અનુયાયીઓ

શનિવાર, 18 મે, 2013

વિદ્યાર્થીનીઓના ટયુશન કલાસિસ માટે નિયત કરાયેલ સમય રાજકોટ

રાજકોટ શહેર પોલીસ કમિશ્‍નરેટ વિસ્‍તારમાં વહેલી સવારના શરૂ થતા ટયુશન કલાસીસમાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ અભ્‍યાસ કરવા જાય છે. જેથી જાહેર સલામતી તેમજ વિદ્યાર્થી/વિદ્યાર્થીનિઓના હિતમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્‍નરશ્રી એચ.પી.સિંઘ, રાજકોટ શહેર પોલીસ કમિશ્‍નરેટના સમગ્ર વિસ્‍તારમાં તા. ૨૧-૫-૧૩ થી તા. ૨૦-૦૭-૧૩ સુધી સવારના કલાક ૭-૦૦ વાગ્‍યા પહેલા તથા સાંજના કલાક ૮-૦૦ બાદ વિદ્યાર્થીનીઓ (Girl Student)ના શૈક્ષણિક ટયુશન કલાસીસ તથા શાળાઓ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. આ હુકમ (Boys Student)ને લાગુ પડતો નથી. આ હુકમનો ભંગ કરનાર વ્‍યકિત શિક્ષાને પાત્ર થશે.

ટિપ્પણીઓ નથી: