>>
>> > ભાટગામ વોશિંગ ઘાટ શુદ્ધિકરણ યોજના પ્રા.લી. બાબતે કુપ્રચાર કરતા
>> > વિઘ્નસંતોષિઓનો નકાબ ચીરતા ડાઈંગ એશો.સુત્રો
>> > સભ્ય ફી નાં ભરવી પડે એટલે તૂત ઉભૂ કરી કારખાનેદારોને બદનામ કરવાનો પ્રયાસ બહાર આવ્યો !
>> > જેતપુર તા.10
>> > જેતપુર શહેરના ઉદ્યોગપતિઓ અને ભાટગામ વોશિંગ ઘાટ શુદ્ધિકરણ યોજના પ્રાઈવેટ લીમીટેડ બાબતે કુપ્રચાર કરતા વિઘ્નસંતોષીઓનો પરપોટો ફોડી જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશોશીયેશનના પ્રમુખ રાજુભાઈ પટેલ, જયંતીભાઈ રામોલીયા વિગેરે જણાવેલ કે ઉક્ત કંપનીમાં નિયત ફી ભરવી નાં પડે તે માટે તૂત ઉભું કરી મોટા ગજાના કારખાનેદારોને બદનામ કરવાના હીન પ્રયાસ સિવાય કોઈ વાત નથી.
>> > જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશોશીયેશનના મુખ્ય કાર્યવાહકો રાજુભાઈ પટેલ, જયંતીભાઈ રામોલીયા, ધીરુભાઈ રાણપરિયા, દીપુભાઈ જોગી તેમજ મનસુખભાઈ ખાચરીયા વેગેરેએ આજે એક પત્રકાર પરિષદ બોલાવી, તેઓ કે ભાટગામ વોશિંગ ઘાટ શુદ્ધિકરણ યોજના પ્રાઈવેટ લીમીટેડ બાબતે શહેરમાં ફેલાવતા ગેરપ્રચાર બાબતે માહિતી આપતા જણાવેલ કે જે લોકો તેઓને બદનામ કરવા હાલી નીકળ્યા છે તેઓને દેવાના થતા લાખો રૂપિયા ભરવા નાં પડે એટલે આવી હીન ચેષ્ટા પ્રચારના તમામ માધ્યમોમાં ફરતી કરી છે.
>> > આ પહેલા એટલેકે શનિવારે અશોશીયેશનની રોટરી કલબ ખાતે બોલાવાયેલી ડાઈંગ એશો.ની સાધારણ સભામાં પણ ઉપરોક્ત ડાઈંગ અશો.સુત્રોએ જણાવેલ કે ભાટગામ વોશિંગ શુદ્ધિકરણ યોજનામાં ના જોડાયેલા ગુણવંત ઘોરડા અને જગદીશ પાંભર એમ બંનેએ નિયત કોન્ટ્રીબ્યુશન ભર્યું નથી. આશરે 15 થી 20 જેટલા આનુશંગીક ધંધા, રોજગારો અને વ્યવસાયોના આધારસ્તંભ એવા જેતપુરના સાડી ઉદ્યોગને દિન પ્રતિદિન લાગી રહેલા પ્રદુષણના ગ્રહણને મહત્તમ દુર કરવાના ભાગરૂપે, માત્ર સુચારુ વહીવટ માટે, સરકારી ધારા ધોરણો તેમજ કંપની એકત 25 મુજબ ઉભી કરાયેલી ભાટગામ વોશિંગ ઘાટ યોજના પ્રાઈવેટ લીમીટેડ કોઈ ત્રણ વ્યક્તિની માલિકીની નથી પણ સમસ્ત જેતપુરના ઉદ્યોગ જગતની કંપની છે. આ કંપનીમાં કોઈ આવક થવાની નથી એટલે નિયત 3 ડિરેકટરોને રાતી પાઈ પણ વેતન આપવાનું કે મળવાનું નથી ! તો પછી કંપની ઉભી કરી ડાઈંગ એશોશીયેશનના પૈસા ખાવાની કે ખાઈ જવાની વાત ક્યાંથી ઉભી થાય !?
>> > બોક્સ : પહેલા દેરડી રોડ ઉપર સામુહિક ઘાટ યોજના બનત !
>> > જેતપુર : રાજુભાઈ પટેલે જણાવેલ કે સૌ પ્રથમ સામુહિત ઘાટ યોજના જેતપુર ખાતે દેરડી રોડ ઉપર કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનનાર હતો. પણ ગામ લોકોનો વિરોધ થતા તેમજ એમએસએમઈ ડિપાર્ટમેન્ટ અંતર્ગત યોજના માટે પ્રોજેક્ટના 90 ટકા અથવા તો મહત્તમ રૂપિયા 9 કરોડ ની સહાય મળતી હોય, પ્રોજેક્ટની સાથોસાથ એશોશીયેશને ઉભી કરેલ એસવીપી (સ્પેશિયલ પર્પઝ વ્હીકલ-ખાસ હેતુ માટે ઉભી કરવામાં આવતી કંપની )ને પણ પડતી મુકવામાં આવી હતી. અને તે બાબતે કોઈ નાણાકીય વ્યવહારો કરાયા નથી.
>> > બોક્સ: હાઈકોર્ટની ગાઈડલાઈન પળાઈ છે...
>> > જેતપુર: ડાઈંગ એશો.સુત્રોએ જણાવેલ કે હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબજ ભાટગામ વોશિંગઘાટ સુદ્ધિકરણ યોજના પ્રાઈવેટ લીમીટેડ ના નામથી ખાસ હેતુ માટે ઉભી કરવામાં આવેલી આ કંપનીને ચલાવવા કે તેના વહીવટ માટે ડીરેકટરો નીમવા પડ્યા છે. જે એશો.ના સભ્યોની સર્વસમંતિથી થયું છે. કોઈને અંધારામાં રાખવાની કે કોઈને અન્યાય કરવાની વાત નથી. કોઈ પણ કારખાનેદારને કઈ ગેરસમજ થતી હોય તો તે એશોશીયેશનની ઓફિસે આવી, બધું જોઈ તપાસી શકે છે. એટલુજ નહી કોઈને આ બાબતે કે કારોબારી સમિતિના સંચાલનમાં વિશ્વાસ નાં હોય તો તેઓ રાજીનામું આપવા પણ તૈયાર હોવાનું રાજુભાઈ સાધારણ સભામાં ચેલેન્જ કરી હતી.
>> > બોક્સ: પૈસા અટકાવ્યા, વિવાદ ફેલાવ્યો !!
>> > જેતપુર : રાજુભાઈ પટેલ, જયંતીભાઈ રામોલીયા અને દીપુભાઈ જોગી એમ ત્રણ ઉદ્યોગપતિઓને બદનામ કરવાની શાજીસનો જેઓ પર આરોપ છે તેવા ગુણવંત ઘોરડા ગ્રુપ યુનિટો આદિત્ય પ્રોસેસર્સ, અવિનાશ પ્રોસેસર્સ ને રૂ.5,9760/- આપવાના બાકી છે. જયારે જગદીશ પાંભર ગ્રુપ યુનિટો સત્યમ પ્રિન્ટ, શ્રી રામ પ્રિન્ટ અને શિવમ પ્રિન્ટ એમ તમામ પાસે જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશોશીયેશનના રૂ.31,96,560-00 લેણા બાકી છે.
>> > બોક્સ: વિવાદ શું હતો ?
>> > જેતપુર: જેતપુરના ગુણવંત ઘોરડા, જગદીશ પાંભર વી.એ એક એવી અફવા અને ગેરપ્રચાર ફેલાવ્યા હતા કે રાજુભાઈ પટેલ, જયંતીભાઈ રામોલીયા, અને દીપુભાઈ જોગીએ ઘરની કંપની ભાટગામ વોશિંગઘાટ શુદ્ધિકરણ યોજના પ્રાઈવેટ લીમીટેડ ઉભી કરી 1200 કારખાનેદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે. સાડી દીઠ પૈસા ઉઘરાવાયા હોવા છતાં માત્ર 3 સિવાય કોઈને આ કંપનીમાં કોઈ સ્થાન ના અપાયું, કારખાનેદારોને અંધારામાં રખાયા તે વાતને કોર્ટમાં પડકારાશે..
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 10 મે, 2015
URGENT METTER BY KASHYAP JOSHI JETPUR
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)