ભરૂચઃ- ગુજરાત રાજ્ય સરકાર ધ્વારા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળની(બૌડા) રચના કરવામાં આવી છે. જે ભરૂચ તથા અંકલેશ્વર નગરો ઉપરાંત ૮૯ અન્ય ગામડાઓને સમાવેશ કરે છે. બૌડાનો કુલ વિસ્તાર ૬૨૫ ચો.કી.મી. થાય છે. ઉપરોક્ત ધારામાં કરવામાં આવેલ જોગવાઇ મુજબ બૌડાએ નિયત સમયમાં તેના વિસ્તાર પુરતો વિકાસ નકશો બનાવવાનો રહે છે. આ કામગીરી એસ.એ.આઇ. કન્સલ્ટીંગ એન્જીનિયર્સ પ્રા.લી., અમદાવાદને સોંપવામાં આવી છે. જે ૬ માસના ટુંકા સમયમાં પુરી કરશે.
ગુજરાતમાં નગરોનું આયોજન આ સદીઓથી થતું આવ્યું છે. નગર આયોજનની પ્રક્રિયાને કાયદાકીય સ્વરૂપ અને ૧૯૧૫ માં ધી બોમ્બે ટાઉન પ્લાનીંગ એક્ટ-૧૯૧૫ ધ્વારા આપવામાં આવ્યું ત્યારથી આ પ્રક્રિયા વણથંભી ચાલી રહી છે. ગુજરાત નગર આયોજન અને શહેરી વિકાસ સત્તામંડળોની રચના કરવામાં આવી છે. લોકોનો સાથ સહકારથી જ વિકાસની પ્રક્રિયાથી નગરનો વિકાસ બને છે.
આયોજન પુર્વે લોકોની અને ખાસ કરીને સત્તામંડળમાં રહેતા રહેવાસીઓની સમસ્યાઓ, મુશ્કેલીઓ તથા તેમનો વિકાસની અપેક્ષાઓનો તળસ્પર્શી અભ્યાસ આવશ્યક બને છે. નગરમાં અને ગામડાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે. જેમકે વેપાર અને વાણિજ્ય, ઔદ્યોગિક ઉત્પાદન, વાહનવ્યવહાર, મકાનોનું બાંધકામ, સામાજીક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક અને આરોગ્યની પ્રવૃત્તિઓ, આનંદ પ્રમોદ વિગેરેનો સમાવેશ થાય છે. આ તમામ પ્રવૃત્તિઓનો ઘનિષ્ઠ અને સંલગ્ની વિકાસ થાય તે માટે વિવિધ સંસ્થાઓ, એકમોનો સંપર્ક સાધી તેમની પાસેથી માહિતી, વિચાર તથા કલ્પનાઓને જાણવું આવશ્યક બને છે. સદર હેતુ માટે બૌડા ધ્વારા વિવિધ સંસ્થાઓ જેમકે ચેમ્બર ઓફ કોમર્સ, વાહન વ્યવહાર સાથે જોડાયેલી સંસ્થાઓપ સામાજીક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્થપતિઓ, ઇજનેરો, જમીનના વેંચાણમાં ભાગ લેતી વ્યક્તિઓપ શહેર અને ગામડાઓના પ્રજાના પ્રતિનિધિઓ વિગેરેને તા.૨૯/૫/૨૦૧૩ ના રોજ આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમાં તેઓ તેમના તથા નગરના મંતવ્યો પ્રશ્નો, સમસ્યાઓ, ભવિષ્યના આયોજનો અને તેની વિકાસ પર થનારી અસર, આયોજનમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતોની વિવિધ વિસ્તૃત ચર્ચા અને છણાવટ કરશે. આ ચર્ચામાં ભાગ લેવા ૪ ભાગ પાડવામાં આવ્યા છે. જેમાં ઔદ્યોગિક એકમો, ચેમ્બર ઓફ કોમર્સ, વેપાર વાણિજ્યની સંસ્થાઓ, સ્થપતિ, ઇજનેર તથા જમીન લે-વેંચની વ્યક્તિઓ, ટ્રક ડ્રાઇવર, ખાનગી બસના માલિકો વિગરે, સામાજીક અને સ્વૈચ્છિક સંસ્થાઓ જેમકે રોટરી, લાયન્સ કલબ વિગેરેનો સમાવેશ થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો