અનુયાયીઓ

શનિવાર, 18 મે, 2013

એસ.ટી.ડી. પીસીઓ ધારકે રજિસ્‍ટર નિભાવીનેસીસીટીવી વેબ કેમેરા લગાવવાના રહેશે


રાજયમાં આતંકવાદીઓ દ્વારા ખુન/ધાડ/લુંટ જેવા જધન્‍ય અપરાધ આચરવા માટે કોઇન બોક્ષ ટેલિફોન તેમજ પબ્‍લીક એસટીડી/પીસીઓ/આઇએસડી બુથથી ફોન કોલનો ઉપયોગ કરી ગુન્‍હો કરતા પહેલા કે આંતકવાદી કૃત્‍યને અંજામ આપતા પહેલા એકત્ર થવા અને આંતકવાદી કૃત્‍યને અંજામ આપ્‍યા બાદ ફરાર થઇ જવા માટે અને ગુન્‍હેગારો સાથે સંપર્ક જાળવી રાખવામાં સંદેશા વ્‍યવહાર માટે મોબાઇલની વ્‍યકિતગત ધોરણે સુવિધા હોવા છતાં ગુન્‍હો આચરવા માટે જ કોઇન કનેકશન બોક્ષ ટેલિફોન કે એસટીડી/પીસીઓનો ઉપયોગ કરી ખુન, અપહરણ, લુંટ જેવા ગંભીર અપરાધો અને આંતકવાદી કૃત્‍યો આચરી કાયદાની પહોંચથી દૂર રહી ગુન્‍હો કરીને જાહેર જનતાના જાનમાલની ખુવારી કરે છે.

        વિશેષમાં આજ પ્રકારના કોઇન બોક્ષ અને એસટીડી/પીસીઓ સુવિધા ધરાવતાં પબ્‍લીક બુથ પરથી અફવાઓ ફેલાવવા ખોટા કોલ કરી ભીડભાડ વાળી જગ્‍યાઓ જેવી કે રેલ્‍વે સ્‍ટેશન, બસ સ્‍ટેન્‍ડ, ધાર્મિક સ્‍થળો, મોલ, મલ્‍ટીપ્‍લેક્ષ, જાહેર સરકારી ઓફીસો, એકમો, બેંકો વગેરે જયાં જાહેર જનતા મોટા પ્રમાણમાં અવરજવર થતી હોય તેવી જગ્‍યાએ બોમ્‍બ મુકયાની ખોટી માહિતી આપી જાહેર જનતામાં ભય અને અસલામતિની લાગણી ઉભી કરે છે.  

ઘણીવાર આવા હોકસ કોલ્‍સને લીધે સ્‍ટેમ્‍પેડ (ભાગદોડ) થવાની અને મોટી જાનહાની થવાની શકયતા નકારી શકાતી નથી. આ ઉપરાંત આવા એસટીડી/પીસીઓ અને કોઇન બોક્ષ પરથી કોલર (ફોન કરનાર વ્‍યકિત)ની ઓળખ છુપાવી શકાતી હોય સભ્‍ય સમાજના સ્‍ત્રી પુરૂષ તથા યુવતિઓને પણ અરૂચીકર કોલ કરી ત્રાસ આપી કાયદાની પહોંચથી દૂર રહેવામાં ગુન્‍હેગારો સફળ થાય છે. આવા કિસ્‍સાઓ મુખ્‍યત્‍વે કોઇન બોક્ષ અને એસટીડી/પીસીઓ પર (કોલ કરનાર) કોલરની ઓળખ માટે કોઇ વ્‍યવસ્‍થા ન હોવાને કારણે બનતા હોવાનું જણાઇ આવેલ છે. આવા હોકસ કોલની તપાસ કોઇન બોક્ષ કે એસટીડી/પીસીઓ સુધી જઇને અટકી જતી હોય છે આવા ગુન્‍હાઓ અટકાવવા રાજકોટના શહેરના પોલીસ કમિશનર શ્રી એચ.પી. સિંઘે તા. ૨૧/૫/૧૩ના રોજ એક

જાહેરનામું પ્રસિધ્‍ધ કરી (૧) કોઇન કલેકશન બોક્ષ એસટીડી/પીસીઓ/આઇએસડી ધારકો તથા સર્વિસ પ્રોવાઇડર્સ (૧) ભારત સંચાર નિગમ લી.(ર) રીલાયન્‍સ કોમ્‍યુનીકેશન લી. (૩) ભારતી એરટેલ લી.(૪)ટાટા ટેલી સર્વીસ લી. (પ) આઇડીયા સેલ્‍યુલર લીમીટેડ તથા અન્‍ય જે કોઇપણ કંપની ફ્રેન્‍ચાઇઝીથી એસટીડી/પીસીઓ/આઇએસડી અને કોઇન બોક્ષની સુવિધા પુરી પાડતી હોય તે કંપનીઓ તરફથી કોઇન બોક્ષ એસટીડી/પીસીઓ ઉપર ફોન કરવા આવનાર વ્‍યકિતની (કોલરની) ઓળખ પ્રસ્‍થાપિત થાય તે માટે નીચે મુજબની વ્‍યવસ્‍થા કરવા ફરમાવેલ છે.

 

        એસટીડી/પીસીઓ ધારકે તથા ફ્રેન્‍ચાઇસી હોલ્‍ડરે કોલર વ્‍યકિતનું રજીસ્‍ટર નિભાવવાનું રહેશે. જેમાં કોલરનું નામ, સરનામુ અને તેના મોબાઇલ નંબર લખવાનો રહેશે અને તેણે કરેલ કોલના નંબર લખવાના રહેશે.

 

        કોલર વ્‍યકિતના ફોટો, આઇ.ડી.પ્રુફ જેવા કે ડ્રાઇવીંગ લાયસન્‍સ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડ, પાસપોર્ટ લઇને વેરીફાઇ કરીને કોલરનું નામ, રજીસ્‍ટરે નોંધ કર્યા બાદ જ કોલ કરવા દેવાનો રહેશે. અને આ રજીસ્‍ટર એક વર્ષ સુધી સાચવી રાખવાનું રહેશે અને તપાસના કામે પોલીસ તરફથી માંગવામાં આવેથી ઉપલબ્‍ધ કરવાનું રહેશે.

 

        સર્વિસ પ્રોવાઇડર્સે એસટીડી બુથ અને કોઇન બોક્ષ પર કોલ કરનાર વ્‍યકિતનો ચહેરો સીસીટીવી વેબ કેમેરાથી સ્‍પષ્‍ટપણે સંપૂર્ણ કવરેજ થયા તે માટે નાઇટ વિઝન તથા હાઇ રીઝોલ્‍યુશન વાળા સીસીટીવી વેબ કેમેરાની સગવડ ઉપલબ્‍ધ કરવાની રહેશે. અને સીસીટીવી વેબ ફુટેજ એક માસ સુધી જાળવી રાખવાનું રહેશે. આ જાહેરનામાનો અમલવારીનો વિસ્‍તાર રાજકોટ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્‍તાર રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્‍યકિત ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર છે.

 

ટિપ્પણીઓ નથી: