આજથી સાડા પાંચ વર્ષ પહેલાના કેશનો આજે થયો ચુકાદો પુત્રીને ઈશારા કરનારને ટપારવા ગયેલા દંપતી ઉપર હુમલો
કરનાર શખ્સને 2 વર્ષની સજા ફટકારતી જેતપુરની કોર્ટ
જેતપુર તા.31
જેતપુરના ટાંકુંડી પરા વિસ્તારમાં આજથી સાડા પાંચ વર્ષ પહેલા જુવાનજોધ પુત્રીઓની છેડતી બાબતે ટપારવા ગયેલા એક દંપતી ઉપર સામેજ રહેતા શખ્શોએ હુમલો કર્યાના બનાવનો કેશ આજે જેતપુરની કોર્ટમાં ચાલી જતા કોર્ટે હુમલાખોરને 2 વર્ષની કેદની સજા અને રૂ.1500 નો દંડ ફટકાર્યો હોવાનું સરકારી વકીલ પંચાલે જણાવ્યું હતું.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુરના તાકુડી પર વિસ્તારમાં રહેતા અને અનાજ દળવાની ઘંટી (ફલોરમિલ) ધરાવતા દેવજી લાધાભાઇ ભરખડા પોતાની જુવાનજોધ દીકરીઓને ઈશારા અને ચાળા કરતો ઘંટીની સામેજ રહેતા અજય નામના યુવાનને ટપારવા જતા અજયના પિતા છગન બચું તલાજીયા અને અંબાબેન તલાજીયા એમ બંનેએ દેવજીભાઈ વતી બેટ સહિતના સાધનો વતી હુમલો કરતા આ બનાવની જેતપુર શહેર પોલીસમાં તા.25-1-2009 ના રોજ આ બારાનો ગુનો દાખલ થયો હતો.
જે કેશ આજે જેતપુરના ફસ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટ એ.ડી.રાજપૂત ની કોર્ટમાં ચાલ્યો તે દરમિયાન ફરિયાદી પક્ષે સરકારી વકીલ ડી,બી.પંચાલની દલીલોને ધ્યાને લઇ જજ રાજપૂતે બે આરોપીમાંના એક છગન બચું તલાજીયા ને 2 વર્ષની કેદ અને રૂ.1500 રોકડ દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો. જયારે તહોમતદાર મહિલાને શંકાનો લાભ આપી છોડી મુકેલ..
બોક્સ: ચાળા કરનાર બાળ આરોપી
જેતપુર તા.31
સરકારી વકીલ પંચાલે જણાવેલ કે આ ગુનો જેમના હિસાબે બન્યો તે અજય બાળ આરોપી હોય તેમની સામે બાળ અદાલતમાં ચાર્જશીટ રજુ કરાઈ છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર
