આજે પાણી
પુરવઠો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ
રાજ્યમંત્રીના હસ્તે માતા યશોદા એવોર્ડ એનાયત કરાશેઃ
ઇનડોર
સ્ટેડિયમમાં ૧૦૦ બહેનોને યશોદા એવોર્ડ,
૧૩૩ કન્યાઓને કન્યા કેળવણી નિધિ અને ૭૪ મહિલા ખેલાડીઓ પુરસ્કાર
કરશેઃ
સૂરતઃ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા
મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજ્યકક્ષા તથા
જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારી આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને માતા
યશોદા એવોર્ડ, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધી
તેમજ રમત ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનાર મહિલા ખેલાડીઓને ઇનામ આપવામાં આવશે.
આવતી કાલે તા. ૩૧મીના રોજ બપોરે ૧:૦૦ વાગ્યે
પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇનડોર સ્ટેડિયમ ખાતે
યોજાનારા જિલ્લા સ્તરીય મહિલા સંમેલનમાં
સૂરત શહેર ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને પુરસ્કારો રાજ્યના પાણી પુરવઠો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના
મંત્રીશ્રી પરબતભાઇ પટેલના હસ્તે એનાયત કરવામાં આવશે.
સૂરત જિલ્લામાં જિલ્લાકક્ષાના ૧૨, તાલુકા / ઘટક કક્ષાના ૮૮ લાભાર્થી મળી કુલ ૧૦૦ બહેનોને
માતા યશોદા એવોર્ડ, જિલ્લાની ૧૩૩ કન્યાઓને કન્યા કેળવણી
નિધીના ચેક અને ૭૪ મહિલા ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
આજે
પંચાયતમંત્રી તાપી જિલ્લામાં માતા યશોદા એવોર્ડ અર્પણ કરશેઃ
સૂરતઃ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની
બાબતોના મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલ આવતીકાલે તા. ૩૧મીના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે
તાપી જિલ્લાના ધામણદેવી સરાકેવડી રસ્તા ઉપર પૂના નદી પર બ્રીજના કામનું
ખાતમુહૂર્ત કરશે. બપોરે ૧૨:૦૦ વાગ્યે અધિકારીઓ સાથે
તરણકુંડના સભાખંડમાં આયોજન તથા અન્ય બાબતોની સમીક્ષા બેઠક કરી બપોરે ૧:૩૦ વાગ્યે
તરણકુંડના ઓડીટોરીયમ હોલમાં માતા યશોદા એવોર્ડ, મુખ્યમંત્રી
કન્યા કેળવણી નીધી સહાય વિતરણ તેમજ મહિલા ખેલાડીઓને પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં
ઉપસ્થિત રહેશે. બીજા દિવસે તા.૧લીના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે સૂરત ખાતે ડુમસ પોલીસ
સ્ટેશનના ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહેશે.
કુટીર
રાજ્યમંત્રીનો પ્રવાસ કાર્યક્રમઃ
સૂરતઃ રાજ્યના કુટીર ઉદ્યોગ, મીઠા
ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી રણજીતભાઇ ગીલીટવાલા આવતીકાલે સવારે ૧૦:૦૦
વાગ્યે વલસાડ જવા રવાના થશે. બીજા દિવસે તા. ૧લીના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે ડુમસ
ખાતે ડુમસ પોલીસ ચોકીના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપશે.
માજી
સૈનિકોને સરકારી ખેડવા લાયક જમીન અપાશેઃ
સૂરતઃ હાંસોટ તાલુકાના કતપોર ગામે માજી
સૈનિકોને સરકારી ખેડવા લાયક જમીન આપવામાં આવશે. જે માજી સૈનિકો આ જમીન મેળવવા
માંગતા હોય તેમણે સરકાર તરફથી નિયમ
નમુનામાં અરજીઓ ભરી તા. ૩૧ સુધીમાં મામલતદારશ્રી હાંસોટને અથવા સક્ષમ અધિકારી નાયબ
કલેક્ટર કચેરી અંકલેશ્વરને મોકલવા જણાવવામાં આવ્યું છે. અરજીમાં સંપુર્ણ વિગતો જેવી કે કુટુંબની
વાર્ષિક આવકનો દાખલો, ધંધાની વિગત રેશનકાર્ડની
પ્રમાણિત નકલ, અ.નુ. જાતિ, અનુ.જન.જાતિ,
બક્ષી પંચના હોય તો તે અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો, સ્વાતંત્ર કે સંયુક્ત નામે જમીન આવેલા હોય તો તેની છેલ્લી સ્થિતિનો
દાખલો ૮-એની નકલ માજી સૈનિકે ડિસ્ચાર્જ સર્ટીફીકેટ તથા ગુજરાત રાજ્યમાં અન્ય
જગ્યાએ જમીન ફાળવેલી હોય તો તેની વિગત સાથેનું સોગંદનામું તથા પેન્શન સિવાયની
માસિક આવક રૂા. ૩૦૦૦થી વધુ થતી નથી તે મતલબનું સોગંધનામુ અને ખેતમજૂર હોવા અંગેનો
દાખલો વિગેરે આધારો સામેલ રાખવાનું રહેશે.
વિધાનસભાના
અધ્યક્ષનો પ્રવાસ કાર્યક્રમઃ
સૂરતઃ વિધાનસભાના અધ્યક્ષશ્રી ગણપતભાઇ વસાવા આવતીકાલે તા. ૩૧મીએ સવારે ૧૦:૦૦
વાગ્યે ઉમરપાડા તાલુકાના ચીમીપાતાલ ખાતે પશુમેડીકલ કેમ્પમાં ઉપસ્થિત રહેશે.
બપોરે ૧:૦૦ વાગ્યે ઉમરપાડામાં શહીદ શ્રી દિગ્વિજયસિંહ વસાવાના દુઃખદ પ્રસંગે
પરિવારજનોને સાંત્વના આપી સાંજે ૫:૦૦ વાગ્યે સૂરત પરત ફરશે.
આ
દિવસોમાં મોટર વાહન નિરિક્ષકો, વાહનો અને ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી કરશેઃ
સૂરતઃ સૂરત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, બારડોલી અને તાપીની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના મોટર વાહન
નિરીક્ષકો એપ્રિલ અને જુનમાં સૂરત અને તાપી જિલ્લામાં નીચેની મુજબની તારીખોમાં
વાહનોની તપાસણી તથા ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી કરશે.
|
અનુ. ક્રમ.
|
સ્થળ
|
એપ્રિલ-૨૦૧૨
|
મે-૨૦૧૨
|
જુન-૨૦૧૨
|
|
૧
|
સચીન
|
૭
|
૫
|
૨
|
|
૨
|
તડકેશ્વર
|
૧૮
|
૧૬
|
૨૦
|
|
૩
|
ઓલપાડ
|
૨૧
|
૧૯
|
૧૬
|
|
૪
|
કોસંબા
|
૨૫
|
૨૩
|
૨૭
|
|
૫
|
માંડવી
|
૭
|
૨
|
૬
|
|
૬
|
પલસાણા
|
૭
|
૫
|
૨
|
|
૭
|
કઠોર
|
૧૨, ૨૬
|
૧૦, ૨૪
|
૧૪, ૨૮
|
|
૮
|
ઉચ્છલ/ નિઝર
|
૨૧
|
૧૯
|
૧૬
|
કોલેજમાં
ગયેલી ખટોદરાની અર્પિતા ઘરે પરત ફરી નથીઃ
સૂરતઃ શુક્રવારઃ- ખટોદરા પોલીસના જણાવ્યા પ્રમાણે
ખટોદરા કોલોની ખાતે રહેતા મૂળદાસભાઇ મૂળજીભાઇ લીંબાચીયાની ૨૦ વર્ષીય પુત્રી
અર્પિતા ગઇ તા. ૨૬મીના રોજ સવારે ઓલપાડ કોલોજમાં અભ્યાસ અર્થે ગયા બાદ ગુમ થઇ છે.
શરીરે મધ્યમબાંધાની રંગે ગોરી, પાંચ ફૂટ ઊંચાઇ ધરાવતી આ
યુવતીએ લીલા રંગનું ટી શર્ટ અને જીન્સ પહેરી છે. તે એફ.વાય. બી.કોમમાં અભ્યાસ
કરે છે અને ગુજરાતી ભાષા જાણે છે. આ યુવતી અંગે માહિતી મળે નજીકના પોલીસ મથકનો
સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.
મામાના ઘરે
જવાનું કહી ગયેલી સગરામપુરાની ફરદીનબાનુ ગુમઃ
સૂરતઃ શુક્રવારઃ- અઠવાલાઇન્સ પોલીસના જણાવ્યા
પ્રમાણે રૂદરપુરા, કંભારવાડ ખાતે રહેતા મોહંમદ
હુસેન ઇસ્માઇલની ૧૪ વર્ષીય પુત્રી ફરદીનબાનુ ગઇ તા. ૨૮મીના રોજ સગરામપુરા પોતાના
મામાના ઘરે ગયા બાદ ક્યાંક ગુમ થઇ ગઇ છે. શરીરે પાતળા બાંધાની શ્યામ વર્ણ,
૪.૫ ફૂટ ઊંચાઇ ધરાવતી આ કિશોરીએ કાળા તથા લીલા રંગનો પંજાબી ડ્રેસ
પહેર્યો છે. હાથમાં લાલ રંગની બંગળી પહેરી છે. તે ગુજરાતી અને હિન્દી ભાષા જાણે
છે. આ યુવતી અંગે માહિતી મળે તો નજીકના પોલીસ મથકમાં જાણ કવા જણાવાયું છે.
વલસાડ જિલ્લામાં પ્રોજેક્ટ હમ અંતર્ગત એક ઓર આગે કદમ :
કપરાડા
તાલુકાના સિલ્ધા ગામે ગ્રામ્ય બાળ પોષણ કેન્દ્રનો પ્રારંભ
કરતા જિલ્લા વિકાસ અધિકારી
(વલસાડ માહિતી બ્યૂરો):
વલસાડઃ તાઃ ૩૦: તંદુરસ્ત સમાજ નિર્માણની દિશામાં વલસાડ જિલ્લા વિકાસ અધિકારી
શ્રીમતી પી.ભારથીએ આરંભેલા પ્રોજેક્ટ હમ-મહાયજ્ઞમાં એક ઓર ફળદાયી પહેલ તેમના
દ્વારા કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વલસાડ જિલ્લાના કપરાડા
જેવા અંતરિયાળ અને છેવાડાના તાલુકાના બાળકોમાં કુપોષણનું પ્રમાણ જોતા, જિલ્લા વિકાસ અધિકારીએ આ દિશામાં પહેલ કરીને આવા
અતિકુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર નિષ્ણાંતોના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ
મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. સિલ્ધા ગામના હાટશેરી ફળિયામાં આવેલી આંગણવાડી
ખાતે વી.સી.એન.સી. (વિલેજ ચાઇલ્ડ ન્યૂટ્રિશન સેન્ટર) શરૂ કરીને અતિકુપોષિતની વ્યાખ્યામાં
આવતા આ આંગણવાડીના કાર્યક્ષેત્રના બાળકોને અલગ તારવી, તેમને
આરોગ્ય, આંગણવાડી સહિતના જવાબદાર કર્મયોગીઓની સતત દેખરેખ
હેઠળ વિશેષ પોષણક્ષમ આહાર આપીને, અતિકુપોષિતમાંથી બહાર
લાવવાનું માનવતાવાદી અભિયાન હાથ ધરાયુ છે. સતત ૩૦ દિવસ સુધી આ સેન્ટર ખાતે આવા
બાળકોને નિયમિત રીતે પોષણક્ષમ આહાર તો અપાશે જ, સાથે સાથે
તેમનું રોજેરોજનું વજન, આરોગ્યલક્ષી સારવારની જરૂર હોય તો
તે પણ અહીં અપાશે, ઉપરાંત ન્યૂટ્રિશ્યન એક્સપર્ટની દેખરેખ
અને માર્ગદર્શન હેઠળ દિવસના ત્રણ વાર વિશેષ ખોરાક આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે,
આંગણવાડીઓ દ્વારા તેના બાળકોને બે વખત પોષણક્ષમ આહાર તો આપવામાં આવે
જ છે, સાથે સાથે વધુ ત્રણ વખત આવા બાળકોને ખોરાક આપીને,
૩૦ દિવસમાં જ તેમનું વજન, ઊંચાઇ સહિતની દેરખેર
રાખીને અતિકુપોષિત અવસ્થામાંથી બહાર લાવવામાં આવશે.
જરૂરિયાત મુજબના વિસ્તારોમાં સતત એક માસ સુધી કાર્યરત આવા વી.સી.એન.સી.
જિલ્લાના આરોગ્ય વિભાગના દરેક સબ સેન્ટર પર શરૂ કરાશે, એમ
જણાવી જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પી.ભારથીએ આગામી દિવસોમાં આંગણવાડીના
કાર્યક્ષેત્રમાંથી કુપોષણ શબ્દને નેસ્તનાબૂદ કરવા માટે બાળકો ઉપરાંત તેમની માતાઓ
અને ગ્રામજનોને પણ જાગૃત કરવાના અભિયાનો શરૂ કરાયા હોવાનું જણાવ્યું હતું.
જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.અજયકુમાર સંઘવીએ કુપોષિત બાળકો માટે આંગણવાડીની
સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા અમલી કાર્યપધ્ધતિનો ખ્યાલ આપ્યો હતો.
આજે વલસાડ ખાતે વિરાટ મહિલા સંમેલન :
રાજ્યમંત્રી શ્રી રણજીતભાઇ ગીલીટવાલાના હસ્તે મહિલા
પ્રતિભાઓનું સન્માન કરાશે
વલસાડ
તાઃ ૩૦: આજે એટલે કે તા.૩૧મી માર્ચ, ર૦૧રનાં
રોજ વલસાડ ખાતે વિરાટ મહિલા સંમેલન યોજાનાર છે.
રાજ્યના
કુટીર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી વિભાગ, આયોજન, તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી રણજીતભાઇ ગીલીટવાલાની ઉપસ્થિતિમાં
યોજનારા આજના મહિલા સંમેલનમાં વલસાડ જિલ્લાની આંગણવાડીના કુલ ૮૪ કાર્યકર અને
તેડાગરોને માતા યશોદા ઍવોર્ડ એનાયત કરાશે. જ્યારે મુખ્યમંત્રીશ્રીની કન્યા
કેળવણી નિધીમાંથી પ૯ લાભાર્થી કન્યાઓને પુરસ્કારો એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત
વલસાડ જિલ્લાની ૪૬ મહિલા ખેલાડીઓને પણ ઍવોર્ડ એનાયત કરાશે.
વલસાડના તીથલ
રોડ સ્થિત ગુજરાત હાઉસીંગ બૉર્ડના મેદાન ખાતે બપોરે ૧:૦૦ વાગ્યાથી સાંજના પઃ૦૦
વાગ્યા સુધી આયોજિત આ વિરાટ મહિલા સંમેલનમાં જિલ્લાભરમાંથી અંદાજે પાંચેક હજાર
મહિલાઓ ઉપસ્થિત રહેનાર છે. કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાએ મુખ્યમંત્રીશ્રીની
અધ્યક્ષતામાં યોજાનારા કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ પ્રેક્ષકોને માણવા મળશે. આ
કાર્યક્રમનો મોટી સંખ્યામાં લોકોને લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.
આજે
રાત્રે પૃથ્વી પર છવાશે અંધકાર :
વલસાડના
ફલક પર પર અંધકાર છવાશે :
કેન્ડલ
લાઇટના પ્રકાશથી જિલ્લાના શહેરો ઝગમગી ઉઠશે
વલસાડઃ આજે એટલે કે તા.૩૧મી માર્ચ, ર૦૧રનાં
રોજ વલસાડ સહિત સમગ્ર પૃથ્વી પર અંધકાર છવાઇ જશે.
૩૧મી માર્ચ
એટલે અર્થ અવર : વિશ્વવ્યાપી વીજળી બચાવો અભિયાન. સને ર૦૦૭ની ૩૧મી માર્ચનાં રોજ
ઓસ્ટ્રેલિયાના સીડની શહેરથી શરૂ થયેલી આ વિશ્વવ્યાપી વીજ બચાવો ઝુંબેશ આજે પૃથ્વીના
ખૂણેખૂણા સુધી વિસ્તરી ચુકી છે. વીજળીનો વ્યય થતો અટકાવવા બાબતે લોકોમાં જાગૃતિ
કેળવવાના આશય સાથે શરૂ થયેલા આ કાર્યમાં ૩૧મી માર્ચનાં રોજ રાત્રિના એક કલાક
ભારતીય સમય મુજબ રાત્રે ૮:૩૦ થી ૯:૩૦ દરમિયાન પ્રજાજનોને વીજ વપરાશ ન કરવા અપીલ
કરવામાં આવે છે. સામુહિક લોકચેતના જગાવવા માટે દર વર્ષે યોજાતા આ કાર્યક્રમથી
દુનિયાના લોકોમાં અનોખી જાગૃતિ આવી છે. દરમિયાન પ્રજાજનો કેન્ડલ લાઇટનો ઉપયોગ
કરીને, વીજ બચાવોનો સંદેશો પરસ્પર આપતા
હોય છે. વલસાડ જિલ્લામાં પણ ૩૧મી માર્ચે ડબ્લ્યુ.ડબ્લ્યુ.એફ. જેવી સામાજિક
સંસ્થા, વન વિભાગ, પર્યાવરણ વિભાગ,
વાપી ઇન્ડસ્ટ્રીઅલ એસોશિએસનના સંયુક્ત ઉપક્રમે વાપી ખાતે અર્થ
અવરનો કાર્યક્રમ આયોજિત કરાયો છે. આ કાર્યક્રમનો સંદેશ જનજન સુધી પહોંચે, વીજળીની બચતની લોકોમાં આદત કેળવાય તે માટે વલસાડ જિલ્લાના પ્રજાજનોને એક
કલાક માટે, એક સાથે નિયત સમય ૮:૩૦ થી ૯:૩૦ દરમિયાન પોત
પોતાના ઘરની લાઇટો બંધ કરી : સ્વીચ્ડ્ ઓફ કરવા માટે ડબ્લ્યુ.ડબ્લ્યુ.એફ.ના
મેનેજર શ્રી મૌતિક દવેએ અપીલ કરી છે.
સરીગામ જી.આઇ.ડી.સીમાં આવેલી
ટ્રાઇસ્ટાર ઇન્ટરમીડીએટમાં ગેસ ગળતરથી મચેલી નાસભાગ ટ્રાઇસ્ટાર ઇન્ટરમીડીએટમાં ગેસ ગળતર અંગેની મોકડ્રીલ યોજાઇ
વલસાડ
ઉમરગામ તાલુકાના સરીગામ જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલી
રાસાયણિક કંપની ટ્રાઇસ્ટાર ઇન્ટરમીડીએટમાં આજે સવારે ૧૦:૩૦ કલાકે ગેસ ગળતરની
ઘટનાથી કંપનીના કર્મચારી ગણમાં નાસભાગ મચી જવા પામી હતી.
સરીગામ
જી.આઇ.ડી.સીના પ્લોટ નં.સી-૧-બી-૩૧૦૧-૦૨માં આવેલી ટ્રાઇસ્ટાર ઇન્ટરમીડીએટ
કંપનીમાં આજે સવારે ૧૦:૩૦ કલાકે ઇથીલીન ઓકસાઇડ નામના ઝેરી ગેસ ગળતરની ઘટના થવા
પામી હતી. આ ઘટનાને પગલે આ કંપનીના કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
કંપનીમાં બનેલી આ દુર્ઘટનામાં ઇથીલીન ઓકસાઇડ નામના ઝેરી ગેસનું અંદાજે ૫૦ કિલો
જેટલું ગળતર થયું હતું. આ દુર્ઘટનામાં કંપનીના બે કર્મચારીઓને અસર થવા પામી હતી.
અસરગ્રસ્ત કર્મચારી પૈકી એક કર્મચારીને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી જયારે
ગંભીર રીતે અસરગ્રસ્ત થયેલા એક કર્મચારીને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા
ભિલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે રવાના કરવામાં આવ્યો હતો.
ટ્રાઇસ્ટાર
ઇન્ટરમીડીએટમાં બનેલી દુર્ઘટનાને પગલે સમગ્ર વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું.
શરૂઆતમાં આ દુર્ઘટનાને ઓનસાઇટ ઇમર્જન્સી ડિકલેર કરવામાં આવી હતી. ગળતરનું પ્રમાણ
વધતા બાદમાં ઓફસાઇટ ઇમર્જન્સી જાહેર થતા જિલ્લા કલેકટર સહિત વાપીના ડી.વાય.એસ.પી, જનરલ હોસ્પિટલ વલસાડના સીવીલ સર્જન સહિતનો કાફલો ઘટનાસ્થળે
ઘસી આવ્યો હતો. જિલ્લા કલેકટર શ્રી એલ.સી.પટેલે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત
લઇ સમગ્ર પરિસ્થિતિથી વાકેફ થયા હતા. જિલ્લા કલેકટરશ્રીને કંપનીના સેફટી મેનેજરે
સમગ્ર ઘટના કેવી રીતે બની તેની સમજ આપી પરિસ્થિતિ પર ઘટનાના થોડા જ સમય બાદ કાબુ
મેળવી લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
ઘટનાના તુરંત
બાદ સરીગામ ઇન્ડસ્ટ્રીયલ હોલમાં જિલ્લા કલેકટર શ્રી એલ.સી.પટેલની અધ્યક્ષતામાં
યોજાયેલી એક બેઠકમાં આ સમગ્ર ઘટનાક્રમ એક મોકડ્રીલ હોવાનું બહાર આવ્યું હતું.
જિલ્લા કલેકટર શ્રી એલ.સી.પટેલે સફળતાપૂર્વક મોકડ્રીલ પાર પાડવા બદલ વહીવટી તંત્ર
સહિત કંપનીને અભિનંદન આપ્યા હતા. તેમણે કોઇપણ દુર્ઘટના વખતે પરસ્પર સહકારથી કામ
લઇ કટોકટીને પાર પાડવાની ભાવના વિકસે એ માટે આવા રિહર્સલ યોજાતા હોવાનું જણાવીને
સૌને એકજુટ થવા અનુરોધ કર્યોહતો.
જિલ્લા
ઔદ્યોગિક સલામતિ અને સ્વાસ્થ્ય તથા ટ્રાઇસ્ટાર ઇન્ટરમીડીએટ પ્રાઇવેટ
લીમીટેડના સંયુકત ઉપક્રમે યોજાયેલી આ કવાયત દરમિયાન હાજર ઔદ્યોગિક સલામતિ અને સ્વાસ્થ્ય
વિભાગના સંયુકત નિયામક શ્રી ભુટકાએ આ બેઠકમાં ઓફસાઇટ ઇમર્જન્સી પ્લાન અંગેની સમજ
આપી તેનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. સમગ્ર કવાયતનું બારીકાઇથી નિરીક્ષણ કરનાર શ્રી
આહિર અને શ્રી પરમારે મોકડ્રીલ દરમિયાન કરાયેલી સારી નરસી કામગીરીના પાસાઓની વિગતે
છણાવટ કરી હતી. ઓદ્યોગિક સલામતિ અને સ્વાસ્થ્ય, વલસાડના નાયબ નિયામક શ્રી ટી.જે.ગામીત આ પ્રકારના ઔદ્યોગિક દુર્ઘટનાને
લગતા રિહર્સલો પરથી બોધપાઠ લઇ ખરેખરી ઇમર્જન્સી વખતે કોઇ કચાશ ન રહી તે માટેની
તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.
સમગ્ર કવાયતને સફળ બનાવવા ઓદ્યોગિક સલામતિ
અને સ્વાસ્થ્યના આસીસ્ટન્ટ ડાયરેકટર શ્રી ડી.કે.વસાવા, શ્રી દઢાણિયા, પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ
વાપીના સેફટી મેનેજર શ્રી બી.બી.રાણા, કંપનીના કર્મચારીઓ,
ઓદ્યોગિક સલામતિ સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી
હતી.
વન-પર્યાવરણ
મંત્રી શ્રી મંગુભાઇ પટેલનો નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ :
નવસારીઃ રાજયના આદિજાતિ વિકાસ, વન-પર્યાવરણ મંત્રી શ્રી
મંગુભાઇ પટેલ તા.૩૧ મી માર્ચ-૨૦૧૨ ને શનિવારના રોજ સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ વાગે
નવસારી ખાતે લોકપ્રશ્નો અને લોકમુલાકાત, ૧૧-૦૦ વાગે સ્વામી
વિવેકાનંદ તરણકુંડ, નવસારી ખાતે હેલ્થ સાધનોના લોકાર્પણ
કાર્યક્રમમા હાજરી આપશે. તઓ બપોરે ૨-૦૦
વાગે લુન્સીકુઇ-નવસારી ખાતે મહિલા સંમેલનમાં હાજરી, રાત્રે
૯-૦૦ વાગે ટાટાહોલ-નવસારી ખાતે કલાસેતુ આયોજીત કાર્યક્રમમાં, રાત્રે ૧૦-૦૦ વાગે કછોલી-ગણદેવી ખાતે લોકડાયરા હાજરી આપી, રાત્રિમુકામ નવસારી ખાતે કરશે. તા.૧/૪/૨૦૧૨ ને રવિવારના રોજ સવારે ૧૧-૦૦
જુનાથાણા, નવસારી રામજીમંદિર ખાતે રામનવમી કાર્યક્રમમાં
હાજરી આપી, અનુラકૂળતાએ નવસારીથી સુરત જવા રવાના થશે. બપોરે ૩-૦૦ વાગે સુરત ખાતે
લોકપ્રશ્નો અને લોકમુલાકાત તથા બેઠકમાં હાજરી આપી, રાત્રિમુકામ નવસારી ખાતે કરશે. મંત્રીશ્રી તા.૨/૪/૧૨ ને સોમવારના રોજ
નવસારીથી ગાંધીનગર જવા રવાના થશે.
બીલીમોરા
ખાતે યોજાતો આરટીઓ કેમ્પ એપ્રિલ-૧૨ થી રદ :
નવસારીઃ બીલીમોરા વિસ્તારની
મોટરીંગ પબ્લીકને જણાવવામાં આવે છે કે આરટીઓ કચેરી ઘ્વારા દર અઠવાડિયાના
ગુરુવારે બીલીમોરા ખાતે યોજાતો આરટીઓ કેમ્પ એપ્રિલ-૨૦૧૨ થી રદ કરવામાં આવ્યો છે.
જેની નોંધ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, નવસારી ઘ્વારા જણાવાયું છે.
૭ મી
એપ્રિલે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળશેઃ
નવસારીઃ સરકાર પુરસ્કૃત સેકટર રીફોર્મ (રાજય) કાર્યક્રમ અંતર્ગત જિલ્લા જળ અને
સ્વચ્છતા સમિતિ નવસારી બેઠક તા.૭ મી એપ્રિલ-૧૨ ના રોજ ૧૧-૦૦ વાગે નવસારી કલેકટર
કચેરીના સભાખંડમાં અધ્યક્ષશ્રી અને કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને મળશે. જેમાં
સંબંધિતો તમામે સમયસર ઉપસ્થિત રહેવા જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, નવસારી ઘ્વારા જણાવાયું છે.
નવસારી
જિલ્લામાં હથિયારબંધી :
નવસારીઃ આગામી તા.૧/૪/૧૨ ના
રોજ રામનવમી, તા.૪/૪/૧૨ ના રોજ મહાવીર જયંતિ તથા
તા.૬/૪/૧૨ ના રો ગુડ ફ્રાઇડે ના તહેવાર દરમિયાન નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની
પરિસ્થિતી અને લોકોમાં સુલેહ-શાંતિ જળવાઇ રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને અધિક
જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.કે.કુમારએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા ધ્વારા
સમગ્ર નવસારી જિલ્લામાં તાત્કાલિક અસરથી તા.૧૨/૪/૧૨ સુધી શષાો, દંડા, તલવાર જેવા હિંસા પહોચાડી શકે તેવી ચીજવસ્તુઓ,
સ્ફોટક પદાર્થો લાવવા લઇ જવા તેમજ સુરૂચિનો ભંગ થાય તેવા કોઇ પણ
કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનારને કેદ અને દંડની
સજા થઇ શકે છે.
આરોગ્ય અને
પરિવાર કલ્યાણના રાજયમંત્રીશ્રી નવસારી જિલ્લાની મુલાકાતે :
નવસારીઃ
રાજયકક્ષાના પાણી પુરવઠો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી શ્રી પરબતભાઇ
પટેલ તેમના નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમ અનુસાર તા.૩૧/૩/૧૨ ને શનિવારના રોજ સવારે
૮-૩૦ વાગે ચીખલી ખાતે બ્લોક હેલ્થ કચેરીના લોકાર્પણ કરશે અને ૯-૩૦ વાગે રૂમલા
ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી, કાર્યક્રમ પુર્ણ થયે રૂમલાથી સુરત જવા રવાના થશે.
રાજય કક્ષાના યુવા સંમેલનમાં ડાંગના યુવાધનોએ ભાગ લીધો
સ્વામી
વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે રામકૃષ્ણ મિશન મેમોરીયલ, વડોદરા દ્વારા તાજેતરમાં સર
સયાજીરાવ નગર ગૃહ હોલ વડોદરા ખાતે આયોજીત રાજય કક્ષા યુવા સંમેલનમાં, જેમાં ડાંગના ૧૦ જેટલા શ્રેષ્ઠ
યુવાધને ડાંગના ડી.બી.મોરેના નેતૃત્વ હેઠળ ભાગ લીધો. આ સંમેલનમાં રાજયભરમાંથી ૧૨૦૦
જેટલા નવયુવાનોએ ભાગ લીધો હતો. જેમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના વકતાઓએ
ભાગ લીધો હતો અને ઉપસ્થિત યુવાધનોને.જરુરી માર્ગદર્શન પુરુ પાડયું હતું. આ પ્રસંગે
યોજાયેલ રાજય કક્ષાની નિબંધ સ્પર્ધામાં વિજેતા કોલેજના વિદ્યાર્થીઓનેક કમિશ્નર
શ્રીમતી જયંતી રવીના હસ્તે ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ
લેનાર ૧૨૦૦ યુવાનોને સ્વામિ વિવેકાનંદના પુસ્તકોનો સેટ એનાયત કરતાં સ્વામિ
નિખેલેશ્વરનંદે પોતે પુસ્તકો વાંચીને બીજા ૧૦ વ્યકિતઓને વંચાવવા અને સ્વામીના
શ્રેષ્ઠ વિચારો જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવા ગુજરાતના યુવાનોને આહવાન કર્યું હતું.
ડાંગ જિલ્લાની ૨૨ શાળાઓમાં રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ અભિયાન શરુ થશે
ભારત સરકારના
વન અને પર્યમવરણ મંત્રાલય, નવી
દીલ્લીથી દર વર્ષેરાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ લાવતા વિવિધ વિષયો પર્યાવરણ જાગૃતિ
અભિયાન યોજાય છે. આ વર્ષે ‘‘ ટકાઉ આજીવીકા માટે વનો‘‘ વિષય પર શાળાઓમાં રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ અભિયાન યોજાશે. આ કાર્યક્રમ
ગુજરાતમાં વિકસત ,નહેરુ ફાઉન્ડેશન ફોર ડેવલોપમેન્ટ અમદાવાદની
નોડલ એજન્સીના નેતૃત્વમાં ડાંગ જિલ્લાની ૧૧ પ્રાથમિક શાળાઓ તથા ૧૧ માધ્યમિક શાળાઓ
મળી કુલ ૨૨ શાળાઓની પસંદગી આ રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ અભિયાન માટે થઇ છે. જે
ડાંગ શિક્ષણ વિભાગ માટે ગૌરવની વાત છે.
જેમાં બોરખલ, સાપુતારા,
લીંગા, કાકશાળા, શિંગાણા, સામગહાન , સુબિર, મહાલપાડા, આહવા, ખાતળ માધ્યમિક શાળાઓ તેમજ ટીંમ્બરગાથા, ડુંગરડા, સાપુતારા, વાહુડીયા, રાજેન્દ્રપુર, માળગા, માલેગામ, વઘઇ, નડગચોંડ, આંબાપાડા, વઘઇ વિગેરે પ્રથમિક શાળાઓ
રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ અભિયાન માટે પસંદ થઇ છે. જેમાં પ્રા.શાળાઓમાં
રૂ.૫૦૦૦/- અને માધ્યમિક શાળાઓમાં
રૂ.૮૦૦૦/-ની ગ્રાન્ટ વિકસત, નહેરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ , અમદાવાદ દ્વારા ફાળવવામાં આવશે.
આ શાળાના ૨૨
શિક્ષકો, ૧૧૦૦ વિદ્યાર્થીઓ આ
રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ અભિયાનમાં કાર્ય શિબિર, તાલીમ , જાહેર સભા, રેલી, પદયાત્રા, પ્રવચન , ફિલ્મ –શો, નાટક, સાંસ્કૃતિક કાર્યક્રમ,
સ્પર્ધાઓ, પ્રદર્શન, બેનર ઝુંબેશ, સાહિત્ય વિતરણ જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે. આ અંગે માર્ગદર્શન માટે
શાળાઓની પસંદગી માટે ડાંગ સરકારી માધ્યમિક શાળાના ડી.વી. મોરે અને રમેશભાઇ
ટંડેલેનો સંપર્ક સાધવો.
રાજય
કક્ષાના સહકાર મંત્રીનો પ્રવાસ કાર્યક્રમ
ડાંગ
જિલ્લાના પ્રવાસે રાજય કક્ષાના સહકાર, રમત-ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના
મંત્રીશ્રી ઇશ્વરભાઇ પટેલ આવી રહયા છે. તેમના નિયત થયેલા પ્રવાસ કાર્યક્રમ પ્રમાણે
તા.૩૦/૦૩/૨૦૧૨ના રોજ રાત્રીના ૮-૦૦ કલાકે આહવા ખાતે આવી સરકીટ હાઉસ ખાતે રાત્રી
રોકાણ કરશે. તા. ૩૦/૦૩/૨૦૧૨ ના રોજ જિલ્લા પંચાયતની બાજુમાં રંગ ઉપવન આહવા ખાતે
બપોરે ૨-૦૦ કલાકે આયોજીત યશોદા એવોર્ડ તથા કન્યા નિધિ સહાય વિતરણ કાર્યક્રમમાં
હાજરી આપી સાનુકુળતાએ ભરુચ જિલ્લાના હાંસોટ તાલુકાના કુડાદરા જવા રવાના થશે.
૩૧મીમાર્ચે આહવા ખાતે મહિલા સંમેલન યોજાશે
માતા જશોદા એવોર્ડ તથા કન્યા કેળવણી નિધી પુરસ્કારો અપાશે
આહવાઃ રાજયના
મહીલા અને બાળવિકાસ વિભાગ તથા સંકલીત બાળ વિકાસ યોજના કચેરી આહવા દ્વારા તારીખ
૩૧/૦૩/૨૦૧૨નારોજ રંગ ઉપવન આહવા ખાતે બપોરે ૧-૦૦ કલાકે મહિલા સંમેલનનું આયોજન
કરવામાં આવ્યું છે. જેમાં રાજય કક્ષાના રમત ગમત યુવા અને સાંસ્કૃતિ મંત્રીશ્રી ઇશ્વરભાઇ પટેલના
હસ્તે જિલ્લા તથા ઘટક કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર તથા તેડાગર
બહેનોને મળી ૧૮ મહિલા લાભાર્થીઓને માતા થશોદા એવોર્ડ વિતરણ તેમજ મુખ્યમંત્રીશ્રી
કન્યા કેળવણી નિધીમાં ૧૧ લાભાર્થી કન્યાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
આ પ્રસંગે
સંસદ સભ્ય તથા ધારાસભ્યશ્રી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઉપસ્થિત રહેશે.
જિલ્લા કલેકટરશ્રી પી.કે.સોલંકી અને
જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ માંજુએ આ પ્રસંગે સૌ કોઇને ઉપસ્થિત રહેવા જણાવ્યું
છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો