ભૂમિ પટેલની ફાઇલ તસવીર
અમદાવાદ : રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલનું આજે દુ:ખદ નિધન થયું છે. કચ્છની ધરતી નિર્માણ પામેલી આ સ્ત્રી સ્વતંત્રા પરની ફિલ્મમાં ભૂમિ પટેલે ડાન્સરની ભૂમિકા ભજવી હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ ભૂમિને કેન્સર હતું અને તેની સામે લડતા લડતા તે જંગ હારી ગઈ છે. જોકે, આ અહેવાલના પગલે ગુજરાતી ફિલ્મના કલાકારોમાં શોકનુ મોજું છવાઈ ગયું છે.
ગત વર્ષે રાષ્ટ્રીય ફિલ્મનો શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીતેલી હેલ્લારો ફિલ્મમાં ડાન્સરની ભૂમિકા ભજવનાર અભિનેત્રી ભૂમિ પટેલનું આજે વહેલી સવારે નિધન થયું હતું. તેમના નજીકના વર્તૂળોમાંથી મળતી માહિતી મુજબ ભૂમિને કેન્સર હતું. ભૂમિ બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહી હતી અને તેની સારવાર પણ કરવામાં આવી હતી. જોકે, અંતે કેન્સરની સામે અભિનેત્રીએ દમ તોડી નાંખ્યો હતો. ગુજરાતી ફિલ્મ જગતમાં ટૂંક સમયમાં આ બીજી કરૂણ ઘટના બની હતી.
ઉલ્લેખીય છે કે તાજેતરમાંજ ગુજરાતી ફિલ્મ જગતાના મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયા અને તેમના મોટા ભાઈ અને વોઇસ ઑફ લતાનું બિરૂદ પામેલા મહેશ કનોડિયાનું પણ નિધન થયું હતું. નરેશ કનોડિયાનું કોરોનાના કારણે જ્યારે મહેશ કનોડિયાનું ઉંમરના લીધે અવસાન થયું હતું ત્યારે ગુજરાતી સિનેમાંમાં એક શ્રેષ્ઠ ફિલ્મમાં પોતાના નૃત્ય થકી નામના મેળવનારી ભૂમિના નિધનથી કલા જગતમાં શોકનો માહોલ છે.
સારથી પ્રોડક્શન્સ અને હરફનમૌલા ફિલ્મ્સ પ્રસ્તુત ‘હેલ્લારો’ ને ભારત સરકારના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ટોચનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ફિલ્મમાં અભિનય કરનાર 13 અભિનેત્રીઓને સ્પેશિયલ જ્યૂરીનો બેસ્ટ એક્ટ્રેસ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. આ બંને એવોર્ડ જીતનાર ‘હેલ્લારો’ પહેલી ગુજરાતી ફિલ્મ છે.
(સાભાર- News18 Gujarati)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો