અખિલ ભારતીય ખાદી ગ્રામોદ્યોગના નવનિયુકત અધ્યક્ષશ્રી દેવેન્દ્રભાઇ દેસાઇનું સન્માન કરતા નાણાંમંત્રીશ્રી વાળા
રાજકોટ
નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળાએ અખિલ ભારતીય ખાદી ગ્રામોદ્યોગના નવનિયુકત અધ્યક્ષશ્રી દેવેન્દ્રભાઇ દેસાઇનું સન્માન કર્યું હતું.
હેમુ ગઢવી નાટય ગૃહ ખાતે યોજાયેલા સુરૂચિપૂર્ણ સમારોહમાં મંત્રીશ્રી વાળાએ ગાંધીવાદી મૂલ્યોના પ્રણેતા એવા સહકારી ક્ષેત્રના મૂલ્યનિષ્ઠ અગ્રણીશ્રી દેવેન્દ્રભાઇ દેસાઇને મોમેન્ટો અર્પણ કરતાં જણાવ્યું હતુ કે, શ્રી દેવેન્દ્રભાઇ દેસાઇએ રચનાત્મક પ્રવૃત્તિમાં જ તેમનું જીવન સમર્પિત કરી દીધું છે. ખાદી ગ્રામોદ્યોગના સવા કરોડ કર્મચારીઓના શ્રેયની જવાબદારી સુપેરે વહન કરવાની શ્રી દેવેન્દ્રભાઇને પરમ કૃપાળુ પરમાત્મા શકિત આપે, એવી શુભેચ્છા પણ તેમણે આ પ્રસંગે વ્યકત કરી હતી.
કેન્દ્રીય સરકારી આયોગ એવા ખાદી ગ્રામોદ્યોગના પંદરમાં અધ્યક્ષ તરીકે તાજેતરમાં જ કાર્યભાર સંભાળનાર ૭૭ વર્ષીય શ્રી દેવેન્દ્રભાઇ મેસાઇએ આ પ્રસંગે તેમજો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતુ કે, ખાદી ગ્રામોદ્યોગના અધ્યક્ષ તરીકે તેમને દરિદ્રનારાયણની સેવા કરવાની તક મળી છે, ત્યારે તેઓ તેમનાથી શકય એવા તમામ પ્રયત્નો કરી છૂટશે. હવે ‘‘અમુલ’’માં પરિવર્તન થયેલ રાજકોટ સહકારી ડેરી-‘‘ગોપાલ’’ની સ્થાપના સમયના તથા રાનષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાથેના સંસ્મરણો પણ તેમણે આ તકે વાગોળ્યા હતા અને તેમનું સન્માન કરવા બદલ સરગમ કલબના અધ્યક્ષશ્રી ગુણવંતભાઇ ડેલાવાળા પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
આ સન્માન સમારંભમાં બાન લેબ્સના મેનેજીંગ ડીરેકટરશ્રી મૌલેશભાઇ ઉકાણી, સિટિઝન બેંકના મેનેજીગ ડીરેકટરશ્રી અશ્વિનભાઇ મહેતા, બાલભવનના અધ્યક્ષશ્રી મનસુખભાઇ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભારદર્શન શ્રી સંજયભાઇ કામદારે કર્યુ હતું.
સદભાવના મિશન
મુખ્યમંત્રીશ્રીના સદભાવના ઉપવાસ સંદર્ભે કરાયેલ વાહન પાર્કીગની વ્યવસ્થા
રાજકોટ
આગામી તા. ર૬/૧૨/૧૧ના રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સદભાવના ઉપવાસ સંદર્ભે નીચે મુજબની પાર્કીગ વ્યવસ્થા કરવામાં આવી છે.
વીઆઇપી પાર્કીગઃ કાર્યક્રમથી જમણી બાજુ રૂરલ એસ.પી.ના બંગલા સામેના રેસકોર્ષના દરવાજાથી એન્ટ્રી રેસકોર્ષ ગ્રાઉન્ડમાં.
આમંત્રીત/સામાજીક/ધાર્મિક એનજીઓ ગૃપ પાર્કીગ માધવરાવ સિધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ આગળનો ભાગ રેસકોર્સ.
જનરલ પાર્કીગ બસ/ફોરવ્હીલર/ટુવ્હીલરઃ રીલાયન્સ ગ્રાઉન્ડ તથા રઘુનંદન સોસાયટીનું પાર્કીગ આઇકર વાટીકા ભવન પાછળ
એસ.ટી.બસો માટે પાર્કિગઃ મોરબી,માળીયા,ટંકારા, વાંકાનેર બસોના પાર્કીગ માટે એથ્લેટીકસ ગ્રાઉન્ડ રેસકોર્ષ.
પોલીસ સ્ટાફ તથા ગવર્નમેન્ટ વાહનોનું પાર્કિગઃ હોમગાર્ડ ઓફીસર કર્વાટર કમ્પાઉન્ડ ફોર વ્હીલર તથા ટુવ્હીલર વાહનો.
રાજકોટ શહેરની બસોનું પાર્કિગઃ ઇન્ડોર સ્ટેડીયમ
બહાર ગામથી આવતી બસો માટેનો રૂટઃ મોરબી, ટંકારા તથા માળીયામીયાણાથી સદભાવનામીશન કાર્યક્રમમાં આવતી બસો મોરબી બાયપાસ થઇ માધાપર ચોકડી ૧૫૦ ફુટ રીંગ રોડ, રેયા સર્કલ, હનુમાન મઢી, આમ્રપાલી, કિશાન પરા ચોક બાલભવન ગેઇટ થઇ એથ્લેટીકસ ગ્રાઉન્ડમાં પાર્કીગ કરશે.
વાંકાનેર તરફથી સદભાવના મીશન કાર્યક્રમમાં આવતી બસો કુવાડવા રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, ડીલક્ષ પારેવડી ચોક, હોસ્પીટલ ચોક, ચૌધરી ચોક, ધરમ સિનેમા થઇ જીલ્લા પંચાયત ચોક, કિશાન પરા ચોક બાવભલન ગેઇટ થઇ એથ્લેટીકસ ગ્રાઉન્ડમાં પાર્કીગ કરશે.
હાથશાળ મંડળીઓને હિસાબી ઓડિટ કરાવી લેવા સૂચના
રાજકોટ
મેનેજરશ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાજકોટની અખબારી યાદીમાં જણાવાયું છે કે રાજકોટ જિલ્લામાં આવેલ હાથશાળ(પ્રાથમિક વણકર સહકારી મંડળી/એપેક્ષ વિવર્સ કો.ઓ.સો.) સહકારી સંસ્થાઓ, વ્યકિતગત હાથશાળ વણકરો, માસ્ટર વણકરો, સ્વસહાયજુથો અને સંયુકત જવાબદારી જુથો, જેઓએ બેંક લોન હાથશાળ વણાટના હેતુ માટે લીધેલ હોય અને તા. ૩૧/૩/૨૦૧૦ના રોજ મુદત વિતિ બાકી હોય અને બેંક તેમને નવી લોન આપવા તૈયાર હોય, તેઓએ જરૂરી આધાર પુરાવાઓ સાથે તા. ૩૧/૧૨/૨૦૧૧ સુધીમાં આ કચેરીનો સંપર્ક કરવા તેમજ પ્રાથમિક વણકર સહકારી મંડળીઓ/ એપેક્ષ વિવર્સ કો.ઓ.સો.એ તેમનું હિસાબી ઓડીટ તા. ૩૧/૩/૨૦૧૦ સુધીનુ ગુજરાત રાજય સહકારી અધિનિયમ કલમ-૮૪ હેટળ અચુક કરાવી લેવા જણાવવામાં આવે છે.
વિકલાંગો તથા તેમના પ્લેસમેન્ટ ઓફિસરને વિકલાંગ પારિતોષિક અંગેની અરજી કરવા અનુરોધ
રાજકોટ વર્ષ-૨૦૧૧ માટે રાજય વિકલાંગ પારિતોષિક સ્પર્ધા માટે શારીરિક ક્ષતિ(વિકલાંગતા) ધરાવતા કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી વિકલાંગ વ્યકિતઓ તથા શારીરિક ક્ષતિ(વિકલાંગ) વ્યક્તિઓને થાળે પાડવાનું અને વિકલાંગોને રોજગાર પૂરો પાડવાનું કામ કરતા પ્લેસમેન્ટ ઓફિસર અને વિકલાંગોને કામે રાખતા નોકરીદાતાઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે.
આ એવોર્ડ માટેના નિયત અરજી ફોર્મ નજીકની રોજગાર કચેરી ખાતેથી વિના-મૂલ્યે તા.૨૩-૧૨-૨૦૧૧ સુધી મળશે. પુરી વિગતો ભરેલા આ ફોર્મ ૨૮-૧૨-૨૦૧૧ સુધીમાં સંબંધિત રોજગાર કચેરીને રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલી આપવાના રહેશે. શારીરિક ક્ષતિ ધરાવતા કર્મચારીઓના કિસ્સામાં શારીરિક ક્ષતિ દેખાય તેવા તાજેતરના ત્રણ ફોટોગ્રાફસ અને ૪૦ ટકા કે તેથી વધુ ખોડ દર્શાવતું સિવિલ સર્જન પાસેથી ત્રણ માસની અંદર મેળવેલું વિકલાંગતાનું પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે. અધૂરી વિગતોવાળા તથા સમયમર્યાદા બહાર મોકલેલા અરજીપત્રકો વિચારણામાં લેવામાં આવશે નહીં. આ અંગેની વધુ માહિતી માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ૧/૩ બહુમાળી ભવન, રેઇસ કોર્ષ પાસે, રાજકોટ ફોન નં-૨૪૪૦૪૧૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
આર્ય સમાજ દ્વારા સામવેદ પારાયણ મહાયજ્ઞના પૂર્ણાહૂતી કાર્યક્રમમાં જામનગર સાંસ્કૃતિક નગરી બને તેવી શુભેચ્છા વ્યકત કરતા રાજયના મહિલા અને બાળ વિકાસ મંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી
જામનગર,
આર્ય સમાજ દ્વારા સામવેદ પારાયણ મહાયજ્ઞના પૂર્ણાહૂતી કાર્યક્રમ તથા શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલયનો ૮૫મો વાર્ષિકોત્સવ તેમજ સ્વામી શ્રધ્ધાનંદ બલિદાન દિવસની ઉજવણી રાજયના મહિલા અને બાળ વિકાસ મંત્રી પ્રો.વસુબેન ત્રિવેદીની ઉપસ્થિતીમાં યોજાય હતી.
સામવેદ પારાયણ શ્રી રામદેવજી શાસ્ત્રીએ તથા વેદપાઠી પં.મણિલાલ આર્ય તથા ટંકારાના બ્રહમચારીઓએ કરાવ્યું હતું.
ધર્મલાભના સહભાગી બનાવવા બદલ આર્ય સમાજના હોદેદારોનો આભાર વ્યકત કરતા મંત્રીશ્રી વસુબહેને કહયુ હતું કે, મારા લગ્ન આ જ સ્થળે આર્ય સમાજ વિધિથી થયા હતા. આજે જયારે આપણા દેશમાં વૈશ્વિક અને સાંસ્કૃતિક આક્રમણના કારણે આપણે ઘણુ બધું ભુલી ગયા છીએ ત્યારે આવતી કાલની પેઢી સજજ થાય તે માટે આ પ્રકારના કાર્યક્રમો સમાજને ઘણા ઉપયોગી છે. જામનગર સાંસ્કૃતિક નગરી બને, તેવું વાતાવરણ ઉભુ થાય તેવી સૌને શુભેચ્છા પાઠવી હતી. મંત્રીશ્રીએ શહીદોને પણ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.
આ તકે આર્યસમાજના પ્રમુખ પ્રેમજીભાઇ રાણા, મંત્રી ડો.અવિનાશ ભટ્ટ, શાળાના આચાર્યશ્રી હર્ષાબેન શાહ, પ્રેમિલાબેન પિત્રોડા સહિતના આર્ય સમાજના હોદેદારો તથા ભાવિકો ઉપસ્થિત રહયા હતા.
રાષ્ટ્રીય અનુ.જાતિ આયોગના સભ્યશ્રીએ બેંક ઓફ બરોડાના કર્મચારીઓની લીધેલ મુલાકાત
જામનગર,
–રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગ અને રાજ્યસભાના સદસ્ય શ્રી રાજુભાઇ ૫રમારે બેંક ઓફ બરોડાના ઉચ્ચ અધિકારીઓને મળી આ બેંકમાં કાર્યરત અનુસુચિત જતિના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી.
આ તકે ભારત સરકારના અનુસુચિત જાતિના આસીસ્ટન્ટ ડાયરેકટર શ્રી એ. સત્ય નારાયણ, સક્રેટરી
શ્રી મહેન્દ્ર પ્રસાદ, ઓફિસ સક્રેટરી શ્રી મુદાયાર, બેંક ઓફ બરોડાના લાયઝન ઓફિસર શ્રી મકવાણા, સિનિયર મેનેજર શ્રી ૫રમાર ઉ૫સ્થિત રહયા હતા.
બેંક ઓફ બરોડાના શેડયુઅલ કાસ્ટ એમ્પ્લોયસ વેલફર સોસાયટી એસોસિએશનના રિઝિયન સેક્રેટરી
શ્રી એસ. જી. ઝાલા અને સભ્ય શ્રી પી. જે. સોંદરવાએ શ્રી રાજુભાઇ ૫રમારની સાથે અનુ. જાતિના પ્રશ્નોની ચર્ચા કરી હતી, જેમાં કચ્છ અને જુનાગઢ જિલ્લાના કેટલાક અંતરિયાળ ગામોમાં કર્મચારીઓને રહેવા મકાનો સહિતની સુવિધા આ૫વા રજુઆત કરી હતી.
સ્વાગત પ્રવચન બેંક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી કપાસીએ કર્યુ હતું. આસીસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી સિંહાએ આભાર વિધિ કરી હતી.
અનોખા અને આગવા દ્રષ્ટિકોણથી જિલ્લાનો વિકાસઃ
ટીમ પોરબંદર ની તત્પરતા જિલ્લા ફરિયાદ-સંકલન સમિતિની મીટીંગમાં પ્રભારી સચિવશ્રી વિનય વ્યાસાનું આહવાન
વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓને અનોખા અને આગવા દ્રષ્ટિકોણથી જિલ્લાના વિકાસ નું મોડેલ તૈયાર કરવા જિલ્લાના પ્રભારી સચિવશ્રી વિનય વ્યાસાએ કરેલ આહવાન ઝીલી લઇને ’’ટીમ પોરબંદર’’ ની વિભાવનાથી જિલ્લાના તંત્રે તત્પરતા વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આગવા અને અનોખા દ્રષ્ટિકોણથી પ્રજાલક્ષી અને વિકાસલક્ષી વિશિષ્ટ પ્રકારના આયોજનો વિચારીને અમલ મૂકવા ના થયેલા સૂચનનો ઉલ્લેખ કરીને શ્રી વ્યાસાએ વહીવટીતંત્રના વિવિધ વિભાગવાર હાલમાં થઇ રહેલી કામગીરીની સમીક્ષા પણ કરી હતી. જિલ્લા કલેકટરશ્રી ગીરીશભાઇ શાહ, નિવાસી અધિક કલેકટરશ્રી અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચિરાગ ચાવડા, જિલ્લા પોલીસ વડાશ્રી દિપન ભદ્રન, પ્રાન્ત અધિકારીશ્રીઓ શ્રી દિપક શુકલા અને પંકજ ઔંધિયા, જિલ્લા આયોજન અધિકારીશ્રી વરસાણી, પુરવઠા અધિકારીશ્રી શાહ, નાયબ કલેકટરશ્રી નાયક તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં આ પ્રેરણાદાયી પહેલ થઇ હતી.
આ અંગે પ્રત્યેક વિભાગ દ્વારા વિચારણા બાદ થનારા સૂચનો સંકલિત કરીને જિલ્લાના વિકાસ અને લોક-સુખાકારી ની દિશામાં નવતર અને ઉત્સાહવર્ધક અભિગમ સાથે કામ કરવા માટે તબકકાવાર આયોજન પણ નકકી થયું હતું,
ભારતીય નૌકાદળમાં કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક
ભારતીય નૌકાદળ દ્વારા અપરણીત યુવાનો માટે વિવિધ જગ્યાઓ માટે જાહેરાત બહાર પડેલ છે. સ્ટીવાર્ડસની જગ્યા માટે એસ.એસ.સી. પાસ અને તા. ૦૧-૧૦-૨૦૧૨ ના રોજ ૧૭ થી ૨૧ વર્ષની વય ધરાવતા, કુક્સની જગ્યા માટે એસ.એસ.સી પાસ અને તા.૦૧-૧૦-૨૦૧૨ ના રોજ ૧૭ થી ૨૧ વર્ષની વય ધરાવતા, ટોપાઝની જગ્યા માટે ધો. ૬ પાસ અને તા. ૦૧-૧૦-૨૦૧૨ ના રોજ ૧૭ થી ૨૧ વર્ષની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
આ જાહેરાતના અરજી ફોર્મ ભારતીય નૌસેનાની વેબસાઇટ www.nausena-bharti.nic.in ઉપરથી મળી શકશે તથા વધુ માહિતી પણ આ વેબસાઇટ ઉપરથી મળી શકશે અરજી કરવાની છેલ્લી તા. ૬-૧-૨૦૧૨ છે. જેની નોંધ લેવા રોજગાર અધિકારી (જનરલ) પોરબંદર દ્વારા જણાવાયું છે.
પોલિસને જાણ કર્યા પછી જ મકાન ભાડે દેવું...
ભુજ,
ત્રાસવાદી કે અસામાજિક તત્વો કચ્છ જિલ્લાના વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવીને જાહેર સલામતિ અને શાંતિ ભંગ કરે તેમજ માનવ જીંદગીની ખુંવારી કે લોકોની સંપતિને નુકશાન પહોંચાડવાની કોશિષ કરે તે સામે જાહેર સુલેહશાંતિ જાળવવાના હેતુથી મકાન માલિકો ઉપર નિયંત્રણો જાહેર કરાયા છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એમ. થેન્નારસને તા. ૨૫/૧૨/૧૧ થી તા.૨૨/૨/૨૦૧૨ બંને દિવસો સહિત ૬૦ દિવસ માટે અમલમાં આવનાર એક જાહેરનામા દ્વારા જણાવ્યું છે કે, કચ્છ જિલ્લાની હદમાં આવેલ તમામ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને મકાન ભાડે આપી શકાશે નહીં.
ભાડે આપેલ મકાનની વિગતમાં ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય તે અંગેની માહિતીમાં મકાન માલિકનું નામ, ભાડે આપેલ મકાનની વિગત, વિસ્તારનું નામ, મકાનનું બાંધકામ ક્ષેત્રફળ, મકાન ભાડે આપવા અધિકૃતતા ધરાવતા વ્યકિતનું નામ, સરનામું, સંપર્ક નંબર, માસિક ભાડુ, જે વ્યકતિને ભાડે આપેલ હોય તેના પાકા નામ-સરનામા, સંપર્ક નંબર અને મકાન માલિક તથા ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યકિતનું નામ, સંપર્ક નંબર સહિત જાહેરનામામાં સૂચિત નિયત કરાયેલી તમામ વિગતો જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
અખિલ ભારતીય ખાદી ગ્રામોદ્યોગના નવનિયુકત અધ્યક્ષશ્રી દેવેન્દ્રભાઇ દેસાઇનું સન્માન કરતા નાણાંમંત્રીશ્રી વાળા
રાજકોટ
રાજયના નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળાએ અખિલ ભારતીય ખાદી ગ્રામોદ્યોગના નવનિયુકત અધ્યક્ષશ્રી દેવેન્દ્રભાઇ દેસાઇનું સન્માન કર્યું હતું.
હેમુ ગઢવી નાટય ગૃહ ખાતે યોજાયેલા સુરૂચિપૂર્ણ સમારોહમાં મંત્રીશ્રી વાળાએ ગાંધીવાદી મૂલ્યોના પ્રણેતા એવા સહકારી ક્ષેત્રના મૂલ્યનિષ્ઠ અગ્રણીશ્રી દેવેન્દ્રભાઇ દેસાઇને મોમેન્ટો અર્પણ કરતાં જણાવ્યું હતુ કે, શ્રી દેવેન્દ્રભાઇ દેસાઇએ રચનાત્મક પ્રવૃત્તિમાં જ તેમનું જીવન સમર્પિત કરી દીધું છે. ખાદી ગ્રામોદ્યોગના સવા કરોડ કર્મચારીઓના શ્રેયની જવાબદારી સુપેરે વહન કરવાની શ્રી દેવેન્દ્રભાઇને પરમ કૃપાળુ પરમાત્મા શકિત આપે, એવી શુભેચ્છા પણ તેમણે આ પ્રસંગે વ્યકત કરી હતી.
કેન્દ્રીય સરકારી આયોગ એવા ખાદી ગ્રામોદ્યોગના પંદરમાં અધ્યક્ષ તરીકે તાજેતરમાં જ કાર્યભાર સંભાળનાર ૭૭ વર્ષીય શ્રી દેવેન્દ્રભાઇ મેસાઇએ આ પ્રસંગે તેમજો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતુ કે, ખાદી ગ્રામોદ્યોગના અધ્યક્ષ તરીકે તેમને દરિદ્રનારાયણની સેવા કરવાની તક મળી છે, ત્યારે તેઓ તેમનાથી શકય એવા તમામ પ્રયત્નો કરી છૂટશે. હવે ‘‘અમુલ’’માં પરિવર્તન થયેલ રાજકોટ સહકારી ડેરી-‘‘ગોપાલ’’ની સ્થાપના સમયના તથા રાનષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાથેના સંસ્મરણો પણ તેમણે આ તકે વાગોળ્યા હતા અને તેમનું સન્માન કરવા બદલ સરગમ કલબના અધ્યક્ષશ્રી ગુણવંતભાઇ ડેલાવાળા પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
આ સન્માન સમારંભમાં બાન લેબ્સના મેનેજીંગ ડીરેકટરશ્રી મૌલેશભાઇ ઉકાણી, સિટિઝન બેંકના મેનેજીગ ડીરેકટરશ્રી અશ્વિનભાઇ મહેતા, બાલભવનના અધ્યક્ષશ્રી મનસુખભાઇ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભારદર્શન શ્રી સંજયભાઇ કામદારે કર્યુ હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો