અનુયાયીઓ

શુક્રવાર, 24 મે, 2013

KASHYAP JOSHI JETPUR

KASHYAP JOSHI JETPUR

KASHYAP JOSHI JETPUR

KASHYAP JOSHI JETPUR

KASHYAP JOSHI JETPUR

KASHYAP JOSHI JETPUR

સંરક્ષણપ્રધાન એન્ટોની મારા ગુરુ છે : રાહુલ ગાંધી

સંરક્ષણપ્રધાન એન્ટોની મારા ગુરુ છે : રાહુલ ગાંધી: કોગ્રેસના યુવરાજ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી માટે સંરક્ષણપ્રધાન એ. કે. એન્ટોની ગુરુ સમાન છે. રાહુલ ગાંધી માને છે કે તેને હજુ પણ...

કડાણા જળાશયના ઉપરવાસ અને નીચવાસના ગામ લોકો જોગ સુચના

ચાલુ વર્ષે ૨૦૧૩ની સિંચાઇ માટે કડાણા જળાશયમાં પાણી ભરવાનું હોવાથી ચોમાસાની ઋતુ શરૂ થતાં કડાણા જળાશયમાં પાણીનો સંગ્રહ તેની પૂર્ણ જળાશય એટલેકે ૧૨૭.૭૦ મીટર સુધી કરવામાં આવશે. તેની જાહેર જનતાએ નોંધ લેવી.

ઉપરોકત પરિસ્‍થિતિ ધ્‍યાનમાં લઇ બંધના ઉપરવાસમાં જળાશય વિસ્‍તારમાં ખેતી તેમજ અન્‍ય પ્રવૃત્‍તિ કરવી નહી તેમજ ઢોર, ઢાંખરને આ વિસ્‍તારથી દૂર રાખવા. કડાણા જળાશયમાં પાછલા ઠેલાથી અસર પામતા વિસ્‍તારમાં વસેલા લોકોને પણ સલામત સ્‍થળે ખસી જવા વિનંતી કરવામાં આવે છે. તેજ રીતે બંધની ઉપરવાસમાં ચોમાસા દરમ્‍યાન વધુ વરસાદને કારણે જળાશયમાં પૂર આવવાના સંજોગો ઉપસ્‍થિત થાય તેવા સમયે બંધના દરવાજા ખોલીને નદીમાં પાણી જરૂરીયાત અનુસાર બંધની નીચવાસમાં છોડવામાં આવશે. જેથી નદીના કિનારે નીચવાસના વિસ્‍તારના રહેવાસીઓને ધોબીકામ, ખેતી તેમજ નદીના પટમાં કોઇપણ જાતની બીજી પ્રવૃત્તિ ન કરવા તમામ લાગતા વળગતા સૌને નોંધ લેવા કાર્યપાલક ઇજનેરશ્રી જે.સી.ચૌધરી કડાણા વિભાગ નં.-૧, દિવડા કોલોનીની એક યાદીમાં જણાવાયું છે.

૨૮-મે ના રોજ એન.કે.હાઇસ્કુલ- પેટલાદ ખાતે જોબફેર યોજાશે

જિલ્લા રોજગાર કચેરી-આણંદ દ્વારા આયોજીત જોબફેર તા. ૨૮/૦૫/૨૦૧૩ના રોજ એન.કે. હાઇસ્કુલ, પેટલાદ ખાતે યોજાનાર જોબફેરમાં એચ.એસ.સી.અને સ્નાતક થયેલા તથા કોમ્પ્યુટર અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે. 

આ જોબફેરમાં ડીપ્લોમાં-મીકેનીકલ, ઇલેકટ્રીકલ, ઇન્સ્ટ્રુમેન્ટ, આઇ.ટી.આઇ.-ફીટર, વેલ્ડર, વાયરમેન, ટર્નર, સી.એન.સી. ઓપરેટર, પી.પી.ઓ, ઇલેકટ્રીશ્યન તથા કોઇપણ ગ્રેજ્યુએટ તથા બી.એસ.સી. કેમીસ્ટ હોય તેઓ આ જોબફેરમાં ભાગ લઇ શકશે.

વધુ વિગત માટે જિલ્લા સેવા સદન, રૂમ નં.૨૫, ૨૬ જિલ્લા રોજગાર કચેરી, આણંદનો તથા ઇ-મેઇલ એડ્રેસ eoanand@yahoo.com  સંપર્ક કરવા જણાવાયું છે.

પંચમહાલ જીલ્‍લા રજીસ્ટ્રાર શ્રી જિતેન્દ્રભાઇ જી. પંડયાને સારી કામગીરી બદલ ટીમ પ્રોજેકટ અન્વયે જિલ્‍લા કક્ષાનો રૂ. ૧૫ હજારનો રોકડ પુરસ્કાર મળ્યો કુલ ૭ હજાર બાળકોના નામે રૂ. ૧.૭૫ કરોડનું બચત ફંડ એકત્ર થયું

જિલ્‍લા રજીસ્ટ્રારશ્રી જિતેન્દ્રભાઇ જી.પંડયાને સારી કામગીરી બદલ ટીમ પ્રોજેકટ હિંમતનગરની પસંદગી થતાં જિલ્‍લા કક્ષાનો રૂા. ૧૫ હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો છે. જિલ્લા રજીસ્ટ્રારશ્રી જે.જી પંડયાએ હિંમતનગર ખાતે ત્રણ વર્ષ પહેલાં ઇડર તાલુકામાં બાળ ગોપાલ શરાફી મંડળીની શરૂઆત કરી હતી આ યોજના હેઠળ બાળકના જન્મની સાથે જ બચત યોજનાની શરૂઆત કરવામાં આવે છે અને બાળકના ધેર બાળ ગોપાલ શરાફી મંડળી દ્વારા લોકવાળી બચત પેટી આપવામાં આવે છે. દર માસે મંડળીનો એજન્ટ ધેર જઇ બાળ ગોપાલ બચત પેટી ખોલીને બચત થયેલ રકમ લઇ પાસબુકમાં તે રકમની જમા એન્ટ્રી કરે છે.

તરણ વર્ષમાં આ યોજનાને ઇડર તાલુકાના ગામોમાં ખુબજ સારો પ્રતિસાદ મળતાં કુલ ૭ હજાર જેટલાં બાળકોની નોંધણી સાથે રૂ. ૧ કરોડ ૭૫ લાખનું બચત ફંડ જમા થયું છે. આ બચતની રકમ વ્‍યાજ સહિત બાળકની ઉંમર ૧૮ વર્ષ થાય એટલે તે બાળકના નામે પરત કરવામાં આવે છે. આ બચતની રકમ રાષ્‍ટ્રીયકૃત બેંકોમાં ફીકસ ડીપોઝીટ કરવામાં આવે છે.

રાજય સરકારે જિલ્લા કક્ષાએ પસંદ થયેલ પાંચ પ્રોજેકટ પૈકી હિમંતનગર જિલ્‍લાની બાળ ગોપાલ શરાફી મંડળીની ટીમ પ્રોજેકટ તરીકે પસંદ થયેલ છે. બાળકના જન્મની સાથે જ તે બાળકના નામે બચત કરવાની આ અનોખી યોજના અન્ય જિલ્‍લાઓ માટે અનેરૂ ઉદાહરણ પુંરૂ પાડે છે.

કેરવાડાના ખેડૂત મલેક રશીદ હુસેનનું જલબેરાની ખેતી ક્ષેત્રે સાહસ

ભરૂચઃ- આમોદ તાલુકાના કેરવાડા ગામના ખેડૂતોના પુરૂષાર્થ ધ્વા રા ખેતીમાં કરવટ બદલી છે. આજે નવીનત્તમ પધ્ધનતી અપનાવી સ્વ નિર્ભર થયા છે. એવા પ્રગતિશીલ ખેડૂત શ્રી મલેક રશીદહુશેન જાકુમીયાની  ફળદાયી વાત છે. આ પહેલા બાપદાદઓની પરંપરાગત ચાલતી આવતી ચીલાચાલુ ખેતી કરતાં હતાં. આવકમાં પણ કઇ મળતું ન હતું. તેઓએ પોતે મનોમન વિચાર કર્યો કે જો ખેતીમાં મહત્તમ લાભ લેવો હોય તો ડ્રીપ ઇરીગેશન પધ્ધતતિ અપનાવવી. તેમને મક્કમતાથી રાજ્ય્ સરકારની સહાયથી બે એક્કર જમીનમાં ગ્રીન હાઉસ ઉભું ર્ક્યું  છે. જેમાં જલબેરા ફુલની ખેતી કરવાનો નિヘય ર્ક્યોંિ છે. પાણી મોળું હોવાથી રૂા.૪.૩૦ લાખના ખર્ચે આર.ઓ. પ્લાનન્ટ  ઊભો ર્ક્યોછ છે જે જલબેરા રોપાઓને પાણી આપી શકાય. સંપૂર્ણ ડ્રીપઇરીગેશન પધ્ધરતિ અપનાવી છે. સારી એવી આવક મળી રહેશે તેવી ધારણા છે.
કેરવાડાના ખેડૂતશ્રી મલેક રશીદહુશેન જાકુમીયાએ એક મુલાકાતમાં જણાવ્યું  હતું કે, રાજ્યડ સરકારના બાગાયત ખાતામાંથી માર્ગદર્શન મળવાથી આજે મારી બે એકર જમીનમાં ગ્રીન હાઉસ ઉભું ર્ક્યુંા છે. જેમાં જલબેરા રોપાઓનું વાવેતર કરી જેમાંથી જલબેરા ફુલોનું ઉત્પાસદન થશે તે પેકેટ કરીને દિલ્હીજ, હરિયાણા અને મુંબઇના માર્કેટમાં ૫૦૦-૫૦૦ ના બોક્સપમાં મોકલવામાં આવશે. જેમાં સારી એવી આવક મળશે તેવી મને આશા છે.

ડ્રીપઇરીગેશથી ઇખરના ખેડૂતે કેપ્સી  કમ મરચીના પ્લાીન્ટીમાં અનોખી સફળતા મેળવી.

ભરૂચઃ- આમોદ તાલુકાના ઇખર ગામના ખેડૂતોના પુરૂષાર્થ ધ્વાલરા ખેતીમાં કરવટ બદલી છે. આમ તો શરૂઆતથી જ ખેતીમાં કંઇક નવીન કરવાની તમન્નાલ હતી. એવામાં કૃષિ મહોત્સરવના આયોજન થયું જેના લીધે નવીનત્તમ ખેત પધ્ધીતી અપનાવી સ્વ નિર્ભર થયા છે. આ પહેલા પરંપરાગત ચાલતી આવતી ખેતી કરતાં હતાં. આવક પણ ઓછી મળતી હતી. તેઓએ પોતે મનોમન વિચાર કર્યો કે જો ખેતીમાં મહત્તમ લાભ લેવો હોય તો ડ્રીપ ઇરીગેશન પધ્ધસતિ અપનાવવી અને થોડીથોડી ડ્રીપથી બાગાયતી ખેતી કરી સારા પ્રમાણમાં ફાયદો થયો. રાજય સરકારના કૃષિલક્ષી અભિગમને લીધે વૈજ્ઞાનિક ખેતી વિષે અવારનવાર માર્ગદર્શન મળતુ રહયું અને બાગાયતની ખેતી ડ્રીપથી કરી સારૂ ઉત્પાધદન મેળવી આવકમાં સારો એવો ફાયદો થયો છે. આજે ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં સારી એવી નામના મેળવી અન્યો ખેડૂતો માટે દીવાદાંડી બની રહયા છે.
ઇખરના ખેડૂત શ્રી રફીકભાઇ સેવાભાઇ પટેલની અઢી એકર જમીન છે. કેપ્પીર કમ મરચી પ્લાખન્ટર અને ડ્રીપ માટે રાજ્ય  સરકાર તરફથી સહાય લીધેલ છે. તેમના નેટ હાઉસમાં જેમાં ખાસ કરીને કેપ્સીી કમ મરચી સુરતના માર્કેટમાં વેચાણ થાય છે. વાર્ષિક ૨૫ થી ૩૦ લાખ જેટલી આવક થઇ છે.
આજે ઇખરના ખેડૂતે તેમની મહેનત અને ધગશથી આધુનિક ખેતી પધ્ધચતિ અપનાવી ખૂબજ પ્રગતિ કરી છે જે પ્રેરાઇને જિલ્લાઓના ખેડૂતોમાં સારી એવી નામના મેળવી છે.
ઇખર ગામના ખેડૂતશ્રી રફીકભાઇ સેવાભાઇ  પટેલ જણાવે છે કે રાજય સરકારના કૃષિલક્ષી અભિગમને લીધે કૃષિલક્ષી જાણકારી મળતાં આધુનિક ખેતી તરફ પ્રયાણ કર્યું છે. ડ્રીપઇરીગેશનથી આવકમાં વધારો થયો છે. કેપ્સી્ કમ મરચીનું નવતર પ્રયોગથી વાવેતર કરતાં આવકમાં વધારો થયો છે. બીજી સીઝનમાં કેપ્સીી કમ મચ્ચીકનો પ્લારન્ટા બનાવ્યોક છે.                 .

રીંગણના પાકમાં રોકડી આવક પ્રાપ્ત  કરતા ઇખર ગામના ખેડૂતશ્રી ઇલ્યાચસભાઇ મઠાર

ભરૂચઃ- ભરૂચ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ ડ્રીપ ઇરીગેશન થકી ધાર્યું ઉત્પાકદન મેળવી રહયા છે. જેમાં આમોદ તાલુકાના ઇખર ગામના ખેડૂતશ્રી ઇલ્યા સભાઇ મઠારની વાત છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામના રહીશ શ્રી ઇલ્યાૂસભાઇ મઠારે દોઢ એકરની જમીનમાં રીંગણની ખેતી કરી છે. આ જમીનમાં આ અગાઉ જુની ઢબથી પાક કરવામાં આવતો હતો. તેનું ઉત્પાહદન નહિવત પ્રમાણમાં મળતું હતું. એવામાં કૃષિ પધ્ધટતિ વિશે માર્ગદર્શન મળતાં દોઢ એકર જમીનમાં રીંગણનું વાવેતર કરેલ છે.
રીંગણની ખાસીયત એ છે કે બે દિવસના આંતરે રીંગણનો તોડવાનું ચાલુ થાય છે. ૫ કિવન્ટીલ રીંગણ નીકળે છે. રાશ ભાવ રૂા. ૨૦૦ થી ૩૦૦ રહે છે. દર ત્રીજે દિવસે ૩ થી ૪ હજારની આવક થાય છે. લગ્નની સીઝનમાં સારા પ્રમાણમાં આવક મળી રહે છે. ઉપરાંત ડ્રીપ ઇરીગેશન પધ્ધગતિ અપનાવેલ છે. શાકભાજી જેવા પાકો લઇ મહત્તમ ઉત્પાપદન લઇ મુંબઇ અને સુરત માર્કેટમાં વેચાણ કરી આર્થિક પગભર થયા છે. રીંગણની ખેતી વિશેનો અભિપ્રાય આપતાં ઇખર ગામના ખેડૂતશ્રી ઇલ્યારસભાઇ મઠારે માહિતી ખાતાની એક ટીમની મુલાકાતમાં જણાવ્યુંખ હતું કે ડ્રીપઇરીગેશન પધ્ધમતિ અપનાવી રીંગણની ખેતીમાં ધાર્યું ઉત્પામદન મેળવે છે. સાથે-સાથે આર્થિક લાભ તો થયો છે. આજુબાજુના ગામના ખેડૂતો પણ રીંગણની ખેતી લેવા આવે છે. ડ્રીપ ઇરીગેશન પધ્ધકતિથી ઓછા ખર્ચે વધુ ઉત્પાોદન અને પાણીની બચત થાય છે.

શાકભાજીની ખેતીમાં રૂા.૫ લાખની આવક મળવાની આશા વ્યનક્તધ કરતાં ઇખરના ખેડૂત મહંમદ મુસાભાઇ.

ભરૂચઃ- આમોદ તાલુકાના ઇખર ગામના ખેડૂતશ્રી મહંમદ મુસાભાઇ ઉર્ફે બાબુભાઇ જણાવે છે કે, આ પહેલા  બાપ દાદાઓની પરંપરાગત ચાલતી આવતી ચીલાચાલુ કપાસ-તુવેર ખેતી કરતાં હતાં. આવકમાં પણ કંઇ ઉપજ મળતી ન હતી અને ખેતી કરવાની જાણકારી ન હોવાને લીધે ઉત્પાહદન પણ ઓછુ મળતું હતું. પરંતુ રાજય સરકાર ઘ્વાનરા કૃષિ મહોત્સનવનું આયોજન થયું જેનાથી કૃષિલક્ષી જાણકારી અને માર્ગદર્શન મળવાથી આજે શાકભાજીની ખેતી કરી સારૂ ઉત્પા દન મેળવી આવકમાં સારો એવો ફાયદો થયો છે.
ઇખરના ખેડૂતશ્રી મહંમદ મુસાભાઇની ૩ એકર જમીનમાં કોબીજની ખેતી કરી છે. આજે કોબીજના દડા થયેલ છે. જે સારો એવો ફાયદો મળી રહેશે તેવી આશા વ્યથક્તક કરી છે. અંદાજિત ૧ વિઘામાં ૨૫ થી ૩૦ કિવન્ટવલ કોબીજ થવાનો સંભવ છે. જે સુરત માર્કેટમાં ૨૦૦ થી ૩૦૦ નો બજાર ભાવ મળી રહેશે. રૂા.૩ લાખની આવક મળી રહેશે.
ઇખરના ખેડૂતશ્રી મહંમદ મુસાભાઇ જણાવે છે કે વર્ષોથી ખેતી કરૂ છું. પહેલા અન્યમ પાકો પકવતા હતાં. પણ ખાસ આર્થિક ઉપાર્જન મળતું ન હતું પરંતુ રાજય સરકારે છેલ્લા દસ વર્ષથી કૃષિ મહોત્સંવનું આયોજન હાથ ધર્યું છે. જે મારા જેવા નાના-સીમાંત ખેડૂત માટે આર્શીવાદરૂપ સાબિત થયો છે.         

ઇખરના ખેડૂતશ્રી મકબુલહુશેન ખંખારાનો બાગાયત ખેતી તરફ પ્રયાણ.

ભરૂચઃ- ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામના ખેડૂતો પાસે ખેતીલાયક જમીન હોવા છતાં ખેડૂતોએ આકાશી ખેતી ઉપર નિર્ભર રહેવું પડતું હતું. ચીલા-ચાલુ ખેતીમાં ખાસ ઉત્પા દન પણ નહિવત  હતું. તેમ છતાં આમોદ પંથકના ખેડૂતો નિરાશ ન થતાં ખેતી ક્ષેત્રે કંઇક નવીન ખેત પધ્ધતતિ કરવાની કમર કસી છે રાજય સરકારના કૃષિ મહોત્સ્વના આયોજનને લીધે છેલ્લા દસ વર્ષથી ખેડૂતોમાં ખેતીમાં નવો પ્રાણ ફૂકાયો છે. આધુનિક ખેતી તરફ વળી ખેતી કરવાની નેમ વ્ય કત કરી આ ખેડૂતોએ ઘેર બેઠા ગામમાં મળેલુ કૃષિલક્ષી માર્ગદર્શન આજે ખેડૂતોમાં આર્શીવાદરૂપ સાબિત થયું છે. આ પહેલા ગામના ખેડૂતો ચીલા ચાલુ ખેતી કરતા હતા. ઉત્પાુદન પણ ઓછુ મળતું હતું. આજે રાજય સરકારના કૃષિલક્ષી અભિગમને લીધે ખેડૂતોએ વૈજ્ઞાનિક ખેતી કરવા પ્રેરાયા છે.
આમોદ તાલુકાના ઇખર ગામના મકબુલહુશેન ઇબ્રાહીમ ખંખારાએ રાજ્યી સરકારના સહાયથી વૈજ્ઞાનિક ઢબથી એક એકરમાં ખીરા, કાકડીનું ગ્રીન હાઉસ બનાવ્યું  છે. જેનાં ૧૦ થી ૧૨ હજાર છોડવાઓની ખીર, કાકડી તૈયાર કરી છે. આ છોડવાઓની જાળવણી કરી પોતાની ૧ એકર જમીનમાં ખીર, કાકડીનું વાવેતર કરી આવતી સીઝનમાં મહત્તમ ઉત્પાીદન મળી રહેશે આવકમાં પણ સારો ફાયદો થશે.
ઇખરના ઉત્સાઞહી ખેડૂતશ્રી મકબુલભાઇ ઇબ્રાહીમ ખાંખરે એક મુલાકાતમાં જણાવ્યુંમ હતું કે અત્યા ર સુધી અમે ચોમાસામાં નવરા બેસી રહેતા હતા. પરંતુ કૃષિ મહોત્સંવના માર્ગદર્શનથી ખીરા અને કાકડીનું નેટ હાઉસ બનાવ્યું  છે. જેમાંથી આવક સારી મળી રહેશે. વધુમાં કહયું હતું કે મારા જેવા ખેડૂતો ખેતીમાં ઝંપલાવશે તો ચોકકસ ગુજરાતની સમૃધ્ધિકમાં વધારો થશે. જેથી તમામ મારા જેવા ખેડૂતોએ સંદેશ આપતા જણાવે છે કે ખેતી જેવી બીજી કંઇ શકિત નથી.

ભરૂચ - અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્‍તારમાં વિકાસના પ્‍લાન અંગે વિવિધ સંસ્‍થા અને નાગરિકો સાથે બેઠક તા.૨૯ મી મે ના રોજ કલેક્‍ટર કચેરીના સભાખંડમાં સવારે ૯:૦૦ કલાકે બેઠક મળશે.

ભરૂચઃ- ગુજરાત રાજ્‍ય સરકાર ધ્‍વારા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળની(બૌડા) રચના કરવામાં આવી છે. જે ભરૂચ તથા અંકલેશ્વર નગરો ઉપરાંત ૮૯ અન્‍ય ગામડાઓને સમાવેશ કરે છે. બૌડાનો કુલ વિસ્‍તાર ૬૨૫ ચો.કી.મી. થાય છે. ઉપરોક્‍ત ધારામાં કરવામાં આવેલ જોગવાઇ મુજબ બૌડાએ નિયત સમયમાં તેના વિસ્‍તાર પુરતો વિકાસ નકશો બનાવવાનો રહે છે. આ કામગીરી એસ.એ.આઇ. કન્‍સલ્‍ટીંગ એન્‍જીનિયર્સ પ્રા.લી., અમદાવાદને સોંપવામાં આવી છે. જે ૬ માસના ટુંકા સમયમાં પુરી કરશે.

ગુજરાતમાં નગરોનું આયોજન આ સદીઓથી થતું આવ્‍યું છે. નગર આયોજનની પ્રક્રિયાને કાયદાકીય સ્‍વરૂપ અને ૧૯૧૫ માં ધી બોમ્‍બે ટાઉન પ્‍લાનીંગ એક્‍ટ-૧૯૧૫ ધ્‍વારા આપવામાં આવ્‍યું ત્‍યારથી આ પ્રક્રિયા વણથંભી ચાલી રહી છે. ગુજરાત નગર આયોજન અને શહેરી વિકાસ સત્તામંડળોની રચના કરવામાં આવી છે. લોકોનો સાથ સહકારથી જ વિકાસની પ્રક્રિયાથી નગરનો વિકાસ બને છે.

આયોજન પુર્વે લોકોની અને ખાસ કરીને સત્તામંડળમાં રહેતા રહેવાસીઓની સમસ્‍યાઓ, મુશ્‍કેલીઓ તથા તેમનો વિકાસની અપેક્ષાઓનો તળસ્‍પર્શી અભ્‍યાસ આવશ્‍યક બને છે. નગરમાં અને ગામડાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે. જેમકે વેપાર અને વાણિજ્‍ય, ઔદ્યોગિક ઉત્‍પાદન, વાહનવ્‍યવહાર, મકાનોનું બાંધકામ, સામાજીક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક અને આરોગ્‍યની પ્રવૃત્તિઓ, આનંદ પ્રમોદ વિગેરેનો સમાવેશ થાય છે. આ તમામ પ્રવૃત્તિઓનો ઘનિષ્‍ઠ અને સંલગ્ની વિકાસ થાય તે માટે વિવિધ સંસ્‍થાઓ, એકમોનો સંપર્ક સાધી તેમની પાસેથી માહિતી, વિચાર તથા કલ્‍પનાઓને જાણવું આવશ્‍યક બને છે. સદર હેતુ માટે બૌડા ધ્‍વારા વિવિધ સંસ્‍થાઓ જેમકે ચેમ્‍બર ઓફ કોમર્સ, વાહન વ્‍યવહાર સાથે જોડાયેલી સંસ્‍થાઓપ સામાજીક અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, સ્‍થપતિઓ, ઇજનેરો, જમીનના વેંચાણમાં ભાગ લેતી વ્‍યક્‍તિઓપ શહેર અને ગામડાઓના પ્રજાના પ્રતિનિધિઓ વિગેરેને તા.૨૯/૫/૨૦૧૩ ના રોજ આમંત્રિત કરવામાં આવ્‍યા છે. જેમાં તેઓ તેમના તથા નગરના મંતવ્‍યો પ્રશ્નો, સમસ્‍યાઓ, ભવિષ્‍યના આયોજનો અને તેની વિકાસ પર થનારી અસર, આયોજનમાં ધ્‍યાનમાં રાખવા જેવી બાબતોની વિવિધ વિસ્‍તૃત ચર્ચા અને છણાવટ કરશે. આ ચર્ચામાં ભાગ લેવા ૪ ભાગ પાડવામાં આવ્‍યા છે. જેમાં ઔદ્યોગિક એકમો, ચેમ્‍બર ઓફ કોમર્સ, વેપાર વાણિજ્‍યની સંસ્‍થાઓ, સ્‍થપતિ, ઇજનેર તથા જમીન લે-વેંચની વ્‍યક્‍તિઓ, ટ્રક ડ્રાઇવર, ખાનગી બસના માલિકો વિગરે, સામાજીક અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ જેમકે રોટરી, લાયન્‍સ કલબ વિગેરેનો સમાવેશ થાય છે.

ભરૂચ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે.

ભરૂચઃ- રોજગાર ભરતીમેળા સપ્તાહની ઉજવણી નિમિત્તે તા.૨૮/૫/૨૦૧૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાહુલ ચેઇન પ્રા.લી., નર્મદાનગર, ભરૂચ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ફીટર, એ.ઓ.પી., ઇલેકટ્રીશન, મશીન ઓપરેટર તેમજ હેલ્‍પરની ભરતી થશે તેમ રોજગાર અધિકારી ભરૂચની એક યાદીમાં જણાવ્‍યું છે.

બીલપુડી ખાતેના કૌશલ્‍ય વર્ધન તાલીમ કેન્‍દ્રમાં પ્રવેશ મેળવવો છે ?

વલસાડઃ- વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી ખાતે ગુજરાત સરકાર દ્વારા ચલાવાતા કૌશલ્‍ય વર્ધન કેન્‍દ્ર ખાતે ઉપલબ્‍ધ જુદા જુદા અભ્‍યાસક્રમોમાં પ્રવેશ મેળવવાની ઉમદા તક પ્રાથમિક તથા માધ્‍યમિક શિક્ષણ અધવચ્‍ચેથી છોડી ગયેલા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્‍ધ થઇ છે. સંસ્‍થા તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર બીલપુડી ખાતે સપ્‍ટેમ્‍બર, ર૦૧૦થી શરૂ કરાયેલા કૌશલ્‍ય વર્ધન કેન્‍દ્રમાં હાલ ઇલેક્‍ટ્રીક્‍લ, ગારમેન્‍ટ્‍સ ફેબ્રિકેશન, બ્‍યુટીપાર્લર તથા એમ્‍પાવર : બેઝીક કોમ્‍પ્‍યુટર કોર્ષ (બી.સી.સી.) જેવા ટૂંકાગાળાના કોર્ષ ચાલી રહ્યા છે. જેમાં પ્રવેશ મેળવી, તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને સ્‍વરોજગારી માટે ખૂબ જ ઉપયોગી એવુ ગુજરાત સરકારનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. આ કોર્ષ માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલા, અપંગ તથા બી.પી.એલ. કાર્ડધારકોને ટયુશન ફીમાંથી મુક્‍તિ આપવામાં આવે છે. જ્‍યારે અન્‍ય ઉમેદવારોને નહિવત એવી માસિક રૂા.પ૦/- ટયુશન ફીથી તાલીમ આપવામાં આવે છે. બીલપુડીના આ કૌશલ્‍ય વર્ધન તાલીમ કેન્‍દ્ર ખાતે પ્રવેશ મેળવવા ઇચ્‍છુક એવા ઉમેદવારોએ શ્રી કે.આર.ટંડેલ, કો-ઓર્ડિનેટરનો મોબાઇલ નંબર : ૯૨૭૪૩ ૦૯૫૦૭ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.

નનકવાડાની ૨૫ વર્ષિય યુવતિ સંતાન સાથે ગુમ થઇ

વલસાડઃ- વલસાડ શહેરના નનકવાડા ખાતે રહેતી ૨૫ વર્ષિય યુવતિ નામે શીલ્‍પા ભુપતભાઇ ધનજીભાઇ કોઠારી, તેના બે વર્ષના સંતાન સાથે ગુમ થઇ છે. વલસાડના નાયબ પોલીસ અધિક્ષક તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્‍યા અનુસાર શીલ્‍પા ભુપતભાઇ ધનજીભાઇ કોઠારી, રહે. જયગણેશ એપાર્ટમેન્‍ટ, નનકવાડા, વલસાડથી ગત તા.૧૭/૪/ર૦૧૩નાં રોજ બપોરના ૩:૩૦ના સુમારે પોતાના ઘરેથી, બજારમાં જાંઉ છું તેમ કહીને છોકરા સાથે કયાંક ચાલી જતા ગુમ થઇ છે, તે આજદિન સુધી મળી આવેલ નથી. ગુમ થનાર શરીરે મધ્‍યમ બાંધાની, રંગે ઘંઉવર્ણ, ઊંચાઇ પ ફૂટ, ડાબા હાથના કાંડા પાસે દાઝેલાનું નિશાન, મોઢુ લંબગોળ, વાળ અને આંખો રંગ કાળો છે. ગુમ થતી વખતે આ યુવતિએ કાળી જીન્‍સ અને કાળુ ટીશર્ટ પહેરેલ હતા. ગુમ થનાર યુવતિ ગુજરાતી અને હિન્‍દી ભાષા જાણે છે. તેણીની સાથે ગુમ થનાર બાળક (૧) નામે પ્રિન્‍સ, ઉ.વ.૨, રંગે ઘંઉવર્ણ, શરીરે પાતળા બાંધાનો છે. તેણે કાળારંગની પેન્‍ટ તથા પીળાકાળા રંગની લીટીવાળુ શર્ટ અને હાથમાં ચાંદીનું કડુ પહેરેલ હતા. આ વર્ણનવાળી યુવતિ તથા બાળકની ભાળ કે પત્તો મળે તો વલસાડ સિટી પોલીસ સ્‍ટેશનનો ફોન નંબર : ૦૨૬૩૨-૨૪૪૨૩૩ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.

વીર સાવરકર અને સ્‍વામી વિવેકાનંદના જીવનદર્શનની આવશ્‍યકતા અને ઉપયોગીતા પર વ્‍યાખ્‍યાનનું આયોજનઃ


સૂરતઃ સૂરત મહાનગરપાલિકા દ્વારા દિલ્‍હી વિશ્વ વિદ્યાલયના વરિષ્‍ઠ વ્‍યાખ્‍યાતા ડો.હરીન્‍દ્ર શ્રી વાસ્‍તવનું 'આજના સામાજિક અને રાજનૈતિક સંદર્ભમાં વીર સાવરકર અને સ્‍વામી વિવેકાનંદના જીવનદર્શનની આવશ્‍યકતા અને ઉપયોગીતા' વિષય પર મેયરશ્રી રાજેન્‍દ્ર દેસાઈના પ્રમુખ પદે આગામી તા.૨૮/૫/૨૦૧૩ના રોજ સાંજે ૭.૩૦ વાગે દ.ગુ.યુનિવર્સિટીના કન્‍વેન્‍સન હોલમાં વ્‍યાખ્‍યાનનું આયોજન કરવામાં આવ્‍યું છે.

અગ્નિદાહ સેવા કેન્‍દ્ર દ્વારા આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ યોજાશેઃ

સૂરતઃ બિનવારસી લાશની વિનામૂલ્‍યે ન્‍યાત-જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમક્રિયા કરતી સંસ્‍થા અગ્નિદાહ સેવા દ્વારા અત્‍યાર સુધીના અત્‍યેષ્‍ઠિ થયેલા બિનવારસી મૃતદેહોના આત્‍માની શાંતિ માટે સુરત શહેરના અગ્રણ્‍ય સેવાભાવી મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં સોની ફળિયાના આર્ય સમાજ મંદિરમાં તા.૨૬/૫/૨૦૧૩ના રોજ સવારે ૮.૩૦ થી ૯.૩૦ દરમિયાન યજ્ઞ રાખવામાં આવ્‍યો છે. આ પ્રસંગે કાર્યક્રમના પ્રમુખશ્રી વેડરોડ સ્‍વામિનારાયણ મંદિરના પ.પૂ.સદ્‌શ્રી પ્રભુચરણદાસજી સ્‍વામી, મુખ્‍ય મહેમાન ધારાસભ્‍યશ્રી આત્‍મારામભાઈ પરમાર, રાણા સમાજના પ્રમુખશ્રી કંચનભાઈ ચપડીયા તેમજ અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

લોકોના જાન માલની સલામતી માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રે૩ટનું જાહેરનામું: જાહેર સ્થનળે સીસીટીવી કેમેરા ગોઠવવા ફરજીયાતઃ

સૂરતઃ સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી આર.બી.બારડે જિલ્લાના સમગ્ર ગ્રામ્ય્ વિસ્તાસરમાં લોકોની સલામતી તેમજ જાન માલને થતું નુક્શારન અટકાવવાના ઉદ્‌ેશ્યલથી એક જાહેરનામું બહાર પાડયું છે. જે મુજબ સૂરતના ગ્રામ્યઆ વિસ્તાારમાં આવેલી તમામ બેકીગ સંસ્થાંઓ, એટીએમ સેન્ટારો, સોના- ચાંદી તથા હીરાના કિંમતી ઝવેરાત વેચનારી દુકાનો, શો રૂમ તથા શોપીંગ મોલ, થિયેટર, શોપીંગ સેન્ટ-રો, કોમર્શીયલ સેન્ટવરો, હોટલ, ગેસ્ટો હાઉસ, લોજીંગ બોડીંગ, ધર્મશાળા, અતિથિ ગૃહ, વિશ્રામ ગૃહ, તેમજ તમામ પેટ્રોલ પંપો તથા જ્યાંહ બહારના માણસોને રહેવાની સુવિધા પુરી પડાતી હોય તેવા સ્થગળો તથા બહુમાળી બિલ્ડીંાગો, મોટા ઓદ્યોગિક એકમો, મોટા ધાર્મિક સ્થ‍ળોના માલીકો/ ઉપભોક્તાબઓ/વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્થાળોએ પ્રવેશવાના તથા બહાર નિકળવાના દ્વાર ઉપર રિશેપ્શાન કાઉન્ટતર, લોબી, બેઝમેન્ટ , પાર્કિંગની જગ્યા  તથા જાહેર પ્રજા માટે જ્યાં  પ્રવેશ હોય ત્યાં  તમામ જગ્યા ઓમાં લોકોની હિલચાલને આવરી લે તેટલી સંખ્યામમાં સીસીટીવી કેમેરાની વ્ય્વસ્થાગ કરવાની રહેશે. સીસીટીવી કેમેરા સારી ગુણવત્તાવાળા, વધુ રેન્જનના નાઈટ વિઝનવાળા વીથ રેકોર્ડીંગ સીસ્ટહમ સાથેના (માણસોના ચહેરા સ્પીષ્ટજ ઓળખી શકાય તથા વાહનના નંબર વાંચી શકાય તેવા) ગોઠવવાના રહેશે. આ સીસીટીવીના રેકોર્ડીંગ ડેટા ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સંગ્રહ કરવાના રહેશે. આ સીસીટીવી કેમેરા સતત ૨૪ કલાક ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકો/ઉપભોક્તાઆઓ/વહીવટકર્તાઓની રહેશે. સીસીટીવી કેમેરા લગાવવા તથા સીક્યુ/રીટી ગાર્ડની વ્યેવસ્થાર હાલ હયાત તમામ એકમો પર ઉભી કરવાની રહેશે. જ્યાારે નવા શરૂ થતા એકમો પર વ્યીવસ્થાે કર્યા બાદ જ પોતાની કામગીરી શરૂ કરવાની રહેશે. આ હુકમનો અમલ ૧૯/૦૭/૧૩ સુધી રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


જિલ્લામાં પ્રાઇવેટ સેક્ટ/રના માલીકોએ તેમના કર્મચારીઓની વિગત પોલીસ સ્ટેભશનમાં આપવીઃ

સૂરતઃ ભુતકાળના બનાવોને ધ્યારને લઈ શહેરમાં શાંતી અને સલામતી જળવાઇ રહે  તે માટે સૂરત જ્લ્લિા ના અધિક જિલ્લા મેજીસ્ટ્રેેટશ્રી આર.બી.બારડે એક જાહેરનામું પ્રસિધ્ધ‍ કર્યું છે.
આ જાહેરનામા સમગ્ર ગ્રામ્યન વિસ્‍તારમાં આવેલા તમામ કારખાનેદારો, મકાન, બાંધકામ બિલ્ડેર્સ, ટેક્ષટાઇલ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ તથા અન્યો નાના-મોટા ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ પ્રાઇવેટ સેકટરના માલીકો/ મેનેજમેન્ટર સ્ટાદફ કે જેઓના યુનિટમાં કર્મચારીઓ , કારીગરો, મજુરો હાલમાં કામ ઉપર હોય તેવા અને હવે પછી કામ પર રાખવાના છે તેવા કાયમી, હંગામી, રોંજીદા કે કોન્ટ્રાવકટના કર્મચારી/ કારીગરો, મજુરોના નામ, સરનામા સાથેની નિયત કરેલી સંપૂર્ણ વિગતો તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટે્શનને આપવાની રહેશે. આ જાહેરનામું તા. ૧૯/૦૭/૨૦૧૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


જિલ્લામાં ટુ વ્હીેલર વાહનો લે-વેચ કરતી વખતે આટલી સૂચનાઓનું પાલન કરશોઃ

સૂરતઃ સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી આર.બી.બારડે એક જાહેરનામા દ્વારા જિલ્લાના સમગ્ર ગ્રામ્યા વિસ્તાારમાં નવા કે જુના ટુ વ્હીુલર લે-વેચ કરનાર, ભાડે આપનારાઓએ તથા તે અંગેની દુકાન ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોઓને આ પ્રકારના વાહનો વેચાણ કરતી વખતે આટલી સૂચનાનું પાલન કરવા જણાવાયું છે.
વેચાણકર્તાએ વાહન ખરીદનારને તેનું પુરૂ નામ, સરનામું, સંપર્ક માટે ટેલીફોન/મોબાઇલ નંબર સાથેનું બીલ આપવું અને સ્થુળપ્રત કબજામાં રાખવી, ઓળખ માટેના પુરાવા તરીકે ખરીદનાર ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્સત, પાન કાર્ડ, ઇલેકશન કાર્ડ, રેશનકાર્ડ, નોકરી કરતા હોય તો ત્યાં નું ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાાનું પ્રમાણપત્ર કે સ્થાીનિક અગ્રણીઓ જેવા કે મ્યુયનિસિપલ કોપોરેટરશ્રી, ધારાસભ્યથશ્રી, સાંસદશ્રી, કોઇ પણ રાજયપત્રિત અધિકારી તરફથી મેળવેલું ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પુરાવો ઓળખ માટે મેળવવાનો રહેશે. વેચાણબીલમાં વાહનોના ફ્રેમ નંબર, ચેસીસ નંબર અવશ્યો લખવા, વાહનો વેચાણકર્તાએ કોઇપણ પોલીસ અધિકારી તરફથી આ પ્રકારની માહિતી/રેકર્ડ ચકાસણી માટે માંગવામાં આવે ત્યાપરે રજુ કરવા જણાવાયું છે. આ જાહેરનામાનો અમલ તા.૧૯/૭/૨૦૧૩ સુધી  અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

તુરી બારોટ કલાકારોની સંસ્‍થા કે મંડળીને જુના નાટકો કરવા માટે એક લાખની આર્થિક સહાયઃ

સૂરતઃ રાજય સરકાર દ્વારા તુરી બારોટ કલાકારોની સંસ્‍થા/મંડળીને જૂના નાટકો કરવા માટે આર્થિક સહાય આપવાની યોજના અમલમાં છે. ગુજરાત રાજયમાં રહેતા તુરી બારોટ કલાકારોની ઓછામાં ઓછી પાંચ વર્ષથી કાર્યરત સંસ્‍થા/મંડળીને જૂના નાટકો કરવા માટે રૂા.૨૫ હજારની આર્થિક સહાય તથા વધુમાં વધુ પાંચ શો દીઠ રૂા.૧૫ હજાર મળી કુલ રૂા. એક લાખની સહાય આપવામાં આવશે. નાટકમાં કામ કરતા કલાકારો તુરી-બારોટ સમાજના હોવા જરૂરી છે. તેમજ નાટક અથવા જુના વેશ-પરંપરાગત હોવા આવશ્‍યક છે. આ યોજનામાં રસ ધરાવતી સંસ્‍થા/મંડળીઓ પાસેથી તા.૧૦/૬/૧૩ સુધીમાં ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીની કચેરી, બ્‍લોક નં.૯/૧લો માળ, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને મેળવી  તા.૨૦/૬/૨૦૧૩ સુધીમાં આ સરનામે મળી જાય તે રીતે મોકલી આપવાનું રહેશે. વધુ વિગતો માટે ફોન નં.૦૭૯-૨૩૨ ૫૧૬૯૩ પર અકાદમીનો સંપર્ક સાધવો.

વાણિયાવાડીની પરિણીતા ઘર છોડી ચાલી ગઇ

રાજકોટ

રાજકોટ શહેરમાં વાણિયા વાડી ખાતે રહેતા ચંદ્રેશભાઇ ચાવડાની ૩૧ વર્ષની પત્ની હંસાબેન તા. ૧૬-૫-૧૩ના સાંજના પાંચેક વાગ્યે કોઇને કહ્યા વિના ક્યાંક ચાલ્યા ગયા છે. તે શરીરે મધ્યમ બાંધાની, રંગે ઘઉં વર્ણની  છે. તેના વિશે કોઇ માહિતી મળે તો ભક્તિનગર પોલીસ સ્ટેશનને ફોન નંબર ૦૨૮૧-૨૩૯૧૦૫૮ ઉપર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

બ્રહ્માણીનગરની ખોવાયેલ યુવતી વિષે ભાળ આપવા અનુરોધ.

રાજકોટ
બ્રહ્માણી હોલની બાજુમાં, બાલાજી સીમેન્‍ટના વંડામાં, રાજકોટ ખાતે રહેતા વશરામભાઇ ભુસડીયાની ૧૮ વર્ષી ઉંમરની પુત્રી અનીતા ગત તા.૭.૫.૨૦૧૩ના રોજ ગુમ થઇ છે. મધ્‍યમ બાંધાની અને વાને ઘઉંવર્ણી આ યુવતીએ પાંચમા ધોરણ સુધી અભ્‍યાસ કર્યો છે. અને ગુમ થતી વખતે સફેદ ડ્રેસ પહેર્યો છે. તેમના અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેર તાલુકા સ્‍ટેશનના ફોન નં-૦૨૮૧ ૨૪૭૪૫૯૬ અથવા ખોવાયેલ યુવતીના પિતાને ૯૯૧૩૦૮૫૮૧૦ નંબર પણ જાણ કરવા યાદીમાં જણાવાયું છે.

નગર(મહાનગર) પાલિકાઓ માટે જાહેર નોટીસ રાજકોટ

નદીઓમાં, વરસાદી નાળામાં કે ઉદ્યોગોના ગંદા પાણીની પાઇપો કે ચેનલમાં સુવેજ કે ઘર વપરાશના પાણી શુધ્‍ધ કર્યા સિવાય જવા દેવા એ પર્યાવરણના કાયદાનો ભંગ છે. પૂરતી સંખ્‍યામાં સુવેજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન ચલાવવા પણ જરૂરી છે.

          એજ રીતે મ્‍યુનિસિપલ ઘનકચરાને રહેણાંકના ઘરો કે વ્‍યવસાયિક સ્‍થળોએથી એકત્ર કરવા માટે પૂરતી સંખ્‍યામાં કચરા પેટીઓ મૂકવી, તેમા એકત્ર થતો કચરો ઉઠાવીને નિયત જગ્‍યાએ પહોંચાડી ત્‍યાં તેનો યોગ્‍ય રીતે નિકાલ કરવો એ પણ નગરપાલિકાઓ/ મહાનગરપાલિકાઓની મ્‍યુનિસિપલ ઘનકચરો (વ્‍યવસ્‍થા અને જાળવણી) નિયમ-૨૦૦૦ અન્‍વયે જવાબદારી છે અને તેના ભંગ બદલ પર્યાવરણ સુરક્ષા ધારા ૧૯૬૮ની કલમ-૧૫ અન્‍વયે દંડ અને શિક્ષાને પાત્ર ગુનો બને છે.

          ઉપરોકત બધી બાબતોની સ્‍થાનિક સત્તાવાળાઓને કાયદાકીય રીતે જાણ હોવા છતાં અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અવારનવાર તેમનું ધ્‍યાન દોરવા છતાં આ બાબતમાં પાલન અહેવાલો જોવા મળતા ન હોવાથી રાજયના તમામ મ્‍યુનિસિપલ કમિશ્નરશ્રીઓ, મેયરશ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ તથા પ્રમુખશ્રીઓનું આ જાહેર નોટીસ દ્વારા ફરીથી ધ્‍યાન દોરવામાં આવે છે અને આ અંગેની બોર્ડ દ્વારા માગવામાં આવતી નિયત માહિતી નિયમિત મોકલી આપવા જણાવવામાં આવે છે.

          ઉપરોકત બાબતે બોર્ડ દ્વારા માગવામાં આવતી નિયત માહિતી ન મળે કે કાનૂન ભંગ જોવા મળે તે સંજોગોમાં બોર્ડને કાયદાકીય પગલા ભરવા પડી શકે છે એની ગંભીરતાથી નોંધ લેવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્‍ય સચિવ શ્રી કે.સી. મિસ્‍ત્રીની યાદીમાં જણાવાયું છે.

દાહોદ જિલ્લા માહિતી કચેરી ખાતેથી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૩ મળી શકશે.

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજયના માહિતી ખાતા ધ્વારા ધો. ૧૦ અને ધો-૧૨ પછીના અભ્યાસક્રમો અને કારકિર્દીનો માહિતી સભર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૩ પ્રગટ કરવામાં આવ્યો છે. આ વિશેષાંક રૂા.૨૦/- ની કિંમતે જિલ્લા માહિતી કચેરી, ભોંયતળીયે, જિલ્લા સેવા સદન, છાપરી, ઝાલોદરોડ, દાહોદ ખાતેથી ચાલુ દિવસે કચેરી સમય દરમ્યાન  મળી શકશે.

ગાદીકયારાથી અને ડ્રીપથી ધરૂ ઉછેર કરી ફેર રોપણી કરતાં ૧ વીધામાં ૬૦ મણ તમાકુંનું ઉત્પાદન મેળવે છે- આણંદ તાલુકાના ગામ-કુંજરાવના દિપેનકુમાર શાહ


વાત છે કુંજરાવના દિપેનકુમાર શાહની, ઉંમર- ૩૭ વર્ષ, અભ્યાસ - બી.કોમ, વ્યવસાય - ખેતી છે. તેઓ જણાવે છે કે હું ૬૦ વિધા જમીન ધરાવું છું. અમારા ગામના ૩૦ સભ્યો આત્મા પ્રોજેકટમાં જોડાયેલા છે અને તેમાં હું ગૃપ લીડર છું અને ફાર્મસ કલબનો પ્રમુખ પણ છું. અમે આત્મા પ્રોજેકટની ઓફિસમાં અવાર નવાર સંપર્કમાં રહીને ખેતી અંગે નવી નવી ટેકનોલોજી જાણકારી મેળવીએ છીએ. અમે બેંગલોર ખાતે એકપોઝલ વિઝીટ પણ કરેલ છે. હું જૂની પરંપરાગત પધ્ધતિથી સપાટ કયારાથી તમાકુ ધરૂવાડીયું કરતો હતો. પરંતું જયારથી હું આત્મા પ્રોજકેટમાં જોડાયેલ છું ત્યારથી વારંવાર આત્મા કચેરીના સતત સંપર્કમાં રહેતા તમાકુમાં ગાદીકયારાથી ધરૂવાડીયું કરવાની પ્રેરણા મળી ત્યારથી હું દર વર્ષે તમાકુંનું ધરૂવાડીયુ ગાદી કયારાથી ધરૂવાડીયું કરૂં છું. મારો અનુભવ કહે છે કે તમાકુંમાં ગાદીકયારાથી ધરૂ કરવાથી ૭૫ ટકા થી વધુ તમાકુના તંદુરસ્ત છોડ મળે છે. કારણ કે ગાદીકયારા કરવાથી પાણીનો ભરાવો રહેતો નથી અને માટીનું ધોવાણ થતું અટકે છે. જેથી તમાકુના છોડમાં કોહવારો લાગતો નથી અને જરમીનેશન વધુ થાય છે. મજુરીનો ખર્ચ ધટે છે. ઉત્પાદનમાં પણ સારો ફાયદો થાય છે. ૨૦ ગુંઠાના ધરૂવાડીયામાં ગાદીકયારાથી ધરૂ ઉછેરતા એક લાખ રૂપિયાથી વધુ તમાકનું ધરૂ ઉછેર કરીને વેચાણ કર્યુ. ૬૦ વિધા જમીનમાં તમાકુની રોપણી કર્યા બાદ પણ એક લાખ રૂપિયાનું ધરૂ આજુબાજુના ગામ વિસ્તારના ખેડૂતોને ધરૂનું વેચાણ કરેલ છે. આઇ.બી.એન.એમ. વિશે જાણકારી મેળવી તેનો ઉપયોગ ડ્રિપ સાથે તમાકુમાં કરવાથી તમાકુનો ટેસ્ટ દમદાર મળે છે. કોકડવાની અસર નહિવત જોવા મળે છે અને ઉત્પાદન સારૂં મળે છે. તમાકુનું ધરૂ તૈયાર થયા બાદ અમે ફેરરોપણી પણ ગાદીકયારા પધ્ધતિથી રોપણી કરેલ જેથી જયારે પણ માવઠું થાય કે કમોસમી વરસાદ આવે ત્યારે તમાકુમાં પાણીનો ભરાવો થતો નથી. અને બે પાળા વચ્ચે અંતર વધુ રહેતા ખાતર પુખવામાં અનુકુળતા રહે છે તથા પીલા કાઢવામાં / ખાખરી વીણવામાં નિદામણ કરવામાં અનુકુળતા રહે છે. પહેલા કે ફલડ ઇરીગેશનથી તમાકું પકવતો હતો ત્યારે ૧ વિધામાં ૨૫-૩૫ મણ ઉત્પાદન મળતુ નથી. પરંતું ગાદીકયારાથી અને ડ્રીપથી ઉછેર કરી ગાદીકયારા પધ્ધતિ મુજબ ફેર રોપણી કરતા ૫૫ થી ૬૦ મણ તમાકુનું ઉત્પાદન મેળવેલ છે. આમ પરંપરાગત પધ્ધતિથી વાવેતર કરવાથી જનરલ ખેડૂતોનું ઉત્પાદન ૨૫-૩૫ મણ મળે છે. જેની જગ્યાએ ડ્રીપ અને ગાદીકયારા તમાકુનું ઉત્પાદન ૫૫ થી ૬૦ મણ મળેલ છે. બીજું મે એક નવીન રીત જાતે પ્રયોય કરેલ છે. તમાકુમાં ખુટણી કરવાની જગ્યાએ રફુ સુતરી ખુટણીની જગ્યાએ બાંધી આ સુતરી બાંધવાથી ઓકસીન નામનું તત્વ જે પીલા બનાવવા માટેનું કારણ છે તે ઉપર જમા થઇ જાય છે. જેથી પીલા ઓછા થાય છે. જેના લીધે તમાકુનું ઉત્પાદન વધે છે. ખેતી ખર્ચ ધટે છે. હાલ આણંદ કૃષિ.યુનિ.ના બી.ટી.આર.એસ. વિભાગમાં પણ વૈજ્ઞાનિકોના સહકારથી અખતરા ચાલું છે.   

પશુ આરોગ્ય મેળા અભિયાન અંતર્ગત ખંભાત તાલુકામાં ૭ પશુ આરોગ્ય મેળા યોજાયા ૬૦૭ પશુપાલકોએ લાભ લીધો/૧૭૬૫ પશુઓને સારવાર આપવામાં આવી

આણંદ

સમગ્ર રાજયમાં તા.૧૪/૦૫/૨૦૧૩ થી કૃષિ મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત કૃષિરથ ગામેગામ ફરી રહયો છે કૃષિ મહોત્સવ દરમિયાન આણંદ જિલ્લામાં પશુ આરોગ્ય મેળા યોજવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. તા. ૧૪/૦૫/૨૦૧૩ થી શરૂ થયેલ પશુ આરોગ્ય મેળામાં તા. ૨૦/૦૫/૨૦૧૩ સુધીમાં ખંભાત તાલુકાના ગામોમાં ૭ પશુ આરોગ્ય મેળા યોજવામાં આવ્યા હતા. જેમાં કુલ ૧૯ ગામડા આવરી લેવામાં આવેલ છે. આ પશુ આરોગ્ય મેળા દરમિયાન ૨૭૩ પશુઓને મેડીકલ સારવાર આપવામાં આવી, પશુઓની શસ્ત્રક્રિયા કરવામાં આવી, ૭૨૮ પશુઓને જાતિય આરોગ્ય ચકાસવામાં આવ્યું, ૭૫૭ પશુઓને કૃમિનાશક દવા આપવામાં આવી, ૧૨૦ પશુઓને કૃત્રિમ બીજદાન અને ૧૫ પશુઓને ખસીકરણ કરવામાં આવ્યું. આમ, કુલ ૧૭૬૫ પશુઓની સારવાર કરવામાં આવી છે. આ પશુઆરોગ્ય મેળા દરમિયાન ૪૧૯૨ પશુઓને એચ.એસ રસીકરણ આપવામાં આવી છે. જેમાં ૬૭ સ્ત્રી અને ૬૫૩ પુરૂષ મળી કુલ - ૭૨૦  પશુપાલક લાભાર્થીઓએ પોતાના પશુઓ સાથે ભાગ લીધો હતો. પશુ આરોગ્ય મેળામાં ૭૫૩ ગાય, ૯૦૦ ભેંસ, ૭ ધેંટા, ૧૦૫ બકરાં મળી કુલ ૧૭૬૫ પશુઓને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત ૭ પશુપાલન પ્રદર્શન પણ કૃષિ મહોત્સવ દરમિયાન ગામો ખાતે યોજવામાં આવ્યા હોવાનું પશુ ચિકિત્સા અધિકારી - ખંભાત દ્વારા જણાવ્યું છે.

રક્ષા શકિત યુનિવર્સીટી અમદાવાદ દ્વારા આણંદ ખાતે ૨૭ - મે ના રોજ સેમિનાર યોજાશે


આણંદ
/ખેડા/વડોદરા અને પંચમહાલ જિલ્લાના યુવાનો/વિઘાર્થીઓ/વાલીઓ ભાગ લઇ શકશે

આણંદ

આણંદ ખાતે સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ કેમ્પસ-ભાલેજ રોડ, આણંદ ખાતે ચંચળબા હોલમાં આગામી તા. ૨૭/૫/૨૦૧૩ ના સોમવારે સવારે ૯/૦૦ કલાકે રક્ષાશકિત યુનિવર્સીટી-અમદાવાદ દ્વારા આયોજિત અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમિનારનો હેતું વિઘાર્થીઓએ સંરક્ષણ દળમાં કારકિર્દી અને આંતરીક સુરક્ષા માટે ગુજરાત પોલીસ દળમાં કારકીર્દી થી વાકેફ થાય તે છે.

આ સેમિનારમાં ધો-૧૨ તથા સ્નાતક થયેલા આણંદ/ખેડા/પંચમહાલ અને વડોદરા જિલ્લાના વિઘાર્થીઓ તથા  યુવાનો/વાલીઓએ આ કાર્યક્રમમાં ભાગ લેવા રક્ષાશકિત યુનિવર્સીટી, આણંદ સેન્ટરના કો-ઓર્ડીનેટર બી.કે.નાણાવટીએ જણાવ્યું છે.

આ ઉપરાંત વિઘાર્થી મિત્રો શ્રી બી.કે.નાણાવટીના મોબાઇલ નંબર-૯૯૨૪૮ ૩૯૬૧૪ ઉપર સંપર્ક કરી વધુ માર્ગદર્શન મેળવવા જણાવાયું છે.

જૂની રંગભૂમિના નાટકોના પુનઃનિર્માણ માટે દિગ્દર્શકોને બે લાખની આર્થિક સહાય આપવામાં આવશે

     

નડિયાદ
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા જૂની રંગભૂમિના નાટકોના પુનઃનિર્માણ માટે આર્થિક સહાયની યોજના હેઠળ વર્ષ ૨૦૧૩-૧૪માં સહાય આપવાની છે. જે દિગ્દર્શકોએ ઓછામાં ઓછા પાંચ ફુલલેન્થ નાટકોનું દિગ્દર્શન કર્યુ હોય તેવા પાત્રતા ધરાવતા દિગ્દર્શકો પાસેથી નિયત નમુનાના અરજીપત્રકમાં અરજી મંગાવવામાં આવે છે. આ યોજના હેઠળ સહાય મેળવવા માટે નાટય દિગ્દર્શકો કે જેમણે ઓછામાં ઓછા પાંચ ફુલલેન્થ નાટકનું દિગ્દર્શન કર્યુ હોય તેવા દિગ્દર્શકો સહાય મેળવવા માટે પાત્ર ઠરશે. સહાય પેટે પ્રત્યેક દિગ્દર્શકને રૂ.૨,૦૦,૦૦૦(બે લાખ)ની સહાય ચુકવવામાં આવશે. દિગ્દર્શકે તેમના મંજૂર થયેલ નાટકના જુદા જુદા દસ સ્થળે શો કરવાના રહેશે. નિયત નમુનાનું ફોર્મ અકાદમીની કચેરીએથી મેળવી યોગ્ય રીતે ભરી, સાધનિક કાગળો સહ તા.૧૫/૦૬/૨૦૧૩ સુધીમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની કચેરી, બ્લોક નં.૯/૧ લો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને પહોચાડવાનું રહેશે. નિયત અરજી પત્રક અકાદમીની વેબસાઇટ www.sycd.in/yscac/san-forms પરથી પણ મળી શકશે. વધુ વિગત માટે અકાદમીનો સંપર્ક(૦૭૯-૨૩૨૫૧૬૯૩, ૨૩૨૫૪૫૫૨) કરવો. એમ સચિવશ્રી, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.


નડિયાદ જિલ્લા ખાતે વ્યાજબી ભાવની નવી 30 દુકાનો શરૂ કરાશે પુરવઠા અધિકારી

નડિયાદ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળીનડિયાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સલાહકાર સમિતિની બેઠક મળી હતી.

આ બેઠકમાં જિલ્લાની વ્યાજબી ભાવની દુકાનોને પૂરક પુરવઠાની જરૂર જણાય ત્યાં પૂરક પુરવઠો આપવા, અનાજ અને કેરોસીન વિતરણ વખતે તોલમાપની ચકાસણી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પલસાણાએ જણાવ્યું હતું કે જિલ્લામાં ૩૦ એકમો શરૂ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ૩૦ એકમોમાં ૧૫ એકમો નવા શરૂ કરવાનાં છે જ્યારે બીજા ૧૫ એકમો બંધ થઈ ગયા હતાં તેને ફરી શરૂ કરવામાં આવશે.

નવા બારકોડ રેશનકાર્ડ વિશેની માહિતી આપતા શ્રી પલસાણાએ જણાવ્યું કે, નવા રેશનકાર્ડ બનાવતી વખતે જો કોઈ ભૂલ જણાય તો નાગરિક તરત જ ભૂલ સુધારી આપવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંદિપકુમાર સાંગલે, પોલીસ અધિક્ષકશ્રી મકરંદ ચૌહાણ, અધિક જિલ્લા કલેકટરશ્રી એસ.કે.લાંગા, ધારાસભ્ય સર્વશ્રી રામસિંહ પરમાર, માનસિંહ ચૌહાણ તથા પદાધિકારીઓ/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

 

બાળ લગ્ન કરાવનારાઓને એક લાખ રૂપિયા સુધીનો દંડ અને બે વર્ષ સુધી સજા


વડોદરા

રાજયના સમાજ સુરક્ષા ખાતા દ્વારા વિવિધ કાયદાઓનું અમલીકરણ કરવામાં આવે છે. જે પૈકી બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ હાલ વડોદરા જિલ્લામાં બાળલગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી નર્મદા ભવન, પ્રથમ માળે સી-બ્લોકમાં કચેરી કાર્યરત છે.

૧૮ વર્ષતી નાની ઉંમરની કન્યા અને ૨૧ વર્ષથી નાની ઉંમરનો પુરુષ લગ્ન કરે તો તે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો બને છે અને લગ્ન કરાવનાર વર કન્યાઓના માતા-પિતા, ગૌર મહારાજ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે આ લગ્નને ઉત્તેજન આપનાર તમામ શિક્ષા અને ગુન્હાને પાત્ર થાય છે. આ કાયદા હેઠળ અપરાધીને બે વર્ષ સુધીન સખ્ત કેદની અથવા એક લાખ સુધીનો દંડ થઇ શકે છે. મહિલા અપરાધીને કેદની શિક્ષા થઇ શકતી નથી. બાળલગ્નના કારણે સામાજિક સમસ્યાનો ઉદ્‍ભવે છે. નાની ઉંમરે લગ્નના કારણે બાળાઓ વધુ પ્રમાણમાં સગર્ભા બને છે. અપરીપકવ સુવાવડોનું પ્રમાણ વધે છે. સગીર માતાના મૃત્યુ દર વધે છે. ગર્ભપાત, કશુવાવડ તેમજ મૃત શિશુનું પ્રમાણ વધે છે. યૌન જન્ય રોગો તેમજ એચ.આઇ.વી. એઇડ્સ જેવા જીવલેણ રોગોનું જોખમ વધે છે. મંદબુદ્ધિ વિકલાંગ બાળકોનું પ્રમાણ વધે છે. સાથો સાથ બાળ મજૂરીમાં વધારો થાય છે. વસતી વધારાના પ્રશ્નો દેશ માટે ગંભીર પડકારો ઉભા કરે છે. આવી સામાજિક સમસ્યાઓની ચૂંગાલમાંથી બહાર આવી સમાજના વિકાસમાં સહયોગ આપવો એ આપણી નાગરિક તરીકેની, અત્યારે લગ્નસરાની મૌસમ ચાલી રહી છે ત્યારે આવા બાળલગ્નો ન થાય તે જોવાની આપણી નૈતિક ફરજ છે.

વડોદરા જિલ્લામાં ગમે તે સ્થળે ૧૮ વર્ષથી નાની વયની કન્યા અને ૨૧ વર્ષથી નાની ઉંમરનો પુરુષ લગ્ન કરતો જણાય તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, નર્મદા ભવન, સી-બ્લોક, પ્રથમ માળ, વડોદરાને વર-કન્યાનું નામ, કન્યાના માતા-પિતાનું નામ, સંપૂર્ણ સરનામુ લગ્ન સ્થળ, લગ્ન તારીખ અને લગ્નની કંકોત્રી જો હોય તો તે સાથે લેખિત અરજી કરી આવા બાળલગ્નો અટકાવવા સામાજિક કામગીરીમાં મદદરૂપ થવા વિનંતી છે. લગ્ન અંગેની માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, વડોદરાની યાદીમાં જણાવાયું છે.

એક ગાયે વિજયભાઈનું નસીબ બદલી નાખ્‍યું: આજે ૩૨ ગાયો અને ૪૨ વાછરડીઓથી હર્યોભર્યો તબેલો કાર્યરત છેઃ

પશુપાલન થકી લાખોની કમાણી કરતા વિજયભાઈ વસાવાઃસુકા વિસ્‍તારમાં શંકર ગાયો ઉછેરવા બદલ સન્‍માન તેમજ 'બેસ્‍ટ આત્‍મા ફામર્સ એવોર્ડ' પણ મળ્‍યો છેઃસુરતઃ રાજય સરકારે કૃષિની સાથે પશુપાલનને પણ વૈજ્ઞાનિકઢબે વિકસાવવાનો વ્‍યુહ અપનાવ્‍યો છે. પશુપાલન વ્‍યવસાયથકી ખેડૂતો આજે ખેતીની સાથે પૂરક આવક મેળવી રહ્યા છે ત્‍યારે  એક ગાયથી પશુપાલનના વ્‍યવસાય શરૂ કરનારની વાત જાણવા જેવી છે. આ ખેડૂતે માત્ર એક ગાયથી પશુપાલનનો વ્‍યવસાય કરી આજે તેમના તબેલામાં ૩૨ ગાયો અને ૪૨ વાછરડીઓ દ્વારા દરવર્ષે હજારોની કમાણી કરતા સૂરત શહેરથી ૧૧૪ કિલોમીટરના અંતરે દૂર અંતરીયાળ વિસ્‍તાર એવા ઉમરપાડા તાલુકાના ખોડઆંબા ગામના રહેવાસી વિજયભાઈ જાતરીયાભાઈ વસાવાની સંઘર્ષગાથા અન્‍યો માટે પ્રેરક બની છે. વિજયભાઈ વાત કરતા કહે છે કે, બી.એ. પછી એમ.આર.એસ.નો અભ્‍યાસ કર્યા બાદ શહેરમાં નોકરી માટે આમતેમ થોડા મહિનાઓ ભટકયો. ત્‍યારે ઓછા પગારની નોકરી મળી. આવા સમયે મારી પાસે બે વિકલ્‍પ હતા એક તો ટુંકા પગારમાં નોકરી કરવી. બીજા વિકલ્‍પ તરીકે કંઈક સાહસ કરી પોતાનો વ્‍યવસાય શરૂ કરવો. વધારે પૈસા તો હતા નહી એટલે ઓછા પૈસામાં કયો ધંધો કરવો તેવા મનમાં વિચારો આવવા લાગ્‍યા.  તેઓ કહે છે કે, કોલેજના બીજા વર્ષમાં અભ્‍યાસ કરતો હતો ત્‍યારે ટી.વી. પર આવતી સુરભી નામક કાર્યક્રમમાં મહેસાણાના વિધવા મહિલા રૂઢીબેનનો કાર્યક્રમ નીહાળેલો. આ મહિલાએ એક ગાય થી શરૂઆત કરીને પછી ત્રણસોથી વધારે ગાયોના માલિક બન્‍યા હતા. જેથી આ મહિલાની સંદર્ષગાથાથી પ્રેરણા લઈ મે પણ પશુપાલનનો વ્‍યવસાય કરવાનો સંકલ્‍પ કર્યો. જયંતિભાઇ કહે છે કે, નજીકના ગામેથી ભરવાડ પાસેથી ત્રણ હજારમાં એક કાંકરેજી ગાય ખરીદી. વિયાય ત્‍યારે જાણ થઈ કે, ગાયના બે આચળ અવિકસીત હતા. જયારે બીજા બે આચળ વિકસીત હતા. જેથી નક્કી કર્યું કે ગાયને પાછી આપી દેવી. જેની પાસેથી ગાય ખરીદી તેમને પાછી દેવાનું કહેતા તેમણે કહ્યું કે, પૈસા પાછા લઈ જા બીજા કોઈ ઉછેરે તેને મફતમાં આપી દેજે. જેથી મેં વિચાર કર્યો કે ગાય તો આપણી માતા સમાન છે અન્‍યને આપવા કરતા હું જ તેને ઉછેરીશ.૨૦૦૫ના વર્ષથી ગાય માતાના શરણોમાં શીશ નમાવી આરતી ઉતારીને આ કાકરેજી ગાયથી પશુ પાલનની શરૂઆત કરી. તેઓ કહે છે કે, અમારો વિસ્‍તારની સૂકી ભઠ્ઠ જમીનો તેમાય પાણીની કારમી અછત. આવી પરિસ્‍થિતિ વચ્‍ચે પણ જમીનમાં ચારો વાવીને પશુપાલનની શરૂઆત કરી. આ ગાયે તો વિજયભાઈના નસીબ ફેરવી નાખ્‍યા. સતત છ વેતર સુધી વાછરડીને જન્‍મ આપ્‍યો. એમાંથી ચાર વાછરડીઓ પણ ગાભણ થઈ વાછરડીઓને જન્‍મ આપી ચૂકી છે. ૨૦૦૬માં બેક લોન દ્વારા આઠ જેટલી જરસી શંકર ગાયો ખરીદી. સમયાતરે દુધની આવકમાંથી હપ્‍તાઓ ચૂકવી આપ્‍યા. વધુ આવક થતા તબેલામાં ફુવારા સીસ્‍ટમ પણ ગોઠવી છે. જેનાથકી ઉનાળામાં પશુઓને ઠંડક મળી રહે છે. બે બોર પણ કરાવ્‍યા જેમાં સારુ પાણી થતા  પોતાની જમીનમાં ચારાનું વાવેતર કરી પશુઓને ખવડાવે છે. વિજયભાઈ કહે છે કે, ઉચવાણ દુધ મંડળીના મેધજીભાઈ ભરવાડે પણ સમયાતરે અગત્‍યનું માર્ગદર્શન પુરુ પાડયું છે. રાજય સરકાર દ્વારા ચલાવવામાં આવતા આત્‍મા પ્રોજેકટ દ્વારા અમોને મહારાષ્‍ટ્રમાં પ્રેરણા પ્રવાસ માટે લઈ ગયા. જયાં અમોએ દુધ દોહવા માટે મિલ્‍કીંગ મશીન જોયા બાદ નક્કી કરી ઘરે આવીને સુમુલ મારફતે આ મિલ્‍કીગ મશીન પણ વસાવ્‍યું જેના થકી થોડા સમયમાં ગાયોને દોહી લેવામાં ખૂબ ઉપયોગી નીવડયું. સુમુલ ડેરી દ્વારા પણ નિયમિત પણે વેટરનીટી ટ્રીટમેન્‍ટ આપવામાં આવે છે. વિજયભાઈ ગર્વભેર કહે છે કે, મુંગા પશુઓને વાંસા આપવાનું કાર્ય વેટરનરી ડોકટરો કરી રહ્યા છે. પોતાની સફળતા પાછળ આ ડોકટરોનો જ સિંહફાળો હોવાનું તેઓ કબૂલ કરે છે.આજે આ પશુપાલક પાસે ૩૨ ગાયો અને ૪૨ જેટલી વાછરડીઓ છે. દરરોજનું ૧૯૦ થી ૨૦૦ લિટર જેટલું દુધ નજીકની ઉચવાણ દુધ મંડળીમાં ભરે છે. ગત વર્ષના દુધના આંકડા આપતા કહે છે કે, એપ્રિલ-૨૦૧૨ થી માર્ચ-૨૦૧૩ દરમિયાન ૫૦૫૮૪ લિટરનું દુધ ઉત્‍પાદન મેળવ્‍યું. રૂા.૨૪ લિટરે ભાવ ગણતા રૂા.૧૧૯૭૨૬૨ દુધની આવક મેળવી. ખાણદાન અન્‍ય ખર્ચાઓ કાઢતા મહિને રૂા.૪૦ હજાર જેટલી ચોખ્‍ખી આવક થતી હોવાનું તેઓએ કહ્યું હતું. આ સફળતાના પ્રોત્‍સાહનરૂપે ગત વર્ષે તે સમયના કૃષિમંત્રીશ્રી દિલીપભાઈ સંધાણીના હસ્‍તે ગાંધીનગર ખાતે સુકા વિસ્‍તારમાં શંકર ગાયો ઉછેરવા બદલ સન્‍માન અને પ્રશસ્‍તિપત્ર મળ્‍યું. જયારે આ વર્ષે જિલ્લાકક્ષાના કૃષિ મહોત્‍સવ-૨૦૧૩ના પ્રસંગે પૂર્વમંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલના હસ્‍તે 'બેસ્‍ટ આત્‍મા ફામર્સ એવોર્ડ' પણ પ્રાપ્‍ત થયો છે. આમ વિજયભાઈએ વનવગડામાં પણ મૃગજળ સમાન તબેલો કાર્યરત કરી રણમાં ફુલ ખીલવ્‍યા છે તેમ કહી શકાય. આજના ખેડૂતોને સંદેશ આપતા કહે છે કે, ખેડૂતોએ નિષ્‍ફળતાથી નાશીપાસ થયા વગર ખેતીની સાથે પશુપાલનનો પૂરક વ્‍યવસાય કરી રોજગારી મેળવી શકાય છે.

સુરત સીટી તાલુકાની શ્રી જય રાધેશ્‍યામ કો.ઓ. હાઉસીગ સહકારી મંડળી લી. ફડચામાં:બાકી લહેણાં માંગણા માટે સંપર્ક સાધશોઃસુરતઃ સૂરતના સીટી તાલુકાની શ્રી જય રાધેશ્‍યામ કો.ઓ. હાઉસીગ સહકારી મંડળી લી.સુલતાનાબાદને  જિલ્લા રજીસ્‍ટાર સહકારી મંડળીઓ સૂરતના હુકમથી ફડચામાં લઈ જવામાં આવી છે. આ માટે ફડચા અધિકારી તરીકે શ્રી રમેશભાઈ કાનાણીની નિમણુંક (સહકારી અધિકારી(ફડચા-૩) એ/૧લો માળ, જિલ્લા સેવા સદન-૨,અઠવાલાઇન્‍સ) કરવામાં આવી છે. જેમણે તા.૭/૫/૨૦૧૩ના રોજથી ચાર્જ સંભાળ્‍યો છે.  જેમને પણ આ સંસ્‍થા પાસે જે કાંઇ લહેણા કે માગણું નિકળતું હોય તેમણે નોટીસ પ્રસિદ્ધ થયાની તારીખથી બે માસમાં ફડચા અધિકારીનો રૂબરુ સંપર્ક કરી પુરાવાઓ સહિત નોધાવવાનું રહેશે. જો આવું કરવામાં ચૂક થશે તો પાછળથી તેમનું લહેણું કે માગણું નોંધવામાં આવશે નહી અને મંડળીના ચોપડા પ્રમાણે મંડળીને આટોપી લેવાની કાર્યવાહી આગળ ચલાવવામાં આવશે.

જુના કે નવા મોબાઈલ ખરીદતી અને વેચતી વખતે વેપારીઓએ આઇડી પ્રુફ જરૂર લેવું:

સુરતઃ રાજ્‍યમાં બનતા ગુન્‍હાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ, ગુન્‍હાઓને શોધી કાઢવાના આશયથી સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી આર.બી.બારડે જિલ્લાના સમગ્ર ગ્રામ્‍ય વિસ્‍તારમાં જુના મોબાઈલ ખરીદનાર/વેચનાર વેપારીઓ માટે એક જાહેરનામું બહાર પાડયું છે. જે અનુસાર મોબાઈલની દુકાન ચલાવતા એકમોના માલિકે કોઈપણ જાણી-અજાણી વ્‍યકિતઓની પાસે જુના મોબાઈલ લેતી વખતે તથા વેચાણ કરતી વખતે લેનાર તથા વેચનાર વ્‍યકિતનું પુરુ નામ, સરનામું ફરજિયાત નોધવાનું રહેશે. જે બાબતના અલગ-અલગ રજીસ્‍ટર નિભાવના રહેશે. નવા સીમકાર્ડ વેચાણ કરતી વખતે વિક્રેતાએ સીમકાર્ડ ખરીદનારનું નામ-સરનામા માટે ઓળખના પુરાવા તથા પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ મેળવી તે અંગેનું રજીસ્‍ટર રાખવાનું રહેશે. આ જાહેરનામાનું અમલ તા.૧૯/૭/૨૦૧૩ સુધી રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

કુટીર જયોત યોજના અન્‍વયે ૩,૦૯૦ ઝુપડાઓનું વીજળીકરણ કરવામાં આવ્‍યું:સુરતઃ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ દ્વારા ગરીબી રેખા હેઠળ સમાવેશ થતા જરૂરીયાતમંદોને વિના મૂલ્‍યે ્‌વીજ સુવિધા આપવાની કુટીર જયોત યોજના અમલમાં છે. જે અનુસાર ૨૦૧૨-૧૩ના વર્ષ દરમિયાન આ યોજના હેઠળ સીંગલ પોઈન્‍ટ દ્વારા ૩,૦૯૦ જેટલા ઝુપડાઓનું વીજળીકરણ કરવામાં આવ્‍યું છે.

 

સિક્‍યુરીટી કંપનીના સંચાલકોએ  બિનહથિયારી તથા હથિયારી પરપ્રાંતિય ગાર્ડની વિગત પોલીસ સ્‍ટેશનમાં આપવીઃસુરતઃ સૂરત જિલ્લામાં સુલેહ અને શાંતિ વાતાવરણ જળવાઈ રહે તે માટે સિક્‍યુરીટીના માલિકો/સંચાલકો માટે સૂરત જિલ્લાના અધિક જ્‍લ્લિા મેજીસ્‍ટ્રેટશ્રી આર.બી.બારડે એક જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામાં અનુસાર સમગ્ર સૂરત ગ્રામ્‍ય વિસ્‍તારમાં સિક્‍યુરીટી કંપની ચલાવતા માલિકો/સંચાલકોએ તેઓની કંપનીમાં બિનહથિયારી તથા હથિયારી પરપ્રાંતિય ગાર્ડની વિગત જે તે વિસ્‍તારના પોલીસ સ્‍ટેશનમાં આપવાની રહેશે. પરપ્રાંતિય હથિયારી ગાર્ડના હથિયાર લાયસન્‍સનું વેરીફીકેશન એસ.ઓ.જી શાખા દ્વારા અથવા પોલીસ સ્‍ટેશન દ્વારા કરવામાં આવશે. આ સમય દરમિયાન નોટીસ મળ્‍યાથી અથવા માંગણી કરવાથી હથિયારી ગાર્ડ તથા તેનું હથિયાર તથા લાયસન્‍સ જે તે સિક્‍યુરીટી કંપની કે ખાનગી પેઢી/ફેક્‍ટરી વિગેરે સ્‍થળોના માલિકે નિયત નમૂના મુજબની વિગતો રજુ કરવાની રહેશે. આ જાહેરનામાનો અમલ તા. ૧૯/૭/૨૦૧૩ સુધી રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

બારીપાડા ખાતે ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પધ્‍ધતી વિષયક ગહન માર્ગદર્શન આપતા ડાંગ કલેકટરશ્રી જી.આર.ચૌધરી..ડાંગ- ડાંગ જિલ્લામાં નવમા કૃષિ મહોત્‍સવની તારીખ ૧૪/૫/૨૦૧૩ થી તા. ૩૧/૫/૨૦૧૩ સુધી કરવામાં આવી  રહેલી ઉજવણીના આઠમા દિવસે કૃષિ રથના માધ્‍યમથી તાલુકા પંચાયતની બેઠક મુજબ કલસ્‍ટર વાઇઝ બેઠકમાં  સમાવેશ ગામે ગામ કિશાન સભાઓમાં ધરતી પુત્રોને ઘર બેઠા આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા અંગે કૃષિ તજજ્ઞો ,કૃષિ વૈજ્ઞાનિકો તથા ખેતીવાડી અધિકારીઓએ માર્ગદર્શન અને જાણકારી આપી ઓછા ખર્ચે ઓછા પાણીએ મુલ્‍ય વર્ધક પાકોનું વાવેતર કરી વધુ ખેત ઉપજ મેળવવા  પ્રેરિત કરી રહ્યા છે.

૨૨મીએ લહાનમાળુંગા  ખાતે કિશાન સભામાં કૃષિ તજજ્ઞો દ્વારા ખેડુતોને આધુનિ ખેતી પધ્‍ધતિની જાણકારી અપાશે

ડાંગ- ડાંગ જિલ્લામાં કૃષિ મહોત્‍સવ-૨૦૧૩ની કરવામાં આવી રહેલી ઉજવણીના ભાગરૂપે ફરી રહેલા કૃષિ રથના  તા. ૨૨/૫/૨૦૧૩ના રોજ તાલુકા પંચાયત બરડા વિસ્‍તારના ગામોમાં પરિભ્રમણ કરશે અને લહાનમાળુંગા ખાતે  કિશાસભા યોજાશે. આ કૃષિ રથ સાથે જોડાયેલા કૃષિ વૈજ્ઞાનિકો, તજજ્ઞો દ્વારા ધરતીપુત્રોને ઘરબેઠા કૃષિપાક , આધ્‍ુનિક અને વૈજ્ઞાનિક ખેતી પધધતિ અને સુક્ષ્મ પિયત પધ્‍ધતિ અંગે તેમજ પશુપાલન અંગે જાણકારી આપશે તથા કૃષિ વિષયક કિટસનું વિતરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવ્‍યું છે.  સાંજે માહિતી ખાતા દ્વારા ડાંગ જિલ્લાના સ્‍થાનિક તમાશાના કલાકારો દ્વારા ગમત સાથે આધુનિક અને વૈજ્ઞાનિક ખેત પધ્‍ધતિ અને પશુપાલન  કરવા તથા ખેતીના પાકો અને જંગલના સંરક્ષણ માટેની જાણકારી અપાશે.

 

વાપીની ૩૫ વર્ષિય મહિલા શોભા ગુડગેલ ગુમ

વલસાડઃ- વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વાપી ખાતે રહેતી ૩૫ વર્ષિય મહિલા નામે શોભાબેન નારાયણશંકર ગુડગેલ ગુમ થઇ છે. વલસાડના નાયબ પોલીસ અધિક્ષક તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્‍યા અનુસાર શોભાબેન નારાયણશંકર ગુડગેલ, રહે.ભડકમોરા, સુલપડ, સંજય બાબુની ચાલીમાં, વાપી, તા.પારડીથી ગત તા.૪/૪/ર૦૧૩નાં રોજ ૮:૩૦ થી ર૦:૦૦ વાગ્‍યા દરમિયાન, ચણોદ કોલોનીમાં મજુરીકામે જાંઉ છું તેમ કહીને કયાંક ચાલી જતા ગુમ થઇ છે, તે આજદિન સુધી મળી આવેલ નથી. ગુમ થનાર શરીરે મધ્‍યમ બાંધાની, રંગે શ્‍યામવર્ણ, ઊંચાઇ ૪ ફૂટ-૯ ઇંચ છે. ગુમ થતી વખતે આ મહિલાએ ચોકલેટી કલરની સાડી તથા બ્‍લાઉઝ પહેરેલ હતા. ગુમ થનાર મરાઠી ભાષા જાણે છે. આ વર્ણનવાળી મહિલાની ભાળ કે પત્તો મળે તો વાપી ટાઉન પોલીસ સ્‍ટેશનનો ફોન નંબર : ૦૨૬૦-૨૪૬૧૧૦૦/૨૪૬૧૦૮૦ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.

                                                                 

જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક તા.૪થી જુને મળશે :વલસાડઃ- વલસાડ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની એક અગત્‍યની બેઠક, આગામી તા.૪/૬/ર૦૧૩નાં રોજ બપોરે ૧ વાગ્‍યે સરદાર વલ્લભભાઇ પટેલ સભાગૃહમાં યોજાનાર છે. આ બેઠકમાં સંબંધિતોને સમયસર ઉપસ્‍થિત રહેવા, એક અખબારી યાદી દ્વારા જણાવાયું છે.

પત્રકારત્‍વના વિદ્યાર્થીઓ ભરૂચ જિલ્લાના ગામડાના પ્રવાસે. ગ્રામડાના ખેડૂતોની સફળતાની માહિતી મેળવી.ભરૂચઃ- અમદાવાદની નેશનલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ માસ કોમ્‍યુનિકેશનના પત્રકારત્‍વના વિદ્યાર્થી, યુવક-યુવરીતઓએ ભરૂચ જિલ્લાનો બે દિવસનો પ્રવાસ કરી ગ્રામ્‍ય વિસ્‍તારમાં જઇ કૃષિ મહોત્‍સવના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ વિદ્યાર્થીઓએ ગ્રામ્‍ય વિસ્‍તારમાં ખેતી પાકો, બાગાયતી પાકો, મેળવેલી સફળતા અંગે પત્રકારત્‍વના વિદ્યાર્થીઓએ પ્રત્‍યક્ષ વાડીમાં જઇને માહિતી એકત્ર કરી હતી. અંકલેશ્વરના ઉમરવાડા ગામના મુસ્‍લીમ ખેડૂત શ્રી આદમજી યુસુફ પટેલ મહમદ ઇસ્‍માઇલ પટેલ અને બાબુ  આદમજી દેસાઇ ધ્‍વારા આ વિસ્‍તારની ખારલેન્‍ડ જમીનમાં શેરડી, ડાંગરનું જુદી-જુદી જાતોનું વાવેતર, આંબા, જામફળ, લીંબુ સહિતના બાગાયતી પાકોના વાવેતર અને તમામ ઝાડ અત્‍યારે મોટા થયા છે. તે પાછળ મહેનત અને કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનની વિગતો પત્રકારત્‍વના વિદ્યાર્થીઓને આપી હતી. પત્રકારત્‍વના વિદ્યાર્થીઓએ ગ્રામ્‍ય વિસ્‍તારમાં પશુ આરોગ્‍ય મેળાની પણ મુલાકાત લીધી હતી અને પશુઓની સારવારને નજરે નિહાળી હતી. પત્રકારત્‍વના આ વિદ્યાર્થીઓનો પ્રવાસ દરમ્‍યાન નાયબ માહિતી નિયામકશ્રી નિખીલેશ ઉપાધ્‍યાય સાથ

રહ્યા હતા.  

 

ભરૂચ જિલ્લામાં ૧૩૫૭ સોઇલ હેલ્‍થકાર્ડ, ૧૪૧૯ કિસાન ક્રેડિટકાર્ડનું વિતરણઃ

૨૭૬૦  ખેડૂતોને કૃષિલક્ષી કિટ્‍સનું વિતરણ કરાયું:

ભરૂચઃ- ગુજરાત સરકાર દ્વારા રાજયનો નાનામાં નાનો ખેડૂતને તથા છેવાડાના ગામ સુધી કૃષિની જાણકારી પહોંચે તેવા ઉદે્‌શ્‍યથી સ્‍વર્ણિમ કૃષિ મહોત્‍સવ - ૨૦૧૩ની ઉજવણી તા.૧૪/૫/૧૩ થી શરૂ થયેલ છે. જે તા.૩૧/૫/૨૦૧૩ સુધી ચાલશે. કૃષિ કાર્યને લગતી નાની મોટી બધીજ બાબતોને સમાવી લઇને સંપૂર્ણ જાણકારી જિલ્લાના ગામડે ગામડે પહોંચે તે માટે કૃષિ મહોત્‍સવનું આયોજન કરાયુ છે.ભરૂચ જિલ્લાનાં અત્‍યાર સુધીમાં ૩૩ ગામોમાં કૃષિરથની ફેરણી થઇ હતી. ભરૂચ જિલ્લામાં કૃષિ મહોત્‍સવ કાર્યક્રમ દરમ્‍યાન કૃષિરથ સાથે કૃષિ તજજ્ઞો ખેડૂતોને આધુનિક ખેત પધ્‍ધતિથી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માર્ગદર્શન  આપ્‍યું હતું. ખેડૂતો બહોળા પ્રમાણમાં ગામે ગામ લાભ લઇ રહયા છે. ખેડૂતોને રથના માધ્‍યમ દ્વારા બોરીબંધ, ચેકડેમ, ખેત તલાવડીના માધ્‍યમો દ્વારા પાણીની સ્‍ટોરેજ કરી ખેતીના ઉપયોગમાં લેવા ખેડૂતોને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતાં..રાજય સરકારના અભિગમ મુજબ ભરૂચ જિલ્લાના ૫૫ ગામોમાં કૃષિરથની ફેરણી થતાં ૨૭૬૦-ખેતીવાડી, ૧૨૩૮-પશુપાલનના કિટ્‍સનું વિતરણ કરવામાં આવ્‍યું છે. સાથે ૧૪૧૯-ખેડૂતોને કિસાન ક્રેડીટકાર્ડ, ૪૦૭૧૯-પશુ રસીકરણ, ૩૪૧- ડ્રીપઇરીગેશનના કામો અને ૨૯ ગામ તળાવોના કામો હાથ ધરાશે. ૧૦૦ સેલ્‍ફ ગૃપોના કામો, ૬૭૦-એસએચજી સખી મંડળની કામગીરી, ૨-વોટર સપ્‍લાય, ૩૦-કેનાલની વગેરે કામગીરી હાથ ધરવામાં આવી હતી. હજુ કૃષિરથ દ્વારા વિવિધ મુલાકાત લેવાશે. આમ રથના માધ્‍યમ દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓની જાણકારી સાથે આધુનિક ખેતી પધ્‍ધતિઓનું પ્રદર્શન, ટી.વી.કેસેટના માધ્‍યમથી હરિયાળી ક્રાંતિ, જળસંચય, ડ્રીપઇરીગેશનના વિષયોની જાણકારી આપવામાં આવી રહી છે. ઉપરાંત જિલ્લા માહિતી  કચેરી  ભરૂચ ઘ્‍વારા કિસાનોને પ્રોત્‍સાહિત કરવા લોકડાયરા, કઠપૂતળી અને  સાહિત્‍ય વિતરણ કામગીરી કરવામાં આવી.                            

 

 

ભરૂચ જિલ્લામાં ૪૦૭૧૯ પશુ રસીકરણ કરાયુંભરૂચઃ- રાજય સરકાર દ્વારા આગામી ૧૪ મી  મે ૨૦૧૩ થી ૩૧ મી  મે-૨૦૧૩ દરમ્‍યાન કૃષિ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. તે દરમ્‍યાન કિસાન રથ દ્વારા જિલ્લાના તાલુકા પંચાયત બેઠકોના વિવિધ ગામોની મુલાકાત લઇ કિસાનોના ઘર આંગણે જ આધુનિક કૃષિ પધ્‍ધતિ માટે માર્ગદર્શન અને નિદર્શન થકી કૃષિ ધિરાણ, જળસંચયના કામો અને કૃષિ પાકોના આયોજન અંગે વિસ્‍તૃત માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવી રહયા છે.

ભરૂચ જિલ્લામાં કૃષિ મહોત્‍સવ દરમ્‍યાન કૃષિ અને પશુપાલન ઉઘોગને લોકભાગીદારીથી કામગીર કરવામાં આવી રહી છે. ખેડૂતોને કૃષિ ક્ષેત્રે મદદરૂપ થવા ૧૩૫૭-સોઇલ કાર્ડ હેલ્‍થ કાર્ડનું વિતરણ, ૨૭૬૦ - કૃષિ કિટ્‍સ, ૧૪૧૯-કિસાન ક્રિડીટકાર્ડ વિતરણ કરાયા.

ભરૂચ જિલ્લાના ગામોમાં કૃષિરથના કાર્યક્રમ દરમ્‍યાન આમોદ તાલુકામાં ૫૫૯૭- પશુ રસીકરણ કરયું છે. જયારે ૯૨૬૭ વાલીયામાં, ૪૭૧૪ અંકલેશ્વરમાં, ૨૭૬૬ હાંસોટમાં, ૩૯૬૦ ભરૂચમાં, ૪૮૦૪ જંબુસરમાં અને ૧૧૫૬-વાગરા તાલુકામાં પશુ રસીકરણ કરાયું છે.રાજય સરકારના હરિયાળી ક્રાંતિના નિર્માણ માટે યોજાઇ રહેલ મહોત્‍સવમાં વૈજ્ઞાનિક માહિતીનો ભરપુર લાભ મેળવીને આધુનિક ખેત પધ્‍ધતિ અપનાવવા તમામ કિસાનો જોડાઇ લોકજાગૃતિ કેળવે અતયંત જરૂરી છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.          


કૃષિ મહોત્‍સવ દરમ્‍યાન ૨૪૦  સોઇલહેલ્‍થ કાર્ડ વિતરણ કરાયા

જંબુસર તાલુકામાં ૪૮૦૪  પશુ રસીકરણ કરાયું

ભરૂચઃ- જંબુસર તાલુકામાં યોજાયેલ કૃષિ મહોત્‍સવની ઉજવણી પ્રસંગે ઉપસ્‍થિત કૃષિ વૈજ્ઞાનિકો અને વિવિધ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ, સરપંચશ્રીઓ, ઉપસ્‍થિત રહી કૃષિ મહોત્‍સવનો હેતુ સમજાવ્‍યો હતો. ઉપરાંત જંબુસર તાલુકાના વિવિધ ગામોમાં ૪૮૦૪ પશુ રસીકરણ કરાયું છે. ૨૪૦-સોઇલ હેલ્‍થકાર્ડ વિતરણ, ૧૪૬ - કુષિ ક્રિટ્‍સ વિતરણ કરાયું છે. ઉપરાંત ૪ - ડ્રીપઇરીગેશન, ૧૦ - ન્‍યુસોઇલ સેમ્‍પલ, ૪ - ઇગ્રામ વગેરે કામગીરી કરવામાં આવી હતી.    

 

કૃષિ મહોત્‍સવ સંદર્ભે અંકલેશ્વર તાલુકામાં ૨૬૧  કિસાન

ક્રેડિટકાર્ડ વિતરણ કરાયાઃ

ભરૂચઃ- અંકલેશ્વર તાલુકામાં યોજાયેલ કૃષિ મહોત્‍સવના કાર્યક્રમ દરમ્‍યાન  ઉપસ્‍થિત કૃષિ વૈજ્ઞાનિકો અને વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ અને સરપંચશ્રીઓ ઉપસ્‍થિત રહયા રહી કૃષિ મહોત્‍સવનો હેતું સમજાવ્‍યો હતો. ઉપરાંત અંકલેશ્વર તાલુકામાં ૪૭૧૪ પશુરસીકરણ કરાયું છે. ૩૨૦-ખેતીવાડી, ૧૩૪-પશુપાલનના કીટ્‍સ વિતરણ કરવામાં આવ્‍યા હતા. ૨૧-ડ્રીપ ઇરીગેશન કામનો પ્રારંભ થયો છે.

જેતપુર બેઠકની પેટા ચૂંટણી અન્‍વયે તારીખ ૨૪, ૨૫ બે દિવસ ઇવીએમ નિદર્શન યોજાશે


રાજકોટ: આગામી લોકસભા/ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૧૩ અંતર્ગત ૭૪- જેતપુર વિધાનસભા મતદાર વિભાગમાં ઇલેકટ્રોનિક વોટીંગ મશીન (ઇવીએમ) થી મતદાન થવાનું હોઇ ઇવીએમ નિદર્શનનો કાર્યક્રમ આગામી તા.૨૪/૫/૨૦૧૩થી તા.૨૫/૫/૨૦૧૩ એમ બે દિવસ રાખવામાં આવેલ છે. વધુમા જેતપુર નગરપાલિકા વિસ્‍તારના જુદા જુદા સ્‍થળોએ તા.૨૬/૫/૨૦૧૩, રવિવારના રોજ ઇવીએમનું ખાસ નિદર્શન કરવામાં આવશે. જેની તમામ મતદારોને નોંધ લેવા જેતપુર વિધાનસભા મતદાર વિભાગના નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી એસ.ડી. ધાનાણીની યાદીમાં જણાવાયું છે.

 

ગોકુલનગરમાં નવા બારકોડેડ રાશનકાર્ડનું વિતરણ

 રાજકોટ

શહેરના વોર્ડ નંબર ૧૮માં આવેલા ગોકુલનગર સ્થિત વિજયભાઇ લક્ષમણભાઇ વાલાણી દ્વારા સંચાલિત વાજબી ભાવની દૂકાનમાં તા. ૨૧ થી ૨૫ મે દરમિયાન સવારે ૧૦.૩૦ થી ૨.૦૦ અને સાંજે ૨.૩૦ થી ૭.૦૦ વાગ્યા સુધી નવા બારકોડેડ રાશન કાર્ડનું વિતરણ કરવામાં આવશે. જે કાર્ડધારકોના ચૂંટણી કાર્ડના નામ કોમ્પ્યુટર સાથે મેચ થયા હોય તેને જ નવા કાર્ડ મળશે. હાલનું અસલ ચૂંટણી કાર્ડ અને જૂનું રાશન કાર્ડ સાથે લઇ દૂકાને જઇ નવા કાર્ડ મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

તમે આસ્તીક કે નાસ્તીક ?







ગોવીન્દ મારુ posted: "-દીનેશ પાંચાલ એક ગામમાં આસ્તીકો અને નાસ્તીકો વચ્ચે ઈશ્વરના અસ્તીત્વ વીશે ઉગ્ર ચર્ચા થઈ રહી હતી. તેવામાં ત્યાંથી પસાર થતું કુંભારનું એક બળદગાડું ઉંડી ગટરમાં ઉથલી પડ્યું. આની જાણ થતાં આસ્તીકો અને નાસ્તીકો સૌ ત્યાં દોડી ગયા. સૌએ ધક્કા મારી ગાડું બહાર કાઢ્યુ"
Respond to this post by replying above this line

New post on અભીવ્યક્તી

તમે આસ્તીક કે નાસ્તીક ?

by ગોવીન્દ મારુ

-દીનેશ પાંચાલ એક ગામમાં આસ્તીકો અને નાસ્તીકો વચ્ચે ઈશ્વરના અસ્તીત્વ વીશે ઉગ્ર ચર્ચા થઈ રહી હતી. તેવામાં ત્યાંથી પસાર થતું કુંભારનું એક બળદગાડું ઉંડી ગટરમાં ઉથલી પડ્યું. આની જાણ થતાં આસ્તીકો અને નાસ્તીકો સૌ ત્યાં દોડી ગયા. સૌએ ધક્કા મારી ગાડું બહાર કાઢ્યું. કુંભારનાં બધાં જ માટલાં ભાંગી ગયાં હતાં. નુકસાન જોઈ કુંભારની આંખમાં આસું […]

Read more of this post

Comment    See all comments    Like

Unsubscribe or change your email settings at Manage Subscriptions.

Trouble clicking? Copy and paste this URL into your browser:
http://govindmaru.wordpress.com/2013/05/24/dinesh-panchal-30/

Thanks for flying with WordPress.com