અનુયાયીઓ

શનિવાર, 18 મે, 2013

માહિતી ખાતા દ્વારા પ્રકાશિત કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૧૩ મેળવવા સંપર્ક કરો


 સૂરતઃ ધો.૧૦ અને ધો.૧૨ પછીના પરિણામો બાદ વિઘાર્થીઓ અને વાલીઓને પોતાના બાળકો માટે કારકિર્દીનું કયું ક્ષેત્ર પસંદ કરવું  તે મૂંઝવણનો વિષય થઇ પડે છે. વૈશ્વિક સ્‍તરે ઉજજવળ કારકિર્દીના અનેક ક્ષેત્રો છે. અઘતન ટેકનોલોજી અને વૈશ્વિક કક્ષાએ બદલાતા સમયના પરિપ્રેક્ષ્યમાં રોજગારીના નવા ક્ષેત્રો વિકસ્‍યા છે. આવા નિર્ણાયક તબકકે વિઘાર્થીઓને યોગ્‍ય માર્ગદર્શન અને ઉપયોગી માહિતીની જરૂરિયાત હોય તે સ્‍વાભાવિક છે.  આવા સમયે વિઘાર્થીઓને તેમની મનગમતી ઉજજવળ કારકિર્દી ઘડવા માટે યોગ્‍ય વિકલ્‍પ પસંદ કરવા માટે રાજય સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ગુજરાત રોજગાર સમચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૧૩ તેમના માટે પથદર્શક બની રહેશે.

આજના આધુનિક યુગમાં રોજેરોજ નવા વ્‍યવસાયોની ઉપલબ્‍ધ થતી અઢળક તકોમાંથી યોગ્‍ય તક ઝડપવા યોગ્‍ય અભ્‍યાસની પસંદગીવ્‍યકિતના વિકાસના દ્વાર ખોલવામાં પાયાનું પ્રદાન કરે છે. વાલીઓ અને વિઘાર્થી મિત્રો સમજદારીપૂર્વક ભાવિ કારકિર્દીની પસંદગી કરે એ વર્તમાન સમયમાં અતિ આવશ્‍યક છે. માહિતી વિભાગ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ પછીના ૨૬૦ પાનાના દળદાર વિશેષાંક અનુભવી તજજ્ઞ લેખકો દ્વારા તૈયાર કરાયેલ અઘતન માહિતી સાથે વૈવિધ્‍યસભર માર્ગદર્શન આપતા લેખો વિઘાર્થીઓ માટે ભાગ્‍યવિધાતા બની રહેશે. આ અંકમાં ધો.૧૦ અને ધો.૧૨ પછીના અભ્‍યાસક્રમો ઉપરાંત સ્‍નાતકઅનુસ્‍નાતક પછીના અભ્‍યાસક્રમોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ આ ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૧૩ ની છૂટક વેચાણ કિંમત રૂપિયા ૨૦-૦૦ છે.આ અંક મેળવવા માટેᅠᅠદક્ષિણ ઝોન પ્રાદેશિક માહિતી કચેરી, સ્‍ટેટ બેંકની પાછળ,ચોકબજાર  ખાતેથી જાહેર રજાઓના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન મળી શકશે તેમ સંયુકત માહિતી નિયામક શ્રી મહેશચંદ્ર કટારાએ એક યાદી દ્વારા જણાવ્‍યું છે.

ટિપ્પણીઓ નથી: