ગુજરાતની નારીશક્તિએ રાજ્યના વિકાસમાં ભાગીદાર બનીને અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે
સમગ્ર રાજ્યમાં
રૂ.૩.૮૧ કરોડના માતા યશોદા એવોર્ડ રરપ૪ આંગણવાડી કાર્યકર્તા બહેનોને
રૂ.૬૧.૦૪ લાખના પુરસ્કારો ૧૩૯૦ મહિલા ખેલાડીઓને
રૂ.૧૦૮ લાખના કન્યા કેળવણી નિધિ ઇનામો ૩૩૩૯ તેજસ્વી કન્યાઓને
અમદાવાદમાં વિશાળ મહિલા સંમેલનમાં ગુજરાતની નારીશક્તિની સિદ્ધિઓનું અભિવાદન અને પુરસ્કારો એનાયત કરતા મુખ્ય મંત્રીશ્રી
ગુજરાતની વિકાસયાત્રાને માતૃશક્તિનું રક્ષાકવચ છે
સ્પેસ ટેકનોલોજીના માધ્યમથી ગુજરાતભરમાં રપ જિલ્લાઓમાં એકીસાથે યોજાયેલા મહિલા સંમેલનોનો ૧.૩પ લાખ બહેનોએ મુખ્ય મંત્રીશ્રીનો પ્રેરક સંદેશ ઝીલ્યો
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે અમદાવાદમાં યોજાયેલા વિશાળ મહિલા સંમેલનમાં ગુજરાતની નારીશક્તિએ વિકાસમાં ભાગીદાર બનીને જે સિદ્ધિઓ વિવિધ ક્ષેત્રે પ્રાપ્ત કરી છે તે માટે રાજ્ય સરકાર તરફથી અભિવાદન કરી પુરસ્કારો અને ઇનામો એનાયત કર્યા હતા.
નારી સશક્તિકરણની પ્રતિબદ્ધતા વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની માતૃશક્તિના રક્ષાકવચથી ગુજરાતના વિકાસને અવિરત ગતિથી આગળ ધપાવવા તેમને સતત નવી તાકાત મળી રહી છે એમ જણાવ્યું હતું.
અમદાવાદ સહિત ગુજરાતભરમાં એકીસાથે યોજાયેલા રપ જિલ્લાકક્ષાના આજના મહિલા સંમેલનોમાં મળીને કુલ ૧.૩પ લાખ મહિલા બહેનોની નારીશક્તિ ઉપસ્થિત રહી હતી.
અમદાવાદમાં મુખ્ય મંત્રીશ્રીના હસ્તે અને જિલ્લા કક્ષાએ મંત્રીશ્રીઓના હસ્તે માતા યશોદા એવોર્ડ એકંદરે રરપ૪ આંગણવાડી કાર્યકર્તા બહેનોને કુલ રૂ.૩.૮૧ કરોડના પુરસ્કારો આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યનું નામ રાષ્ટ્રકક્ષાની ખેલકૂદ સ્પર્ધાઓમાં રોશન કરનારા ૧૩૯૦ મહિલા ખેલાડીઓને રૂ.૬૧.૦૪ લાખના ઇનામો અને ૩૩૩૯ કન્યાઓને શિક્ષણ અભ્યાસમાં પ્રોત્સાહન માટે રૂ.૧૦૮ લાખના કન્યા કેળવણી નિધિના પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
ચૈત્રી નવરાત્રિના શક્તિ ઉપાસનાના આ પર્વ દરમિયાન માતા યશોદારૂપે આંગણવાડી કાર્યકર્તા માતૃશક્તિનું સન્માન કરવા સહિતના નારીશક્તિના અભિવાદનના આ અવસરને ચતુર્ભૂજ સન્માન સમારોહ મુખ્ય મંત્રીશ્રીએ ગણાવ્યો હતો.
ગુજરાત સરકારના સ્પેસ ટેકનોલોજી નેટવર્કથી મુખ્ય મંત્રીશ્રીએ રપ જિલ્લાઓમાં યોજાયેલા મહિલા સંમેલનોમાં સીધો સંવાદ કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર પણ એનાયત કર્યા હતા. જેમાં આ વર્ષે વ્યક્તિગત રૂ.પ૦,૦૦૦નો પુરસ્કાર શ્રીમતી પાલુબેન વાઘને (ભાલનલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ, અમદાવાદની કાર્યકર્તા બહેન) અને રાજકોટના મેડીકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટને રૂ.એક લાખનો પુરસ્કાર મહિલા વિકાસ ક્ષેત્રે ઉત્તમ યોગદાન માટે આપવામાં આવેલ છે.
આંગણવાડીના માતા યશોદા પુરસ્કારો એનાયત કરતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, આવતીકાલના ગુજરાતના શક્તિશાળી નિર્માણમાં આજના બાળક અને એમાંય ગરીબ શ્રમયોગી કુટુંબોના બાળકોના લાલન-પાલન સંસ્કાર સિંચન માટે આંગણવાડીનું માધ્યમ જ એકમાત્ર સશક્ત છે પરંતુ દશ વર્ષ પહેલાં ગુજરાતમાં આંગણવાડી અને તેની કાર્યકર્તા બહેનની ઉપેક્ષા જ થતી હતી. આજે આંગણવાડી અને તેની કાર્યકર્તા બહેનની ગરિમા ગામમાં એવી બની છે જેની આગવી ઓળખ રાજ્ય સરકારે આપેલા સાડી-ડ્રેસ યુનિફોર્મથી ઉભી થઇ ગઇ છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
માતા યશોદા એવોર્ડની રકમ રૂ.પ૧,૦૦૦ જેટલી ઊંચી રાખી છે જે જિલ્લાના કલેકટરોને અપાતા ઇનામો કરતા પણ વધારે છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આંગણવાડીના નવી ડિઝાઇનના ૧ર૦૦૦ મકાનો સાથે નંદઘરનું નિર્માણ કરવા આ વર્ષે રૂ.૪૦૦ કરોડનું બજેટ ફાળવી દીધું છે અને પ્રત્યેક નંદઘરમાં પર્યાવરણની જાળવણીથી લાકડાના ચૂલાને બદલે ગેસના કનેકશનો આપ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.
આંગણવાડીની બહેનોને ખાસ અભિનંદન આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, અઢી લાખ જેટલા સખીમંડળોમાં રપ લાખ સખીમંડળ સભ્ય બહેનો આર્થિક પ્રવૃત્તિમાં રૂ.૧૬૦૦ કરોડનો કારોબાર કરે છે તેનું શ્રેય આંગણવાડી બહેનોને ફાળે જાય છે. જેમણે સખીમંડળોને નવી તાકાત પુરી પાડીને ગ્રામીણ આર્થિક શક્તિ ઉભી કરી છે.
આંગણવાડીની બહેનોએ ગરીબ બાળકો, ગરીબ સગર્ભા માતા, કુપોષિત કિશોરીઓના કુપોષણનું નિવારણ કરવા બાલભોગ યોજનાને સફળ બનાવી તે માટે પણ મુખ્ય મંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા.
ગુજરાતમાં ખેલકૂદ સ્પર્ધાની વિજેતા યશસ્વી મહિલા ખેલાડીઓને પ્રોત્સાહનરૂપે પુરસ્કારોનું વિતરણ કરતા મુખ્ય મંત્રીશ્રીએ પરિવારોની દિકરીઓને રમત-ખેલકૂદના મેદાનમાં જવાની પ્રેરણા અને પ્રોત્સાહનો આપ્યા છે તેવા માતા-પિતા અને પરિવારજનોને પણ અભિનંદન આપતાં જણાવ્યું કે, ગુજરાતને ખેલકૂદ ક્ષેત્રે મળતા રાષ્ટ્રીય એવોર્ડમાં ૪પ ટકા બહેનો-ખેલાડીરૂપે જીતે છે.
ગુજરાતના ખેલમહાકુંભમાં પણ ગુજરાતની નારીશક્તિએ સાત લાખ જેટલી સંખ્યામાં ભાગ લઇ વિક્રમ સજર્યો છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ કન્યા કેળવણી નિધિના રૂ.૧૦૮ લાખના પુરસ્કારો એનાયત કરતા જણાવ્યું કે, દિકરાઓ કરતા દીકરીઓ શિક્ષણ-પરીક્ષાઓમાં ઉત્તમ પ્રકારનું પરિણામ લાવી રહી છે અને સો ટકા કન્યાઓનો શાળા પ્રવેશ શકય બની ગયો છે. ગુજરાત સરકારની ભરઉનાળે કન્યા કેળવણી યાત્રાની સફળતા અને સમાજે કન્યા શિક્ષણ માટે આ આંદોલનમાં જોડાઇને કન્યા કેળવણી નિધિમાં ભંડોળ આપ્યું છે તેને આભારી છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
દીકરી શિક્ષણમાં શોભી ઉઠશે તો આખું ગુજરાત શિક્ષણમાં શોભી ઉઠશે એવા વ્યક્તિગત સંકલ્પથી શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમને જાહેર સમારંભોમાં મળતી ભેટસોગાદોની હરાજી કરીને રૂ.પ૬ કરોડનું ભંડોળ કન્યા કેળવણી નિધિ રૂપે એકત્ર કર્યું છે તેમાંથી ગુજરાતની શિક્ષણ-તેજસ્વી કન્યાઓને પુરસ્કાર આપીને ગુજરાતની નારીશક્તિનું ગૌરવ કરવાની મુખ્ય મંત્રીશ્રીએ પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.
ગુજરાત રાજ્ય માત્ર ને માત્ર વિકાસનો મંત્ર લઇને સ્વબળે સ્વપ્રયત્નથી શક્તિરૂપે આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતને નબળું પાડવા અનેક અવરોધો સામે ઝૂકયા વગર પૂરી તાકાતથી માતૃશક્તિના આશીર્વાદથી રક્ષાકવચ મેળવીને ગુજરાતની નવી ચેતના સાથે વિકાસના મંત્રને સૌનો સાથ સૌનો વિકાસનો સંકલ્પ સાકાર કરવા કોઇ કચાશ રાખીશું નહીં એવો નિર્ધાર મુખ્ય મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
રાજ્યમાં મહિલા ખેલાડી પુરસ્કાર યોજના
અત્યાર સુધીમાં ૯ર૪૩ મહિલા ખેલાડીઓને રૂ.૪૦૪ લાખની રકમ પુરસ્કાર પેટે ચુકવાઇ
સન ર૦૧ર અંતિત નાણાંકીય વર્ષમાં ૧૩૯૦ ખેલાડી મહિલાઓને રૂ.૬૧.૦૪ લાખની સહાય
રાજ્યની મહિલાઓ રમતગમત પ્રવૃત્તિઓમા઼ રસ લેતી થાય અને તેઓને રાજ્ય-રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકારે મહિલા ખેલાડીઓને પુરસ્કાર આપવાની યોજના અમલમાં મુકી છે. તદ્દનુસાર, રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા અથવા તો રાજ્યકક્ષાએ સાંધિક રમતોમાં પ્રથમ ક્રમે આવનાર મહિલા ખેલાડીને રૂ.૪૮૦૦ની રકમનો પુરસ્કાર આપવામા઼ આવે છે. જયારે રાજ્યકક્ષાની સા઼ધિક અથવા તો વ્યક્તિગત રમતોમા઼ દ્વિતીયક્રમે આવનાર મહિલા ખેલાડીને રૂ.૩૬૦૦નો રોકડ પુરસ્કાર અપાય છે. ઉપરાંત રાજ્યકક્ષાની વ્યકિતગત રમતોમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરનાર મહિલા ખેલાડીઓને રૂ.ર૪૦૦નો રોકડ પુરસ્કાર સરકાર દ્વારા આપવામા઼ આવે છે.
રાજ્યમાં આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૯ર૪૩ મહિલા ખેલાડીઓને રૂ.૪૦૪ લાખની રોકડ રકમ પુરસ્કાર પેટે ચુકવવામાં આવી છે.
સને ર૦૧૧-૧રના વર્ષના ૧૩૯૦ ખેલાડી મહિલાઓને રૂ.૬૧.૦૪ લાખની રકમના પુરસ્કાર ચુકવાશે. જેમાં રાષ્ટ્રકક્ષાની વિવિધ સ્પર્ધામાં ૧૬ ગોલ્ડ મેડલ્સ, રર સિલ્વર મેડલ્સ અને ર૯ બ્રોન્ઝ મોડલ્સ મળીને કુલ ૬૭ મેડલ્સ મેળવનાર મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
આંગણવાડી બહેનોને સાડી આપવામાં ગુજરાત પ્રથમ
ગુજરાત સરકારે આંગણવાડી કાર્યકર્તા બહેનોને માતા યશોદાનો ગૌરવરૂપ દરજ્જો આપ્યો છે અને તેમના સન્માનના પ્રતિકરૂપે સમગ્ર દેશમાં ગુજરાતે તેમને સાડી આપવાની યોજના શરૂ કરી છે.
જે અંતર્ગત છેલ્લા બે વર્ષોમાં ૮૮૩પ૮ આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને રૂ.૭ કરોડના ખર્ચે સાડીઓ આપવામાં આવી હતી અને વર્ષ ર૦૦૯-૧૦ તથા ર૦૧૦-૧૧માં ૩.૪પ લાખ સાડીઓ માટે રૂ.૧૦.૮૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આંગણવાડી બહેનોને વીમા કવચ પુરું પાડનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
આંગણવાડી કાર્યકર બહેનો કે તેડાગર બહેનોના અવસાન બાદ તેમના પરિવારજનોને આર્થિક સહાય મળી રહે તે માટે ગુજરાત સરકારે તેમને વીમા રક્ષણ કવચ પુરું પાડેલ છે અને પાકતી મુદત પહેલાં આંગણવાડી વીમાધારકના અવસાનના કિસ્સામાં રૂપિયા પચાસ હજાર તથા જમા થયેલી રકમ અને તેનું વ્યાજ વીમાધારકના વારસદારને મળે છે.
આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ૯૪૩૦૮ આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને વીમાકવચ હેઠળ આવરી લેવાયેલ છે.
આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને વીમાકવચ પુરું પાડનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
આંગણવાડીના મકાનો સુવિધાસભર
સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર આંગણવાડીના મકાનોના બાંધકામ માટે ગુજરાતે આગવી દિશા કંડારી
છે. ગુજરાતના વર્ષો સુધી આંગણવાડીના મકાનોમાં કોઇ જ સુવિધાઓ હતી નહીં. વર્તમાન સરકારે
આ આંગણવાડીઓમાં પાણીની ટાંકી, શૌચાલય, સ્ટેન્ડીંગ કિચન જેવી સુવિધાસભર
નવા મકાનોના બાંધકામની કામગીરી શરૂ કરી છે અને આંગણવાડીના સુવિધાસભર ૧૦૯૬૦ નવા મકાનોના
બાંધકામ માટે રાજ્ય સરકારે રૂ.૩પ૦ કરોડનો ખર્ચ કર્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ દેખાવ માટે પીઠબળ પુરું પડશેઃ અંકિતા રૈના
સરકારનો સપોર્ટ એટલે હૂંફાળા મા-બાપનો સપોર્ટ ! આ શબ્દો છે ઓગણીસ વર્ષીય લોન ટેનિસ
ખેલાડી અંકિતા રૈનાના. વુમન્સ ફેડરેશન કપ ર૦૧૦ મલેશિયા ખાતે રમેલી અંકિતા રાષ્ટ્રીયસ્તરે
બે વખત વિજેતા છે.
તેના શબ્દોમાં કહું તો ‘‘ખેલાડીઓ માટે ખેલ મહાકુંભનો પ્રારંભ કરી'' છેવાડાના લોકોમાં પડેલી ખેલ પ્રતિભાને વિદેશ સુધી રજૂ કરવાની તક સરકારે પૂરી
પાડી છે જે ખરેખર અભિનંદનને પાત્ર છે.
કન્યા શિક્ષણને પ્રોત્સાહન માટે અપાતી સહાય-પ્રોત્સાહનો
કન્યાઓના શિક્ષણ, સ્વરોજગાર, વ્યવસાય, રમતગમતને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
ઉભા કરવામાં આવેલ કન્યા કેળવણી નિધિ હેઠળ અલગ ફંડ ઉભું કરવામાં આવ્યું છે. આ નિધિમાં
દાતાઓ અને સંસ્થાઓ દ્વારા દાન સ્વીકારવામાં આવે છે. આ નિધિમાં મળેલ દાનને
(૮૦) જી(પ) નીચે ઇન્કમટેક્ષમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. કન્યા શિક્ષણને
પ્રોત્સાહન માટે સહાય/ પુરસ્કારની વિવિધ યોજનાઓ અમલમાં છે.
પ૬ વિકાસશીલ તાલુકાની માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની વિદ્યાર્થીનીઓ
મેડીકલ, એન્જીનીયરીંગમાં
વર્ષ ર૦૧૧-૧રથી અભ્યાસ કરતી કન્યાઓને કોમ્પ્યુટર.
પ૬ વિકાસશીલ તાલુકાની માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની ધોરણ ૧૧ ને ૧ર
સાયન્સમાં અભ્યાસ કરતી કન્યાઓને કોચીંગ કલાસ.
સિવીલ સર્વિસીસની પરીક્ષા અંગેના અભ્યાસક્રમોમાં સ્પીપામાં એડમીશન લીધું હોય
તેવી કન્યાઓને રૂ.૧૦,૦૦૦/- આર્થિક સહાય.
એસ.એસ.સી./ એચ.એસ.સી. (દરેક પ્રવાહ)માં દરેક તાલુકામાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર દરેક કન્યાઓને
રૂ.પ,૦૦૦/- તેમજ એસ.એસ.સી/એચ.એસ.સી.માં દરેક તાલુકામાં પ્રથમ
ત્રણ ક્રમે આવનાર અપંગ કન્યાઓને રૂ.પ,૦૦૦/- પુરસ્કાર.
દરેક તાલુકામાં સરકારી, પંચાયત સેવાના વર્ગ-૩ના કર્મચારીઓના સંતાન (કન્યાઓ) એસ.એસ.સી./ એચ.એસ.સી. (દરેક પ્રવાહ)માં પ્રથમ
ત્રણ સ્થાને આવી હોય તેઓને રૂ.પ,૦૦૦/-નો રોકડ પુરસ્કાર.
દરેક તાલુકાના સરકારી-પંચાયત સેવાના વર્ગ-૪ના કર્મચારીઓના સંતાન (કન્યાઓ) એચ.એસ.સી./
એચ.એસ.સી. (દરેક પ્રવાહ)માં પ્રથમ ત્રણ સ્થાને આવી હોય તેઓને
રૂ.પ,૦૦૦/-નો રોકડ પુરસ્કાર.
પ૬ વિકાલશીલ તાલુકાના બી.પી.એલ. કુટુંબની કન્યાને વર્ષ ર૦૧૧-૧રમાં કોઇપણ સ્નાતક-ડિપ્લોમા
કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે ત્યારે રૂ.પ,૦૦૦/-નું બોન્ડ (નર્મદા, શ્રીનિધિ બોન્ડ) તેમજ પ્રવેશ વખતે રોકડા રૂ.૧,૦૦૦/- (કોર્ષ : આર્ટ્સ,
કોમર્સ, સાયન્સ, ડિપ્લોમા-એન્જીનીયરીંગ,
ફાર્મસી)
મેડીકલ, એન્જીનીયરીંગ,
ફાર્મસી, હોમિયોપેથી, આયુર્વેદિક,
બી.ટેક, ડેન્ટલ, એમ.બી.એ.,
એમ.સી.એ. ઇન્ટીગ્રેટી લો (પ વર્ષ), બી.એસ.સી. (નર્સિંગ)માં કોઇપણ બી.પી.એલ. કુટુંબની કન્યા
વર્ષ ર૦૧૧-૧રમાં પ્રવેશ મેળવે તો એકવાર રૂ.૧પ,૦૦૦/-ની સહાય.
આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લઇ ચંદ્રક મેળવેલ હોય તેવી કન્યાને રૂ.પ,૦૦,૦૦૦/-ની સહાય.
રાજ્યની કોઇપણ માધ્યમિક/ ઉચ્ચત્તર માધ્યમિક શાળાની ૧૦૦ ટકા કન્યાઓ સતત ૩ વર્ષ
સુધી એસ.એસ.સી./ એચ.એસ.સી.ની પરીક્ષામાં બેસે અને ૧૦૦ ટકા પરિણામ મેળવે તો તેવી શાળાઓને
પ્રથમ વર્ષે રૂ.૧૧,૦૦૦/-, બીજા વર્ષે રૂ.ર૧,૦૦૦/- અને ત્રીજા વર્ષે રૂ.પ૧,૦૦૦/-ની સહાય આપવામાં આવે
છે.
કન્યા કેળવણી નિધિની વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી અને ફોર્મ www.vidyasahaykgujarat.org અને www.ptcgujarat.org વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. આ ઉપરાંત
ગ્રામ્ય વિસ્તારનાં લોકોને આ નિધિની સહાયથી વાકેફ કરવા મુખ્ય મંત્રીશ્રીની કન્યા
કેળવણી નિધિની વેબસાઇટ www.cmkanyanidhi.org પણ શરૂ કરવામાં આવનાર છે.
આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ યોજના
સંકલિત બાળ વિકાસ યોજનાનું ‘‘કેન્દ્ર બિંદુ'' આંગણવાડી છે. જયાં છ વર્ષ
સુધીનાં બાળકો, સગર્ભા બહેનો અને કિશોરીઓને પૂરકપોષણ,
પૂર્વ પ્રાથમિક શિક્ષણ, રોગ પ્રતિકારક રસીઓ,
આરોગ્ય તપાસ, સંદર્ભ સેવાઓ, આરોગ્ય અને પોષણ શિક્ષણ આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ બાળકોને શિક્ષણ
સાથે આરોગ્ય તથા પોષણ આપવાનો છે.
આ યોજના અંતર્ગત આંગણવાડીમાં ઉમદા કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર તથા તેડાગરને
રાજ્ય સરકારે માતા યશોદા એવોર્ડ વાર્ષિક ધોરણે આપવાનું નક્કી કરેલ છે. આજરોજ યોજાયેલ
માતા યશોદા એવોર્ડ અંતર્ગત રાજ્યકક્ષાના ૬ લાભાર્થી, જિલ્લા કક્ષાના
૧ર લાભાર્થી, તાલુકા/ઘટક કક્ષાના ૧૩ર લાભાર્થી તથા મહિલા વિકાસ
પુરસ્કારના ર લાભાર્થી મળી કુલ ૧પર લાભાર્થીઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
હતા.
લાભાર્થીઓને માતા યશોદા એવોર્ડ ગામમાં નવા જન્મેલા બાળકો, સગર્ભા માતાઓ,
ધાત્રી માતાઓ અને કિશોરીઓની નોંધણી તથા તેમને આપવામાં આવેલ પૂરક પોષણ,
આરોગ્ય સંબંધિત સેવાઓ, સંસ્થાકીય સુવાવડ/રસીકરણ,
બાળતંદુરસ્ત, તિથી ભોજન જેવી બાબતો લક્ષમાં લઇને
આંગણવાડી કાર્યકરને તથા તેડાગરના કિસ્સામાં બાળકોના વાળ, નખ
અને કપડાંની સ્વચ્છતા, ટોયલેટનો ઉપયોગ અને સ્વચ્છતા,
બાળકોની હાજરી, બેસવાની તથા રસોડાની સ્વચ્છતા
જેવી મહત્વની બાબતો લક્ષમાં લઇને આ એવોર્ડ આપવામાં આવે છે.
આ યોજના અંતર્ગત રાજ્યકક્ષાએ પસંદ થનાર આંગણવાડી કાર્યકરને રૂ.પ૧,૦૦૦/-,
રાજ્યકક્ષાએ પસંદ થનાર આંગણવાડી તેડાગરને રૂ.૩૧,૦૦૦/-, જિલ્લા કક્ષાએ પસંદ થનાર આંગણવાડી કાર્યકરને રૂ.૩૧,૦૦૦/-, જિલ્લા કક્ષાએ પસંદ થનાર આંગણવાડી તેડાગરને
રૂ.ર૧,૦૦૦/-, મહાનગરપાલિકા કક્ષાએ પસંદ થનાર આંગણવાડી કાર્યકરને રૂ.ર૧,૦૦૦/-, મહાનગરપાલિકા કક્ષાએ પસંદ થનાર આંગણવાડી તેડાગરને રૂ.૧૧,૦૦૦/-, ઘટક કક્ષાએ પસંદ થનાર આંગણવાડી કાર્યકરને રૂ.ર૧,૦૦૦/-, ઘટક કક્ષાએ પસંદ થનાર આંગણવાડી તેડાગરને રૂ.૧૧,૦૦૦/-, નગરપાલિકા કક્ષાએ પસંદ થનાર આંગણવાડી કાર્યકરને રૂ.ર૧,૦૦૦/- અને નગરપાલિકા કક્ષાએ પસંદ થનાર આંગણવાડી તેડાગરને રૂ.૧૧,૦૦૦/-ના પુરસ્કારની રકમ આપવામાં આવે છે.
રૂ.ર૧,૦૦૦/-, મહાનગરપાલિકા કક્ષાએ પસંદ થનાર આંગણવાડી કાર્યકરને રૂ.ર૧,૦૦૦/-, મહાનગરપાલિકા કક્ષાએ પસંદ થનાર આંગણવાડી તેડાગરને રૂ.૧૧,૦૦૦/-, ઘટક કક્ષાએ પસંદ થનાર આંગણવાડી કાર્યકરને રૂ.ર૧,૦૦૦/-, ઘટક કક્ષાએ પસંદ થનાર આંગણવાડી તેડાગરને રૂ.૧૧,૦૦૦/-, નગરપાલિકા કક્ષાએ પસંદ થનાર આંગણવાડી કાર્યકરને રૂ.ર૧,૦૦૦/- અને નગરપાલિકા કક્ષાએ પસંદ થનાર આંગણવાડી તેડાગરને રૂ.૧૧,૦૦૦/-ના પુરસ્કારની રકમ આપવામાં આવે છે.
આજે યોજાયેલ માતા યશોદા એવોર્ડ વિતરણ સમારોહમાં વર્ષ ર૦૦૮-૦૯, ર૦૦૯-૧૦ અને ર૦૧૦-૧૧ના
એવોર્ડ માટે પસંદ થયેલ કુલ ૧પર લાભાર્થીઓને માતા યશોદ એવોર્ડ આપવામાં આવ્યા હતા.
મુખ્ય મંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિ સહાય અંતર્ગત ૩૩૧૯ લાભાર્થી બહેનોને પુરસ્કાર/સહાય
કન્યા શિક્ષણને પ્રોત્સાહન માટેના આ નિધિથી કન્યા કેળવણીના ક્રાંતિકારી ફેરફારોની સિદ્ધિ હાંસલ થઇ છે
કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરવા માટે મુખ્ય મંત્રીશ્રી દ્વારા કન્યા કેળવણી
નિધિ નામનું અલગ ફંડ ઉભું કરવામાં આવ્યું છે. આ કન્યા કેળવણી નિધિમાં રૂ.પ૬.૧૬ કરોડ
જેટલી રકમ એકત્ર થઇ છે. આ કન્યા કેળવણી નિધિમાં દાતાઓ અને સંસ્થાઓ દ્વારા મળેલ દાન
તથા મુખ્ય મંત્રીશ્રીને દાન સ્વરૂપે અથવા સન્માન પ્રસંગે મળેલ ભેગ સોગદોમાંની હરાજીમાંથી
મળેલ રકમ પણ કન્યા કેળવણી નિધિમાં જમા થાય છે.
આ ભંડોળનો હેતુ ગામડાઓ સુધી કન્યાઓને શિક્ષણ મળે તે છે. કન્યા શિક્ષણથી પાછળ
ન રહે તે માટે આખા સમાજને સકારાત્મક આંદોલનથી જોડયું છે. જેનો જબરજસ્ત પડઘો સમાજ
અને દેશમાં પડયો છે. કન્યા કેળવણી અભિયાને પ્રાથમિક શિક્ષણમાં ક્રાંતિકારી ફેરફારોની
સિદ્ધિ હાંસલ થઇ છે.
સમગ્ર રાજ્યમાં એકસાથે કન્યા કેળવણી નિધિના આ વર્ષે ધોરણ-૧૦ ની ૧૧૯ર, ધોરણ-૧રની ૧૮૭૧,
પ૬ તાલુકા પૈકી મેડીકલ/એન્જીનીયરીંગ પ્રવેશ મેળવેલ ૬, સ્પીપામાં પ્રવેશ મેળવેલ ર૧, સરકાર પંચાયત વર્ગ-૩ના
કર્મચારીઓના (પુત્રી) સંતાન ૧૮૪, સરકારી
પંચાયત વર્ગ-૪ના કર્મચારીઓના (પુત્રી) સંતાન ૪, પ૬ વિકાસશીલ તાલુકા તથા સ્નાતક/ડિપ્લોમા અભ્યાસક્રમ માટે રપ અને પ૬ વિકાસશીલ
તાલુકા તથા બી.પી.એલ. બહેનોને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ ૧૬ એમ રાજ્યની
કુલ ૩૩૧૯ લાભાર્થી બહેનોને પુરસ્કાર/સહાય આપવામાં આવી હતી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય
ક્ષેત્રે રમત-ગમતમાં ભાગ લેનાર ૬ મહિલાઓને રૂ.પાંચ લાખ લેખે કુલ રૂ.૩૦.૦૦ લાખની સહાય
કાર્યક્રમમાં આપવામાં આવી હતી.
આ અંગેની જરૂરી વિગતોથી માહિતગાર કરવા મુખ્ય મંત્રીશ્રી કન્યા કેળવણી નિધિની
www.cmkanyanidhi.org વેબસાઇટ શરૂ કરવામાં
આવનાર છે. કન્યા કેળવણી નિધિની વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી અને ફોર્મ www.vidyasahaykgujarat.org અને www.ptcgujarat.org પર ઉપલબ્ધ છે.
આ યોજના અંતર્ગત વર્ષ ર૦૦પ-૦૬થી અત્યાર સુધીમાં ૪૪,૧૧૧ લાભાર્થી કન્યાઓને
રૂ.૧૬.ર૭ કરોડની સહાય વિવિધ યોજનાઓ અંતર્ગત આપવામાં આવી છે.
હાઇકોર્ટમાં મહાવીર જયંતિના દિવસે વધારાની રજા જાહેર
રાજ્યની વડી અદાલતમાં તા. પ, એપ્રિલ, ર૦૧રને ગુરૂવારના દિને મહાવીર જયંતિની વધારાની રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યની હાઇકોર્ટ અને તેને સંલગ્ન કચેરીઓમાં આ રજા જાહેર કરવામાં આવી છે તેની સામે તા. ૧૬ જૂન, ર૦૧રને શનિવારના રોજ હાઇકોર્ટ અને સંલગ્ન કચેરીઓમાં અદાલતનું કામકાજ ચાલુ રહેશે તેમ રજીસ્ટ્રાર જનરલની યાદીમાં જણાવાયું છે.
ભારતીય સેનામાં હવાલદાર એજ્યુકેશન ઇન્સ્ટ્રકટરની કેટેગરીમાં ભરતી
ભારતીય સેનામાં આર્મી એજ્યુકેશન કોર્પ્સમાં ઓકટોબર-ર૦૧રથી શરૂ થતી બેચ માટે હવાલદાર એજ્યુકેશન ઇન્સ્ટ્રકટરની કેટેગરીમાં જોડાવા ઇચ્છતા પુરૂષ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. વિનિયન અને વિજ્ઞાન પ્રવાહમાં એક્સ અને વાય કેટેગરીમાં ઉપલબ્ધ જગ્યાઓ માટે બી.એ., બી.એસ.સી., બી.સી.એ., અથવા એમ.એ. કે એમ. એસસી., ઉપરાંત બી.એડ.ની ડીગ્રી ધરાવનારા ઉમેદવાર ગ્રુપ એક્સ માટે તેમજ બી.એડ.ની લાયકાત નહીં ધરાવનારા ગ્રુપ વાય માટે ઉમેદવારી નોંધાવી શકે છે. ર૦ થી ર૫ વર્ષની વચ્ચે ઉંમર ધરાવતા અને ૧૬ર સે.મી. ઊંચાઇ, પ૦ .ગ્રિા. વજન અને ૭૭ સે.મી. છાતીનું માપ ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં પોતાની અરજી ટિકિટ ચોંટાડેલા જવાબી કવર સાથે હેડકવાર્ટર,
રિક્રુટીંગ ઝાન નં.૩, રાજેન્દ્રસિંહજી રોડ, પુના ખાતે તા. ર૦ એપ્રિલ સુધીમાં મોકલી આપવી. અરજી પત્રના નમૂના માટે તેમજ અન્ય માહિતી માટે આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ, કેમ્પ હનુમાન, અમદાવાદ ખાતે ૧૦ થી 1 વાગ્યા દરમિયાન અથવા જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક સાધવો.
લઘુત્તમ વેતન અધિનિયમ હેઠળના ખાસ ભથ્થાની જાહેરાત
રાજ્ય સરકારે લઘુત્તમ વેતન અધિનિયમ હેઠળ જે તે વ્યવસાય માટે નિયત કરેલા મૂળ પગારના દર ઉપરાંત જીવન નિર્વાહ આંક ઉપર આધારિત આપવાના ખાસ ભથ્થાના દર તા. ૧-૪-ર૦૧રથી તા. ૩૦-૯-ર૦૧ર સુધીના સમય માટે નક્કી કર્યા છે. તદ્દઅનુસાર ખાનગી સલામતી રક્ષક સેવાઓની રોજગારી માટે ખાસ ભથ્થાના દૈનિક દર રૂ.૭૧.૮૦ તેમજ અગરબત્તી બનાવવાની રોજગારી સિવાયના દરેક વ્યવસાય માટે ખાસ ભથ્થાના દૈનિક દર રૂ.પ૧.૮૦ નક્કી કરવામાં આવ્યો છે. આમ, દરેક વ્યવસાયમાં ખાસ ભથ્થાના દૈનિક દરમાં રૂ.૧૦.૬૦નો વધારો થયો છે તેમ નાયબ શ્રમ આયુક્ત, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
મોટર વાહન વેરા અંતર્ગત એડવાન્સ રીકરીંગ કર ભરણાંની મુદત લંબાવાઇ
મોટર વાહન વેરો ભરતા કરદાતાઓ માટે એડવાન્સ રીકરીંગ કર ભરવાની મુદત લંબાવાઇ છે. નાણાંકીય વર્ષ ર૦૧ર-૧૩ માટેની મુદત જે તા. ૭-૪-ર૦૧ર હતી તે વધારીને તા. ર૦-૪-ર૦૧ર સુધી લંબાવવામાં આવી છે જેની કરદાતાઓએ નોંધ લેવા રાજ્યના વાહન વ્યવહાર કમિશનર કચેરીની યાદીમાં જણાવાયુંછે.
ખાદ્ય તેલમાં ભેળસેળ કરનારાઓમાં ફફડાટ
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના બે કિસ્સામાં અદાલતે છ માસની કેદની સજા ફટકારી
ફુડ સેફટી ઓફિસર્સ અને સરકારી વકીલોની સધન તાલીમને કારણે કોર્ટ કેસમાં કન્વેશન રેશિયો વઘ્યો
રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રે જે બે પેઢીઓના પરીક્ષણ માટે લીધેલા ખાદ્ય પદાર્થોના નમુનાઓમાં ભેળસેળ જણાઈ હતી તે બે પેઢીના સંચાલકોને અદાલતે સજા ફટકારતા ભેળસેળિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડો. એચ.જી. કોશિયાના જણાવ્યા પ્રમાણે હિંમતનગરના ખાદ્ય નિરીક્ષકશ્રીએ સૌરાષ્ટ્ર ફરસાણ હાઉસ હિંમતનગર પાસેથી મોહનથાળનો નમુનો વેચાતો લઈ પૃથ્થકરણ માટે મોકલ્યો હતો. પબ્લીક એનાલીસ્ટે આ નમુનામાં માન્ય રંગની માત્રા કાયદાના ધારાધોરણ કરતા વધારે જણાતા આ નમુનો અપ્રમાણસર જાહેર કર્યો હતો.
આ નમુનો અપ્રમાણસર જાહેર થતાં ખાદ્ય નિરીક્ષકશ્રીએ એડીશનલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટશ્રી હિંમતનગરની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સૌરાષ્ટ્ર ફરસાણ હાઉસના શ્રી યોગેશભાઈ લીલાચંદ શેઠને અદાલતે દોષિત ઠરાવી છ માસની કેદની સજા તથા રૂા.ર૦૦૦/- નો દંડ તથા જો દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ એક માસની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.
આજ રીતે અન્ય એક કેસમાં ઉના વિસ્તારના માલીવાડ સ્થિત મે. પ્રતાપ ઓઈલ એન્ડ ફલોર મીલ પાસેથી જુનાગઢના ખાદ્ય નિરીક્ષકશ્રીએ સીંગતેલનો નમુનો વેચાતો લઈ પૃથ્થકરણ માટે મોકલ્યો હતો. પબ્લીક એનાલીસ્ટને આ નમુનાના પૃથ્થકરણ દરમ્યાન સીંગતેલમાં કપાસિયા તેલની ભેળસેળ જણાતા આ નમુનો અપ્રમાણસર જાહેર કર્યો હતો. આ સામે જુનાગઢના ખાદ્ય નિરીક્ષકશ્રીએ ઉનાની જયુડીશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે આ પેઢીના ભાગીદાર જિતેન્દ્રકુમાર પીતાંબરદાસને છ માસની કેદની સજા તથા રૂા.૧૦૦૦/- નો દંડ અને જો દંડ ન ભરે તો ૧પ દિવસની કેદની સજા તેમજ મે.પ્રતાપ ઓઈલ એન્ડ ફલોર મીલ એક પેઢી હોય આ પેઢીને રૂા.૧૦૦૦/- નો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ઘ્વારા કરવામાં આવેલી અસરકારક કામગીરી અને કોર્ટ ઘ્વારા આપવામાં આવેલ ચુકાદાના કારણે ભેળસેળ કરનારા તત્વોમાં ભય વ્યાપ્યો છે.
રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડો.એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતમાં જે ખાદ્ય પદાર્થોના નમુના લેવાયા છે તેમાં ભેળસેળનું પ્રમાણ આશરે ૬ ટકા જેટલું આવે છે. આ ઉપરાંત જે નમુનામાં ભેળસેળ મળે છે તેની કોર્ટની કાર્યવાહીમાં સજાની ટકાવારી અગાઉ ૧૬ ટકા જેટલી હતી આ કન્વેન્શન રેશિયો વધારવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ઘ્વારા ફુડ સેફટી ઓફિસર્સ અને સરકારી વકીલોની સઘન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના કારણે આ રેશિયો વધીને રર ટકા જેટલો થયો છે. જેના લીધે રાજયમાં ભેળસેળની પ્રવૃત્તિને અટકાવવા પરીણામલક્ષી કામગીરી શકય બની છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો