જેતપુરમાં અંધ-અપંગ-નિરાધારો-મંદબુદ્ધિના બાળકો માટે
મફત રહેવા-જમવાની સેવા કરતુ
માં ખોડલ વિકલાંગ સેવા ટ્રસ્ટ !!
(કશ્યપ જોશી ) જેતલસર તા.23
સેવા અનેક પ્રકારની થતી કે કરાતી હોય છે. પણ કુદરતની લાઠીનો ભોગ બનેલા અને સાંપ્રત સમાજમાં પ્રથમ દ્રષ્ટીએ તિરસ્કાર પામનારા માણસ જીવોની સેવા એ ઉત્તમ સેવા ગણી શકાય..
બસ આવાજ શુભાશય સાથે જેતપુર શહેરમાં માં ખોડલ વિકલાંગ સેવા ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ શરુ કરાયેલ સેવાની શહેરીજનોમાં પ્રશંશા થઇ રહી છે.
આ બાબતે માહિતી આપતા આ ટ્રસ્ટના પ્રમુખ હરેશભાઈ સી. રાંક જણાવે છે તેઓના ટ્રસ્ટ દ્વારા જેતપુરમાં ગુજરાતીની વાડીના ભાવિકનગરમાં આવેલ શ્રીપાર્કના બ્લોક નંબર 12 ખાતે અંધ, અપંગ, અને નિરાધારો માટે બિલકુલ મફત રહેવા તેમજ જમવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. મંદ બુદ્ધિના બાળકોને પણ અહી સ્થાન આપવાનું આયોજન છે, પણ માનવીને કુદરતે બક્ષેલી જીવનની રોજીંદી ક્રિયાઓ - લઘુશંકા તેમજ ગુરુશંકા સ્વમેળે કરી શકે તેવા જ મંદ બુદ્ધિના બાળકોને પ્રવેશ અપાશે.
આ મફત સેવાનો લાભ લેવા ઈચ્છતા અંધ, અપંગ , નિરાધાર અને મંદ બુદ્ધિના બાળકોના વાલી-વારષોએ ટ્રસ્ટ પ્રમુખ હરેશભાઈ રાંક(9727573446) તથા ઉપપ્રમુખ ગોવિંદભાઈ(7043572901) નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 9974262812
