વડોદરા
નારીશક્તિના આદરપૂર્ણ સશક્તિકરણના રાજ્ય સરકારના
આયોજનના ભાગરૂપે આવતીકાલ શનિવાર તા.૩૧/૩/૨૦૧૨ના રોજ કેલનપુર સ્થિત દાદા
ભગવાન મંદિરના પરિસરમાં શહેર-જિલ્લાના મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેનો પ્રારંભ બપોરના ૧-૦૦ વાગ્યે થશે.
આ સંમેલનમાં પ્રવાસન રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ
સુખડિયા,સંસદીય સચિવશ્રી યોગેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત અધ્યક્ષા સુધાબેન પરમાર, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ
મહાનુભાવોના હસ્તે વડોદરા શહેર તેમજ જિલ્લાની આંગણવાડીઓની ૧૧૪ કર્મનિષ્ઠ
કાર્યકર બહેનોને માતા યશોદા એવોર્ડસથી સન્માનીત કરવામાં આવશે.આ ઉપરાંત ૧૫૦
તેજસ્વી કન્યારત્નોને મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધીમાંથી વિઘોત્તેજક
સહાયનું અને કુલ ૧૪૩ રમત વીરાંગનાઓને ખેલ પ્રતિભા એવોર્ડસનું વિતરણ કરવામાં
આવશે.
સાવલી ખાતે સિવિલ કોર્ટની નવી ઇમારત બંધાશે
વડોદરા
સાવલી ખાતે રાજ્ય સરકારે સિવિલ કોર્ટની નવી ઇમારત
બાંધવાનું આયોજન કર્યું છે.તેના નિર્માણ કાર્યનો ભૂમિપૂજન સમારંભ રવિવાર તા.૧લી
એપિ્રલ,૨૦૧૨ના રોજ સવારના ૯-૩૦ કલાકે સાવલી-વડીયા રોડ પર આઇ.ટી.આઇ.પાસે ફાળવેલી જગ્યાએ પિ્રન્સિપાલ ડિસ્ટ્રીક્ટ
જજશ્રી કે.કે.ભટ્ટ, ન્યાયાધીશશ્રીઓ તેમજ બારના સદસ્યોની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો છે.
કપુરાઇ રેલવે ગરનાળા પાસે અજાણ્યા પુરુષનું મરણ
વડોદરા
ગુરુવાર તા.૨૯/૦૩ના રોજ સાંજના સમયે કપુરાઇ રેલવે
ગરનાળા પાસે અંદાજે ૪૦ વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનું મરણ થયું છે.મૃતક રંગે
શ્યામ વર્ણનો અને પાતળા બાંધાનો છે. તેણે શરીર પર લાલ રંગનું શર્ટ અને કથ્થાઇ
રંગનું પેન્ટ પહેરેલાં છે.તેના વાલીવારસોને વાડી પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું
છે.
એ વાહનમાલિકોએ સુધારેલા દરે નેશનલ પરમીટની ફી ભરવી પડશે
વડોદરા
વાહન વ્યવહાર કમિશનરશ્રી, ગાંધીનગરની સૂચના
અનુસાર ગુડ્ઝ વાહનો માટેની નેશનલ પરમીટની સુધરેલ વાહન દીઠ વાર્ષિક ફી રૂા.
૧૫૦૦૦/-ના રૂા. ૧૬૫૦૦/- કરવામાં આવ્યા છે.
વધુમાં જણાવવાનું કે જો કોઇ અગાઉ તા.૨૮/૩/૨૦૧૨ સુધીમાં કચેરીથી મેળવેલ ચલણ
તા.૩૦/૩/૨૦૧૨ પછી સ્ટેટ બેન્કમાં ભરવા જશે તો તેઓને તા.૧/૪/૨૦૧૨ની અસરથી સુધારેલ
ફીના ધોરણ મુજબ નાણા ભરવાના રહેશે. જેની મોટરિંગ પબ્લિકને અત્રે જાણ કરવામાં આવે
છે.
ભાવિ પઢીને બચાવવા બાયો ડાયવર્સિટીનું
સંરક્ષણ અને સંવર્ધન જરૂરી - શ્રી બી.એન.શ્રીવાસ્તવ
આણંદ ખાતે બાયો ડાયવર્સિટી જનજાગૃતિ
પરિસંવાદ યોજાયો
ગુજરાત બાયો ડાયવર્સિટી બોર્ડ-ગાંધીનગર દ્વારા સામાજિક
વનીકરણ વિભાગ-આણંદના સહયોગથી આણંદ ખાતે યોજાયેલ ગુજરાત બાયો ડાયવર્સિટી જનજાગૃતિ
પરિસંવાદ-૨૦૧૨ને ગુજરાત બાયો ડાયવર્સિટી બોર્ડના ચેરમેન બી. એન. શ્રીવાસ્તવે દીપ
પ્રગટાવીને ખુલ્લો મૂક્યો હતો.
પ્રાસંગિક ઉદ્બોધનમાં બી. એન. શ્રીવાસ્તવે
વનસ્પતિમાં નાના તણખલાથી માંડી નાના-મોટા અને ધટાદાર વૃક્ષો અને વેલાઓ, સુક્ષ્મમાં સુક્ષ્મ
જીવ-જંતુઓથી માંડી તમામ પાલતુ અને વન્ય પ્રાણી-પક્ષીઓ, દરિયાઇ સૃષ્ટિ, ફળ-ફુલ અને તમામ પાકો
વગેરે આપણી જૈવિક સમૃધ્ધિ છે. જેને અંગ્રેજીમાં બાયો ડાયવર્સિટી તરીકે ઓળખવામાં
આવે છે. ભાવિ પેઢીને બચાવવા બાયો ડાયવર્સિટીનું સંરક્ષણ અને સંવર્ધન કરવું જરૂરી
છે.
જૈવિક વિવિધતાઓના જતન અને રક્ષણ માટે અમલી
બાયોલોજીકલ ડાયવર્સિટી એકટ-૨૦૦૨ની જાણકારી આપતાં શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે
દેશના જૈવિક સંશાધનોની જાળવણી,તેના સંરક્ષણ અને સાતત્યપૂર્ણ ઉપયોગ કરવા તથા લુપ્ત થવાના આરે આવેલ જૈવિકોના
સંરક્ષણ-સંવર્ધનના પ્રયત્નો હાથ ધરવા તેમજ પૂર્વમંજૂરી વિના અને બેરોકટોક રીતે
જૈવિક વિવિધતાનો ઉપયોગ થતો રોકવા વગેરે બાબતોની બાયોલોજીકલ ડાયવર્સિટી એકટ-૨૦૦૨માં
જોગવાઇ કરવામાં આવ છે.
શ્રીવાસ્તવે જૈવિક વિવિધતાને સમાજનું અવિભાજ્ય અંગ ગણાવતાં
બાયોલોજીકલ ડાયવર્સિટી એકટના અસરકારક અમલીકરણ માટે વહેલામાં વહેલી તકે ગામે ગામ
જૈવિક વિવિધતા વ્યવસ્થા સમિતિ (બાયો ડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટિ)ની રચના કરી જૈવિક સંશાધનોનો વ્યાપારિક
ધોરણે થતા ઉપયોગોમાંથી ગામના ઉત્થાનમાં સહભાગી થવા ઉપર ભાર મૂકયો હતો.
આ પરિસંવાદના અતિથિ વિશેષપદેથી ગુજરાત રાજય બાયો
ડાયવર્સિટી બોર્ડ-ગાંધીનગરના સભ્ય સચિવ ડૉ. એ. પી. સિંગે બાયો ડાયવર્સિટીના
સંરક્ષણની અગત્યતા સમજાવતા જણાવ્યું હતું કે બાયો ડાયવર્સિટી (જૈવિક વિવિધતામાં) વન, વન્ય સૃષ્ટિ, ખેતીવાડી, બાગ-બગીચા, ઉઘાનો દરિયાઇ સૃષ્ટિ, પશુઓ, નરી આંખે જોઇ ન શકાય
તેવા જીવ-જંતુઓ, સૂક્ષ્મ બેકટેરિયા-વાયરસ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામને સજીવ સૃષ્ટિ અને
માનવ જીવનથી અલગ ન પાડી શકાય.
અનેક વનસ્પતિઓ, વૃક્ષો, જીવ-જંતુઓ, પ્રાણી-પશુઓ પર્યાવરણીય સમતુલા તથા તેના આડેધડ
ઉપયોગથી લુપ્ત થવાના આરે છે.તેની જાળવણી અને સંવર્ધનની ચિંતા માટે ૧૯૯૨માં
બ્રાઝીલમાં યોજાયેલ અર્થસમીટમાં ૧૯૩ દેશોએ ભાગ લીધો હતો. જેમાં જૈવિક વિવિધતા
ધરાવતા દેશોના સાર્વભૌમ હક્કો નક્કી કરવામાં આવ્યા છે એમ જણાવી ડૉ. એ. પી. સીંગે
ઉમેર્યું હતું કે ભારતમાં જૈવિક વિવિધતાના રક્ષણ સંવર્ધન માટે બાયો
ડાયવર્સિટી એકટ ધડવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ગુજરાત સરકારે ગુજરાત બાયો
ડાયવર્સિટી બોર્ડની રચના કરી ગુજરાત બાયો ડાયવર્સિટી રૂલ્સ-૨૦૧૦ બનાવ્યો છેજેને
આણંદ ઉપરાંત પંચમહાલ,દાહોદ, સાબરકાંઠા અને ગાંધીનગર એમ પાંચ જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેકટ રૂપે અમલી બનાવાયો
છે.
જૈવિક વિવિધતાના સંરક્ષણ માટે હૈદરાબાદ ખાતે આગામી
ઓકટોબર-૨૦૧૨માં વર્લ્ડ કોન્ફરન્સ ઓન બાયો ડાયવર્સિટી યોજાશે એમ ડૉ.સીંગે વધુમાં
ઉમેર્યું હતું.
આ પરિસંવાદમાં ખાસ ઉપસ્થિત બાયો ડાયવર્સિટી બોર્ડના
પૂર્વ સભ્યસચિવ અને વન સંરક્ષક (વર્કીગ પ્લાન) જુનાગઢ એન.એસ.યાદવે જણાવ્યું હતું કે જૈવિક વિવિધતા ન હોય તો
માનવજીવન શક્ય નથી. માનવજીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા જૈવિક વિવિધતાનું સંરક્ષણ
કરવું અનિવાર્ય છે.
જૈવિક વિવિધતાનું સંરક્ષણ થાય, તેનું સંવર્ધન થાય અને
તેમાં સામાજીક જાગૃતિ આવે તે માટે બાયોલોજીકલ ડાયવર્સિટી એકટ ખૂબ જ આર્શીવાદરૂપ
બની રહેશે તેમ જણાવી શ્રી યાદવે જૈવિક સ્રોતોનું વ્યાપારીકરણ થઇ રહ્યું છે તેમાંથી
ગ્રામકક્ષાની બાયો ડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટિને પણ આવક મળી રહેશે અને તેના
સંરક્ષણ સંવર્ધન માટે વધુ જાગૃત-સજાગ બનશે તેમ ઉમેર્યું હતું.
આ પ્રસંગે સામાજીક વનીકરણ વિભાગ-આણંદના નાયબ વન
સંરક્ષક સી.કે.સોનવનેએ બાયો ડાયવર્સિટી એકટના અસરકારક અમલ માટે પાયલોટ
પ્રોજેકટરૂપે આણંદ તાલુકાની પસંદગી થઇ છે તેમ જણાવી તમામ ગામોમાં બાયો ડાયવર્સિટી
મેનેજમેન્ટ કમિટિની રચના કરવામાં આવશે જેમાં કૃષિ યુનિવર્સિટી,સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ
વગેરેનો સહયોગ લેવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
આ પ્રસંગે ગોધરાના પર્યાવરણપ્રેમી શ્રી ગઢવી તથા
વિઘાનગર નેચર કલબના શ્રી ધવલ પટેલે પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે વેટરનરી કોલેજના ડૉ. આર.જે.જાનીએ બાયો
ડાયવર્સિટીનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે અનેક જીવજંતુઓ અને પ્રાણીઓ, પક્ષી સૃષ્ટિ લુપ્ત થઇ
રહી છે ત્યારે આ સૃષ્ટિના સંવર્ધન અને સંરક્ષણ માટે સમાજે સજાગ થવાની જરૂર છે.
આ પરિસંવાદમાં કૃષિ યુનિવર્સિટી-આણંદના ડૉ. જાડેજા
વિશ્વમાં જૈવિક વિવિધતા ધટી રહી છે તે અંગે ચિંતા સાથે જીવો અને જીવવા દો સૂત્રને
અપનાવવાની અપીલ કરતા જણાવ્યું હતું કે જૈવિક વિવિધતા એ કુદરતનો અમૂલ્ય ખજાનો છે
તેનું જતન કરવાની આપણા સૌની જવાબદારી છે. જૂના સમયમાં ગ્રામીણ ખેડૂતો પાકની લણણી
કરી ખળામાંથી જીવજંતુઓ, પક્ષીઓ પશુઓ અને ગામના ગરીબજનો માટે ભાગ પાડી બાકીનું અનાજ પોતાના ધરે લઇ જતા
તે જ સૂચવે છે કે માનજ જીવનમાં જૈવિક વિવિધતાનું ખૂબ જ મહત્વ રહેલું છે.
પ્રારંભમાં મદદનીશ વન સંરક્ષક ડી.બી.ત્રિવેદીએ
સ્વાગત પ્રવચન જયારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.કે. ગુપ્તાએ આભારદર્શન કર્યું હતું.
આ પરિસંવાદમાં જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમના નિયામક
દેસાઇ, આણંદ તાલુકાના સરપંચશ્રીઓ, પ્રાણી-પક્ષી અને પર્યાવરણ પ્રેમીઓ, વન ખાતાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
ગોધરા ખાતે
વિશ્વ ક્ષય દિવસની ઉજવણી
પંચમહાલમાં
૧૮૪૦ ક્ષયના દર્દીઓ સારવાર હેઠળ છેલ્લા દસ વર્ષમાં ૧૭,૧૨૬ દર્દીઓ
ક્ષય રોગથી મુક્ત થયા
ગોધરા,
પ્રાચીન સમયથી રાજ રોગ
ગણાતો રોગ એટલે ક્ષય (ટી.બી.) નો રોગ એ
મહારોગ તરીકે ગણાતો હતો પરંતું આ રોગના જીવાણુંની શોધ ફ્રેન્ચ વૈજ્ઞાનિકશ્રી રોબર્ટ કોક્સ દ્વારા ૧૩૦ વર્ષ
પહેલા ૨૪ મી માર્ચ ૧૮૮૨ ના રોજ કરાઇ હતી તેની યાદમાં દર વર્ષે ૨૪ મી માર્ચને વિશ્વ
ક્ષય દિન તરીકે ઉજવવામાં આવે છે. ટી.બી.ના જીવાણુંનું નામ ટ્યુબરકલ બેસીલસ નામ
અપાયું છે. જેની ઉપરથી ક્ષય રોગનું ટુકુ નામ ટી.બી. છે
પંચમહાલ જિલ્લામાં વર્ષ
૨૦૧૧ માં ૧૬૯૧૪ જેટલા શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી તેમાંથી ૧૮૪૦
ક્ષયના દર્દીઓ મળી આવ્યા હતા આ દર્દીઓ સારવાર હેઠળ છે. તે પૈકી ૧૭૧૯ દર્દીઓ ચેપ
મુક્ત બન્યા છે.
જ્યારે છેલ્લા દસ વર્ષમાં પંચમહાલ જિલ્લામાં ૧૭,૧૨૬ જેટલા દર્દીઓને ક્ષય રોગ મટી
ગયો છે. જેમાં વર્ષ ૨૦૦૦ માં ૭૦૬, ૨૦૦૧ માં ૧૧૬૮, ૨૦૦૨ માં ૧૨૦૦, ૨૦૦૩ માં ૧૪૮૧, ૨૦૦૪માં ૧૬૭૭, ૨૦૦૫માં ૧૬૧૪, ૨૦૦૬માં ૨૦૬૭, ૨૦૦૭માં ૧૯૦૨, ૨૦૦૮માં ૧૮૪૩, ૨૦૦૯માં ૧૭૮૪, ૨૦૧૦માં ૧૬૮૪ નો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૧ ના ૧૮૪૦ દર્દીઓ
સારવાર હેઠળ છે. પંચમહાલ જિલ્લામાં એક જિલ્લા ક્ષય કેન્દ્ર આવેલું છે તેમાં
જિલ્લા ક્ષય અધિકારી તરીકે ર્ડો. એચ.વી. પરમાર સેવા આપે છે. આ ઉપરાંત ગોધરા, હાલોલ, શહેરા, સંતરાપુર, મોરા, ઘોઘંબા, કડાણા, મળી કુલ સાત ટી.બી યુનિટ આવેલા
છ તે પૈકી સંતરાપુર, મોરા, ઘોઘંબા અને કડાણાએ ટ્રાયબલ
ટી.બી. યુનિટ તરીકે કામ કરે છે. ટી.બી.
નિદાન માટે આદિજાતી વિસ્તારમાં ૫૦ હજારની વસ્તીએ એક ડી.એમ.સી. અને અન્ય સમાજની એક લાખની વસ્તી
દીઠ એક ડી.એમ.સી. કાર્યરત છે. પંચમહાલ જિલલામાં હાલમાં ૩૭ ડી.એમ.સી. (ડેઝીગ્નેટડ
માઇકોસ્કોપી સેન્ટર) કાર્યરત છે.
પંચમહાલ જિલ્લામાં દર્દીઓને નિયમિત સારવાર મળી રહે
તે હેતુથી ડોટસ પધ્ધતિથી સારવાર આપવવામાં આવે છે. આ ડોટસ પધ્ધતિમાં દર્દીઓને
આરોગ્ય કાર્યકરની રૂબરૂમાં ટી બી ની ગોળીઓ ગળાવવા માં આવે છે. જેથી આ પધ્ધતિ
માં ૯૫
ટકા સફળતા મળે છે. જિલ્લામાં ૨૯૧૦
જેટલા ડોટસ સેન્ટર કાર્યરત છે. ડોટસ પધ્ધતિ આવવાથી ક્ષય નો રોગ ઝડપ થી મટાડી શકાય છે.
એક અંદાજ મુજબ ભારત માં દરવર્ષ ૧૯ લાખ ૮૦ હજાર લોકેને ટીબીનો રોગ થાય છે. તે પૈકી ૨ લાખ
૭૬ હજાર દર્દી મૃત્યુ પામે છે.દુનિયાના પાંચમા ભાગના ટી.બી.ના દર્દીઓ
ભારતમાં છે .ત્રણ લાખ બાળકો તેમના માતા પિતા ની બિમારીના કારણે અભ્યાસ છોડી દેવો
પડે છે.એક લાખ મહિલા ઓને તેમના કુટુંબ દ્રારા ક્ષય રોગ ને લીધે ત્યજી દેવામાં આવે
છે. અને અન્ય ચેપી રોગ કરતાં ટી.બી.ના કારણે પુખ્ત વયના લોકોને મૂત્યુ દર વધુ
છે. આમ ક્ષય રોગ (ટીબી) ના કારણે દેશના સામાજિક અને આર્થિક વિકાસ ને અવળી અસર થાય
છે. અને આ ક્ષય ના રોગના લીધે દર વર્ષ ભારત દેશને રૂા. ૧૩ હજાર કરોડનુ નુકશાન થાય
છે. ચાલો આપણે પહેલુ સુખ તે જાતે નર્યા ઉકિત ને સાર્થક કરીએ અને વ્યસન મુકત બની
પોષક આહાર લઇ એ અને ક્ષય રોગના લક્ષણો જણાય તો ડોટસ સારવાર લઇએ ક્ષયના રોગના
લક્ષણો માં સતત તાવ આવવો,ગળફા પડવા, ગળફામાં લોહી-પરૂ,શરીર ગળતર થવુ જેવા લક્ષણો મુખ્ય છે. આવા લક્ષણો જણાયતો
નજીકના ટીબી યુનિટ કે ડી.એમ સી. માં તપાસ કરાવીને તાત્કાલિક સારવાર કરાવી એ
આડોશી-પાડોશી ને પણ ક્ષયના રોગના લક્ષણ જણાય તો જાણકારી આપીએ સારવાર માટે માહિતી
અને માર્ગદર્શન આપી અને મહા રોગ ગણાતા ક્ષય રોગથી મુક્ત બનીએ અને દેશના સામાજિક
આર્થિક વિકાસ માં સહયોગ આપી એ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો