટે સુરત શહેરના અગ્રણ્ય સેવાભાવી મહાનુભાવોની ઉપસ્થિતિમાં સોની ફળિયાના આર્ય સમાજ મંદિરમાં તા.૨૬/૫/૨૦૧૩ના રોજ સવારે ૮.૩૦ થી ૯.૩૦ દરમિયાન યજ્ઞ રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે કાર્યક્રમના પ્રમુખશ્રી વેડરોડ સ્વામિનારાયણ મંદિરના પ.પૂ.સદ્શ્રી પ્રભુચરણદાસજી સ્વામી, મુખ્ય મહેમાન ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમાર, રાણા સમાજના પ્રમુખશ્રી કંચનભાઈ ચપડીયા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો