અનુયાયીઓ

રવિવાર, 30 ઑક્ટોબર, 2011

16 અદભૂત વાતો, જે જિંદગીમાં દરેક વખતે કામ આવશે..



1-ગુણઃ- ન હોય તો રૂપ વ્યર્થ છે.

2-વિનમ્રતા- ન હોય તો વિદ્યા વ્યર્થ છે.

3-ઉપયોગ- ન આવે તો ધન વ્યર્થ છે.

4-સાહસ- ન હોય તો હથિયાર વ્યર્થ છે.

5-ભૂખઃ- ન હોય તો ભોજન વ્યર્થ છે.

6- હોશ- ન હોય તો જોશ વ્યર્થ છે.

7- પરોપકાર- ન કરનારાઓનું જીવન વ્યર્થ છે.

8-ગુસ્સો-અકલને ખાઈ જાય છે.

9-અંહકાર- મનને ખાઈ જાય છે.

10-ચિંતાઃ- આયુને ખાઈ જાય છે.

11-રિશ્વત- ઇન્સાફને ખાઈ જાય છે.

12-લાલચ- ઇમાનને ખાઈ જાય છે.

13-દાન- કરવાથી દરિદ્રતાનો અંત થઈ જાય છે.

14-સુંદરતા- વગર લજ્જા(લાજ) વગરની સુંદરતા વ્યર્થ છે.

15-દોસ્ત-ચિડાતો દોસ્ત હસતા દુશ્મન કરતા સારો છે.

16-ચહેરોઃ-માણસની કિમત તેની સૂરતથી નહીં પણ સીરત અર્થાત ગુણોથી લગાવવી જોઈએ.
 

એટીએમ કાર્ડ ખોવાઇ જાય તો બેંકને માત્ર SMS કરવાથી બ્લોક કરી શકાશે



વડોદરા,:  બેંકોમાં ગ્રાહક સેવાઓ વધારવા માટે દામોદરન કમિટીએ સૂચવેલી ભલામણોનો અમલ કરવાની રિઝર્વ બેંકે જાહેરાત કરી છે. તેના પગલે હવે જો કોઇ ખાતેદારનુ એટીએમ કાર્ડ ગુમ થઇ જાય તો તેણે મોબાઇલ પરથી એક એસએમએસ કરીને બેંકને એલર્ટ કરી કાર્ડ બ્લોક કરાવી શકશે. જ્યારે બેંકના ખાતેદારને હાલમાં થાપણ પર રૂ.૧ લાખ સુધીનું વીમા કવચ મળતુ હતુ. તેમાં વધારો થઇને રૂ.૫ લાખ સુધીનું કવચ મળશે. આ ભલામણોના અમલ માટે ટૂંક સમયમાં જ આઇબીએ દ્વારા વિધિવત રીતે જાહેરાત કરાશે, તેમ બેંકિગ સૂત્રોએ જણાવ્યુ છે. રિઝર્વ બેંકના ગવર્નરે કરેલી જાહેરાત મુજબ ટૂંક સમયમાં જ ઇન્ડિયન બેંકસ એસોસિએશન (આઇબીએ) દ્વારા દામોદરન કમિટીની ભલામણોના અમલ માટે વિધિવત નિર્ણય લેવામાં આવશે. એટીએમ કાર્ડ ચોરાઇ જાય તો વર્તમાન પધ્ધતિ મુજબ ખાતા નંબર અને બેંકના સંબંધિત અધિકારીનો સંપર્ક સાધવામાં જ સમય જતો હોય છે. આ સમયમાં જ કૌભાંડીઓ ઘણી વખત એટીએમ કાર્ડનો દુરૂપયોગ કરીને નાણાં ઉપાડી લેતા હોય છે. પણ દામોદરન કમિટીની ભલામણ મુજબ બેંક દ્વારા ગ્રાહકને અપાયેલા નંબર પર માત્ર એસએમએસ કરવાનો અને તેમાં પણ માત્ર’ બ્લોક ‘ લખાતા જ ગ્રાહકનું એટીએમ કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે. જ્યારે ગ્રાહક સેવા માટે પણ દરેક બેંકો માટે એક જ ટોલ ફ્રી નંબર જાહેર કરવાનો રહેશે. જે નંબર ખાતેદાર ડાયલ કરે ત્યાર બાદ ખાતેદાર જે બેંકની સેવાની વાત કરતો હોય તે બેંકના પ્રતિનિધિની સાથે વાત કરાવાશે. ટોલ ફ્રી નંબરના પગલે પણ ઘણા ખાતેદારોની સમસ્યાઓનો ઝડપી નિકાલ થશે.બેંકો દ્વારા થર્ડ પાર્ટી કોમન સિંગલ નોયોર કસ્ટમર ડેટા બેંક પણ તૈયાર કરાશે. જેથી અલગ અલગ રીતે પોતાની માહિતી અલગ અલગ બેંકોને આપનારા કૌભાંડીઓ પણ ઝડપાઇ જશે. કેવાયસી ડેટા બેંક હોવાથી ઝડપથી દેશભરમાં બેંક અધિકારીઓ જરૂરી નિર્ણય લઇ શકશે.જ્યારે પેન્શનરો માટે પણ એવી ભલામણ કરવામાં આવી છે કે, જો પેન્શનરો પોતાની હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરે તેની સાથે જ  બેંકની કોર બેંકિંગ સુવિધા ધરાવતી કોઇ પણ બ્રાન્ચમાં સિનિયર સિટીજન તરીકેની નવી માહિતી ઉમેરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બેંકોમાં ગ્રાહક સેવાને વધુ મજબૂત બનાવવા માટે ગત વર્ષે રિઝર્વ બેંકે એમ.દામોદરન વડપણ હેઠળની એક કમિટીની રચના કરી હતી. આ કમિટીએ તેનો અહેવાલ તાજેતરમાં જ રિઝર્વ બેંકને રજૂ કર્યો હતો.
 Reply
 Reply to all
 Forward

નીરા રાડિયાએ પીઆર કન્સલ્ટન્સી વ્યવસાય છોડ્યો

નીરા રાડિયાએ પીઆર કન્સલ્ટન્સી વ્યવસાય છોડ્યો: ટાટા ગ્રૃપ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા દિગ્ગજ કોર્પોરેટ ગ્રાહકો માટે પીઆર કન્સલ્ટેન્સી આપનારી કંપની વૈષ્ણવી ગ્રૃપની નીરા...

સુદર્શન અને મૌલાના કલ્બે સાદિક વચ્ચે મુલાકાત

સુદર્શન અને મૌલાના કલ્બે સાદિક વચ્ચે મુલાકાત: ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના ભૂતપૂર્વ સરસંઘ ચાલક...

આંધ્ર પ્રદેશમાં 3 કોંગ્રેસી ધારાસભ્યોએ પાર્ટી છોડી

આંધ્ર પ્રદેશમાં 3 કોંગ્રેસી ધારાસભ્યોએ પાર્ટી છોડી: આંધ્ર પ્રદેશમાં સત્તાધારી કોંગ્રેસના તેલંગણા ક્ષેત્રના 3 ધારાસભ્યોએ રવિવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. ત્રણેયે તેલંગણા રાષ્ટ્ર સમિતિ...

ક્વીન્સ બેટન મામલે CBI આશિષ પટેલને આરોપી બનાવશે

ક્વીન્સ બેટન મામલે CBI આશિષ પટેલને આરોપી બનાવશે: સ્કોટલેન્ડ યાર્ડથી મળેલા પુરાવાના આધારે સીબીઆઈ એએમ ફિલ્મ્સ એન્ડ એએમ વેન્સના માલિક આશિષ પટેલને કોમનવેલ્થ ગેમ્સ...

શુંગલૂ કમિટિ દ્વારા CAG, CVCમાં પરિવર્તનની ભલામણ

શુંગલૂ કમિટિ દ્વારા CAG, CVCમાં પરિવર્તનની ભલામણ: કન્ટ્રોલર જનરલ ઑફ એકાઉન્ટ્સ (કેગ)ના કેટલાક રિપોર્ટોને લઈને પેદા થયેલા વિવાદ વચ્ચે કોમનવેલ્થ ગેમ્સ પરિયોજનાઓના સંબંધમાં...

દેશના દરેક જિલ્લામાં બે-બે શાળાઓ ખોલશે અઝીમ પ્રેમજી, જ્યાં અપાશે મફત શિક્ષણ

દેશના દરેક જિલ્લામાં બે-બે શાળાઓ ખોલશે અઝીમ પ્રેમજી, જ્યાં અપાશે મફત શિક્ષણ: અઝીમ પ્રેમજી ફાઉન્ડેશને દેશની શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન આણવાનું બીડું ઝડપ્યું છે. ફાઉન્ડેશનની દેશભરમાં 1300 શાળાઓ ખોલવાની યોજના છે. આ પ્રકારે દરેક જિલ્લા

રાલેગણ : ટીમ અણ્ણાની બેઠક જારી

રાલેગણ : ટીમ અણ્ણાની બેઠક જારી: રાલેગણ સિદ્ધિમાં વરિષ્ઠ સમાજસેવી અણ્ણા એન્ડ ટીમની બેઠક ચાલી રહી છે. બેઠકમાં ટીમ અણ્ણા પર થઇ રહેલા હુમલા સામે પહોંચી વળવા અંગેની રણનીતિ પર ચર્ચા વિચારણા ચાલી રહી છે.

કઠોર મહેનત

કઠોર મહેનત 

RSS મુદ્દે દિગ્ગીનો ફરી અણ્ણા પર વાર : કહ્યું, હઝારે કરતા રામદેવ વધુ ઈમાનદાર

RSS મુદ્દે દિગ્ગીનો ફરી અણ્ણા પર વાર : કહ્યું, હઝારે કરતા રામદેવ વધુ ઈમાનદાર: યોગગુરુ બાબા રામદેવને દરેક તબક્કે અપ્રામાણિક ગણાવવાના પ્રયાસો કરનારા કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહ આજકાલ તેમની પ્રામાણિકતાની પ્રશંસા કરતા ફરી રહ્યા છે.

સુંદર રંગોળી

સુંદર રંગોળી

અમરસિંહને હોસ્પિટલમાંથી રજા મળી

અમરસિંહને હોસ્પિટલમાંથી રજા મળી: સમાજવાદી પાર્ટીના પૂર્વ મહાસચિવ અને રાજ્યસભાના સબ્ય અમરસિંહને રવિવારે દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એમ્સ)માંથી રજા આપી દેવામાં આવી. કેશ ફોર વોટ

પ્રોસેસ હાઊસ સંચાલકોના પાપે જેતપુરનો સાદી ઉદ્યોગ ભૂતકાળ બનવાના આરે ?


પ્રોસેસ હાઊસ સંચાલકોના પાપે જેતપુરનો સાડી ઉદ્યોગ ભૂતકાળ બનવાના આરે ?  

ITને ચૂકવવાની રકમ માટે મિત્ર પાસેથી લોન લેશે કેજરીવાલ

ITને ચૂકવવાની રકમ માટે મિત્ર પાસેથી લોન લેશે કેજરીવાલ: ટીમ અણ્ણાના મહત્વના સભ્ય એવા અરવિંદ કેજરીવાલે ઇનકમટેક્સ ડિપાર્ટમેન્ટને ચૂકવવાના નાણા માટે લોન લેવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રાજસ્વ સેવા (IRS)ના અધિકારી રહી ચૂકેલા કેજરીવા