રાજકોટ: આગામી લોકસભા/ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૧૩ અંતર્ગત ૭૪- જેતપુર વિધાનસભા મતદાર વિભાગમાં ઇલેકટ્રોનિક વોટીંગ મશીન (ઇવીએમ) થી મતદાન થવાનું હોઇ ઇવીએમ નિદર્શનનો કાર્યક્રમ આગામી તા.૨૪/૫/૨૦૧૩થી તા.૨૫/૫/૨૦૧૩ એમ બે દિવસ રાખવામાં આવેલ છે. વધુમા જેતપુર નગરપાલિકા વિસ્તારના જુદા જુદા સ્થળોએ તા.૨૬/૫/૨૦૧૩, રવિવારના રોજ ઇવીએમનું ખાસ નિદર્શન કરવામાં આવશે. જેની તમામ મતદારોને નોંધ લેવા જેતપુર વિધાનસભા મતદાર વિભાગના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.ડી. ધાનાણીની યાદીમાં જણાવાયું છે.
ગોકુલનગરમાં નવા બારકોડેડ રાશનકાર્ડનું વિતરણ
રાજકોટ
શહેરના વોર્ડ નંબર ૧૮માં આવેલા ગોકુલનગર સ્થિત વિજયભાઇ લક્ષમણભાઇ વાલાણી દ્વારા સંચાલિત વાજબી ભાવની દૂકાનમાં તા. ૨૧ થી ૨૫ મે દરમિયાન સવારે ૧૦.૩૦ થી ૨.૦૦ અને સાંજે ૨.૩૦ થી ૭.૦૦ વાગ્યા સુધી નવા બારકોડેડ રાશન કાર્ડનું વિતરણ કરવામાં આવશે. જે કાર્ડધારકોના ચૂંટણી કાર્ડના નામ કોમ્પ્યુટર સાથે મેચ થયા હોય તેને જ નવા કાર્ડ મળશે. હાલનું અસલ ચૂંટણી કાર્ડ અને જૂનું રાશન કાર્ડ સાથે લઇ દૂકાને જઇ નવા કાર્ડ મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો