અનુયાયીઓ

શનિવાર, 18 મે, 2013

ચૂંટણી પ્રચાર માટે પરવાનગી વિના વાહનોનો ઉપયોગ નહીં કરી શકાય.


ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે. તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.

ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવામાં આવતાં વાહનો ઉપર ભારતના ચૂંટણી પંચની સુચનાઓ ધ્‍યાને લેતાં કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે. આથી શ્રી જે. જી. હિંગરાજીયા, (આઇ.એ.એસ.) જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠાને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ નીચેની વિગતે પ્રતિબંધ મુકવા હુકમ કરવામાં આવે છે.

(૧) સમગ્ર બનાસકાંઠા જિલ્‍લામાં લોકસભા પેટા ચૂંટણી અન્‍વયે ચૂંટણીના પ્રચાર માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહન ચૂંટણી અધિકારી કે તેમણે અધિકૃત કરેલા સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વિના ઉપયોગમાં લઇ શકાશે નહીં. પરવાનગી મેળવેલ વાહનનો જે તે વિધાનસભા મતદાર વિસ્‍તારમાં જ તેનો ઉપયોગ કરી શકાશે. (૨) મતદાનના દિવસે ઉમેદવાર તેમના પોતાના માટે એક વાહન, ચૂંટણી એજન્‍ટ માટે એક વાહન અને પક્ષના કાર્યકરોનો ઉપયોગમાં એક વાહન મળી કૂલ ત્રણ જ વાહનો ચૂંટણી અધિકારી કે તેમણે અધિકૃત કરેલા સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી મેળવી ઉપયોગ કરી શકશે. આ જાહેરનામાનો ભંગ કનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તા. ૨/૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.

ટિપ્પણીઓ નથી: