LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 25 ડિસેમ્બર, 2011
જેતલસર જંકશન માં જુગાર દરોડો..
જેતલસર જંકશન માં જુગાર દરોડો..
જેતલસર જંકશનમાં અનો નામનો એક શખ્શ લાંબા સમય થયા પોતાના ઘરમાં લોકોને ભેગા કરી જુગાર રમાડતો હોવાની બાતમી પરથી જેતપુર તાલુકા ફોજદાર વ્યાસ સહિતના સ્ટાફે ગઈ કાલે અનો ઉમર ના રહેણાંક મકાન પર જુગાર દરોડો પડતા ત્યાંથી સદા તેર હાજરની રોકડ મત્તા સાથે ૭ ઇસમો પકડાઈ ગયા હતા.
પકડાયેલા શખ્સો માં અનો ઉમર , ભુપત્ગીરી મોતીગીરી મેઘનાથી,ભીખુ કરશન કોળી, રમેશ ખોડા પરમાર, સતીશ, હરેશ તથા જૈમલ કરશન નો સમાવેશ થતો હોવાનું તાલુકા પોલીસ જણાવે છે.
જેતલસર જંકશનમાં અનો નામનો એક શખ્શ લાંબા સમય થયા પોતાના ઘરમાં લોકોને ભેગા કરી જુગાર રમાડતો હોવાની બાતમી પરથી જેતપુર તાલુકા ફોજદાર વ્યાસ સહિતના સ્ટાફે ગઈ કાલે અનો ઉમર ના રહેણાંક મકાન પર જુગાર દરોડો પડતા ત્યાંથી સદા તેર હાજરની રોકડ મત્તા સાથે ૭ ઇસમો પકડાઈ ગયા હતા.
પકડાયેલા શખ્સો માં અનો ઉમર , ભુપત્ગીરી મોતીગીરી મેઘનાથી,ભીખુ કરશન કોળી, રમેશ ખોડા પરમાર, સતીશ, હરેશ તથા જૈમલ કરશન નો સમાવેશ થતો હોવાનું તાલુકા પોલીસ જણાવે છે.
નરેન્દ્રભાઇ મોદી : સમગ્ર ગુજરાતમાં ખેલકૂદનું જનઆંદોલન જગાવીએ ગુજરાત રાષ્ટ્રિયકક્ષાની રમતસ્પર્ધાઓના વિક્રમો તોડવાનું સામર્થ્ય બતાવશે ખેલ મહાકુંભ-2011નું શાનદાર સમાપન વિકલાંગ રમતોસ્તવના સામર્થને બિરદાવ્યું
ફ્રાંસની કંપની ખેલમહાકુંભથી પ્રેરાઇને સ્પોર્ટસ વિલેજ સ્થાપશે
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેલમહાકુંભ-2011નું શાનદાર સમાપન કરતાં પાંચ વર્ષમાં ગુજરાતમાં ખેલકૂદ સ્પર્ધાઓને એવી ઉંચાઇ ઉપર લઇ જવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો કે રાષ્ટ્રિયકક્ષાની રમતોના વિક્રમો સાથે ગુજરાત બરોબરી કરશે.
સમાજજીવનમાં ક્રમશઃ ખેલકૂદ માનવીય ગરિમા અને રમત ક્ષેત્રમાં ક્ષમતાવર્ધન અને માનવસંશાધન કૌશલ્ય નિર્માણનું સામર્થ્ય બનશે એમ તેમણે જણાવ્યું હતું.
ભારતનો સૌથી વિરાટ એવો ગુજરાતનો આ દ્વિતિય રમતોત્સવ ખેલ મહાકુંભ તા.11-11-11ના રોજ શરૂ થયેલો અને 6,92,000 મહિલા ખેલાડીઓ સહિત 18,24,000 જેટલા રમતવીરોએ 1500થી વધુ સ્થળો ઉપર ગામ, તાલુકા, અને જિલ્લાકક્ષાએ 17 જેટલી વિવિધ રમત સ્પર્ધાઓમાં પોતાનું કૌવત બતાવ્યું હતું અને આખરી સ્પર્ધામાં 88 જેટલા જુના વિક્રમો તોડીને નવા સ્થાપવામાં આવ્યા છે અને તેમાં પણ 42 રેકર્ડસ તો મહિલા ખેલાડીઓએ સ્થાપ્યા છે.
આ વર્ષે ખેલ મહાકુંભ ઉપરાંત વિકલાંગો માટેની 15 રમતોમાં 58,305 તથા સાગરકાંઠાની બીચ સ્પોર્ટસમાં 3650 સાગરખેડુ રમતવીરોએ ભાગ લીધો હતો. કુલ મળીને 5,429 ખેલાડીઓએ મેડલ જીત્યા હતાં.
મુખ્યમંત્રીશ્રીએ વિકલાંગ ખેલાડીઓ સહિત વિજેતા ખેલાડી ભાઇ-બહેનોનું અભિવાદન કરીને કુલ રૂા.40 કરોડના પુરસ્કારો એનાયત કર્યા હતા.
આ ખેલમહાકુંભમાં રમતોમાં ભાગ લઇને આટલો વિરાટ પ્રતિસાદ આખા ગુજરાતની જનતાના લાખો ખેલાડીઓ અને વરિષ્ઠ તથા વિકલાંગ ખેલાડીઓને મુખ્યમંત્રીએ અભિનંદન આપ્યાં હતા અને ખેલદિલીની ભાવનાથી ગુજરાતનું ગૌરવ વધારવા માટે ધન્યવાદ આપ્યા હતા.
સમગ્ર જનતાએ રાજ્યમાં ખેલમહાકૂંભમાં ખેલદિલીની ભાવનાથી જે ઉત્તમ રમતોનું વાયુમંડળ રચ્યું તે પણ અભિનંદનને પાત્ર છે એમ તેમણે જણાવ્યું હતું.
વિકલાંગ ખેલાડીઓને પોતાના આત્મવિશ્વાસથી વિવિધ રમતોમાં પોતાનું કૌશલ્ય બતાવવા માટે મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષનો ખેલમહાકૂંભ વિકલાંગ ખેલાડીઓને સમર્પિત કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, આપણા ખેલમહાકૂંભની સ્પર્ધાનું હાર્દ એ પણ હતું કે, આપણે આપણી રમતોના જુના વિક્રમો તોડીએ અને નવા રેકર્ડ પ્રસ્થાપિત કરીએ. ગુજરાત જેવા રાજ્યમાં ભાગ્યેજ ખેલ પારિતોષિક મળતા તેવા વાતાવરણમાં 88 જેટલી રમતોમાં નવા વિક્રમો સ્થપાયા એમાં પણ 42 તો મહિલા ખેલાડીઓએ સ્થાપ્યા છે.
ગુજરાત હવે ખેલકૂદના ક્ષેત્રમાં પણ દેશમાં ગૌરવભેર ઉન્નત મસ્તક રાખી શકે એવી સ્થિતિનું નિર્માણ થયું છે તેમ તેમણે જણાવ્યું હતું. ગુજરાત આધુનિક બનશે. છ કરોડ ગુજરાતીઓની માનવીય ગરિમાથી ખેલકૂદ ક્ષેત્ર આ ગરિમાની અભિવ્યકિતનું માધ્યમ બન્યુ છે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતમાં ફ્રાન્સની કંપની ખેલમહાકુંભથી પ્રેરિત થઇને સ્પોર્ટસ વિલેજ સ્થાપશે તેવી જાહેરાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ આ ખેલમહાકુંભના સમાપનની ઘોષણા સાથે આગામી વર્ષના ખેલમહાકૂંભની પૂર્વ તૈયારીઓનું ઉદ્ઘાટન પણ ગૌરવપૂર્વક જાહેર કર્યું હતું.
રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાએ ખેલ મહાકુંભના આ વિરાટ રમતોત્સવથી ગુજરાતે દેશ અને દુનિયાના ખેલકુદ નકશામાં આગવું સીમાચિન્હ્ અંકિત કર્યું છે, તેનો હર્ષ વ્યકત કરતાં ગુજરાત અને ગુજરાતીઓના જિનેટીક સિસ્ટમમાં ખેલકુદ પ્રત્યેનો જે લગાવ ઉભો થયો છે તે આવનારા દિવસોમાં ગુજરાતને રમત-ગમત ક્ષેત્રે આગવા કિર્તિમાન હાંસલ કરાવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
તેમણે ખેલમહાકુંભના આ રમતોત્સવના સફળ આયોજન માટે મુખ્યમંત્રીશ્રીના પ્રેરક નેતૃત્વને રમ્યું ગુજરાત જીત્યું ગુજરાતનું સૂત્ર દેશ અને દુનિયામાં ગુંજતુ કરવાનું આગવું અભિયાન ગણાવ્યું હતું.
સ્પેશિયલ ઓલિમ્પીક ભારતના અધ્યક્ષ અને નિવૃત એરમાર્શલ ડેન્જીલ કિલરે વર્લ્ડ સ્પેશિયલ ઓલિમ્પીકના શ્રી થીમોટીના મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છા અને પ્રસંશા કરતાં પત્રનું પઠન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અમદાવાદ શહેરના મેયરશ્રી અને મહાપાલિકાની વિવિધ કમિટિના પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં રમતપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે વિજેતા ખેલાડીઓની વિવિધ જિલ્લા ટુકડીઓની માર્ચપાસ્ટ પણ યોજવામાં આવી હતી તેમજ રસ્સા ખેંચ, જમ્પીંગ રોપ અને ટેકવાડોનના નિદર્શનો પ્રસ્તુત કરાયા હતા.
વાયબ્રન્ટ ગુજરાત લેકચર સીરીઝનો પ્રારંભ વિશ્વવિખ્યાત અર્થશાષાી પ્રો. જગદીશ ભગવતીનું વ્યાખ્યાન ગુજરાત વિકાસ વિષય વસ્તુ ઉપર પ્રેરક ચિંતન પ્રો. જગદીશ ભગવતીઃ
વાયબ્રન્ટ ગુજરાત લેકચર સીરીઝનો પ્રારંભ
વિશ્વવિખ્યાત અર્થશાષાી પ્રો. જગદીશ ભગવતીનું વ્યાખ્યાન
ગુજરાત વિકાસ વિષય વસ્તુ ઉપર પ્રેરક ચિંતન
પ્રો. જગદીશ ભગવતીઃ
ગુજરાત મોડેલ સમૃદ્ધિ પોષક અને વિકાસ સાતત્યની અનુભૂતિ કરાવે છે
સામાજિક, આર્થિક પરિવર્તનની ગતિ વધુ તેજીલી બનાવીએ
મુખ્ય મંત્રીશ્રીઃ
ગુજરાતે માત્ર વિકાસની દિશા જ નહીં, વિકાસના મોડેલની નામના મેળવી છે
વિશ્વવિખ્યાત અર્થશાષાી પ્રો. જગદીશ ભગવતીએ વાયબ્રન્ટ ગુજરાત વ્યાખ્યાન શ્રેણીનો પ્રારંભ કરતાં ગુજરાત મોડેલને વિકાસના સાતત્ય અને સમૃદ્ધિને પોષક ગણાવ્યું હતું. વિકાસવૃદ્ધિ માટે સંપત્તિનું સર્જન જેટલું આવશ્યક છે એટલું તેનું સામાજિક દાયિત્વ પણ સાથોસાથ વિસ્તરવું જોઇએ. જનતાની વધતી આકાંક્ષાઓને ઝડપથી મૂર્તિમંત કરવાની સાથે શિક્ષણ અને આરોગ્ય જેવી સામાજિક, આર્થિક પરિવર્તનની સેવાઓની પણ પૂર્તિ થવી જોઇએ. આ દિશામાં ગુજરાત મોડેલ પ્રભાવક છે જેને વધુ ગતિશીલતા અપાશે તો નિર્ધારિત લક્ષ્ય ઝડપથી હાંસલ થશે.
ગરવા ગુજરાતી પ્રો. જગદીશ ભગવતી કોલંબીયા યુનિવર્સિટીના સિનીયર પ્રોફેસર છે અને તેમણે તથા તેમના ભાઇ નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી પ્રફુલ્લભાઇને પદ્મવિભૂષણની તથા પ્રોફેસર જગદીશ ભગવતીના વિદૂષી પત્ની શ્રીમતી પદમાબેનને પદ્મભૂષણના ઇલ્કાબથી વિભૂષિત કરેલા છે.
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભગવતી પરિવારની પ્રતિભા સંપન્નતા અને આઝાદીની લડતમાં યોગદાનથી લઇને ન્યાયતંત્ર અને શિક્ષણ ક્ષેત્રે સહિત યશસ્વી પ્રદાન કર્યું છે, તેમ જણાવીને આ ગુજરાત પ્રેમી ખ્યાતનામ અર્થશાષાી થકી વાયબ્રન્ટ ગુજરાત લેકચર સીરીઝનો પ્રારંભ સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો.
પ્રો. જગદીશ ભગવતીએ સમૃદ્ધિની સિદ્ધિઓ વિશે લોકરંજક માન્યતાઓના વિષયવસ્તુ સાથે ગુજરાતના પ્રયોગમાંથી અને ગુજરાત માટેના બોધપાઠ ઉપર વ્યાખ્યાન શ્રેણીનું પ્રથમ ચિંતન રજૂ કર્યું હતું.
આર્થિક સંપન્નતાને સામાજિક દાયિત્વની ભાવનામાં રૂપાંતર કરવામાં ગુજરાત- અનુભવને કેન્દ્રવર્તી ગણાવતાં પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્યું કે, આર્થિક સમૃદ્ધિ અને સામાજિક શ્રેયનો એજન્ડા અલગ નથી.
વૈશ્વિકરણનું ૧૯૯૧નું મોડેલ માત્ર સંપન્ન વર્ગ માટે નહીં, વંચિતોના વિકાસ અને જીવન સુધારણાને પણ આવરી લે તે જરૂરી છે, એમ તેમણે જણાવ્યું હતું. વૈશ્વિકરણના લાભ નિરક્ષરતા, ગરીબી, બિમારી જેવી સમસ્યાના નિરાકરણ માટે ઉપલબ્ધ થવા જોઇએ તેના ઉપર ભાર મુકતાં પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્યું કે, ગુજરાત માત્ર વિકાસના દરનું મોડલ નથી પણ વિકાસની પ્રક્રિયામાં ગુણાત્મક સુધારા કરીને પ્રગતિની હરોળમાં પાછળ રહી ગયેલાઓને જોડવામાં સફળ
રહ્યું છે.
તેમણે જણાવ્યું કે, વિકાસ ગરીબોની જીવનની પ્રગતિમાં પરિવર્તન લાવનારો હોવો જોઇએ. ગરીબોની સમસ્યાનું સાતત્યપૂર્ણ સમાધાન થવું જોઇએ. ગરીબી નિવારણ માટે આર્થિક વિકાસ-ગ્રોથ જરૂરી છે પણ તે સાધન છે, આપણું લક્ષ્ય તો ગરીબી નાબૂદીનું છે.
ગરીબી સંલગ્ન બધી જ સમસ્યાના ઉકેલ માટેની વ્યૂહરચના વિકાસના સાતત્યમાં કેન્દ્રવર્તી હોવી જોઇએ એ હકીકત ઉપર ભાર મુકતાં પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્યું કે, વિકાસ ગ્રોથની નીતિઓ આવક વૃદ્ધિમાં પરિણમે એ આવશ્યક છે. ભારતની આર્થિક નીતિઓ અને સુધારાઓનું વિશ્લેષણ કરતાં તેમણે જણાવ્યું કે, સમૃદ્ધિ અને સંપત્તિના વિતરણની વ્યૂહરચનામાં સામાજિક-આર્થિક પરિવર્તનનો મહિમા હોવો જોઇએ. આરોગ્ય સેવા, લઘુત્તમ રોજગાર, શિક્ષણ, આવાસ અને જીવન આવશ્યક માળખાકીય સુવિધાઓમાં પરિવર્તનનો અહેસાસ થવો જોઇએ. રાજકીય નીતિઓ અને તેની અસરો આ સંદર્ભમાં મુલવવી જોઇએ, એમ તેમણે જણાવ્યું હતું. વિશ્વની આ સંદર્ભની ઉત્તમ વ્યૂહરચનાને સ્થાનિક વાતાવરણમાં પરિવર્તિત કરવા પણ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતની જાહેર છબી અને ઓળખ વિકાસની બની છે અને વિકાસ માત્ર વેપાર વણજનો નહીં, સામાજિક-આર્થિક પરિવર્તનના સુધારા સાથેનો છે. ગુજરાત એક્સપીરિયન્સ આની પ્રતિતી કરાવે છે, એમ સ્પષ્ટપણે પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્યું હતું.
દેશમાં આર્થિક સુધારાની ગતિ ધીમી પડી ગઇ છે તેને ગતિશીલ બનાવવી પડે. ભૂતકાળમાં લાયસન્સ રાજની નીતિઓએ ભ્રષ્ટાચારની ગતિવિધિ અને અસરો વકરાવી હતી. પરવાના પદ્ધતિના દૂષણોએ અનેક ભ્રષ્ટ રીતિ-નીતિને જન્માવી અને રાજકારણ કે પ્રશાસનતંત્ર તેમાંથી બાકાત રહ્યા નથી. ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે પારદર્શી સુધારાની પદ્ધતિ અપનાવવાની જરૂર ઉપર ભાર મુકતાં પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્યું કે, ગુજરાત અને બિહાર આ દિશામાં દ્રષ્ટાંત પુરું પાડી રહ્યા છે.
‘‘ગુજરાત અનુભવ''ની ભૂમિકા વિકાસવ્યૂહ સંદર્ભમાં દર્શાવતાં પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્યું કે, પ્રગતિથી જનતાની આકાંક્ષા પણ વધી જાય છે અને તેથી વિકાસનું સાતત્ય અને સર્વદેશીક વાતાવરણ સર્જાય તો સામાજિક સંતુલન જળવાય. જે ગુજરાતની દિશા યોગ્ય છે તે દર્શાવે છે. ગુજરાતે આર્થિક સુધારાને માનવીય સ્પર્શ આપ્યો છે અને તેને વધુ સઘન વ્યાપક બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે તેનું શ્રેય તેમણે મુખ્ય મંત્રીશ્રીને આપ્યું હતું.
પ્રો. જગદીશ ભગવતીએ ગુજરાતે વિકાસ અને ટેકનોલોજીના વિનિયોગ સાથે કૃષિ વિકાસ ઊંચો દર હાંસલ કર્યો છે તેની વ્યૂહરચનાને પણ પ્રભાવક ગણાવી હતી. પ્રબુદ્ધ નાગરિકોએ વિશ્વના સામાજિક-આર્થિક પરિવર્તન સંદર્ભમાં પ્રો. જગદીશ ભગવતી સાથે રસપ્રદ પ્રશ્નોત્તરી કરી હતી.
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મોડેલની દેશમાં ચર્ચા થાય છે તે માત્ર વિકાસની નોંધ નથી પરંતુ વિકાસના મોડેલ તરીકેની પ્રશંસા થાય છે અને આ ફલશ્રુતિ આપણને વધુ સારું કરવાની પ્રતિબદ્ધતા માટે પ્રેરે છે, એમ જણાવ્યું હતું.
વિશ્વના સાંપ્રત પ્રવાહોને અનુરૂપ ગુજરાતની વિકાસયાત્રાને પ્રોત્સાહક નીતિ નિર્ધારણ માટેની ચિંતન પ્રક્રિયા ઉભી કરવા માટે વાયબ્રન્ટ ગુજરાત વ્યાખ્યાન શ્રેણીની ભૂમિકા દર્શાવતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આખો ભગવતી પરિવાર ગુજરાતની ગૌરવરૂપ અમાનત છે. ગુજરાતનું મૂલ્યાંકન અને તારીફ કરીને ગુજરાતને સાચી દિશામાં પ્રેરતા પ્રો. જગદીશ ભગવતીના મંતવ્યોને મુખ્ય મંત્રીશ્રીએ ખૂબ જ પ્રેરણાદાયી ગણાવ્યા હતા.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિકાસના વ્યૂહમાં માત્ર ભૌતિક પ્રગતિ કે માળખાકીય સુવિધા પર્યાપ્ત નથી પરંતુ વિકાસ સાથે પર્યાવરણને સુસંગત પ્રકૃતિનું તાદાત્મ્ય વ્યવસ્થા સાથે જોડવું પડશે. ગત ૩૦૦ વર્ષમાં જે પ્રદૂષણના પાપ કર્યા છે તે વધુ ના થાય પરંતુ પ્રાકૃતિક શક્તિઓને વિકાસમાં જોડવા ગુજરાત તત્પર છે.
વાયબ્રન્ટ ડેમોક્રેસી, ટેલેન્ટ અને યુથ પાવર એ ભારતની તાકાત છે અને ગુજરાત તેમાં અગ્રીમ યોગદાન આપવા માંગે છે તેનો નિર્ધાર વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિને વિકાસમાં નિર્ણાયક બનાવવા ઉપર ભાર મુકયો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ વિકાસમાં જનભાગીદારી વ્યાપક ફલક વિકસાવવા, લોક સુખાકારીને સુદૃઢ કરવા માટે ટેકનોલોજીનો વિનિયોગ કરવામાં ગુજરાત અગ્રેસર છે અને હવે તો ગુજરાતે લોંગ ડીસ્ટન્સ લર્નિંગ માટે ૩૬ મેગાહર્ટસ્નું આખું ટ્રાન્સપોન્ડર ઉપયોગમાં લેવાની પહેલ કરી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ વ્યાખ્યાન શ્રેણીમાં વિવિધ સામાજિક-આર્થિક ક્ષેત્રના અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિકો, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવશ્રી અને વરિષ્ઠ સચિવશ્રીઓ તથા નિવૃત્ત સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માહિતી કમિશનર શ્રી વી. થીરૂપુગલે સ્વાગત પ્રવચનમાં પ્રો. જગદીશ ભગવતીનો પરિચય અને વ્યાખ્યાન શ્રેણીની ભૂમિકા આપી હતી.
નાતાલ પર્વની શુભકામના પાઠવતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌ ખ્રિસ્તી પરિવારો-નાગરિકોને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી છે.
મુખ્યમંત્રીશ્રીએ ‘મેરીક્રિસમસ'ની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે, પ્રભુ ઇસુના કરૂણા, પ્રેમ અને ભાઇચારાની ભાવનાને આત્મસાત કરીને આ પર્વની ઉજવણી કરીએ.
ગુરૂજનોનું સન્માન આપણી ભારતીય સંસ્કૃતિની પ્રણાલી રહી છે
મજબૂત સમાજ-રાષ્ટ્રના નિર્માણમાં આવા શિક્ષણવિદોની આવશ્યકતાઃ રાજ્યપાલ ર્ડા. કમલાજી
ભારતીય પરંપરામાં ગુરૂજનોના સન્માનની વિશિષ્ટતા રહી છે, તેમ મહામહિમ રાજ્યપાલ ર્ડા. કમલાજીએ સરદાર વલ્લભભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સેવા પ્રદાન કરવા માટે ટ્રસ્ટના નિયામક તથા પ્રિન્સીપાલ શ્રી દર્શનસીંગ શીખનું સન્માન કરતાં જણાવ્યું હતું. ર્ડા. કમલાજીએ કહ્યું હતું કે, અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જનારા ગુરૂનું આદર સ્થાન રહ્યું છે. શ્રી શીખની શૈક્ષણિક સેવાઓને બિરદાવી વિદ્યાર્થી જગતમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા અભિનંદન પાઠવી એમનું યોગદાન અમૂલ્ય રહેશે તેમ જણાવ્યું હતું. શિક્ષણ જગતમાં આવા શિક્ષણવિદ્ની ખૂબ જ જરૂરિયાત છે. આપણા સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં વિદ્યાર્થીઓને સક્ષમ બનાવવાની ઉત્કૃષ્ઠ કામગીરી ગુરૂજનોની છે.
સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને શ્રી દર્શનસીંગ શીખ લિખિત ‘‘શિક્ષણને સમર્પિત જીવન સુવર્ણ પૃષ્ઠ'' પુસ્તકનું ર્ડા. કમલાજીના વરદ્હસ્તે વિમોચન કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રસ્ટ સાથે શ્રી દર્શનસીંગ શીખ છેલ્લા પાંચ દાયકાથી સંકળાયેલા છે. તેમણે અથર્શાષા વિષય પર ર૪થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. પ્રખર શિક્ષણવિદ અને આદર્શ વહીવટકર્તા એવા પ્રિન્સીપાલ દર્શનસીંગ શીખ માને છે કે શિક્ષણનો પાયો મજબૂત હશે તો મજબૂત સમાજ અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થાય જ.
આ સન્માન સમારોહમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી નરહરી અમીન, શ્રીમતી ઉર્મિલાબેન પટેલ, ગુજરાત લૉ સોસાયટીના એકઝીકયુટીવ વાઇસ પ્રેસીડેન્ટ શ્રી સુધીરભાઈ નાણાવટી, શિક્ષણ જગતના વિદ્વાનો, વિદ્યાર્થીઓ, નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
શહેરી ગરીબ કલ્યાણમેળો ૯ હજાર કરતા વધુ જરૂરતમંદોએ ૪૬ કરોડ કરતા વધુ રકમની સાધન સહાય મેળવી વચેટીયાઓનું રાજ હટાવી સીધે સીધા લાભ આપવાનું આયોજનઃમંગુભાઈ પટેલ ગરીબોને છેતરવાની ધરેડ પડી હતી તેને દુર કરી રસ્તો કાઢયોઃ મંત્રી નરોત્તમભાઈ પટેલ
શહેરી ગરીબ કલ્યાણમેળો
૯ હજાર કરતા વધુ જરૂરતમંદોએ ૪૬ કરોડ કરતા વધુ રકમની સાધન સહાય મેળવી
વચેટીયાઓનું રાજ હટાવી સીધે સીધા લાભ આપવાનું આયોજનઃમંગુભાઈ પટેલ
ગરીબોને છેતરવાની ધરેડ પડી હતી તેને દુર કરી રસ્તો કાઢયોઃ મંત્રી નરોત્તમભાઈ પટેલ
સૂરતઃ - પડિત દિનદયાળ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા શહેરી ગરીબ કલ્યાણ મેળામાં ચોર્યાસી વિસ્તારના નવ હજાર કરતા વધુ જરૂરતમંદોને ૨૪ જેટલી વિવિધ યોજના હેઠળ ૪૬ કરોડ કરતા વધુ રકમની સાધન સહાય સીધે સીધી એનાયત કરવામાં આવી હતી.
જિલ્લા પ્રભારીમંત્રીશ્રી મંગુભાઈ પટેલ, અન્નવિભાગના મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે એક જ સ્થળે સમૂહમાં હાથોહાથ સાધન સહાય કરવાના પ્રસંગે શ્રી મંગુભાઈએ ગરીબ કલ્યાણ મેળો મુખ્યમંત્રીશ્રીના અભ્યાસનું પરિણામ હોવાનું જણાવી કહ્યું હતું કે, યોજનાઓ તો વર્ષોથી ચાલતી આવી છે. પણ યોજનાઓનું અનુદાન વણવપરાયેલું રહેતું, ગરીબો સુધી યોજના પહોચતી નહીં, વચેટીયાઓનું રાજ હતું જે પધ્ધતિ ધ્યાને આવતા મ્યુખ્યમત્રીશ્રીએ વીતેલા ત્રણ વર્ષથી ગરીબ કલ્યાણ મેળાઓ ગુજરાતના તમામ ગામડાઓ શહેરોમાં યોજવાનું આયોજન કર્યું.જેના પ્રથમ વર્ષે ૩૦૦ ગરીબ કલ્યાણ મેળામાં ૩૨૮૭ કરોડની સાધન સહાય ચૂકવાઈ.
હવે પદાધિકારીઓ-અધિકારીઓ ધરે ધરે પંહોચી ફોર્મ ભરાવીને યોજનાનો લાભ ગરીબને આપી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીની ગરીબી સામે લડવાની લડાઈનો મૂળ હેતું આજના આ મોધવારીના સમયે જરૂરતમંદ વ્યકિતઓની આવકમાં વધારો કરવા માટેનો હોવાનું જણાવી ઉમ્મીદ યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
રાજયના અન્ન વિભાગના મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલે ગરીબ કલ્યાણ મેળાનું હાર્દ સમજાવી કહ્યું હતું કે, રાજય સરકારની યોજનાનો લાભ મેળવવા માટે કચેરીમાં દોડા કરતો લાભાર્થીને હવે ધર બેઠા પદાધિકારી-અધિકારીઓ આવીને ફોર્મ ભરાવી જાય છે. જરૂરતમંદોને શોધી-શોધીને તેમના હક્કો અપાવવાનું કાર્ય મુખ્યમંત્રીશ્રીની દેન છે. તેમણે ગરીબોને છેતરવાની જે ધરેડ પડી ગઈ હતી તે દૂર કરી રસ્તો કાઢયો છે. મંત્રીશ્રીએ વિવિધ યોજના હેઠળ મળતા લાભોની પણ વિગતો આપી હતી.
તેમણે સૂરત શહેરમાં વાતાનુકુલિત હોલમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ હોવાનું જણાવી સૌને અભિનંદન આપ્યા હતા.
પ્રારંભમાં મેયરશ્રી રાજેન્દ્ર દેસાઈએ મહાનુભાવોને આવકાર્યા હતા.
આ પ્રસંગે યોજનનો લાભ મેળવી ચૂકેલા લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા.
આ પ્રસંગે સાંસદસર્વશ્રી સી.આર.પટેલ, દર્શનાબેન જરદોશ, ધારાસભ્યશ્રી કિશોરભાઈ વાકાવાલા, નાનુભાઈ વાનાણી, શાસકપક્ષના નેતા દયાશંકરસિંગ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ભીમજીભાઈ પટેલ, કમિશનરશ્રી મનોજકુમાર દાસના હસ્તે પણ સાધન સહાય એનાયત કરવામાં આવી હતી.
આભારવિધિ ડેપ્યુટી મેયર શ્રીમતી વર્ષાબેન રાણાએ કરી હતી.
આજના શહેરી ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓએ શું કહ્યુંઃ
રીક્ષા માટે લોન મેળવી ચૂકેલા ફિરોજ ખાનઃ
ભાડાની રીક્ષા ચલાવતા ફિરોજખાન ગુલાબખાન પઠાનને સુરત શહેરી ગરીબ કલ્યાણમેળામાં એસ.વાય.એસ.યોજના હેઠળ રીક્ષા ખરીદવા માટે મહાનગરના યુ.સી.ડી. વિભાગ અંતર્ગત બેકમાંથી રૂા.૧.૩૪ લાખની લોન મળતા આનંદીત થઈ ઝુમી ઉઠયા હતા. તેઓ છે કે, ભાડાની રીક્ષા ચલાવતો ત્યારે આવક કરતા ખર્ચાઓ વધારે થતા. ધરની પરિસ્થિતિ સારી નહોતી. જયારે આજે હું મારી માલિકીની રીક્ષા મળતા મારી બધી જ સમસ્યા હલ થઈ ગઈ છે તેમજ લોનના હપ્તા બાદ કરતા સારૂ એવી બચત થઈ રહે છે.
"ઉમ્મીદ' થકી કોમ્યુટર ઓપરેટર થઈઃ
ધરની પરિસ્થિતિને કારણે હું ભણી શકી નથી પણ ઉમ્મીદને કારણે હું મારા પરિવારને મદદરૂપ થઈ શકું છું એવા શબ્દો છે વિશ્વકર્માબહેનના. તેણીએ કહ્યું કે, મારા પિતા ફર્નિચરનું કામ કરીને પેટીયું રળતા જેના કારણે મારી અધ્ધવચ્ચે ભણવાનું મુકી દેવું પડયું. પણ જયારે ધરની નજીક પાડેસરામાં ઉમીદ યોજના સેન્ટરની મુલાકાત લઇને ઉમીદ યોજના હેઠળ ત્રણ મહિનાની કોમ્યુટર, ટેલી, માર્કેટીગની તાલીમ લઇ આજે હું કોમ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરીને ધરમાં મદદરૂપ થઈ રહી છું.જેના માટે હું હદયથી રાજય સરકારનો આભાર માનું છું.
રસ્તા પર ધંધો કરતો આજે પોતાની દુકાન ધરાવું છુંઃ હિતેશ
પહેલા રસ્તા પર ગીફટ આર્ટિકલ્સ, ઝવેલરી વેચતો પણ આજે ધરની દુકાનમાં ધરાવતો થયો છું તેમ હિતેશભાઈ જાવડેએ જુસ્સાભેર પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેઓ કહે છે કે, મહાનગર પાલિકાના યુ.સી.ડી.ના અર્બન કેમ્પમાં સુવર્ણ શહેરી ગરીબ કલ્યાણ યોજના હેઠળ રૂા.૨ લાખની લોન મળી તેમજ સરકારની ૨૫ ટકા સબસીડી સાથે આજે હું મારા ધરની દુકાન ધરાવીને ગર્વભેર ધધો કરતો થયો છું.
ઝુંપડપટ્ટીમાંથી પાકા ધરમાં આવ્યોઃરાજુભાઈ
રાજુભાઈ કહે છે કે એક સમયે ધરતીનગર ખાતેની ઝુંપડપટ્ટીમાં કાદવ કીચડના રસ્તાઓ, પીવાના પાણી માટે લાબી લાઈનો, પાણી ટપકતા ઝુંપડીમાં રહેતો હતો. પણ ગરીબ કલ્યાણ મેળામાં કોસાડ ખાતે તમામ ભૌતિક સુવિધાઓથી સજ્જ ધરનું ધર મળતા તમામ મુશ્કેલીઓનું નિવારણ આવ્યું છે.
રમતગમત રાજ્યમંત્રી આજે સૂરતમાંઃ
સૂરતઃ - સહકાર, રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ આવતીકાલ તા. ૨૪મીના રોજ સાંજે ૭.૦૦ વાગ્યે બારડોલી ખાતે સુરત જિલ્લા લેઉવા પાટીદાર સમાજની વાડી ખાતે સુરત જિલ્લા લેઉવા પાટીદાર સમાજ અને અમેરીકા લેઉવા પાટીદાર સમાજ આયોજીત વોલીબોલ ટુનામેન્ટ વિજેતા ટ્રોફી એનાયત કાર્યક્રમમાં હાજરી આપશે.
આજે કુટીરઉઘોગમંત્રી સુરતમાંઃ
સૂરતઃ - કુટીર ઉઘોગમંત્રીશ્રી રણજીતભાઈ ગીલીટવાલા આવતીકાલ તા.૨૪મીના રોજ સાંજે ૬.૦૦ વાગે રંગઉપવન, નાનપુરા ખાતે મૂક બધીર વિકાસ ટ્રસ્ટનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. તા.૨૫મીએ સવારે ૬.૦૦ વાગે સુરતથી સાપુતારા જવા રવાના થશે. તા.૨૬મીએ સવારે ૮.૦૦ વાગે સુરતથી ગાંધીનગર જવા રવાના થશે.
રમતગમત રાજ્યમંત્રી સૂરતમાંઃ
પી.પી.સવાણી હાર્ટ ઇન્સ્ટિટયુટના ઉદ્ધાટનમાં હાજરી આપશેઃ
સૂરતઃ - સહકાર, રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ તા. ૨૫મીના રોજ સવારે ૯ઃ૦૦ વાગ્યે ધારૂકાવાળા કોલેજ કમ્પાઉન્ડ, વરાછા રોડ ખાતે આવેલી પી.પી.સવાણી હાર્ટ ઈન્સ્ટિટયુટ એન્ડ મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલના ઉદ્ધાટન સમારંભમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે.
પ્રોહીબીશનની પ્રવૃતિ જણાય તો પોલીસ કંટ્રોલમાં જાણ કરશોઃ પોલીસ અધિક્ષક
સૂરતઃ- સૂરત જિલ્લા ગ્રામ્યના પોલીસ અધિક્ષકશ્રી પિયુષ પટેલે એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે કે, આગામી તા.૨૯/૧૨/૨૦૧૧ના રોજ ગ્રામ પંચાયતની ચંૂટણી યોજાનાર છે. ગુજરાત રાજયમાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ ઉપર કાયમી બાંધ છે. તેમ છતા ચૂંટણી દરમિયાન ખલેલ ન પહોચે તેમજ કાયદો અને વ્યવસ્થાની કામગીરી જળવાઈ રહે તે માટે સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટેના પ્રયત્નો શરૂ છે. આથી આવી ગુનાહિત પ્રવૃત્તિની માહિતી જો કોઈને મળે તો તે અંગેની જાણ સૂરત ગ્રામ્ય કંટ્રોલ રૂમના ફોન નંઃ (૦૨૬૧)૨૬૫૧૮૩૨,૨૬૫૧૮૩૩ તેમજ ફેકસ નંબરઃ૦૨૬૧-૨૬૫૧૮૩૪ પર સંપર્ક સાધવા
એકલવ્ય મોડેલ રેસીડેન્સયલ સ્કુલમાં પ્રવેશ મેળવવો છે?ઃ
સૂરતઃ- ગુજરાત રાજય ડેવલપમેન્ટ રેસીડેન્સીયલ એજયુકેશન ઈન્સ્ટીટયુશન્સ સોસાયટી (ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત) ૩જો માળ, બિરસા મુન્ડા ભવન, સેકટર-૧૦એ, ગાંધીનગર દ્વારા એકલવ્ય મોડેલ રેસીડેન્સયલ સ્કુલમાં પ્રવેશ મેળવવા માટે સરકારી આશ્રમ શાળા અને ગ્રાન્ટ ઈન એડ શાળાઓના પાંચમાં ધોરણમાં ભણતા વધુમાં વધુ ૧૩ વર્ષની વયના આદિજાતિના બાળકો માટે પ્રવેશ માહિતી પુસ્તિકા અને પ્રવેશ ફોર્મ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૨, બી-૩, અઠવાલાઈન્સ, સુરત ખાતે થી કચેરીના સમય દરમિયાન મેળવી લેવા જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.
સ્વામી વિવેકાનંદ સેવા ટ્રસ્ટ દ્વારા મહારકતદાન શિબિરનું આયોજન
સૂરતઃ-મી વિવેકાનંદ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી તા.૨૫/૧૨/૧૧ના રોજ ૯.૦૦ થી 1.00 વાગ્યા દરમિયાન વૈશાલી જેમ્સ, કેસરબા માર્કેટ, ગોટાલાવાડી, કતારગામ ખાતે બટુકભાઈ પટોલીયાને ત્યાં મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં હરીદ્વારના પ્રખર વેદાંતાચાર્ય મહામંડલેશ્વરના રામસ્વરૂપજી મહારાજ અને ભગવદસ્વરૂપ સ્વામીજી ખાસ ઉપસ્થિત રહેશે.
તરસાડા-કાકરાપાર-વ્યારા રસ્તા ઉપર મોટીચેર વેસ્ટ વિયરના પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધઃ
સૂરતઃ તરસાડા-કાકરાપાર-વ્યારાના રસ્તા ઉપર આવેલા મોટીચેર પર વર્ષો જૂના વેસ્ટ વિયરના પુલની હાલમાં અવર જવરની ક્ષમતા ઓછી થઇ હોવાના કારણે સલામતીના ભાગરૂપે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.આર.ડોડીયાએ એક જાહેરનામાં દ્વારા પુલ પરથી ભારે વાહનો પર નિયંત્રણ ફરમાવ્યો છે. આ વાહનોને વ્યારા જનક હોસ્પિટલ ત્રણ રસ્તાથી સીધા નેશનલ હાઇવે નં.૬ ઉપર થઇ બાજીપુરા સુમુલ ડેરી-મઢી થઈ માંડવી તરફ ડાયવરઝન કરવામાં આવ્યા છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. આ હુકમનો અમલ તા. ૧૩.૨.૨૦૧૨ સુધી રહેશે.
સાપુતારા ખાતે તા.૨૫ મીએ ગ્લાઇડવેન્ચર પેરાગ્લાઇડીગ ટેન્ડમ ફેસ્ટીવલ ખુલ્લો મૂકાશે
સાપુતારા ખાતે ગુજરાત રાજય પ્રવાસન નિગમ આયોજીત તા.૨૫ મીએ ગ્લાઇડવેન્ચર પેરાગ્લાઇડીગ ટેન્ડમ ફેસ્ટીવલનુ઼ ગર્વનર હિલ સાપુતારા ખાતે ૧૦-૦૦ કલાકે પ્રવાસન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, અન્ન,નાગરીક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના રાજયકક્ષાના મંત્રીશ્રી જીતેન્દ્ર આર.સુખડીયાના હસ્તે ઉદ્ધાટન કરાશે. આ પ્રસંગે પ્રમુખસ્થાને રણજીત ગીલીટવાલા મંત્રીશ્રી રાજયકક્ષાના કુટિર ઉધોગ, મીઠા ઉધોગ, છાપકામ અને લેખનસામગ્રી તેમજ મુખ્ય મહેમાન તરીકે કમલેશભાઇ પટેલ અધ્યક્ષ ગુજરાત પ્રવાસન નિગમ ઉપસિથત રહેશે.
જયારે અતિથિવિશેષ તરીકે ધારાસભ્યશ્રી વિજયભાઇ પટેલ ડાંગ-આહવા અને શ્રી વિપુલ મિત્રા અગ્રસચિવ ટુરીઝમ, દેવસ્થાન, પવિત્ર યાત્રાધામ અને એવીયેશન, શ્રી દિનેશભાઇ દાસા નિયાકમશ્રી ગુજરાત પ્રવાસન નિગમ , શ્રી રમેશભાઇ ચૌધરી ઉપપ્રમુખશ્રી ડાંગ જિલ્લા પંચાયત અને ખાસ ઉપસ્થિતિ તરીકે શ્રી પી.કે.સોલંકી કલેકટર ડાંગ ઉપસ્થિત રહેશે.
ભવાનદગડ ખાતે તા.૨૪ મીએ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી કરાશે
ડાંગ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ અનુ ડાંગ જિલ્લા ગ્રાહક હિતરક્ષક મંડળ આહવા દ્રારા તા.૨૪-૧૨-૨૦૧૧ નાં રોજ આદિવાસી કુમાર છાત્રાયલ ભવાનદગન આહવા ખાતે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવશે. સેમીનારનુ઼ં ઉદ્ધાટન પી.કે.સોલંકી કલેકટરશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આહવા-ડાંગ કરશે. અતિથિવિશેષ તરીકે પ્રાંત અધિકારીશ્રી અને ગ્રાહક સુરક્ષા અધિકારી ડાંગ આહવા ઉપસ્થિત રહેશે. જયારે મુખ્ય મહેમાન તરીકે શ્રી ગાંડાભાઇ પટેલ ડાંગ સ્વરાજ આશ્રમ આહવા, શ્રી ગુણવંતભાઇ પરીખ આશ્રમ શાળા કાલીબેલ અને આચાર્યશ્રી ભવાનદગડ પ્રાથમિક શાળા હાજર રહેશે.
ડાંગ જિલ્લાના પ્રવાસે રાજયકક્ષાના મંત્રીશ્રી જીતેન્દ્ર સુખડીયા
પ્રવાસન,બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, અન્ન,નાગરીક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના રાજયકક્ષાના મંત્રીશ્રી જીતેન્દ્ર આર.સુખડીયા તા.૨૪-૧૨-૨૦૧૧ શનીવારે ૧૬-૦૦ કલાકે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત લેકચર સીરીઝ કાર્યક્રમમાં હાજરી આપી ૧૮-૦૦ કલાકે ગાંધીનગરથી સાપુતારા આવવા રવાના થશે. તા.૨૫-૧૨-૨૦૧૧ રવિવારે ૧૦-૦૦ કલાકે ગુજરાત રાજય પ્રવાસન નિગમ આયોજીત ગ્લાઇડવેન્ચર પેરાગ્લાઇડીગ ટેન્ડમ ફેસ્ટીવલનું મંત્રીશ્રીના હસ્તે ગર્વનર હિલ સાપુતારા ખાતે ઉદ્ધાટન કરાશે.
સુબીરમાં પ્રકૃતિ શિક્ષણ કાર્યક્રમ યોજાયો
ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને સુરત નેચર કલબના સંયુકત પ્રયાસથી ડાંગના સરકારી શાળાના સાત હજાર વિધાર્થીઓ માટે પર્યાવરણ શિક્ષણ બસ દ્રારા નેચર કલબ સુરત આપે છે. તાજેતરમાં સુબીર ખાતે સરકારી ઉ.માધ્યમિક શાળા તથા પ્રાથમિક શાળા ખાતે ચાલતી દ્રષ્ટ્રિ ઇકોકલબના સંયુકત ઉપક્રમે આ પ્રકૃતિ શિક્ષણનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી વસનજીભાઇ, શ્રી ગમનભાઇ તથા સરકારી ઉ.મા. શાળાના ઇનચાર્જ આચાર્યશ્રી આશાબેને પ્રદર્શનમાં બસમાં ભાગ લેનાર વિધાર્થીઓને આવકાર્યા હતા.આ પ્રસંગે સુરતના દિગંતભાઇ તથા શ્રી પરમારભાઇએ વિગતવાર પૂર્ણ માહિતી આપી શાળાઓને કીટ્સ પણ આપવામાં આવી હતી.આભારીવધિ ડી.બી.મોરે કરી હતી.
ડાંગઃ ૨૬ મી જાન્યુઆરી-૨૦૧૨ નાં આયોજન અંગેની બેઠક મળશે
ડાંગ જિલ્લામાં આગામી ૨૬ મી જાન્યુઆરી-૨૦૧૨ ના આયોજન માટે અધિકારીશ્રીઓની બેઠક તા.૩-૧-૨૦૧૨ નાં રોજ ૧૨-૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં રાખવામાં આવેલ છે જેમાં જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને હાજર રહેવા કલેકટરશ્રી ડાંગ આહવાની અખબારી યાદીમાં જણાવેલ છે.
શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ઃ
નવસારી જિલ્લામાં ૧.૧૫ લાખ બાળકોના આરોગ્યની તપાસણી કરાઇ
નવસારીઃ નવસારી જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત શાળાઓમાં ભણતા બાળકોની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં પાંચ સપ્તાહ અંત સુધી ૧૧૫૮૫૦ બાળકોની તપાસણી કરવામાં આવી હોવાનું મખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઘ્વારા જણાવાયું છે.
શાળા આરોગ્ય કાર્યક્રમ હાલ છઠૃા સપ્તાહની કામગીરી ચાલી રહી છે. પાંચમાં સપ્તાહ અંતિત નવસારી જિલ્લામાં ૩૦૪૮૨૯ બાળકો પૈકી ૧૧૫૮૫૦ બાળકોની આરોગ્ય તપાસણી થઇ ચૂકી છે. જે પૈકી ૩૪૬૬૬ ખામીવાળા બાળકોને તબીબી અધિકારી દ્વારા તપાસ હાથ ધરી સ્થળ પર સારવાર આપવામાં આવી છે. જે પૈકી ૨૨૧૮ બાળકોને સ્પેશ્યાલીસ્ટ સારવાર માટે સંદર્ભ સેવા માટે રીફર કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૨૭૮ બાળકોની સારવાર પુર્ણ થઇ છે. જેમાં ૮૨ બાળકો બાળરોગ નિષ્ણાંત દ્વારા', ૮૬૯ બાળકો આંખની નાની મોટી બિમારી, ૧૭૫ દાંતના રોગો, ૬૭ ચામડીના રોગો, ૫૦ કાન-નાક-ગળાના રોગો માટે તથા ૩૫ અન્ય નિષ્ણાંત દ્વારા તપાસવામાં આવ્યાં છે. તે પૈકી હ્દયરોગ, કીડની તથા કેન્સર જેવી ગંભીર બિમારી માટે ૧૭ બાળકોને સુપર સ્પેશ્યાલીટી સારવાર માટે રીફર કરવમાં આવ્યાં છે. જેમાં ૫ હ્દયરોગ તથા ૨ કેન્સર સારવાર માટે સુપરસ્પેશ્યાલીટી સારવાર અપાઇ છે.
આથી તમામ વાલીઓને અનુરોધ છે જયારે પણ શાળા આરોગ્ય તપાસણી ચાલતી હોય ત્યારે આપનાં બાળકોને જરૂરથી શાળાએ મોકલશો તથા તબીબી અધિકારીનાં સલાહ-સૂચન મુજબ સાથ સહકાર આપી આપના બાળકોને તંદુરસ્ત બનાવવાનાં અભિયાનમાં મદદરૂપ થશો. આ કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૧૮ વર્ષના શાળાએ જતાં આંગણવાડીમાં જતાં તમામ બાળકો તેમજ ૦ થી ૧૪ વર્ષના શાળાએ ન જતાં બાળકોની પણ તપાસ હાથ ધરવામાં આવે છે.
આજે સયાજી વૈભવ પુસ્તકાલય ખાતે વાર્તાલાપ ઃ
નવસારીઃ શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે તા.૨૪/૧૨/૧૧ ના રોજ સાંજે ૬-૦૦ કલાકે પ્રસિધ્ધ સાહિત્યકાર-સર્જક ધ્રુવભટૃનો "અકૂપાર' પુસ્તક પર વાર્તાલાપ કરશે. આ વાર્તાલાપ સાંભળવા નગરજનોને પુસ્તકાલય પરિવાર ઘ્વારા આમંત્રણ પાઠવ્યું છે.
સર જે.જે.પ્રાયમરી સ્કુલના બાળકો સ્પર્ધામાં વિજેતા બન્યા ઃ
નવસારીઃ નવસારી ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં ફિલાટેલી કવીઝ સ્પર્ધા, પત્રલેખન સ્પર્ધા, ડ્રોઇંગ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારીની સર જે.જે.પ્રાયમરી સ્કુલ(ગુજરામી મિડિયમ)ના બાળકોએ ભાગ લીધો હતો. ફિલાટેલી કવીઝ સ્પર્ધામાં પ્રથમક્રમે નાયક કથન, દ્વિતિયક્રમે પટેલ દર્શન, તૃતીયક્રમે સોની સૃષ્ટિ વિજેતા, પત્રલેખન સ્પર્ધામાં રાઠોડ હેનિલ વિજેતા, ડ્રોઇંગ સ્પર્ધામાં પ્રથમક્રમે વિશ્વા દેસાઇ અને દ્વિતિયક્રમે રાઠોડ હેનિલ વિજેતા જાહેર થયા છે. વિજેતા થેયલા બાળકો વડોદરા ખાતે રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. શિક્ષક સર્વશ્રીઓ સવિતાબેન પટેલ, ભારતીનબેન કંસારા અને અશોકભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ બાળકો વિજેતા બન્યા છે. વિજેતા બાળકોને શાળાના આચાર્ય શ્રીમતી તારકેશ્વરી સુરતી તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યાં હતાં.
આજે બીલીમોરા ખાતે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી ઃ
નવસારીઃ નવસારી જિલ્લાકક્ષાનો "રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન'ની ઉજવણી તા.૨૪/૧૨/૧૧ ના રોજ સવારે ૧૦-૦૦ વાગે સાંઇબાબા મંદિરનો હોલ, બીલીમોરા ખાતે યોજાશે. એમ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કે.જે.રાઠોડ ઘ્વારા જણાવાયું છે.
અખિલ ભારતીય ખાદી ગ્રામોદ્યોગના નવનિયુકત અધ્યક્ષશ્રી દેવેન્દ્રભાઇ દેસાઇનું સન્માન કરતા નાણાંમંત્રીશ્રી વાળા
અખિલ ભારતીય ખાદી ગ્રામોદ્યોગના નવનિયુકત અધ્યક્ષશ્રી દેવેન્દ્રભાઇ દેસાઇનું સન્માન કરતા નાણાંમંત્રીશ્રી વાળા
રાજકોટ
નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળાએ અખિલ ભારતીય ખાદી ગ્રામોદ્યોગના નવનિયુકત અધ્યક્ષશ્રી દેવેન્દ્રભાઇ દેસાઇનું સન્માન કર્યું હતું.
હેમુ ગઢવી નાટય ગૃહ ખાતે યોજાયેલા સુરૂચિપૂર્ણ સમારોહમાં મંત્રીશ્રી વાળાએ ગાંધીવાદી મૂલ્યોના પ્રણેતા એવા સહકારી ક્ષેત્રના મૂલ્યનિષ્ઠ અગ્રણીશ્રી દેવેન્દ્રભાઇ દેસાઇને મોમેન્ટો અર્પણ કરતાં જણાવ્યું હતુ કે, શ્રી દેવેન્દ્રભાઇ દેસાઇએ રચનાત્મક પ્રવૃત્તિમાં જ તેમનું જીવન સમર્પિત કરી દીધું છે. ખાદી ગ્રામોદ્યોગના સવા કરોડ કર્મચારીઓના શ્રેયની જવાબદારી સુપેરે વહન કરવાની શ્રી દેવેન્દ્રભાઇને પરમ કૃપાળુ પરમાત્મા શકિત આપે, એવી શુભેચ્છા પણ તેમણે આ પ્રસંગે વ્યકત કરી હતી.
કેન્દ્રીય સરકારી આયોગ એવા ખાદી ગ્રામોદ્યોગના પંદરમાં અધ્યક્ષ તરીકે તાજેતરમાં જ કાર્યભાર સંભાળનાર ૭૭ વર્ષીય શ્રી દેવેન્દ્રભાઇ મેસાઇએ આ પ્રસંગે તેમજો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતુ કે, ખાદી ગ્રામોદ્યોગના અધ્યક્ષ તરીકે તેમને દરિદ્રનારાયણની સેવા કરવાની તક મળી છે, ત્યારે તેઓ તેમનાથી શકય એવા તમામ પ્રયત્નો કરી છૂટશે. હવે ‘‘અમુલ’’માં પરિવર્તન થયેલ રાજકોટ સહકારી ડેરી-‘‘ગોપાલ’’ની સ્થાપના સમયના તથા રાનષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાથેના સંસ્મરણો પણ તેમણે આ તકે વાગોળ્યા હતા અને તેમનું સન્માન કરવા બદલ સરગમ કલબના અધ્યક્ષશ્રી ગુણવંતભાઇ ડેલાવાળા પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
આ સન્માન સમારંભમાં બાન લેબ્સના મેનેજીંગ ડીરેકટરશ્રી મૌલેશભાઇ ઉકાણી, સિટિઝન બેંકના મેનેજીગ ડીરેકટરશ્રી અશ્વિનભાઇ મહેતા, બાલભવનના અધ્યક્ષશ્રી મનસુખભાઇ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભારદર્શન શ્રી સંજયભાઇ કામદારે કર્યુ હતું.
સદભાવના મિશન
મુખ્યમંત્રીશ્રીના સદભાવના ઉપવાસ સંદર્ભે કરાયેલ વાહન પાર્કીગની વ્યવસ્થા
રાજકોટ
આગામી તા. ર૬/૧૨/૧૧ના રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સદભાવના ઉપવાસ સંદર્ભે નીચે મુજબની પાર્કીગ વ્યવસ્થા કરવામાં આવી છે.
વીઆઇપી પાર્કીગઃ કાર્યક્રમથી જમણી બાજુ રૂરલ એસ.પી.ના બંગલા સામેના રેસકોર્ષના દરવાજાથી એન્ટ્રી રેસકોર્ષ ગ્રાઉન્ડમાં.
આમંત્રીત/સામાજીક/ધાર્મિક એનજીઓ ગૃપ પાર્કીગ માધવરાવ સિધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ આગળનો ભાગ રેસકોર્સ.
જનરલ પાર્કીગ બસ/ફોરવ્હીલર/ટુવ્હીલરઃ રીલાયન્સ ગ્રાઉન્ડ તથા રઘુનંદન સોસાયટીનું પાર્કીગ આઇકર વાટીકા ભવન પાછળ
એસ.ટી.બસો માટે પાર્કિગઃ મોરબી,માળીયા,ટંકારા, વાંકાનેર બસોના પાર્કીગ માટે એથ્લેટીકસ ગ્રાઉન્ડ રેસકોર્ષ.
પોલીસ સ્ટાફ તથા ગવર્નમેન્ટ વાહનોનું પાર્કિગઃ હોમગાર્ડ ઓફીસર કર્વાટર કમ્પાઉન્ડ ફોર વ્હીલર તથા ટુવ્હીલર વાહનો.
રાજકોટ શહેરની બસોનું પાર્કિગઃ ઇન્ડોર સ્ટેડીયમ
બહાર ગામથી આવતી બસો માટેનો રૂટઃ મોરબી, ટંકારા તથા માળીયામીયાણાથી સદભાવનામીશન કાર્યક્રમમાં આવતી બસો મોરબી બાયપાસ થઇ માધાપર ચોકડી ૧૫૦ ફુટ રીંગ રોડ, રેયા સર્કલ, હનુમાન મઢી, આમ્રપાલી, કિશાન પરા ચોક બાલભવન ગેઇટ થઇ એથ્લેટીકસ ગ્રાઉન્ડમાં પાર્કીગ કરશે.
વાંકાનેર તરફથી સદભાવના મીશન કાર્યક્રમમાં આવતી બસો કુવાડવા રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, ડીલક્ષ પારેવડી ચોક, હોસ્પીટલ ચોક, ચૌધરી ચોક, ધરમ સિનેમા થઇ જીલ્લા પંચાયત ચોક, કિશાન પરા ચોક બાવભલન ગેઇટ થઇ એથ્લેટીકસ ગ્રાઉન્ડમાં પાર્કીગ કરશે.
હાથશાળ મંડળીઓને હિસાબી ઓડિટ કરાવી લેવા સૂચના
રાજકોટ
મેનેજરશ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાજકોટની અખબારી યાદીમાં જણાવાયું છે કે રાજકોટ જિલ્લામાં આવેલ હાથશાળ(પ્રાથમિક વણકર સહકારી મંડળી/એપેક્ષ વિવર્સ કો.ઓ.સો.) સહકારી સંસ્થાઓ, વ્યકિતગત હાથશાળ વણકરો, માસ્ટર વણકરો, સ્વસહાયજુથો અને સંયુકત જવાબદારી જુથો, જેઓએ બેંક લોન હાથશાળ વણાટના હેતુ માટે લીધેલ હોય અને તા. ૩૧/૩/૨૦૧૦ના રોજ મુદત વિતિ બાકી હોય અને બેંક તેમને નવી લોન આપવા તૈયાર હોય, તેઓએ જરૂરી આધાર પુરાવાઓ સાથે તા. ૩૧/૧૨/૨૦૧૧ સુધીમાં આ કચેરીનો સંપર્ક કરવા તેમજ પ્રાથમિક વણકર સહકારી મંડળીઓ/ એપેક્ષ વિવર્સ કો.ઓ.સો.એ તેમનું હિસાબી ઓડીટ તા. ૩૧/૩/૨૦૧૦ સુધીનુ ગુજરાત રાજય સહકારી અધિનિયમ કલમ-૮૪ હેટળ અચુક કરાવી લેવા જણાવવામાં આવે છે.
વિકલાંગો તથા તેમના પ્લેસમેન્ટ ઓફિસરને વિકલાંગ પારિતોષિક અંગેની અરજી કરવા અનુરોધ
રાજકોટ વર્ષ-૨૦૧૧ માટે રાજય વિકલાંગ પારિતોષિક સ્પર્ધા માટે શારીરિક ક્ષતિ(વિકલાંગતા) ધરાવતા કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી વિકલાંગ વ્યકિતઓ તથા શારીરિક ક્ષતિ(વિકલાંગ) વ્યક્તિઓને થાળે પાડવાનું અને વિકલાંગોને રોજગાર પૂરો પાડવાનું કામ કરતા પ્લેસમેન્ટ ઓફિસર અને વિકલાંગોને કામે રાખતા નોકરીદાતાઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે.
આ એવોર્ડ માટેના નિયત અરજી ફોર્મ નજીકની રોજગાર કચેરી ખાતેથી વિના-મૂલ્યે તા.૨૩-૧૨-૨૦૧૧ સુધી મળશે. પુરી વિગતો ભરેલા આ ફોર્મ ૨૮-૧૨-૨૦૧૧ સુધીમાં સંબંધિત રોજગાર કચેરીને રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલી આપવાના રહેશે. શારીરિક ક્ષતિ ધરાવતા કર્મચારીઓના કિસ્સામાં શારીરિક ક્ષતિ દેખાય તેવા તાજેતરના ત્રણ ફોટોગ્રાફસ અને ૪૦ ટકા કે તેથી વધુ ખોડ દર્શાવતું સિવિલ સર્જન પાસેથી ત્રણ માસની અંદર મેળવેલું વિકલાંગતાનું પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે. અધૂરી વિગતોવાળા તથા સમયમર્યાદા બહાર મોકલેલા અરજીપત્રકો વિચારણામાં લેવામાં આવશે નહીં. આ અંગેની વધુ માહિતી માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ૧/૩ બહુમાળી ભવન, રેઇસ કોર્ષ પાસે, રાજકોટ ફોન નં-૨૪૪૦૪૧૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
આર્ય સમાજ દ્વારા સામવેદ પારાયણ મહાયજ્ઞના પૂર્ણાહૂતી કાર્યક્રમમાં જામનગર સાંસ્કૃતિક નગરી બને તેવી શુભેચ્છા વ્યકત કરતા રાજયના મહિલા અને બાળ વિકાસ મંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી
જામનગર,
આર્ય સમાજ દ્વારા સામવેદ પારાયણ મહાયજ્ઞના પૂર્ણાહૂતી કાર્યક્રમ તથા શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલયનો ૮૫મો વાર્ષિકોત્સવ તેમજ સ્વામી શ્રધ્ધાનંદ બલિદાન દિવસની ઉજવણી રાજયના મહિલા અને બાળ વિકાસ મંત્રી પ્રો.વસુબેન ત્રિવેદીની ઉપસ્થિતીમાં યોજાય હતી.
સામવેદ પારાયણ શ્રી રામદેવજી શાસ્ત્રીએ તથા વેદપાઠી પં.મણિલાલ આર્ય તથા ટંકારાના બ્રહમચારીઓએ કરાવ્યું હતું.
ધર્મલાભના સહભાગી બનાવવા બદલ આર્ય સમાજના હોદેદારોનો આભાર વ્યકત કરતા મંત્રીશ્રી વસુબહેને કહયુ હતું કે, મારા લગ્ન આ જ સ્થળે આર્ય સમાજ વિધિથી થયા હતા. આજે જયારે આપણા દેશમાં વૈશ્વિક અને સાંસ્કૃતિક આક્રમણના કારણે આપણે ઘણુ બધું ભુલી ગયા છીએ ત્યારે આવતી કાલની પેઢી સજજ થાય તે માટે આ પ્રકારના કાર્યક્રમો સમાજને ઘણા ઉપયોગી છે. જામનગર સાંસ્કૃતિક નગરી બને, તેવું વાતાવરણ ઉભુ થાય તેવી સૌને શુભેચ્છા પાઠવી હતી. મંત્રીશ્રીએ શહીદોને પણ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.
આ તકે આર્યસમાજના પ્રમુખ પ્રેમજીભાઇ રાણા, મંત્રી ડો.અવિનાશ ભટ્ટ, શાળાના આચાર્યશ્રી હર્ષાબેન શાહ, પ્રેમિલાબેન પિત્રોડા સહિતના આર્ય સમાજના હોદેદારો તથા ભાવિકો ઉપસ્થિત રહયા હતા.
રાષ્ટ્રીય અનુ.જાતિ આયોગના સભ્યશ્રીએ બેંક ઓફ બરોડાના કર્મચારીઓની લીધેલ મુલાકાત
જામનગર,
–રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગ અને રાજ્યસભાના સદસ્ય શ્રી રાજુભાઇ ૫રમારે બેંક ઓફ બરોડાના ઉચ્ચ અધિકારીઓને મળી આ બેંકમાં કાર્યરત અનુસુચિત જતિના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી.
આ તકે ભારત સરકારના અનુસુચિત જાતિના આસીસ્ટન્ટ ડાયરેકટર શ્રી એ. સત્ય નારાયણ, સક્રેટરી
શ્રી મહેન્દ્ર પ્રસાદ, ઓફિસ સક્રેટરી શ્રી મુદાયાર, બેંક ઓફ બરોડાના લાયઝન ઓફિસર શ્રી મકવાણા, સિનિયર મેનેજર શ્રી ૫રમાર ઉ૫સ્થિત રહયા હતા.
બેંક ઓફ બરોડાના શેડયુઅલ કાસ્ટ એમ્પ્લોયસ વેલફર સોસાયટી એસોસિએશનના રિઝિયન સેક્રેટરી
શ્રી એસ. જી. ઝાલા અને સભ્ય શ્રી પી. જે. સોંદરવાએ શ્રી રાજુભાઇ ૫રમારની સાથે અનુ. જાતિના પ્રશ્નોની ચર્ચા કરી હતી, જેમાં કચ્છ અને જુનાગઢ જિલ્લાના કેટલાક અંતરિયાળ ગામોમાં કર્મચારીઓને રહેવા મકાનો સહિતની સુવિધા આ૫વા રજુઆત કરી હતી.
સ્વાગત પ્રવચન બેંક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી કપાસીએ કર્યુ હતું. આસીસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી સિંહાએ આભાર વિધિ કરી હતી.
અનોખા અને આગવા દ્રષ્ટિકોણથી જિલ્લાનો વિકાસઃ
ટીમ પોરબંદર ની તત્પરતા જિલ્લા ફરિયાદ-સંકલન સમિતિની મીટીંગમાં પ્રભારી સચિવશ્રી વિનય વ્યાસાનું આહવાન
વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓને અનોખા અને આગવા દ્રષ્ટિકોણથી જિલ્લાના વિકાસ નું મોડેલ તૈયાર કરવા જિલ્લાના પ્રભારી સચિવશ્રી વિનય વ્યાસાએ કરેલ આહવાન ઝીલી લઇને ’’ટીમ પોરબંદર’’ ની વિભાવનાથી જિલ્લાના તંત્રે તત્પરતા વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આગવા અને અનોખા દ્રષ્ટિકોણથી પ્રજાલક્ષી અને વિકાસલક્ષી વિશિષ્ટ પ્રકારના આયોજનો વિચારીને અમલ મૂકવા ના થયેલા સૂચનનો ઉલ્લેખ કરીને શ્રી વ્યાસાએ વહીવટીતંત્રના વિવિધ વિભાગવાર હાલમાં થઇ રહેલી કામગીરીની સમીક્ષા પણ કરી હતી. જિલ્લા કલેકટરશ્રી ગીરીશભાઇ શાહ, નિવાસી અધિક કલેકટરશ્રી અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચિરાગ ચાવડા, જિલ્લા પોલીસ વડાશ્રી દિપન ભદ્રન, પ્રાન્ત અધિકારીશ્રીઓ શ્રી દિપક શુકલા અને પંકજ ઔંધિયા, જિલ્લા આયોજન અધિકારીશ્રી વરસાણી, પુરવઠા અધિકારીશ્રી શાહ, નાયબ કલેકટરશ્રી નાયક તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં આ પ્રેરણાદાયી પહેલ થઇ હતી.
આ અંગે પ્રત્યેક વિભાગ દ્વારા વિચારણા બાદ થનારા સૂચનો સંકલિત કરીને જિલ્લાના વિકાસ અને લોક-સુખાકારી ની દિશામાં નવતર અને ઉત્સાહવર્ધક અભિગમ સાથે કામ કરવા માટે તબકકાવાર આયોજન પણ નકકી થયું હતું,
ભારતીય નૌકાદળમાં કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક
ભારતીય નૌકાદળ દ્વારા અપરણીત યુવાનો માટે વિવિધ જગ્યાઓ માટે જાહેરાત બહાર પડેલ છે. સ્ટીવાર્ડસની જગ્યા માટે એસ.એસ.સી. પાસ અને તા. ૦૧-૧૦-૨૦૧૨ ના રોજ ૧૭ થી ૨૧ વર્ષની વય ધરાવતા, કુક્સની જગ્યા માટે એસ.એસ.સી પાસ અને તા.૦૧-૧૦-૨૦૧૨ ના રોજ ૧૭ થી ૨૧ વર્ષની વય ધરાવતા, ટોપાઝની જગ્યા માટે ધો. ૬ પાસ અને તા. ૦૧-૧૦-૨૦૧૨ ના રોજ ૧૭ થી ૨૧ વર્ષની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
આ જાહેરાતના અરજી ફોર્મ ભારતીય નૌસેનાની વેબસાઇટ www.nausena-bharti.nic.in ઉપરથી મળી શકશે તથા વધુ માહિતી પણ આ વેબસાઇટ ઉપરથી મળી શકશે અરજી કરવાની છેલ્લી તા. ૬-૧-૨૦૧૨ છે. જેની નોંધ લેવા રોજગાર અધિકારી (જનરલ) પોરબંદર દ્વારા જણાવાયું છે.
પોલિસને જાણ કર્યા પછી જ મકાન ભાડે દેવું...
ભુજ,
ત્રાસવાદી કે અસામાજિક તત્વો કચ્છ જિલ્લાના વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવીને જાહેર સલામતિ અને શાંતિ ભંગ કરે તેમજ માનવ જીંદગીની ખુંવારી કે લોકોની સંપતિને નુકશાન પહોંચાડવાની કોશિષ કરે તે સામે જાહેર સુલેહશાંતિ જાળવવાના હેતુથી મકાન માલિકો ઉપર નિયંત્રણો જાહેર કરાયા છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એમ. થેન્નારસને તા. ૨૫/૧૨/૧૧ થી તા.૨૨/૨/૨૦૧૨ બંને દિવસો સહિત ૬૦ દિવસ માટે અમલમાં આવનાર એક જાહેરનામા દ્વારા જણાવ્યું છે કે, કચ્છ જિલ્લાની હદમાં આવેલ તમામ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને મકાન ભાડે આપી શકાશે નહીં.
ભાડે આપેલ મકાનની વિગતમાં ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય તે અંગેની માહિતીમાં મકાન માલિકનું નામ, ભાડે આપેલ મકાનની વિગત, વિસ્તારનું નામ, મકાનનું બાંધકામ ક્ષેત્રફળ, મકાન ભાડે આપવા અધિકૃતતા ધરાવતા વ્યકિતનું નામ, સરનામું, સંપર્ક નંબર, માસિક ભાડુ, જે વ્યકતિને ભાડે આપેલ હોય તેના પાકા નામ-સરનામા, સંપર્ક નંબર અને મકાન માલિક તથા ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યકિતનું નામ, સંપર્ક નંબર સહિત જાહેરનામામાં સૂચિત નિયત કરાયેલી તમામ વિગતો જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
અખિલ ભારતીય ખાદી ગ્રામોદ્યોગના નવનિયુકત અધ્યક્ષશ્રી દેવેન્દ્રભાઇ દેસાઇનું સન્માન કરતા નાણાંમંત્રીશ્રી વાળા
રાજકોટ
રાજયના નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળાએ અખિલ ભારતીય ખાદી ગ્રામોદ્યોગના નવનિયુકત અધ્યક્ષશ્રી દેવેન્દ્રભાઇ દેસાઇનું સન્માન કર્યું હતું.
હેમુ ગઢવી નાટય ગૃહ ખાતે યોજાયેલા સુરૂચિપૂર્ણ સમારોહમાં મંત્રીશ્રી વાળાએ ગાંધીવાદી મૂલ્યોના પ્રણેતા એવા સહકારી ક્ષેત્રના મૂલ્યનિષ્ઠ અગ્રણીશ્રી દેવેન્દ્રભાઇ દેસાઇને મોમેન્ટો અર્પણ કરતાં જણાવ્યું હતુ કે, શ્રી દેવેન્દ્રભાઇ દેસાઇએ રચનાત્મક પ્રવૃત્તિમાં જ તેમનું જીવન સમર્પિત કરી દીધું છે. ખાદી ગ્રામોદ્યોગના સવા કરોડ કર્મચારીઓના શ્રેયની જવાબદારી સુપેરે વહન કરવાની શ્રી દેવેન્દ્રભાઇને પરમ કૃપાળુ પરમાત્મા શકિત આપે, એવી શુભેચ્છા પણ તેમણે આ પ્રસંગે વ્યકત કરી હતી.
કેન્દ્રીય સરકારી આયોગ એવા ખાદી ગ્રામોદ્યોગના પંદરમાં અધ્યક્ષ તરીકે તાજેતરમાં જ કાર્યભાર સંભાળનાર ૭૭ વર્ષીય શ્રી દેવેન્દ્રભાઇ મેસાઇએ આ પ્રસંગે તેમજો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતુ કે, ખાદી ગ્રામોદ્યોગના અધ્યક્ષ તરીકે તેમને દરિદ્રનારાયણની સેવા કરવાની તક મળી છે, ત્યારે તેઓ તેમનાથી શકય એવા તમામ પ્રયત્નો કરી છૂટશે. હવે ‘‘અમુલ’’માં પરિવર્તન થયેલ રાજકોટ સહકારી ડેરી-‘‘ગોપાલ’’ની સ્થાપના સમયના તથા રાનષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાથેના સંસ્મરણો પણ તેમણે આ તકે વાગોળ્યા હતા અને તેમનું સન્માન કરવા બદલ સરગમ કલબના અધ્યક્ષશ્રી ગુણવંતભાઇ ડેલાવાળા પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
આ સન્માન સમારંભમાં બાન લેબ્સના મેનેજીંગ ડીરેકટરશ્રી મૌલેશભાઇ ઉકાણી, સિટિઝન બેંકના મેનેજીગ ડીરેકટરશ્રી અશ્વિનભાઇ મહેતા, બાલભવનના અધ્યક્ષશ્રી મનસુખભાઇ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભારદર્શન શ્રી સંજયભાઇ કામદારે કર્યુ હતું.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)