ગોંડલ તા.28 (જીતુભાઇ આચાર્ય દ્વારા)
જલ્સાઘર બની ચર્ચાસ્પદ બનવાં પામેલી ગોંડલ સબજેલ માં બે માસ પુર્વે અમદાવાદ ની જડતી સ્કોડ દ્વારા ચેકીંગ હાથ ધરી મોબાઈલ,ડોંગલ,રોકડ સહીત જેલ માં અનઅધિકૃત પ્રવેશી બાહુબલી કેદીઓ સાથે ભોજન ની મિજબાની માણી રહેલાં છ શખ્સો સામે ફરીયાદ થયાં ની ઘટનાં માં જેલ તંત્ર દ્વારા રહી રહી ને જેલ ને જલ્સાઘર બનાવનાર જેલર ડી.કે.પરમાર તથાં પાંચ સિપાઇઓ ને સસ્પેન્ડ કરાયાં છે.જડતી સ્કોડ ની રેડ વેળાં જેલ માં ચાલતી ગેરરીતીઓ બહાર આવી હોય અને સ્કોડ ની હાજરી માં જ અનઅધિકૃત મુલાકાતીઓ ને જેલ નો દરવાજો ખોલી દઇ ભગાડી દેનારા ગેઇટ પર નાં સિપાઇ ને તે વેળા જ સસ્પેન્ડ કરી દેવાયો હતો.હવે જેલર સહીત અન્ય પાંચ સિપાઇઓ ને સસ્પેન્ડ કરાયાં છે.ગેંગસ્ટર નિખીલ દોંગા ને જેલ માં તમામ સવલતો પુરી પાડવામાં જેલર પરમાર નો મહત્વનો રોલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યાં બાદ સીટી પોલીસ માં જેલર ડી.કે.પરમાર સામે ફરીયાદ થવાં પામી હતી.જેલરે અદાલતમાં આગોતરાં જામીન અરજી કરી હતી પણ અદાલતે નામંજૂર કરી હોય છેલ્લા દોઢ માસ થી જેલર પરમાર પોલીસ પક્કડ થી દુર ભુગભઁ માં ઉતરી ગયાં છે.હવે જેલ તંત્ર દ્વારા જેલર ને સસ્પેન્ડ કરી દેવાયાં હોય સબજેલ પ્રકરણ વધું ચકચારી બન્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો