અનુયાયીઓ

શનિવાર, 29 જૂન, 2013

HARIDWAR KHATE ASHTHI KUMBHNU VISARJAN KARTA JETPURNA SEVABHAVIO..PHOTO LINE BY KASHYAP JOSHI, JETPUR JETALSAR


ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

Link to ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

કર્મકાંડથી ઈશ્વરને ન ફોસલાવો

Posted: 26 Jun 2013 10:22 PM PDT

કર્મકાંડથી ઈશ્વરને ન ફોસલાવો  આત્મસાધનામાં મુખ્યત્વે ઈશ્વર ઉપાસના, આત્મચિંતન તથા આત્મા અને ૫રમાત્માના મિલનનો સમાવેશ રહેવો જોઇએ. જ૫, ધ્યાન, પૂજન-વંદનની ક્રિયા નિયમિત૫ણે ચાલવી જોઇએ, ૫ણ તેમાં ભાવનાઓનો ગાઢ પુટ રહેવો જોઇએ. જૂની પ્રથાઓની ચિન્હપૂજા અભીષ્ટ પ્રતિફળ ઉત્પન્ન કરી શકતી નથી. ભૌતિક મહત્વાકાંક્ષાઓથી જેટલી વિરકિત થશે, તેટલી જ આત્મિક વિભૂતિઓના સંપાદનમાં અભિરુચિ અને તત્૫રતા વધશે. આ […]

પોતાના દોષોને સ્વીકારો અને સુધારો

Posted: 26 Jun 2013 10:20 PM PDT

પોતાના દોષોને સ્વીકારો અને સુધારો આ૫ણી અસલિયત આ૫ણે જેટલી સારી રીતે જાણી શકીએ છીએ, તેટલી બીજા નથી જાણી શકતા. તેથી દોષોની નિંદા અને તેને દૂર કરવાની ચેષ્ટા આ૫ણે આ૫ણા પોતાનાથી શરૂ કરવી જઈએ, કારણ કે આ૫ણી સૌથી વધુ નજીકના આ૫ણે પોતે જ છીએ. આ૫ણી ઉ૫ર આ૫ણો જેટલો પ્રભાવ અને દબાણ છે, તેટલો બીજા કોઈ ૫ર […]

સંકીર્ણતાના સીમાબંધનથી છુટકારો મેળવો

Posted: 26 Jun 2013 10:18 PM PDT

સંકીર્ણતાના સીમાબંધનથી છુટકારો મેળવો આત્માનો વિકાસ ૫રમાત્માની જેમ વિસ્તૃત થવામાં છે. જે સીમિત છે, સંકુચિત છે તે ક્ષુદ્ર છે. જેણે પોતાની સીમા વધારી લીધી, તે જ મહાન છે. આ૫ણે ક્ષુદ્ર ન રહીએ, મહાન બનીએ. અસંતોષ સીમિત અધિકારોથી દૂર નથી હોતો. થોડુંક મળી જાય તો વધારે મેળવવાની ઇચ્છા રહે છે. સુરસાના મોંની જેમ તૃષ્ણા વધારે મેળવવા […]

આત્મિક પ્રગતિના આધાર – સંવેદના, સહાનુભૂતિ

Posted: 26 Jun 2013 10:14 PM PDT

આત્મિક પ્રગતિના આધાર – સંવેદના, સહાનુભૂતિ જે સમાજમાં આ૫ણે જન્મ્યા છીએ, તેના ૫છાત૫ણા તરફ આ૫ણું ધ્યાન જવું જ જોઇએ. તેને દૂર કરવા માટે કંઈક પ્રયત્ન કરવો જ જોઇએ. આ૫ણું શરીર રોગી હોય, આ૫ણું બાળક બીમાર હોય તો શું આ૫ણે ઉપેક્ષા દાખવીને હાથ જોડીને બેઠા રહીશું ? એવું તો કોઈક નિષ્ઠુર જ કરી શકે છે. આ૫ણે […]
You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

રાજકોટ-સોમનાથ લોકલ ટ્રેનનો પ્રારંભ




સોમવારથી રાજકોટ-સોમનાથ લોકલ ટ્રેનનો પ્રારંભ

રાજકોટ-સોમનાથ પંથકના હજારો મુસાફરો જેની આતુરતાથી રાહ જોઇ રહયા હતા તે રાજકોટ-સોમનાથ લોકલ ટ્રેન આગામી સોમવારથી શરૂ થઇ રહી હોવાનું રેલ્‍વે તંત્રના સુત્રોમાંથી જાણવા મળે છે. આ અંગે પશ્ચિમરેલ્‍વે વિભાગના સુત્રોએ જણાવ્‍યું હતું કે, તા. ૧ લી જુલાઇથી રાજકોટ-સોમનાથ સુધીની એક વધારાની લોકલ ટ્રેન પાટ્ટા ઉપર દોડવા લાગશે. આ ટ્રેન રાજકોટથી વહેલી સવારે પ.ર૦ કલાકે ઉપડયા બાદ સવારે ૯.૩૦ વાગ્‍યા સુધીમાં સોમનાથ અને સોમનાથથી સવારે ૧૧ વાગ્‍યે ઉપડી બપોરે ૪ વાગ્‍યા સુધીમાં રાજકોટ પહોંચશે.ટ્રેન ચાલુ કરાવવા વિવિધ આગેવાનો અને મુસાફરો દ્વારા અવાર નવાર રેલ્‍વે તંત્ર સમક્ષ રજુઆતો થઇ હતી. વર્ષોની માંગણી અંતે સંતોષાતા પંથકના હજારો પેસેન્‍જરોને રાજકોટ-સોમનાથ સુધીની સીધી સુવિધા મળનાર હોવાથી રાહતની લાગણી પ્રસરી છે.

મીડિયાના ખોટા અગ્રતાક્રમો JUST FOR INFORM

મીડિયાના ખોટા અગ્રતાક્રમો : કેટલાંક દૈનિકોના પૂર્વગ્રહ અને ક્ધિનાખોરી સ્પષ્ટ દેખાય છે

કિશોર પી. દવે

Big business comes from Small details.  નાની વાતમાંથી મોટો ધંધો મળે છે. -બ્રિટિશ એરવેઝનું સૂત્ર

લોકશાહી વ્યવસ્થામાં પ્રચાર માધ્યમો મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રજાકીય જાગૃતિ લાવવામાં અને સમજદારી ફેલાવવામાં દૈનિકો, સામયિકો અને રેડિયો-ટેલિવિઝન વગેરે માધ્યમોની મહત્ત્વની ભૂમિકા છે. ટેક્નોલોજીનો વ્યાપ વધવાની સાથે આ બાબતે હવે જમા અને ઉધાર બંને પાસાં વિશ્ર્લેષણમાં આવી રહ્યાં છે. ભારતમાં ૧૯૮૨થી ટેલિવિઝનના વિસ્તૃત્તીકરણનો કાર્યક્રમ મોટા પાયે હાથ ધરવામાં આવ્યો હતો. તેની પશ્ર્ચાદ્ભૂમાં એવું હતું કે ૧૯૭૫માં કટોકટી વખતે પ્રિન્ટ મીડિયા એટલે કે દૈનિકો અને સામયિકોએ મોટા પાયે સરકાર વિરોધી ભૂમિકા ભજવી હતી. ઇંદિરાજીએ કટોકટીની સાથે પ્રેસ સેન્સરશિપ લાદી હતી અને પ્રજાને તે સ્વીકાર્ય બની નહોતી. ૧૯૭૭માં કેન્દ્રમાં શાસન પલટો થયો અને મોરારજીભાઈ દેસાઈ વડા પ્રધાન બન્યા હતા, પરંતુ ત્યાર બાદ મીડિયા દ્વારા જ ઇંદિરાજીની વિરુદ્ધમાં વધારે પડતો ખોટો પ્રચાર-કુપ્રચાર અને અપ્રચાર થવાથી ઇંદિરાજીએ ૧૯૮૦માં ફરીથી સત્તા કબજે કરી હતી. આથી એમ કહી શકાય કે પ્રજા ત્રણ પ્રકારની સેન્સરશિપનો અનુભવ કરે છે.

૧) સરકારી કાયદા દ્વારા સેન્સરશિપ

૨) તંત્રીની સેન્સરશિપ (દરેક તંત્રીને પોતાના ગમા-અણગમા હોય છે.)

૩) વાચકોની સેન્સરશિપ

ઇંદિરાજી વિરુદ્ધ બેફામ પ્રચાર થવા છતાં તેઓ સત્તા કઈ રીતે કબજે કરી શક્યાં? આ બાબતે વારંવાર વિશ્ર્લેષણ થયું છે અને તે બાબત હવે જૂની થઈ ગઈ છે, પરંતુ હાલની યુવાન પેઢી સમક્ષ નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦૦ર-ર૦૦૭ અને ર૦૧૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જે રીતે સામા પૂરે ચાલીને જીતી બતાવી છે તેનું વિશ્ર્લેષણ મીડિયાના દૃષ્ટિકોણથી કરવું જરૂરી છે. અંગ્રેજી ભાષાના કેટલાંક દૈનિક અને સામયિકો તેમનાં જમા પાસાં-સિદ્ધિઓ કે અન્ય જે કંઈ સારી બાબત છે તેને દર્શાવવાને બદલે હજી આજે પણ માત્ર નકારાત્મક બાબત જ બતાવી રહ્યા છે. આ એ જ અંગ્રેજી ભાષાના દૈનિકો અને ટીવી ચેનલો છે કે જેઓ સતત ત્રણ વખત ખોટાં પડ્યાં છે, પરંતુ તેમણે કદી જાહેરમાં પોતાની ભૂલનો સ્વીકાર કર્યો નથી. પ્રશ્ર્ન એ છે કે આટલી હદ સુધી જુઠ્ઠાણાં? વર્ષ ર૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કેશુભાઈ પટેલ ભાજપને નુકસાન કરશે તેવું તારણ લગભગ તમામ અંગ્રેજી ભાષાનાં દૈનિકો અને ટીવી ચેનલોએ કાઢ્યું હતું. પરિણામ આવ્યું તે વખતે કેશુભાઈ પટેલના પક્ષને માત્ર બે બેઠકો મળી હતી. તેમાં એક તો સ્વંય દ્વારા જીતવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે તે વખતના સમાચારો શું પૈસાથી વેચાયા હતા? આ બાબતનો જવાબ માત્ર તેઓ જ આપી શકે છે. અમદાવાદથી પ્રસિદ્ધ થતાં કહેવાતાં માતબર દૈનિકોના ચારિત્ર્ય અને તેમનાં લક્ષણ વિશે ઘણું કહી શકાય તેવું છે. આંધળા પણ દેખી શકે એવા ખુલ્લંખુલ્લા પૂર્વગૃહ ધરાવતાં આવાં દૈનિકોએ ભાગ્યે જ ગુજરાતનાં હિતોનો કોઈ વિચાર કર્યો છે. અમદાવાદમાં બની બેઠેલા ગાંધીવાદી નિરીક્ષકો તો ગોધરા અને અનુ ગોધરામાંથી હજુ બહાર આવ્યા નથી. અવળા હાથની થપ્પડ પડવાં છતાં ઘણા સેક્યુલરિસ્ટો કદી સુધરવાના નથી.

પ્રચાર માધ્યમોનાં બે મહત્ત્વનાં કાર્ય છે:

૧) સમાચાર આપવા. ૨) સમાચારનું તટસ્થ વિશ્ર્લેષણ અને અર્થઘટન કરવું.

જે બીજી બાબત છે ત્યાં સઘળી ગરબડ થાય છે. દૈનિકોમાં અને ખાસ કરીને અંગ્રેજી ભાષાનાં દૈનિકોમાં તથા ટીવી ચેનલોમાં તો ફૂડ, ફેશન અને ફિલ્મને એટલું મહત્ત્વ મળી રહ્યું છે કે મૂળ બાબત ક્યાંય પાછળ ધકેલાઈ ગઈ છે. તેની તુલનામાં પ્રાદેશિક ભાષામાં દૈનિકો અને સામયિકો ઘણું જ રચનાત્મક વાંચન અને તટસ્થ વિશ્ર્લેષણ આપી રહ્યાં છે. પ્રાદેશિક ભાષાનાં દૈનિકો સામાજિક જવાબદારી સમજીને કાર્ય કરી રહ્યાં છે. તેમના દ્વારા 'પપ્પુ અને ફેંકું' જેવા શબ્દોનો પ્રયોગ થતો નથી, જે અંગ્રેજી દૈનિકો કરી રહ્યાં છે. પ્રાદેશિક ભાષાનાં દૈનિકોની સ્વયંશિસ્ત, નિષ્ઠા-સામાજિક ઉત્તરદાયિત્વ અને પ્રજાલક્ષી કામગીરીનું અલગ રીતે મૂલ્યાંકન થવું જોઈએ. આવી બાબતે તુલનાત્મક અભ્યાસ પણ થવો જોઈએ. ૧૯૭૭ પછી પ્રચાર માધ્યમો અને તેમાં પણ ખાસ કરીને પ્રિન્ટ મીડિયાનો ઘણો ઝડપી વિકાસ થયો. સંખ્યાબંધ નવાં દૈનિકો અને સામયિકોનું પ્રકાશન શરૂ થયું. પ્રાદેશિક ભાષાનાં દૈનિકોનું સરક્યુલેશન છેલ્લાં ર૦ વર્ષમાં નોંધપાત્ર રીતે વધ્યું છે તથા ગુણવત્તા અને સામાજિક ઉત્તરદાયિત્વ વિશે ટીકાટિપ્પણ થતી રહેતી હોવાથી ગુણવત્તાનું ધોરણ સતત સુધરી રહ્યું છે. ૧૯૯૦ સુધી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં માત્ર દૂરદર્શન જ ઈજારાશાહી ભોગવતું હતું, પરંતુ ત્યાર બાદ મનોરંજન ચેનલો આવી અને ૧૯૯૫થી ન્યૂઝ ચેનલ પણ ખાનગી ટીવી ક્ષેત્રે શરૂ થઈ હતી. છતાં એમ કહી શકાય કે દર્શકોને તેમનાથી સંતોષ નથી. આવી ટીવી ચેનલોના ગમા-અણગમા અને પૂર્વગૃહ વારંવાર જોવામાં આવે છે. ગુજરાતનાં ર૦૦રનાં દંગલો તેનું પ્રમાણ છે. મોટા ભાગની ટીવી ચેનલોએ માત્ર એકતરફી અને પોતાના જ અભિપ્રાયને ઠોકી બેસાડતી વાતો એટલી હદ સુધી રજૂ કરી હતી કે છેલ્લે તો સત્ય અને અસત્ય વચ્ચેનો કોઈ જ ભેદ પારખી શકાતો નહોતો. શું પ્રચાર માધ્યમોનું કામ સમાજમાં આવા ભાગલા પડાવવાનું છે? શું સ્વયંશિસ્ત જેવું તેમનામાં ક્યાંય નથી? આવી ટીવી ચેનલોએ તિસ્તા સેતલવડ, મેધા પાટકર તથા અરુણા રોયના અભિપ્રાયોને એકતરફી રીતે રજૂ કરીને ન્યાય અને સત્યની હત્યા કરી છે. એ વાત અદાલતના રેકોર્ડ પર છે કે તિસ્તા સેતલવડે ગુજરાત બહાર અન્ય કોઈ સ્થળે થયેલાં કોમી તોફાનમાં લઘુમતી કોમને મદદ કરવાની કોઈ કામગીરી કરી નથી. માત્ર ગુજરાતમાં જ તેમની આવી કામગીરી શા માટે થાય છે? મહારાષ્ટ્રમાં ધૂળે ખાતે અને ઉત્તર પ્રદેશમાં એક વર્ષમાં ૧૪ કોમી દંગલ થયાં છે. પરંતુ કોઈ સ્વૈચ્છિક સંગઠને ત્યાં જવાની પણ તકલીફ લીધી નથી. આ બાબતે કદી તેમણે સ્પષ્ટતા પણ કરી નથી. એમ માનવાને કારણ છે કે અંગ્રેજી દૈનિકો અને ટીવી ચેનલો તેની 'પેઈડ ન્યૂઝ આઈટેમો' માટે જાણીતાં છે. તેમના દ્વારા ગુજરાત વિરોધી પ્રચાર માટે અનેક પ્રકારના ગોરખધંધા થઈ રહ્યા છે. અમદાવાદમાં એક માતબર અંગ્રેજીભાષી દૈનિકના પત્રકારે ગુજરાત સરકાર વિરુદ્ધ કરવામાં આવેલી એક રિટ પિટિશન પોતાના હસ્તાક્ષરમાં સુધારી હતી તેનો રેકોર્ડ 'સીટ' પાસે છે. આશ્ર્ચર્યની વાત એ છે કે 'સીટ' દ્વારા તપાસ થઈ તે વખતે આ વાત બહાર આવી હતી, છતાં અદાલતમાં આવી બાબતે નિરર્થક લાંબી લાંબી તપાસ કરવામાં આવી હતી કે જે પાછળથી બોગસ પુરવાર થઈ હતી. ન્યાયતંત્ર અને મીડિયા જ્યાં પક્ષકાર બને છે ત્યાં સત્યનો વિનાશ થાય છે. ૧૦-૧૧ વર્ષથી ફીફાં ખાંડવા છતાં કંઈ જ મળતું નથી તેવી બાબતોને ચગાવીને કોને ફાયદો મળી રહ્યો છે તે પ્રજા માટે હવે ચર્ચાનો મુદ્દો બન્યો છે. પ્રથમ વખત આ મુદ્દે ન્યાયતંત્રનો પૂર્વગૃહ-ક્ધિનાખોરી અને દ્વેષ જોવામાં આવી રહ્યો છે, પરંતુ તેનાથી ન્યાયતંત્રમાં ચાલતો ભ્રષ્ટાચાર અંતે બહાર આવવાનો છે.

વિશેષ

જો મીડિયા સમાચાર આપવાના કે સમાચાર પેદા કરવાના વ્યવસાયમાં રહેશે તો પછી લોકો જ તે બે વચ્ચેનો તફાવત જાણીને પોતાની રીતે નિર્ણથય કરશે. -થોમસ સ્વેલ

મીડિયા આટલું નકારાત્મક શા માટે છે? આપણી શક્તિ અને સફળતાને શા માટે સ્વીકૃતિ પ્રદાન થતી નથી? આપણી અનેક સફળતાને તેઓ કેમ બિરદાવતા નથી?

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ


KASHYAP JOSHI JETPUR


JETPUR SHETION COURT CHUKADO....METTER BY KASHYAP JOSHI JETPUR

JETPUR SHETION COURT CHUKADO....METTER BY KASHYAP JOSHI JETPUR