અનુયાયીઓ

ગુરુવાર, 15 ઑક્ટોબર, 2015

જેતપુર શહેરના સમાચારો ટૂંકાણમાં કશ્યપ જોશી જેતપુર

લેજેન્ડરી એથ્લેટ ફ્લાઈંગ શીખ મીલ્ખાસિંગના હસ્તે

જેતપુરની ખાનગી હોસ્પિટલને

આઇકોન ઓફ ધી યર એવોર્ડ

જેતપુર તા.૧૫ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના કણકિયા પ્લોટમાં આવેલ ખાનગી હોસ્પિટલ સંજીવનીને તાજેતરમાં ગોવા ખાતે યોજાયેલ બ્રાન્ડ  એકેડેમી એવોર્ડ કાર્યક્રમમાં આયકન ઓફ ધી યર રૂરલ એરિયા હોસ્પિટલ ઓફ ધી ગુજરાતનો લીજેન્ડરી એવોર્ડ એથ્લેટ ફ્લાઈંગ શીખ મીલ્ખાસિંગના હસ્તે અપાયો હતો. આ વેળાએ ગોવાના ડેપ્યુટી મુખ્યમંત્રી ફ્રાન્સીસ ડીસોજા અને રાજકીય આગેવાન અમરસિંહ જોડાયા હતા.

ફોટો લાઈન : કશ્યપ જે. જોશી જેતપુર    

 

 

 

જેતપુરમાં આજે સરદાર પટેલ અસોશીયેશન દ્વારા 

રાસોત્સવ અને રક્તદાન કેમ્પનું આયોજન

જેતપુર તા.૧૫  (કશ્યપ જોશી દ્વારા)

સરદાર એસોશિયેશન જેતપુર દ્વારા અહીના જગુભાઈ કોટડીયાના મેદાનમાં નવરાત્રી પર્વ દરમિયાન રાસોત્સવ ચાલી રહ્યો છે.

આજે ચોથા અને અંતિમ દિવસે તા.૧૬ ના રોજ સવારના ૯ થી સાંજના ૪ વાગ્યા સુધી ભવ્ય ત્રીજા રક્તદાન કેપનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેરના કોટડીયા વાડીમાં યોજાનાર આ રક્તદાન દરમીયાન શહેરના પટેલ જ્ઞાતિ રત્નો નરેશભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ રાદડિયા, રાજુભાઈ હીરપરા, ગોરધનભાઈ હીરાપરાની રકતતુલા કરાશે. જયારે રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયા અને વિરજીભાઈ વેકારીયાનું વિશિષ્ટ સન્માન કરાશે. આ બંને કાર્યક્રમોને સફળ બનાવવા સરદાર પટેલ અસોશીયેશનના પ્રમુખ રવિ આંબલીયા, દર્શિક રાદડિયા, વિપુલ આંબલીયા,  હરેશ વેકરીયા, કાનજીભાઈ કાપડિયા, ગોપાલભાઈ વઘાસીયા, કિરીટભાઈ માવાણી, સંજય કુંભાણી, અરવિંદ સાવલિયા વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

કશ્યપ જોશી જેતપુર

 

 

 

 

 

 

 

જેતપુરમાં રાજ્યમંત્રીની હાજરીમાં વિવિધ વિકાસના કામો હાથ ધરાયા

જેતપુર તા.૧૫  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર નગર પાલિકા દ્વારા આજે સરકારની યુડીપી-૫૬-૭૮ યોજના અંતર્ગત ભૂગર્ભ સંપ તથા પોઝીટીવ સેક્શન ટાઈપ પંપ હાઉસ બનાવવાના કામનું તથા પાણીની ટાંકી ઉભી કરવાના કામનું ખાતમુહુર્ત કરાયું હતું. આ બંને કામોના ખાત મુહુર્ત અમરનગર રોડ પર આવેલ ફિલ્ટર પ્લાન્ટ ખાતે કરાયા હતા.

સરદાર ચોકમાં ટ્રીમિક્સ સીસી રોડના કામનું માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા ખાતમુહુર્ત કરાયું હતું.

જયારે ધોરાજી રોડ પર એસટી વર્કશોપ પાસેની જગ્યામાં ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું. આ તમામ કાર્યક્રમોમાં રાજ્ય મંત્રી જયેશ રાદડિયા, પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, માજી પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, ચીફ ઓફિસર ભારત વ્યાસ, વિગેરે હાજર રહ્યા હતા.

 

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર