અનુયાયીઓ

શનિવાર, 18 મે, 2013

કૃષિ મહોત્સવમાં ૪૦ ગુંઠાના વાવેતર માટે લાભાર્થી ખેડુતોને કીટ અપાશે

રાજ્યમાં નવમો કૃષિ મહોત્સવ ૧૮ દિવસ ચાલનાર છે. આ કૃષિ મહોત્સવમાં ખેતીવાડા ખાતના તજજ્ઞો ,કૃષિ વિશ્વ વિધાલયના વૈજ્ઞાનિકો આધુનિક ખેતી અંગે માહિતી આપનાર છે.પશુપાલન ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા પશુ આરોગ્ય કેમ્પ અને પશુ સાર સંભાળ માટે માર્ગદર્શન આપનાર છે. ગ્રામસભામાં યાદી મુજબના લાભાર્થી ખેડુતોના ૪૦ ગુંઠાના વાવેતર માટે  વિનામુલ્યે કૃષિ કીટસનો લાભ કૃષિ રથ દરમિયાન આપનાર છે. લાભાર્થી ખેડુતોએ કૃષિ રથ રૂટના દિવસે  યોજાતા માર્ગદર્શનમાં હાજર રહેવા સંયુક્ત ખેતી નિયામક મહેસાણાએ અપીલ કરી છે.

મહેસાણા જિલ્લા માટે હો.દિવેલા કીટસ સાથે યુરીયા ૫૦ કિલો ૧ થેલી ,ડી.એ.પી ૫૦ કિલો ૧ થેલી આપવાનું નક્કી કરેલ છે. તેમ એન.કે કાથડ સંયુક્ત ખેતી નિયામક મહેસાણા વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે,

ટિપ્પણીઓ નથી: