અનુયાયીઓ

શુક્રવાર, 24 મે, 2013

નગર(મહાનગર) પાલિકાઓ માટે જાહેર નોટીસ રાજકોટ

નદીઓમાં, વરસાદી નાળામાં કે ઉદ્યોગોના ગંદા પાણીની પાઇપો કે ચેનલમાં સુવેજ કે ઘર વપરાશના પાણી શુધ્‍ધ કર્યા સિવાય જવા દેવા એ પર્યાવરણના કાયદાનો ભંગ છે. પૂરતી સંખ્‍યામાં સુવેજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન ચલાવવા પણ જરૂરી છે.

          એજ રીતે મ્‍યુનિસિપલ ઘનકચરાને રહેણાંકના ઘરો કે વ્‍યવસાયિક સ્‍થળોએથી એકત્ર કરવા માટે પૂરતી સંખ્‍યામાં કચરા પેટીઓ મૂકવી, તેમા એકત્ર થતો કચરો ઉઠાવીને નિયત જગ્‍યાએ પહોંચાડી ત્‍યાં તેનો યોગ્‍ય રીતે નિકાલ કરવો એ પણ નગરપાલિકાઓ/ મહાનગરપાલિકાઓની મ્‍યુનિસિપલ ઘનકચરો (વ્‍યવસ્‍થા અને જાળવણી) નિયમ-૨૦૦૦ અન્‍વયે જવાબદારી છે અને તેના ભંગ બદલ પર્યાવરણ સુરક્ષા ધારા ૧૯૬૮ની કલમ-૧૫ અન્‍વયે દંડ અને શિક્ષાને પાત્ર ગુનો બને છે.

          ઉપરોકત બધી બાબતોની સ્‍થાનિક સત્તાવાળાઓને કાયદાકીય રીતે જાણ હોવા છતાં અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અવારનવાર તેમનું ધ્‍યાન દોરવા છતાં આ બાબતમાં પાલન અહેવાલો જોવા મળતા ન હોવાથી રાજયના તમામ મ્‍યુનિસિપલ કમિશ્નરશ્રીઓ, મેયરશ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ તથા પ્રમુખશ્રીઓનું આ જાહેર નોટીસ દ્વારા ફરીથી ધ્‍યાન દોરવામાં આવે છે અને આ અંગેની બોર્ડ દ્વારા માગવામાં આવતી નિયત માહિતી નિયમિત મોકલી આપવા જણાવવામાં આવે છે.

          ઉપરોકત બાબતે બોર્ડ દ્વારા માગવામાં આવતી નિયત માહિતી ન મળે કે કાનૂન ભંગ જોવા મળે તે સંજોગોમાં બોર્ડને કાયદાકીય પગલા ભરવા પડી શકે છે એની ગંભીરતાથી નોંધ લેવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્‍ય સચિવ શ્રી કે.સી. મિસ્‍ત્રીની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: