LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 18 મે, 2013
વિદ્યાર્થીનીઓના ટયુશન કલાસિસ માટે નિયત કરાયેલ સમય રાજકોટ
એસ.ટી.ડી. પીસીઓ ધારકે રજિસ્ટર નિભાવીનેસીસીટીવી વેબ કેમેરા લગાવવાના રહેશે
રાજયમાં આતંકવાદીઓ દ્વારા ખુન/ધાડ/લુંટ જેવા જધન્ય અપરાધ આચરવા માટે કોઇન બોક્ષ ટેલિફોન તેમજ પબ્લીક એસટીડી/પીસીઓ/આઇએસડી બુથથી ફોન કોલનો ઉપયોગ કરી ગુન્હો કરતા પહેલા કે આંતકવાદી કૃત્યને અંજામ આપતા પહેલા એકત્ર થવા અને આંતકવાદી કૃત્યને અંજામ આપ્યા બાદ ફરાર થઇ જવા માટે અને ગુન્હેગારો સાથે સંપર્ક જાળવી રાખવામાં સંદેશા વ્યવહાર માટે મોબાઇલની વ્યકિતગત ધોરણે સુવિધા હોવા છતાં ગુન્હો આચરવા માટે જ કોઇન કનેકશન બોક્ષ ટેલિફોન કે એસટીડી/પીસીઓનો ઉપયોગ કરી ખુન, અપહરણ, લુંટ જેવા ગંભીર અપરાધો અને આંતકવાદી કૃત્યો આચરી કાયદાની પહોંચથી દૂર રહી ગુન્હો કરીને જાહેર જનતાના જાનમાલની ખુવારી કરે છે.
વિશેષમાં આજ પ્રકારના કોઇન બોક્ષ અને એસટીડી/પીસીઓ સુવિધા ધરાવતાં પબ્લીક બુથ પરથી અફવાઓ ફેલાવવા ખોટા કોલ કરી ભીડભાડ વાળી જગ્યાઓ જેવી કે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો, મોલ, મલ્ટીપ્લેક્ષ, જાહેર સરકારી ઓફીસો, એકમો, બેંકો વગેરે જયાં જાહેર જનતા મોટા પ્રમાણમાં અવરજવર થતી હોય તેવી જગ્યાએ બોમ્બ મુકયાની ખોટી માહિતી આપી જાહેર જનતામાં ભય અને અસલામતિની લાગણી ઉભી કરે છે.
ઘણીવાર આવા હોકસ કોલ્સને લીધે સ્ટેમ્પેડ (ભાગદોડ) થવાની અને મોટી જાનહાની થવાની શકયતા નકારી શકાતી નથી. આ ઉપરાંત આવા એસટીડી/પીસીઓ અને કોઇન બોક્ષ પરથી કોલર (ફોન કરનાર વ્યકિત)ની ઓળખ છુપાવી શકાતી હોય સભ્ય સમાજના સ્ત્રી પુરૂષ તથા યુવતિઓને પણ અરૂચીકર કોલ કરી ત્રાસ આપી કાયદાની પહોંચથી દૂર રહેવામાં ગુન્હેગારો સફળ થાય છે. આવા કિસ્સાઓ મુખ્યત્વે કોઇન બોક્ષ અને એસટીડી/પીસીઓ પર (કોલ કરનાર) કોલરની ઓળખ માટે કોઇ વ્યવસ્થા ન હોવાને કારણે બનતા હોવાનું જણાઇ આવેલ છે. આવા હોકસ કોલની તપાસ કોઇન બોક્ષ કે એસટીડી/પીસીઓ સુધી જઇને અટકી જતી હોય છે આવા ગુન્હાઓ અટકાવવા રાજકોટના શહેરના પોલીસ કમિશનર શ્રી એચ.પી. સિંઘે તા. ૨૧/૫/૧૩ના રોજ એક
જાહેરનામું પ્રસિધ્ધ કરી (૧) કોઇન કલેકશન બોક્ષ એસટીડી/પીસીઓ/આઇએસડી ધારકો તથા સર્વિસ પ્રોવાઇડર્સ (૧) ભારત સંચાર નિગમ લી.(ર) રીલાયન્સ કોમ્યુનીકેશન લી. (૩) ભારતી એરટેલ લી.(૪)ટાટા ટેલી સર્વીસ લી. (પ) આઇડીયા સેલ્યુલર લીમીટેડ તથા અન્ય જે કોઇપણ કંપની ફ્રેન્ચાઇઝીથી એસટીડી/પીસીઓ/આઇએસડી અને કોઇન બોક્ષની સુવિધા પુરી પાડતી હોય તે કંપનીઓ તરફથી કોઇન બોક્ષ એસટીડી/પીસીઓ ઉપર ફોન કરવા આવનાર વ્યકિતની (કોલરની) ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે નીચે મુજબની વ્યવસ્થા કરવા ફરમાવેલ છે.
એસટીડી/પીસીઓ ધારકે તથા ફ્રેન્ચાઇસી હોલ્ડરે કોલર વ્યકિતનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. જેમાં કોલરનું નામ, સરનામુ અને તેના મોબાઇલ નંબર લખવાનો રહેશે અને તેણે કરેલ કોલના નંબર લખવાના રહેશે.
કોલર વ્યકિતના ફોટો, આઇ.ડી.પ્રુફ જેવા કે ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડ, પાસપોર્ટ લઇને વેરીફાઇ કરીને કોલરનું નામ, રજીસ્ટરે નોંધ કર્યા બાદ જ કોલ કરવા દેવાનો રહેશે. અને આ રજીસ્ટર એક વર્ષ સુધી સાચવી રાખવાનું રહેશે અને તપાસના કામે પોલીસ તરફથી માંગવામાં આવેથી ઉપલબ્ધ કરવાનું રહેશે.
સર્વિસ પ્રોવાઇડર્સે એસટીડી બુથ અને કોઇન બોક્ષ પર કોલ કરનાર વ્યકિતનો ચહેરો સીસીટીવી વેબ કેમેરાથી સ્પષ્ટપણે સંપૂર્ણ કવરેજ થયા તે માટે નાઇટ વિઝન તથા હાઇ રીઝોલ્યુશન વાળા સીસીટીવી વેબ કેમેરાની સગવડ ઉપલબ્ધ કરવાની રહેશે. અને સીસીટીવી વેબ ફુટેજ એક માસ સુધી જાળવી રાખવાનું રહેશે. આ જાહેરનામાનો અમલવારીનો વિસ્તાર રાજકોટ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર છે.
નારણહરી નર્મદા સિચાઇ સહકારી મંડળી હરીપુરા ને ફડચામાં લઇ જવાઇ
શ્રી નારાણહરી નર્મદા સિચાઇ સહકારી મંડળી હરીપુરા તાલુકો કડીને ૧૦ મે ૨૦૧૨ ના રોજ ફડચામાં લઇ જવાઇ છે. ફડચા અધિકારીનો ચાર્જ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૩ ના રોજ એમ.જે.પરમારે સંભાળેલ છે. આ સંસ્થાના લેણા કે દેવા બાબતે હિત સંબધીતોએ દિન ૩૦ માં ફડચા અધિકારીશ્રીનો સંપર્ક જરૂરી દસ્તાવેજો સાથે સાધવાનો રહેશે તેમ ફડચા અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.
કૃષિ મહોત્સવમાં ૪૦ ગુંઠાના વાવેતર માટે લાભાર્થી ખેડુતોને કીટ અપાશે
રાજ્યમાં નવમો કૃષિ મહોત્સવ ૧૮ દિવસ ચાલનાર છે. આ કૃષિ મહોત્સવમાં ખેતીવાડા ખાતના તજજ્ઞો ,કૃષિ વિશ્વ વિધાલયના વૈજ્ઞાનિકો આધુનિક ખેતી અંગે માહિતી આપનાર છે.પશુપાલન ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા પશુ આરોગ્ય કેમ્પ અને પશુ સાર સંભાળ માટે માર્ગદર્શન આપનાર છે. ગ્રામસભામાં યાદી મુજબના લાભાર્થી ખેડુતોના ૪૦ ગુંઠાના વાવેતર માટે વિનામુલ્યે કૃષિ કીટસનો લાભ કૃષિ રથ દરમિયાન આપનાર છે. લાભાર્થી ખેડુતોએ કૃષિ રથ રૂટના દિવસે યોજાતા માર્ગદર્શનમાં હાજર રહેવા સંયુક્ત ખેતી નિયામક મહેસાણાએ અપીલ કરી છે.
મહેસાણા જિલ્લા માટે હો.દિવેલા કીટસ સાથે યુરીયા ૫૦ કિલો ૧ થેલી ,ડી.એ.પી ૫૦ કિલો ૧ થેલી આપવાનું નક્કી કરેલ છે. તેમ એન.કે કાથડ સંયુક્ત ખેતી નિયામક મહેસાણા વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે,
ચૂંટણીને અનુલક્ષી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું."
ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે.તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.
(ક) શસ્ત્રો દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી લાકડી અથવા શારિરીક ઇજા પહોંચાડી શકાય તેવું કોઇપણ સાધન સાથે લઇ જવું નહીં. (ખ) કોઇ ક્ષયકારી કે સ્ફોટક પદાર્થ સાથે લઇ જવો નહીં. (ગ) પથ્થરો અથવા ફેંકી શકાય તેવી કોઇ વસ્તુઓ અથવા તો વસ્તુઓ ફેંકવાના ધકેલવાના યંત્રો અથવા સાથે લઇ જવાના નહીં. તથા એકઠા કરવા નહીં. (ઘ) અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સૂત્રો પોકારવા નહીં, અશ્લીલ ગીતો ગાવા નહીં. (ચ) અલંકારીક ભાષણો કરવાથી, ચાળા પાડવાથી નકલ કરવાથી તથા છબીઓ બતાવવાથી અથવા તેનો ફેલાવો કરવાની રુચિ અથવા નીતિનો ભંગ થતો હોય તેવું કૃત્ય કરવું નહીં.
શ્રી સુધીર બી. પટેલ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બનાસકાંઠા પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૭(૧) અન્વયે મળેલ સત્તાની રૂએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ કૃત્યો કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે. આ પ્રતિબંધ તા.૦૭/૦૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર ચૂંટણી મથક ઉભુ કરી શકાશે નહીં."
ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે. તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.
આ ચૂંટણી દરમિયાન જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તથા ચૂંટણી મુકત ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લોકોની સલામતી રહે, સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુસર તા. ૨/૦૬/૨૦૧૩ ના રોજ મતદાનના દિવસે મતદાન મથક નજીક ઉમેદવારો/રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી મથક ઉભુ કરવા ઉપર ભારતના ચૂંટણી પંચની સુચનાઓ મુજબ કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે.
શ્રી જે. જી. હિંગરાજીયા, (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠાને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ આથી ફરમાવું છું કે, ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી દરમ્યાન ઉમેદવારો/રાજકીય પક્ષો દ્વારા તા. ૨/૬/૧૩ ના રોજ મતદાનના દિવસે કોઇ શૈક્ષણિક સંસ્થા/હોસ્પિટલમાં કે તેને અડીને આવી હોય તેવી જગ્યામાં/કોઇપણ મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર કોઇ ટેબલ કે ખુરશીઓ કે કોઇ મંડપ કે તાડપત્રીના ટુકડા કે છત્રીની વ્યવસ્થા કરી ચૂંટણી મથક ઉભુ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
મતદાન મથકથી ૨૦૦ મીટરનું અંતર છોડીને સંબંધિત સ્થાનિક સત્તામંડળની લેખિત પરવાનગી મેળવીને ચૂંટણી મથક ઉભુ કરી શકાશે અને તેમાં બે વ્યકિતઓ બેસી શકશે. આવા મથક ખાતે ઉમેદવારનું નામ પક્ષ/ચૂંટણી પ્રતિક દર્શાવવા માટે એક બેનર (૩x૪ ૧/૨) મૂકી શકશે આ સ્થળે ટોળુ ભેગું થઇ શકશે નહિ. ઉપરોકત હુકમનો ભંગ કર્યે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર સામે પગલાં લેવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું તા. ૧/૦૬/૨૦૧૩ થી તા. ૨/૬/૨૦૧૩ સુધી બંને દિવસો સહિત ૨ બનાસકાંઠા સંસદીય મતવિસ્તારમાં સમગ્ર વિસ્તારને લાગુ પડશે.
બનાસકાંઠા સંસદીય મતવિસ્તાર બહારની વ્યકિત ચૂંટણી પ્રચાર પુરો થયા પછી બનાસકાંઠામાં હાજર રહી શકશે નહીં.’’
ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે. તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.
ચૂંટણી દરમિયાન પ્રચાર ઝુંબેશનો સમયગાળો પુરો થયા બાદ (મતદાન સમાપ્તિ પહેલાના-૪૮ કલાકથી શરૂ કરીને) મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને સબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય હોદ્દેદારોએ (Political Functionaries) સબંધિત મતદાર વિસ્તારમાં હાજર રહેવા ઉપર ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ પ્રતિબંધ મુકવા જરૂરી જણાય છે આથી શ્રી જે. જી. હિંગરાજીયા, (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠાને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ નીચેની વિગતે પ્રતિબંધ મુકવા હુકમ કરવામાં આવે છે.
(૧) ૨- બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગમાં પેટા ચૂંટણી અન્વયે પ્રચાર ઝુંબેશનો સમયગાળો પુરો થયા બાદ (મતદાન સમાપ્તિ પહેલાના ૪૮ કલાકથી શરૂ કરીને) મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને સબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય હોદ્દેદારો (Political Functionaries) સબંધિત મતદાર વિસ્તારમાં હાજર રહી શકશે નહીં. વધુમાં આ હુકમ સંબંધિત મતદાર વિભાગમાં ચૂંટણી લડતા ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તા. ૨/૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.
ચૂંટણી પ્રચાર માટે પરવાનગી વિના વાહનોનો ઉપયોગ નહીં કરી શકાય.
ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે. તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.
ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવામાં આવતાં વાહનો ઉપર ભારતના ચૂંટણી પંચની સુચનાઓ ધ્યાને લેતાં કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે. આથી શ્રી જે. જી. હિંગરાજીયા, (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠાને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ નીચેની વિગતે પ્રતિબંધ મુકવા હુકમ કરવામાં આવે છે.
(૧) સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકસભા પેટા ચૂંટણી અન્વયે ચૂંટણીના પ્રચાર માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહન ચૂંટણી અધિકારી કે તેમણે અધિકૃત કરેલા સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વિના ઉપયોગમાં લઇ શકાશે નહીં. પરવાનગી મેળવેલ વાહનનો જે તે વિધાનસભા મતદાર વિસ્તારમાં જ તેનો ઉપયોગ કરી શકાશે. (૨) મતદાનના દિવસે ઉમેદવાર તેમના પોતાના માટે એક વાહન, ચૂંટણી એજન્ટ માટે એક વાહન અને પક્ષના કાર્યકરોનો ઉપયોગમાં એક વાહન મળી કૂલ ત્રણ જ વાહનો ચૂંટણી અધિકારી કે તેમણે અધિકૃત કરેલા સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી મેળવી ઉપયોગ કરી શકશે. આ જાહેરનામાનો ભંગ કનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તા. ૨/૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.
‘‘ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૩ ’’ મેળવી લેવો :
નવસારીઃ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા સ્નાતક થયેલા શિક્ષિત યુવાનો માટે મહત્ત્વની કારકિર્દી ઘડવામાં માર્ગદર્શકરૂપ ગુજરાત રોજગાર સમાચાર '' કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૩'' માહિતીખાતા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. આ વિશેષાંક રૂા.૨૦/-ની છૂટક કિંમતે વહેલા તે પહેલાના ધોરણે જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવાસદન, એ/૩, બહુમાળી ભવન, જુનાથાણા, નવસારી ખાતેથી કચેરી સમય દરમિયાન મળી રહેશે.
માહિતીખાતા દ્વારા દર વર્ષે ધોરણ-૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓ અને સ્નાતકોને કારકિર્દી પસંદ કરવામાં સહાયરૂપ થવાના હેતુથી વિશેષાંક પ્રકાશિત કરવાની પ્રણાલી રહી છે. આ વર્ષે પણ વિવિધ વિષયો જેવાં કે, ધોરણ-૧૦ પછીના અભ્યાસક્રમો, ડિપ્લોમાં એન્જિનિયરીંગના અભ્યાસક્રમો, ધોરણ-૧૨ પછીના વિવિધ અભ્યાસક્રમો, સ્નાતક પછીના અભ્યાસક્રમો, સ્પર્ધાત્મક, પરીક્ષાઓ, વિવિધ પ્રવેશ પરીક્ષાઓ, સંરક્ષણ દળમાં પ્રાપ્ય રોજગારી જેવા વિષયોને આવરી લેતાં નિષ્ણાંત અને તજજ્ઞ લેખકો દ્વારા લખાયેલા ઉપયોગી લેખો-અદ્યતન સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંક વહેલા તે પહેલાના ધોરણે મેળવી લેવા માહિતી વિભાગ ઘ્વારા જણાવાયું છે.
નવસારી તાલુકા પંચાયતને શ્રેષ્ઠ તાલુકા પંચાયત એવોર્ડ :
નવસારીઃ ભારત સરકાર ઘ્વારા પંચાયતીરાજ સંસ્થાઓને પ્રોત્સાહન આપવાની યોજના હેઠળ ૨૦૧૧-૧૨ ના વર્ષમાં રાજયની શ્રેષ્ઠ નવસારી તાલુકા પંચાયત ને જાહેર કરવામાં આવી છે. દિલ્હી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હસુમતીબેન પટેલને ભારત સરકારના પંચાયત મંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર અને એવોર્ડ એનાયત કરાયો હતો. નવસારી તાલુકા પંચાયતને રૂા.૨૦ લાખનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરના અધ્યક્ષપદે જિલ્લા સંકલન સમિતિની મળેલી બેઠક
પ્રજાકીય સમસ્યાઓ - લોકપ્રશ્નોના વાજબી અને ઝડપી ઉકેલ દ્વારા પ્રજાજનોને લોકાભિમુખ વહિવટની પ્રતીતિ કરાવવા જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરનો અનુરોધ
સરકારી બાકી લ્હેણાંની વસુલાત ઘનિષ્ઠ બનાવવા સુચના
આકસ્મિક સંજોગો અને પૂર્વ મંજૂરી સિવાય ગેરહાજર રહેનાર અધિકારીઓ સામે સખ્તાઇના પગલાંનો દિશાનિર્દેશ
રાજપીપળા–
જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરે વિવિધ સરકારી વિભાગોમાં રજૂ થતી પ્રજાકીય સમસ્યાઓ - લોકપ્રશ્નોનો સમયમર્યાદામાં વાજબી અને ઝડપી ઉકેલ આવે તે દિશાના પ્રયાસોને વધુ સઘન બનાવી, નાગરિક અધિકારપત્ર મુજબ પ્રજાજનોને તેમના હક્ક પ્રાપ્તિની સાથે લોકાભિમુખ વહિવટની પ્રતીતિ થાય તે જોવા અમલીકરણ અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં તમામ અમલીકરણ અધિકારીઓને અચૂક હાજર રહેવાની કડક સુચના આપતા જણાવ્યું હતું કે, આ બેઠકમાં આકસ્મિક સંજોગો અને પૂર્વ મંજુરી સિવાય કોઇપણ અધિકારીની ગેરહાજરી કોઇપણ સંજોગોમાં સાંખી લેવાશે નહી અને આવા અધિકારીઓ સામે સખ્તાઇના પગલાં ભરવાનો પણ તેમણે દિશાનિર્દેશ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી એસ.છાકછુઆક, નિવાસી અધિક કલેક્ટર શ્રીમતી રંજનબેન વાળા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ઝાલા સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિને બેઠકને સંબોધતા શ્રી રાકેશ શંકરે દરેક વિભાગોની મુદ્દાવાર સમીક્ષા કરતાં બાકી સેન્સસ તુમારો અને લોકરજૂઆતો વગેરેનો સમયસર નિકાલ કરવાની ભારપૂર્વક હિમાયત કરી હતી.
વલસાડની ૩૫ વર્ષિય મહિલા ભાનુબેન પટેલ ગુમ થઇ :
વલસાડઃ વલસાડ શહેરના તીથલ રોડ સ્થિત ગુજરાત હાઉસીંગ બોર્ડ, બ્લોક નંબર-૪, રૂમ નંબર-૯૧ ખાતે રહેતી ૩૫ વર્ષિય મહિલા નામે ભાનુબેન દિલીપભાઇ અજયભાઇ કોળી પટેલ ગુમ થઇ છે. વલસાડના નાયબ પોલીસ અધિક્ષક તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ભાનુબેન દિલીપભાઇ અજયભાઇ કોળી પટેલ ઘરેથી કોઇને પણ, કંઇ પણ કહ્યા વિના કયાંક ચાલી જતા ગુમ થઇ છે, તે આજદિન સુધી મળી આવેલ નથી. ગુમ થનાર શરીરે મજબૂત બાંધાની, રંગે ઘંઉવર્ણી, ઊંચાઇ ૪ ફૂટ-૩ ઇંચ, મોઢુ લંબગોળ, આંખમાં રતાપણા છે. ગુમ થતી વખતે આ મહિલાએ કાળા રંગનો પંજાબી ડ્રેસ પહેરેલ હતો. તેણી ગુજરાતી ભાષા જાણે છે. આ વર્ણનવાળી મહિલાની ભાળ કે પત્તો મળે તો વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનનો ફોન નંબર : ૦૨૬૩૨-૨૪૪૨૩૩ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.
માહિતી ખાતા દ્વારા પ્રકાશિત કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૧૩ મેળવવા સંપર્ક કરો
સૂરતઃ ᅠધો.૧૦ અને ધો.૧૨ પછીના પરિણામો બાદ વિઘાર્થીઓ અને વાલીઓને પોતાના બાળકો માટે કારકિર્દીનું કયું ક્ષેત્ર પસંદ કરવું તે મૂંઝવણનો વિષય થઇ પડે છે. વૈશ્વિક સ્તરે ઉજજવળ કારકિર્દીના અનેક ક્ષેત્રો છે. અઘતન ટેકનોલોજી અને વૈશ્વિક કક્ષાએ બદલાતા સમયના પરિપ્રેક્ષ્યમાં રોજગારીના નવા ક્ષેત્રો વિકસ્યા છે. આવા નિર્ણાયક તબકકે વિઘાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને ઉપયોગી માહિતીની જરૂરિયાત હોય તે સ્વાભાવિક છે. આવા સમયે વિઘાર્થીઓને તેમની મનગમતી ઉજજવળ કારકિર્દી ઘડવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવા માટે રાજય સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ગુજરાત રોજગાર સમચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૧૩ તેમના માટે પથદર્શક બની રહેશે.
આજના આધુનિક યુગમાં રોજેરોજ નવા વ્યવસાયોની ઉપલબ્ધ થતી અઢળક તકોમાંથી યોગ્ય તક ઝડપવા યોગ્ય અભ્યાસની પસંદગી, વ્યકિતના વિકાસના દ્વાર ખોલવામાં પાયાનું પ્રદાન કરે છે. વાલીઓ અને વિઘાર્થી મિત્રો સમજદારીપૂર્વક ભાવિ કારકિર્દીની પસંદગી કરે એ વર્તમાન સમયમાં અતિ આવશ્યક છે. માહિતી વિભાગ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ પછીના ૨૬૦ પાનાના દળદાર વિશેષાંક અનુભવી તજજ્ઞ લેખકો દ્વારા તૈયાર કરાયેલ અઘતન માહિતી સાથે વૈવિધ્યસભર માર્ગદર્શન આપતા લેખો વિઘાર્થીઓ માટે ભાગ્યવિધાતા બની રહેશે. આ અંકમાં ધો.૧૦ અને ધો.૧૨ પછીના અભ્યાસક્રમો ઉપરાંત સ્નાતક, અનુસ્નાતક પછીના અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ આ ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૧૩ ની છૂટક વેચાણ કિંમત રૂપિયા ૨૦-૦૦ છે.આ અંક મેળવવા માટેᅠᅠદક્ષિણ ઝોન પ્રાદેશિક માહિતી કચેરી, સ્ટેટ બેંકની પાછળ,ᅠચોકબજાર ખાતેથી જાહેર રજાઓના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન મળી શકશે તેમ સંયુકત માહિતી નિયામક શ્રી મહેશચંદ્ર કટારાએ એક યાદી દ્વારા જણાવ્યું છે.
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર | |
| Posted: 16 May 2013 10:08 PM PDT પ્રાર્થના આત્માનું પાથેય પ્રાર્થના એ ભોજન કરતા કરોડગણી વધારે ઉ૫યોગી ચીજ છે. ખાવાનું ભલે ચૂકી જવાય, ૫રંતુ પ્રાર્થના ક્યારેય ચૂકવી ન જોઈએ. પ્રાર્થના તો આત્માનું ભોજન છે. જો આ૫ણે આખો દિવસ ઈશ્વરનું ચિંતન કર્યા કરીએ તો બહુ સારું, ૫ણ જો કે તે બધા માટે સંભવ નથી. એટલે આ૫ણે દરરોજ ઓછામાં ઓછું થોડાક સમય માટે ઈશ્વર […] |
| Posted: 16 May 2013 10:02 PM PDT મનોવિકાર આ૫ણા સૌથી મોટા શત્રુ આ૫ અભાવગ્રસ્ત છો. જરૂરિયાતોથી પીડાવ છો તો તેમાં ક્ષુબ્ધ અથવા અસંતુષ્ટ રહેવાનું શું કામ ? અસંતોષ આ૫ની આ પીડાઓનો ઉ૫ચાર નથી. તેનો ઉ૫ચાર છે – વધુમાં વધુ ૫રિશ્રમ અને પુરુષાર્થ. પૌરુષ અને શ્રમશીલતાની શકિત આ૫ને ઈશ્વર તરફથી મળી જ છે. તેનો ઉ૫યોગ કરો અને પોતાની પીડાઓથી મૂકત થઈ જાવ. જો […] |
| You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
જૈન તીર્થ, તિર્થંકરોની અથ થી ઇતી સુધીની માહિતી
જૈન તીર્થ, તિર્થંકરોની અથ થી ઇતી સુધીની માહિતી
નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ધર્માનુરાગી જૈન યુવાન ચિંતન મહેતાએ જૈન ધર્મને તિર્થોનું અને જૈનોના ૨૪ તીર્થંકરોની અથ થી ઇતિ સુધીની માહિતી આપતું જૈન લેગસી નામનું પ્રોજેકટ તૈયાર કરી લોન્ચ કર્યો છે. આ ઉપરાંત આ પ્રોજેકટમાં જૈન ધર્મના મેગેઝીન, તેમના લેખક, લેખકનો પરિચય વગેરે માહિતી તથા જૈન ઉત્સવો અને એ ઉત્સવ પાછળનું મહત્વ પણ સમાવિષ્ટ કર્યું છે. તેની અદંર મેપની મદદથી લોકેશનની માહીતી પુરી પાડવામાં આવી છે. જયારે લોકો કોઇ પણ તીર્થ સ્થળ ઉપર જવાનુ પસંદ કરશે ત્યારે તેમને ઘણી બધી મદંદ કરશે. મને બીજા કરતા કઈક અલગ કરવાનો વિચાર આવ્યો જેના કારણે મે આ બનાવ્યુ છે એને ભવિષ્યમાં પણ દરેક ધર્મના લોકોને મદદ કરી શકાય તેવુ કામ કરવાની ઈચ્છા છે. ચિંતને એવો પ્રોજેક્ટ બનાવ્યો છે કે જેનાથી ફોટોગ્રાફ્સ, ઇતિહાસ, જગ્યાનું સરનામું વગેરે માહીતી મળી રહેશે. આ પ્રોજેક્ટ વિન્ડો માટે અને વિન્ડો ૮ ડેસ્ટોપ ટેબલેટમાં ચલાવી શકાય. આમા માઈક્રો સોફટ અપલોડ કરી કુલ ૧૪૬ દેશની એપ્લીકેશન ડાઉન લોડ કરી શકાય છે. આનો મૂળ હેતુ જૈન પીપલ અને અન્યને પણ હેલ્પફૂલ થવાનો છે. આ અંગે ચિતન મહેતા કહે છે કે આ એપ્લીકેશનમાં જૈનતીર્થ વિશેની બધી માહીતી, બધા ફોટોગ્રાફ, તેનો ઈતિહાસ જગ્યાનુ સરનામુ વગેરે જેવી તમામ માહીતી જેતે તીર્થના મૂળ નાયક, ત્યાંની ધર્મશાળા અને આજુ બાજુના તીર્થ તેમજ તેની આજુ બાજુની નજીકનુ બસસ્ટેન્ડ તથા એરપોર્ટની તમામ સુવીધાઓ મુકવામાં આવી છે. ૨૪ તીર્થકર ભગવાનુ નામ તેમનુ ભૂતકાળનુ નામ ભવિષ્યનુ નામ જન્મ તારીખ તેમની દિક્ષા તારીખ, મોક્ષ તેમનો પરીચય, સ્વર્ગવાસ, તેમનુ નિર્માણ સ્થળ જેવી તમામ માહીતી પુરી પાડી છે. આમ પણ આપણા ગુજરાતમાં જૈનતીર્થ વધુ પ્રમાણમાં છે. કેટલાંક લોકો એવા પણ છે કે જેઓ આવા તીર્થધામની મુલાકાત લેવા ઇચ્છતા હોય છે. પણ માહીતીના અભાવે તેઓ મુલાકાત લઇ શકતા નથી. આ એપ્લીકેશન હેલ્પફૂલ બનશે.
MAANA LAKSHANO PUTRINE PAARNAMATHI..PHOTO CAPTION BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-9974262812-9909520812
PHOTO CAPTION BY KASHYAP JOSHI
JETALSAR-JETPUR
9974262812
9909520812
























