અનુયાયીઓ

બુધવાર, 21 ડિસેમ્બર, 2011






Friend

Promote Your Page Too

JODAVA JEVU CHHE KAI KHOTU NATHI ..


રોકાણકારો માટે સુવર્ણ તક...

રોકાણકારો માટે સુવર્ણ તક... 
૬ વરસે ડબલ, દસ વરસે ૩ ગણા,  
૧૨ વરસે ૪ ગણા, અને ૧૫ વરસે ૭ 
ગણા થી વધુ નાણા ફિક્સ ડીપોઝીટ માં મેળવો. 
એજન્ટો પણ નીમવાના છે. સારું કમીશન મેળવવા 
આજેજ સંપર્ક કરો.ગુજરાત રાજ્ય ભરમાં ૫૦૦૦ એડવાઈઝર ની નિમણુંકો કરવાની છે. વિના મુલ્યે ભાઈ બહેન કોઈ પણ જોડાઈ શકે છે, ૯૪૦૮૯ ૨૫૩૩૪ 

જેતપુર તાલુકા વિસ્તારમાં ગ્રામ પંચાયતો ની ચુંટણી પ્રચારનો ચકરાવો જોર શોરથી ચાલુ.

જેતપુર તાલુકા વિસ્તારમાં ગ્રામ પંચાયતો ની ચુંટણી પ્રચારનો ચકરાવો જોર શોરથી ચાલુ.
ચુંટણી માં  ઉભેલા  ઉમેદવારો જાત જાત ના પ્રલોભનો દ્વારા મતદારોને રીઝવી રહ્યા હોવાના મળતા અહેવાલો.
ભૂતકાળ માં કદી ના દેખાયેલા ઉમેદવારો હવે મતદારો ના પગ પકડી રહ્યા હોવાના મતદારોના આક્ષેપો. તો અમુક ગામોના લોકો એ પંચાયત ને સમરસ કરવા કરેલી મહેનત લેખે લાગી.

JIVAN.......NABH ANE DHARTI VACHHENU...........


સદભાવના મિશન એ ગુજરાતના સ્‍વાભિમાન અને ગુજરાત- ભકિતની ઐતિહાસિક ઘટના છે સદભાવના મિશનની જનશકિતને રાજકીય ત્રાજવે તોલનારા બરબાદ થશે




જામનગર શહેર ઉપરાંત ધ્રોળ-જોડીયા,કાલાવડ,જામનગર ગ્રામમાંથી જનમેદનીનો અવિરત પ્રવાહ:
૧૧,૧૧૧ ઉપવાસીઓનું સ્‍વૈચ્‍છિક તપ દીપી ઉઠયું
મુખ્‍યમંત્રીશ્રીના સદભાવના મિશનના ઉપવાસ-તપમાં જોડાઇને જામનગરની જનશકિતએ અપૂર્વ ઉમળકો બતાવ્‍યો
જામનગરમાં એક દિવસના ઉપવાસ
સદભાવનાની શકિતમાં જનશકિતનો સાક્ષાત્‍કારઃભાવવિભોર થતા 
નરેન્‍દ્રભાઇ મોદી
જામનગર શહેર અને જિલ્‍લા માટે સાડાત્રણ હજાર કરોડના વિકાસ-સુખાકારીના કામોની ગૌરવભેર જાહેરાત કરતા મુખ્‍યમંત્રીશ્રી
જામનગર, તા. ર૦ઃ મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સદભાવના મિશનમાં જિલ્‍લા અભિયાન અંતર્ગત એક દિવસના ઉપવાસનું આજે જામનગરમાં સમાપન પ્રવચન કરતા સદભાવના મિશન એ ગુજરાતના ગૌરવ-સ્‍વાભિમાનનો સાત્‍વિક મિજાજ છે, ગુજરાતભકિતની અભિવ્‍યકિત છે, એમ ભાવવશ શબ્‍દોમાં જણાવ્‍યુ હતું.
ગુજરાત વિરોધી સત્તાભૂખી ટોળકીએ દશ દશ વર્ષ ગુજરાતને બદનામ કરવાની કોઇ તક જતી નથી કરી એવા તત્‍વો સામે પ્રજાનો આક્રોશ સદભાવના મિશનના માધ્‍યમથી ઉભો થયેલો સાત્‍વિક રસ્‍તો છે, એ જ આ જનજૂવાળના ઉમંગનું રહસ્‍ય છે, એમ તેમણે જણાવ્‍યું હતું.
શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સદભાવના મિશનના આજના એક દિવસના ઉપવાસની તપસ્‍યાને જામનગર શહેર, ગ્રામ્‍ય તાલુકો, ઘ્રોળ-જોડીયા અને કાલાવડ તાલુકાના ખૂણે ખૂણામાંથી જનતા જનાર્દનનું અપૂર્વ ઉમળકાભર્યુ સમર્થન મળ્યું હતું. આ ઉપવાસના સંકલ્‍પમાં સ્‍વૈચ્‍છાએ ૧૧,૧૧૧ ઉપવાસી નાગરિકોએ પણ તપ કર્યુ હતું.
સદભાવના મિશનમાં જનશકિતના આ સક્ષાત્‍કારથી ભાવવિભોર બનેલા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યુ કે જનતાનો આ સદભાવના માટેનો મિજાજ એ જ  ગુજરાતના વિકાસનો પરિચાયક છે. શુધ્‍ધ સાત્‍વિક ઘટનાના આ અવસરે આટલો જનજુવાળ કેમ ઉમટે છે ?
દિવસભર હજારો હજારો નાગરિક ભાઇ બહેનો સાથે હાથ મિલાવવાની આ આખી ઘટના વિરલ છે અને એને રાજકીય વિરાસતથી મૂલવી શકાય નહી એમ જણાવી મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યુ કે રાજકરણથી પર રહીને આ સદભાવના મિશનમાં જનતાના આશીર્વાદ મળ્યા છે એ એનું આગવું મહત્‍વ છે.જનતાના મતો કદાચ ચુંટણી જીતાડી શકે પણ આશીર્વાદ જીંદગીને સંતોષે છે.
 સદભાવનાની શકિતના આ લાગણીભર્યા જુવાળને સમજવા માટે કોઇ પોલીટીકલ પંડિતનું ગજુ નથી. આ અપાર લાગણી, પ્રેમને રાજકીય ત્રાજવે તોલનારા થાપ ખાઇ રહયા છે એમ પણ તેમણે જણાવ્‍યુ હતું.
મુખ્‍યમંત્રીશ્રીએ જામનગર શહેર અને જિલ્‍લા માટે રૂપિયા સાડાત્રણ હજાર કરોડના સુખાકારી-વિકાસના નવા કામો જાહેર કરતા જણાવ્‍યું કે એક પણ રૂપિયાનો દશ વર્ષમાં કરવેરો વધાર્યા વગર માત્ર ભૂતકાળની સરકારોની કટકી કંપનીઓનો ભ્રષ્‍ટાચાર બંધ કરીને જનતાના ભલા માટે, સુખાકારી માટે પાઇએ પાઇ ખર્ચી છે. આજે જેટલો  બજેટનો હિસ્‍સો વિકાસ માટે આ જિલ્‍લા માટે જાહેર કર્યો તેટલું બજેટ આખા રાજયનું કોગ્રેસના સમયમાં પણ કયારેય નહોતું.
શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ એમ પણ જણાવ્‍યુ કે ગુજરાતના કોઇપણ વિસ્‍તારમાં રપ કીલોમીટરના અંતરમાં વિકાસનું કોઇને કોઇ કામ થતુ જોવા મળશે. વિકાસની વાત આવે અને દુનીયાના કોઇપણ ખૂણામાં જાવ તો ગુજરાતી હોવા સાથેની ઓળખથી આદરભાવના બધા દરવાજા ખુલી જાય છે. કોઇ ગુજરાત બોલે તો સામેથી વિકાસ બોલાય છે. ગુજરાતની આ વાહવાહી વિકાસના કારણે છે. પણ એના મૂળમાં તાકાત છે, છ કરોડ ગુજરાતી ભાઇઓ-બહેનોએ એકતા, શાંતિ અને ભાઇચારાની શકિત સિધ્‍ધહસ્‍ત કરી છે તે જ છે.
તેમણે જણાવ્‍યુ કે આ વિકાસમાં કયાંય જાતિવાદ, કોમવાદના વેર-ઝેર કે હુમલા-હુલ્‍લડ નથી. જાતિવાદ-જ્ઞાતિવાદને લડાવવા સિવાય ભૂતકાળના શાસકોએ ખૂરશી સલામત રાખવા કોઇનું ભલુ નથી કર્યુ. આજે સદભાવનાની શકિતએ ગુજરાતમાંથી દશ વર્ષમાં જાતિવાદના ઝેર, કોમવાદના સંઘર્ષને દેશવટો કરી દીધો છે. ભૂતકાળના છાશવારે કરફયુ, ચક્કાબાજી, ભાઇ-ભાઇની કત્‍લેઆમના દિવસો યાદ કરજો. આજે આ બધામાંથી  દશ વર્ષમાં મુકિત મળી ગઇ છે. હવે બધાને વિકાસની ઇચ્‍છા છે. નવો પ્રગતિનો યુગ શરૂ કરી દીધો છે.
શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે ગુજરાત અને વિકાસ માત્ર પર્યાય જ નથી બની રહ્યા પણ દેશમાં કયાંય પણ વિકાસની તુલના કરવી હોય તો ગુજરાતના વિકાસના મોદી-મોડેલના જ માપદંડ  ચાલે છે. જે લોકો ગુજરાતના વિકાસના મોડેલની સમજ ઇચ્‍છે છે તેમને કહેવું છે કે ગુજરાત મોડેલ એટલે જાતિવાદ-કોમવાદનો ખાત્‍મો અને એકતાનો, શાંતિનો રસ્‍તો અપનાવવો તે. જો વિકાસ કરવો હશે તો ટુકડા ફેંકીને વોટ  પડાવવાનો રસ્‍તો છોડો, ગુજરાતે આ એકતા અને શાંતિના માર્ગે નક્કર વિકાસ કર્યો છે.
મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યુ કે ‘‘અગર રાજકીય ઇચ્‍છાશકિત હોય તો ધાર્યા પરિણામ લાવી શકાય એ ગુજરાતની સરકારે પૂરવાર કર્યુ છે. એનાથી જ છ કરોડ ગુજરાતીઓનો ભરોસો આ સરકાર ઉપર છે અને એનાથી જ ગુજરાતના લાખો નૌજવાનોને રોજગારીના અવસર પ્રાપ્‍ત થયા છે.’’
ગુજરાતને બદનામ કરનારને એક વાર સ્‍વીકાર કરવો જ પડશે કે તમે જે ગુજરાતને બેહાલ ગણો છો તે ગુજરાત તો સદવભાનાની શકિતનું ભરપૂર સામર્થ્‍ય ધરાવે છે એમ પણ તેમણે જણાવ્‍યુ હતું.
ગુજરાતનું આ તપ એળે જવાનું નથી સદભાવનાની શકિતથી ભારતના વિકાસમાં સર્વાધિક યોગદાન આપતું રહેશે એવો વિશ્વાસ તેમણે વ્‍યકત કર્યો હતો.
સદભાવના મિશન જામનગર
મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું જામનગર હવાઇ મથકે પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે કરેલ સ્‍વાગત
જામનગર, તા. ર૦ઃ મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી આજે જામનગર ખાતે સદભાવના મિશન અંતર્ગત જિલ્‍લા અભિયાનના ઉપવાસ કાર્યક્રમમાં જોડાવા હવાઇ મથકે આવી પહોંચતા પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા અને મેયરશ્રી અમીબેન પરીખે પુષ્‍પ ગુચ્‍છ આપી ઉષ્‍માભેર સ્‍વાગત કર્યુ હતુ તેમજ અક્ષરપુરૂષોતમ સ્‍વામિનારાયણ સંપ્રદાયનાં ધર્મનિધિ સ્‍વામી, ભાદરા સ્‍વામિનારાયણ મંદિરના કોઠારી ધર્મકુંવર સ્‍વામી, દેવશીબાપા, કથાકારશ્રી કિશોરદાસજીએ પુષ્‍પહાર અને શાલથી મુખ્‍યમંત્રીશ્રીનું સ્‍વાગત કર્યુ હતું.
આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, જિલ્‍લા પંચાયત પ્રમુખશ્રી ડો. પી.બી.વસોયા, શહેર ભાજપા પ્રમુખશ્રી અશોકભાઇ નંદા, રાજપૂત સમાજના પ્રમુખશ્રી નવલસિંહ જાડેજા, ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી લાખાભાઇ કેસવાલા, પ્રભારી સચિવશ્રી હરિભાઇ પટેલ, કલેકટરશ્રી સંદિપકુમાર, મ્‍યુનિસિપલ કમિશ્‍નરશ્રી અનુપમ, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી અજયકુમાર, પોલીસ અધિકારીશ્રી, એરપોર્ટ ડાયરેકટરશ્રી વિલ્‍સન સહિત ઉચ્‍ચ અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
સમર્પણ સર્કલથી ઓસવાળ સેન્‍ટર સુધી વિવિધ શાળા, સંસ્‍થા, એન.સી.સી. કેડેટ સહિત યુવાધને માનવ સાંકળ રચી મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને જામનગમાં આવકારી અભિવાદન ઝીલ્‍યું હતું.
સદભાવના મિશનમાં આગમન થતાં મેદનીએ હર્ષોલ્‍લાસથી કરેલું સ્‍વાગત
જિલ્‍લાના સંતો, મહંતો, વિવિધ ધર્મોના ધર્મગુરુઓ, પ્રતિનિધિઓ તથા વિવિધ વર્ગોના આગેવાનો દ્વારા મુખ્‍યમંત્રીશ્રીનો થયેલ ભવ્‍ય સત્‍કાર
જામનગર, તા. ર૦ઃ મુખ્‍ય મંચ પર મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું આગમન થતા વેદોના મંત્રોચ્‍ચાર સાથે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. જનમેદનીએ મુખ્‍યમંત્રીશ્રીને ઉંચા હાથ ધરીને આવકાર્યા હતા અને મુખ્‍યમંત્રીશ્રીએ અભિવાદન ઝીલ્‍યું હતું.
મુખ્‍મંત્રીશ્રીએ સદભાવના જયોત પ્રગટાવીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્‍યા બાદ ચાલીસ ઋષિકુમારો દ્વારા મુખ્‍યમંત્રીશ્રીનું અભિવદન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે નાણાં મંત્રીશ્રી વજુભાઇ વાળા, કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી, પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, રાજયમંત્રીઓ શ્રીમતિ વસુબેન ત્રિવેદી, શ્રી કનુભાઇ ભાલાળા, શ્રી વાસણભાઇ આહીર, શ્રી કિરીટસીંહ રાણા, શ્રી મોહનભાઇ કુંડારીયા, મેયરશ્રી અમીબેન પરીખ, ધારાસભ્‍યોશ્રી લાલજીભાઇ સોલંકી, શ્રી પબુભા માણેક, શ્રી મુળુભાઇ બેરા, શ્રી મેઘજીભાઇ કણઝારીયા, પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી આર.સી.ફળદું, સાંસદશ્રી વિજયભાઇ રૂપાણી, ગુજરાત અલ્‍પસંખ્‍યક નિગમના ઉપાધ્‍યક્ષશ્રી કાદરભાઇ સલોત, રાજય સ્‍વર્ણિમ જયંતિ ઉજવણી સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી આઇ.કે.જાડેજા, ખેતીવાડી ઉત્‍પન્‍ન બજાર સમિતિ શ્રી ચંદ્રેશભાઇ પટેલ, જામસાહેબ શ્રી શત્રુશલ્‍યસિંહજી જાડેજા, એસ.ટી. નિગમના ચેરમેનશ્રી બાબુભાઇ ઘોડાસરા, પ્રભારી સચિવશ્રી હરિભાઇ પટેલ સહિતના મહાનુભાવો મુખ્‍યમંત્રીશ્રીને સત્‍કાર્યા હતા.
કલેકટરશ્રી સંદીપકુમાર, મ્‍યુનિસિપલ કમિશ્‍નરશ્રી અનુપમકુમાર, પૂર્વ મંત્રીશ્રી ચીમનભાઇ શાપરીયા, અગ્રણીશ્રી ભરતભાઇ પંડયા, આંણદાબાવા આશ્રમ મહંતશ્રી દેવપ્રસાદજી મહારજ, સ્‍વામિનારયાણના સંતશ્રી ચત્રભૂજસ્‍વામી, મોટી હવેલી વૈષ્‍ણવ સંપ્રદાય ૧૦૮શ્રી વલ્‍લભરાયજી મહારાજ, કબીર આશ્રમના શ્રી જગદીશનાથજી મહારાજ, ગંથ્રીજી ગુરુદેવસિંહ, ફાધર શ્રી જયોર્જ, ફાધરશ્રી જહોન, ફાધરશ્રી જોશ જોસેફ, શ્રી પાસ્‍તર સમ મેલાની, જનાબ આબીન સાહેબે મહોમ્‍મદ, શ્રી પટીવાલા ઇમામ, શ્રી મૌલાના મુસ્‍તાફ બ્‍લોચ, મૌલાના ફારૂક સાહેબ, હૈદર બાપુ, કબીર આશ્રમના રામદાસજી મહારાજ, મોટી હવેલીના હરિરામ મહારાજ, શ્રી દાઉજી હવેલીના મધુરરેશજી મહારાજ, પ્રજાપતિ બ્રહ્માકુમારીના સુનામાદીદી, સન્‍યાસ આશ્રમના મહંત હિતેશ પુરી, રાજેશ મુનિ, મુખ્‍યાજી હંસરાજભાઇ વૈદ્ય, મનજીભાઇ, નંદકિશોર મહારાજ, મહંતશ્રી હનુમાનનાથજી તેમજ જિલ્‍લાના વિવિધ  ધર્મસ્‍થાનોના સંતો/મહંતો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પેરશ વડગામા અને શ્રી વિરેન્‍દ્રભાઇ જાનીએ કર્યુ હતું.
હૃદયમાંથી નિકળતી સંવેદના એટલે સદભાવના
ઉર્જા રાજયમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ
જામનગર, તા. ર૦ઃ રાજયના ઉર્જા મંત્રી અને જામનગર જિલ્‍લાના પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્‍યુ હતુ કે ગુજરાતે છેલ્‍લા એક દાયકામાં જે અભૂતપુર્વ વિકાસ કર્યો તે સમર્પિત કરવાનો આ મહા અવસર છે. શાંતિ, એકતા અને સ્‍થિરતાનો ત્રિવેણી સંગમ એટલે સદભાવઃ હૃદયમાંથી નિકળતી સંવેદનાએ સદભાવના છે. એક દાયકા પહેલા ગુજરાતનાં ગામો-શહેરોમાં એક, બે કે ચાર કલાક વિજળી મળતી. આજે છેલ્‍લા એક દાયકામાં રાજય સરકારની સહાયથી ર૪ કલાક ગુજરાતના ગામો-શહેરોમાં વિજળી પૂરી પાડવામાં આવી રહી છે.
રાજયમંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યુ હતુ કે આજે ગુજરાત જેટલું વિજળીનું ઉત્‍પાદન કરે છે તેટલું વીજ ઉત્‍પાદન એકલું સૌરાષ્‍ટ્ર એક માત્ર કરશે. દેશમાં એક માત્ર ગુજરાત એવું રાજય છે કે જે ર૪ કલાક વિજળી પૂરી પાડી રહ્યું છે.
રાજય સરકારે ખેડૂતોને સુવિધા મળે, ઉદ્યોગોને પૂરતી વીજળી મળે તે માટે ફિડરો અને સબસ્‍ટેશનોની સંખ્‍યા વધારી, અને પર્યાપ્‍ત સબસ્‍ટેશનો ઉભા કર્યા છે.
વિજ ઉત્‍પાદન ક્ષેત્રે રાજય સરકારે નવા સીમા ચિન્‍હો હાંસલ કર્યા છે, તેમ જણાવી શ્રી પટેલે કહ્યું કે, ઉર્જા ક્ષેત્રે આપણો દેશમાં નવી ઓળખ પ્રસ્‍થાપિત કરી છે. વિજ ઉત્‍પાદન સ્‍થાનિક જિલ્‍લા સ્‍તરે થાય તેવું આયોજન છે. જામનગર જિલ્‍લામાં પ્‍ણ આવતા બે વર્ષમાં ૧૭ નવા સબ સ્‍ટેશનો બનાવવાનું આયોજન છે.
ખેતીવાડી ક્ષેત્રે ખેડુતોની વિજ કનેકશન માંગ પૂરી કરવા આવતા વર્ષમાં ૧ લાખ નવા કનેકશન આપવાનું  આયોજન છે. આઝાદી પછી ૪૦ વર્ષ સુધી ૬ લાખ વિજ કનેકશન અપાયા હતા. જયારે છેલ્‍લા ૧૦ વર્ષમાં ૪ લાખ કનેકશન આપી ખેડૂતોને મહત્તમ ન્‍યાય મળે તેવું આયોજન વર્તમાન સરકારે કર્યુ હોવાનું શ્રી પટેલે ઉમેર્યુ હતું.
જામનગરના પદાધિકારીઓએ મુખ્‍યમંત્રીને આવકાર્યા
જામનગરના સહપ્રભારી મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્‍ય સર્વશ્રી પબુભા માણેક, શ્રી મેધજી કણઝારીયા, શ્રી મુળુભાઇ બેરા, શ્રી વસુબેન ત્રિવેદી, શ્રી પુરષોતમ ભોજાણી(જાડાના ચેરમેન), શ્રી રમેશ મુંગરા (એસ.ટી.નિગમના ચેરમેન), શ્રી ચંદ્રેશ પટેલ (પૂર્વ સાંસદ) જિલ્‍લા પંચાયતના પ્રમુખશ્રી પી.બી.વસોયાએ મુખ્‍યમંત્રીશ્રીનું ફલહારથી અવકાર્યા હતા.


જામનગરમાં સદ્દભાવના મિશનને મળ્યો અભૂતપૂર્વ જનપ્રતિસાદ
વિવિધ ધર્મ-જ્ઞાતિ-સમાજના લોકોએ સ્‍વયંભૂ ઉપવાસમાં જોડાઇને મુખ્‍યમંત્રીશ્રીના સદ્દભાવના મિશન પ્રત્‍યે તેમની સદૃભાવના વ્‍યકત કરી. 
જામનગર,તા.૨૦, જામનગરની ધરા પર આજે યોજાયેલા મુખ્‍યમંત્રીશ્રીના સદ્દભાવના મિશનમાં વિવિધ ધર્મ-જ્ઞાતિ સમાજના લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી સ્‍વયંભૂ એક દિવસના પ્રતિક ઉપવાસ દ્વારા જોડાઇને મુખ્‍યમંત્રીશ્રીના સદ્દભાવના મિશન પ્રત્‍યે તેમની સંવેદનાસભર સદ્દભાવના વ્‍યકત કરી હતી. 
આ સદ્દભાવના મિશનમાં જામનગરના મુરલીધર મુકતેશ્‍વર મહાદેવની ૫૦ જેટલી બહેનો પ્રતિક ઉપવાસ સાથે જોડાઇ હતી. જેનો પ્રતિભાવ વ્‍યકત કરતાં મંડળના લક્ષ્‍મીબેને જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રીશ્રી આજે અમારા જામનગરમાં સદ્દભાવના મિશનમાં પધાર્યા છે, ત્‍યારે અમારા મંડળની બહેનો પણ તેમના આ મિશન પ્રત્‍યેની અમારી સદ્દભાવના વ્‍યકત કરવા એક દિવસના ઉપવાસ કરશે.
આવી જ લાગણી ૭૩ વર્ષીય એવા નટવરલાલ જોષીએ વ્‍યકત કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, રાજયના વિકાસ માટે મુખ્‍ય મંત્રીશ્રી જે કાર્ય કરી રહયાં છે તેમાં મારો સૂર પૂરાવવા, મારી લાગણી વ્‍યકત કરવા અને આ મિશનમાં હું સહભાગી બની શકુ તે માટે હું આવ્‍યો છું, આ મિશનના સમર્થનમાં હું આજે પ્રતિક ઉપવાસ કરીને મુખ્‍યમંત્રીશ્રી અને ગુજરાતના વિકાસ માટેની તેમની કાર્યશૈલી પ્રત્‍યેની મારી લાગણી વ્‍યકત કરૂં છું. 
આ સદ્દભાવના મિશનને સમર્થન આપવા રાજકોટથી આવેલા દાઉદી વ્‍હોરા સમાજના અગ્રણી શ્રી શેખ યાહીયાભાઇ ગાંધીએ તેમની આગવી શૈલીમાં જણાવ્‍યું હતું કે, ’સદ્દભાવના’ શબ્‍દમાંજ મહાનતા રહેલી છે આ મિશનમાં દરેક ધર્મ સમાજના લોકોને સ્‍થાન મળે છે તેજ આ મિશનની મહાનતા બતાવે છે. અમારા શહેરના શાહીબી વારંવાર એમ કહે છે કે, ઇમામની મુહોબબત શું છે? એ જ કે, તમે તમારા વતનથી મુહોબ્‍બત કરો, તેને વફાદાર રહો. આજે આ મિશનમાં ઉપસ્‍થિત રહેવા અમારા દાઉદી વ્‍હોરા સમાજના લોકો દુઆ કરે છે કે, પૂરા દેશમાં, પૂરા આલમમાં સદ્દભાવનાનું મિશન કાયમ રહે અને આ સદ્દભાવના મિશન દ્વારા પ્રત્‍યેક સમાજ શાંતિ-શૌહાર્દની ભાવના સાથે વિકાસની દિશામાં આગળ વધે. 
જામનગર ખાતે યોજાયેલા આ સદ્દભાવના મિશનને સમર્થન આપી પોતાની સદ્દભાવના વ્‍યકત કરવા આજે સવારે જામનગરથી રાજપૂત સમાજની ૧૦૦૦ જેટલી બહેનો ઇલાબા જાડેજાની સાથે કાર્યક્રમમાં આવી હતી. જે પૈકી ૬૦૦ જેટલી બહેનોએ પ્રતિક ઉપવાસ દ્વારા તેમની લાગણી વ્‍યકત કરી હતી. જયારે રણજીતનગરના ૫૦ જેટલા બહેનો પણ સ્‍વયંભૂ પ્રતિક ઉપવાસ દ્વારા સદ્દભાવના મિશનને ટેકો આપવા ઉપસ્‍થિત રહયાં હતાં. 
આ ઉપરાંત જામનગરના ૩૦૦ જેટલા વકીલ મિત્રો પણ મુખ્‍યમંત્રીશ્રીએ શુભેચ્‍છા આપવા કાર્યક્રમના સ્‍થળે ઉપસ્‍થિત રહયાં હતાં, જે પૈકી ૧૦૦ જેટલા વકીલો ઉપવાસી તરીકે જોડાયા છે, તેમ લીગલ સેલના કન્‍વીનર શ્રી નરેન્‍દ્રસિંહ જેઠવાએ જણાવીને વધુમાં ઉમેર્યુ હતું કે, મુખ્‍યમંત્રીશ્રીના આ સદ્દભાવના મિશન પ્રત્‍યે અમે સૌ વકીલ મિત્રો અમારી શુભ લાગણી વ્‍યકત એ છીએ. 
ગુજરાતને શ્રી નરેન્‍દ્રભાઇ જેવા સક્ષમ નેતા પ્રથમવાર મળ્યા છે. 


જામનગર,તા.૨૦, જામનગરના જામ સાહેબ મુ.શત્રુશલ્‍યસિંહજીએ મુખ્‍યમંત્રીશ્રીને આવકારતા જણાવ્‍યું હતું કે, મારી પ્રજાનું સારૂં થાય, તેના માટે મને હરખ થાય, લોકોને સુખી કરવાના મારા જે કાંઇ સ્‍વપ્‍ન હતાં તે સ્‍વપ્‍નો મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા પૂર્ણ થતાં આવ્‍યા છે. હજુ પ્રજાના વિકાસ માટે કોઇ સ્‍વપ્‍ન રહી ગયું હશે તો મુખ્‍યમંત્રીશ્રીને રજુઆત કરીશું. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતને મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ જેવા પહેલીવાર નેતા મળ્યા છે. આપણે તેઓશ્રીને ટેકો આપીને આપણા વિકાસના સ્‍વપ્‍ન પૂર્ણ કરીએ તેવી અભ્‍યર્થના પણ તેઓશ્રીએ વ્‍યકત કરી હતી. 
જામ સાહેબજીએ મુખ્‍યમંત્રીશ્રીનું પરંપરાગત રીતે પાઘડી પહેરાવી તથા ફુલહાર દ્વારા અભિવાદન કર્યું હતું. 
મુખ્‍ય મંત્રીશ્રીનું સન્‍માન
જામનગર, તા. ર૦ઃ  હાલારની નારી શકિત દ્વારા મુખ્ય મંત્રીશ્રીને ઝવેરાની મટુકી દ્વારા આવકારાયા હતા. જામનગરની કુમારિકાઓ અને મહિલાઓએ મટકીમાં ઝવેરાવાળા કળશથી મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું સન્‍માન કર્યું હતું. વ્‍હોરા સમાજના આગેવાનોએ મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને સન્‍માન રૂપે સ્‍ટીમર (વહાણ)ની પ્રતિકૃતિ અર્પણ કરી હતી.યુવા વર્ગ દ્વારા પરંપરાગત પરિવેશમાં મુખ્‍યમંત્રીશ્રીને આવકારાયા હતા.
જામનગરના કલાકારો દ્વારા ભારતીય પરંપરા અનુરૂપ પરિવેશ ધારણ કરી મુખ્‍યમંત્રીશ્રીનું સન્‍માન કર્યું હતું, જેમાં વિષ્‍ણુ, મહેશ, સરસ્‍વતિ, લક્ષ્‍મી,નારદમુનિ વગેરેના પાત્રોથી આ કલાકારો સજજ થયાં હતાં. 
જીએસએફસી દ્વારા સન્‍માન થયું.
ગુજરાત સ્‍ટેટ ફર્ટીલાઇઝર  લિમિટેડના મોટી ખાવડીના સ્‍ટાફના સભ્‍યો દ્વારા મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું સન્‍માન થયું હતું. 
ગાયત્રી શકિતપીઠના સભ્‍યોએ મુખ્‍ય મંત્રીશ્રીને પુસ્‍તક આપી સન્‍માન કર્યું હતું. 
જામનગર જિલ્‍લાના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટસ, વકીલ મંડળના વકીલો, મેડિકલ એસોશિએશન દ્વારા મુખ્‍યમંત્રીશ્રીનું સન્‍માન કરી સદ્દભાવના દર્શાવવામાં આવી હતી. 
સદભાવના મિશનની સાથે સાથે....
મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું વિવિધ જુથો દ્વારા અભિવાદન.


વિકલાંગ ભાઇ-બહેનો તથા પ્રજ્ઞા ચક્ષુઓ દ્વારા મુખ્‍યમંત્રીશ્રીને સદ્દભાવના વ્‍યકત કરી હતી. 
વાઘેર સમાજ દ્વારા આમદ માલેકના નેતૃત્‍વમાં ૨૨ વ્‍યકિતઓ દ્વારા વહાણનું સ્‍મૃતિચિહન મુખ્‍યમંત્રીશ્રીને અર્પણ કરીને સદ્દભાવના વ્‍યકત કરી હતી.
વિવિધ મિત્રો દ્વારા જુદી-જુદી વેશભૂષા ધારણ કરીને મુખ્‍યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું. 
એસ્‍સાર ગૃપના આગેવાની હેઠળ  મિત્રોએ સદ્દભાવના વ્‍યકત કરી હતી. 
ગાયત્રી શકિત પીઠની બહેનોએ પુસ્‍તક અર્પણ કરીને તથા પીળું પિતાંબર પહેરાવીને મુખ્‍યમંત્રીશ્રીનું અભિવાદન કર્યુ હતું.
જામનગર શહેર/જિલ્‍લાના વિવિધ નાગરિકોએ મુખ્‍યમંત્રીશ્રીએ શાલ, પુષ્‍પહાર દ્વારા સન્‍માન કર્યુ હતું.
જામનગર શહેરની ૯ વર્ષની બાળકી રોશની મહેશભાઇ ઝાલા સદભાવના મિશનમાં જોડાઇને ઉપવાસ કરેલ છે અને તેમણે બનાવેલ મોમેન્‍ટો મુખ્‍યમંત્રીશ્રીને અર્પણ કર્યો હતો.
એન.સી.સી.ના બોયઝ તથા ગર્લ્‍સ કેડેટસ દ્વારા મુખ્‍યમંત્રીશ્રીનું અભિવાદન કરાયું હતું.
જામનગર જિલ્‍લામાં કેરળવાસીઓએ તેમની પરંપરાગત વેશભુષામાં મુખ્‍યમંત્રીશ્રીનું અભિવાદન કર્યુ હતું.
વિદ્યાર્થી કુ.કિરણ હર્ષદભાઇએ તેમના વકતવ્‍યમાં સદભાવનાની વિભાવના સ્‍પષ્‍ટ કરી હતી.
માનવ મહેરામણથી સદભાવના મિશન-જામનગરનો સમીયાણો ઉભરાયો.
માહિતી વિભાગ દ્વારા ઉભા કરાયેલ ‘‘વિકાસનો દાયકો’’ પ્રદર્શનમાં લોકોની મોટી ભીડ જામી હતી અને લોકો રસપૂર્વક પ્રદર્શન નિહાળતા હતા.
ભારત માતા આદર્શ ગરબી મંડળના કલાકારોએ વિવિધ વેશભૂષામાં મુખ્‍યમંત્રીશ્રીનું અભિવાદન કર્યુ.
જામનગર શહેરના ભાવિ ક્રિકેટરોએ મુખ્‍યમંત્રીશ્રીને જામરણજીતસિંહની તસવીર ભેટ આપી સદભાવના મિશનમાં સહભાગી બન્‍યા.
કિન્નર સમાજે કુમકુમ તિલક કરી પુષ્‍પહાર,શાલથી મુખ્‍યમંત્રીશ્રીને સન્‍માન્‍યા.
સ્‍કાઉટ ગાઇડના બાળકોએ મુખ્‍યમંત્રીશ્રી સાથે ગૃપ ફોટો પડાવ્‍યો.
રાજસ્‍થાની સમાજે પારંપારિક વેશભૂષામાં આવીને મુખ્‍યમંત્રીશ્રીના સદભાવના ઉપવાસને બિરદાવ્‍યો.
જયહિંગળાજ સત્‍સંગ મંડળની બહેનોએ માથે બેડુ તથા શ્રીફળ-માટીના ઘડા સાથે મુખ્‍યમંત્રીશ્રીનું અભિવાદન કર્યુ.
મુખ્‍યમંત્રીશ્રીએ બિહારના મુઝફપુરના રહીશ નંદીની અગ્રવાલને ઓટોગ્રાફ આપી અભ્‍યાસ અંગે જાણકારી મેળવી હતી.
સુરત શહેરના કોર્પોરેટરશ્રીઓએ મુખ્‍યમંત્રીશ્રીને મળી સદભાવના મિશનને શુભેચ્‍છા પાઠવી.
વેલનાથ ગ્રુપ જામનગરની બહેનોએ મુખ્‍યમંત્રીશ્રીનાં ઓવારણા લઇ અભિનંદન પાઠવ્‍યા.
માતાજીની માંડવીઓ લઇને આવલા મહિલાઓએ મુખ્‍યમંત્રીશ્રીને શુભકામના પાઠવી.
માલધારી સમાજની બહેનોએ પરંપરાગત ગામઠી પહેરવેશમાં આવીને મુખ્‍યમંત્રીશ્રીનું અભિવાદન ઝીલ્‍યું.
વિવિધ સર્કલ અને ચોક ખાતે શહેરની શાળાના વિદ્યાર્થી ભાઇ-બહેનોએ દેશભકિત સહિતના રંગારગ કાર્યક્રમો રજુ કરી શહેરીજનોની દાદ મેળવી.
આહિર સમાજનાં શૂરવીર દેવાયત આહિર અને સતી તોરલદેની વેશભૂષામાં સજ્જ આહિર સમાજના યુવાનો અને આગેવાનોએ મુખ્‍યમંત્રીશ્રીનું શ્રીકૃષ્‍ણની મૂર્તિ અર્પણ કરી અભિવાદન કર્યુ.
લઘુમતિ સમાજનાં વૃધ્‍ધ દંપતિએ ઉપવાસી મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને શુભેચ્‍છા પાઠવી.
લઘુમતિ સમાજની બહેનોએ પારંપરિક રીતે હાથ ચુમીને મુખ્‍યમંત્રીશ્રી પ્રત્‍યે શુભેચ્‍છા વ્‍યકત કરી.
ધ્રોલથી જામનગર સુધીની ૪૦ કી.મી.ની પદયાત્રા કરીને આવેલ ૧૨૧ ભાજપાના યુવાન મિત્રોએ સૌજન્‍ય મુલાકાત કરી.
૧૨૬૮૭ ગુજરાત પાક્ષિકના લવાજમોની સી.ડી. કલેકટરશ્રી સંદીપકુમારે મુખ્‍યમંત્રીશ્રીને અર્પણ કરી.
સમગ્ર ગઢવી સમાજ તથા ધ્રોળના આહીર સમાજે હાર તથા બળદગાડાની પ્રતિકૃતિ અર્પણ કરીને મુખ્‍યમંત્રીશ્રીનું સન્‍માન કર્યુ હતું.
જામનગર શહેરના યુવક-યુવતિઓએ વિવિધ વેશભુષા પરિધાન કરીને મુખ્‍યમંત્રીશ્રીને સદભાવના માટે સમર્થન આપ્‍યું હતું.
સમર્પણ સર્કલથી માર્ગની બન્‍ને બાજુ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, શહેરીજનો, સ્‍કાઉટ, એન.સી.સી., આયુર્વેદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હાથમાં ફલેગ લઇને મુખ્‍યમંત્રીશ્રીનું અભિવાદન ઝીલવા કતારબંધ ઉભા હતા.
બાલાચડી સૈનિક સ્‍કુલના વિદ્યાર્થીઓએ તથા ઇલેકટ્રોનિક અને પ્રિન્‍ટ મિડિયાના પત્રકારશ્રીઓએ પણ મુખ્‍યમંત્રીશ્રીને મળી સદભાવના વ્‍યકત કરી હતી.
રાજય સરકારની સહાયથી દિકરીને નવજીવન મળતા માતાએ સદભાવના દર્શાવી.
સાતવર્ષની જેન્‍સી શૈલેષભાઇ ડાંગરીયાને ગંભીર બિમારી બાદ રાજય સરકારની સહાયથી સારવાર મળતા તેની માતા શ્રીમતી રંજનબેન શૈલેષભાઇ ડાંગરીયાએ મુખ્‍યમંત્રીશ્રીનો આભાર માન્‍યો હતો.


મુખ્‍યમંત્રીશ્રીનું અભિવાદન વિવિધ સમાજો દ્વારા કરાયું
જામનગર, તા. ર૦ઃ જામનગર સદભાવના મિશન કાર્યક્રમમાં મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું અભિવદન વિવિધ સમાજ/જુથો દ્વારા કરાયું હતું.
જામનગરના દલિત સમાજ, સતવારા સમાજ, સમસ્‍ત બ્રહ્મસમાજ, આદર્શ રામાયણ મંડળ, અનુસુચિત જાતિ મોરચાના ભાઇઓ, દાઉદી વોરાસમાજ વાલ્‍મીકી સમાજના સભ્‍યો, ક્રિકેટના યુવાખેલાડીઓ ઉત્‍કર્ષ મહિલા મંડળની બહેનો, પ૪ જેટલા સ્‍કાઉટ ભાઇ-બહેનો, વિવિધ મંડળોના ભાઇઓ, જય યુવરાજ સત્‍સગ મંડળની બહેનોએ માથે બેડા ધારણ કરી મુખ્‍યમંત્રીશ્રીને સત્‍કાર્યા હતા. સુપર માર્કેટ એસોશીયેશનના વેપારીઓ, વોર્ડ નં.૧૧, ૧૪ કાર્યકર ભાઇઓ, કચ્છી રાજપૂત સમાજના ભાઇઓ, ચાર્ટડ એકાઉન્ટન્ટના સભ્યો, મુખ્યમંત્રીશ્રીને સત્કાર્યા જ્યારે શીખ સમાજે મુખ્યમંત્રીશ્રીને કીરપાણ અર્પણ કરી અભિવાદન કર્યુ અને સમગ્ર રાજપુત સમાજના ભાઇઓ પરં૫રાગત વેશભુષા પાઘડી પહેરીને મુખ્યમંત્રીશ્રીનું શાલ તથા પાઘડી પહેરાવીને અભિવાદન કર્યુ હતું. 
રાજપુત સમાજે મુખ્યમંત્રીશ્રીને આશાપુરા માતાજીની તસ્વીર તથા કૃષ્‍ણ ભગવાનના રથની પ્રતિકૃતિ અર્પણ કરી હતી. 
વિવિધ સમાજ સંસ્‍થા દ્વારા સદભાવના અભિયાનને ટેકો 
શીખ, દલિત, દેવીપૂજક, રબારી, વાલ્મીકી સંગઠનના અધિકારીઓ, રાજપૂત સમાજ, કચ્છી સમાજ, સી.એ. એસો.ના સભ્યો, સુ૫ર માર્કેટ વેપારી મંડળના વેપારીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સન્માન થયું હતું. 
જામ રણજીતસિંહની તસવીર મુખ્યમંત્રીને અર્પણ કરી સદભાવના દર્શાવાઇ
જામનગર જિલ્લાના ભાવિ ક્રિકેટરોએ જામનગરના મહાન ક્રિકેટર જામ રણજીતસિંહની તસવીર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને અર્પણ કરી સદભાવના વ્યક્ત કરી હતી.
ટી.વી. અને રેડિયોના કલાકાર શ્રી અશોકભાઇ પંડ્યા દ્વારા સંગીતના સૂર વહાવામા આવ્‍યા હતા.
રાજયની પ્રજાને નવી આશા જાગી છે
સાંસદશ્રી વિજયભાઇ રૂપાણી
જામનગર, તા. ર૦ઃ રાજયસભાના સભ્‍યશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું હતુ કે સમગ્ર ગુજરાતમાં સદભાવના મિશન અંતર્ગત મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇએ સવારથી સાંજ સુધી સદભાવના માટે ઉપવાસ કરીને લોકોમાં સદભાવના માટે ચતના પ્રગટાવી છે અને તેઓ સદભાવના અને શાંતી દ્વારા ગુજરાતને વિકાસની ચરમસીમા એ લઇ જવા આ કાર્યક્રમ કરી રહ્યા છે. ગુજરાતને એક પ્રમાણિક મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મળ્યા છે અને તેઓ લોકોના ટેકા દ્વારા માનભેર લોકો વચ્‍ચે ઉભા છે. ‘ગુજરાત મારો પ્રાણ અને ભારત મારો આત્‍મા છે’ તેવી વિભાવના સાથે મુખ્‍યમંત્રીશ્રી કામ કરી રહ્યા છે. દેશ અને રાજયની પ્રજાને તેમનામાં એક આશા જાગી છે. સર્વધર્મ સદભાવની નવી ફિલોસોફી મુખ્‍યમંત્રીશ્રી લાવ્‍યા છે. ગુજરાત અને શ્રી નરેન્‍દ્રભાઇ મોદી વિકાસના પર્યાય બનેલ છે. સૌનો સાથ સૌના વિકાસની નેમ સાથે ગુજરાતે વિકાસમાં હરણફાળ ભરી છે.


મુખ્‍યમંત્રીશ્રી પ્રમાણિક અને કર્તવ્‍યનિષ્‍ઠ શાસક છે.
શ્રી આર.સી.ફળદુ
જામનગર, તા. ર૦ઃ સદભાવના કાર્યક્રમમાં ઉદબોધન કરતા પ્રદેશ ભાજપ પ્રમુખ અને કાલાવડના ધારાસભ્‍યશ્રી આર.સી.ફળદુએ જણાવ્‍યુ હતુ કે શ્રી નરેન્‍દ્રભાઇ મોદી મુખ્‍યમંત્રીશ્રી બન્‍યા પછી તેમની દરેક યોજનામાં માનવતા અને સદભાવના પડેલી જોવા મળે છે.આપણા આ નેતા લોકોના દિલો પર રાજ કરે છે. સૌના દિલોને વાંચીને શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ પ્રજાભિમુખ શાસનની ર૦૦૧થી એક આદર્શ શાસક તરીકે કેડી કંડારી છે. મુખ્‍યમંત્રીશ્રીએ એક પ્રમાણીક અને કર્તવ્‍યનિષ્‍ઠ શાસક તરીકે ગુજરાતને અભૂતપૂર્વ વિકાસ આપ્‍યો છે એટલે તે આપણને વ્‍હાલા નેતા લાગે છે.

બનાસકાંઠા જીલ્લામાં ઔષધિય રોપાઓના વાવેતર માટે રસ ધરાવતા ખેડુતો જોગ




સભ્ય સચિવશ્રી નેશનલ મિશન ઓન મેડીશનલ પ્‍લાન્ટસ બોર્ડ, બનાસકાંઠા પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, આ યોજના હેઠળ જે ખેડુત ખાતેદારો પોતાના ખેતરમાં ઔષધિય રોપાઓના વાવેતર માટે રસ ધરાવતાં હોય તે ખેડુત ખાતેદારોએ નાયબ વન સંરક્ષકશ્રીની કચેરીનો સંપર્ક કરી યોજના અંગેની જરૂરી માહિતી અને અરજી ફોર્મ મેળવી સભ્ય સચિવશ્રી અને નાયબ વન સંરક્ષકશ્રી, સામાજીક વનીકરણ વિભાગ, બનાસકાંઠા પાલનપુરની કચેરી, ફાંસીયા ટેકરા, કંથેરીયા હનુમાન મંદિરની સામે, પાલનપુર ખાતે અરજી મોકલવાની રહેશે. જેનો ફોન નંબર-૦૨૭૪૨ ૨૪૭૦૫૬ છે. જેના પર સંપર્ક કરવા જણાવાયું છે. 



સ્‍પોર્ટસ આથોરીટી ઓફ ગુજરાત દ્વારા ‘ઓર્ગેનાઇઝેશન કોમ્પીટીશન એન્ડ કોચીગ કેમ્પ ઇન ફાઇલ ઇવેન્ટસ’ યોજના અંતર્ગત ફ્રેબ્રુઆરી – ૨૦૧૨ માં જિલ્‍લા કક્ષાએ વિવિઘ સ્‍પર્ઘા યોજાશે


સ્‍પોર્ટસ આથોરીટી ઓફ ગુજરાત દ્વારા ‘ઓર્ગેનાઇઝેશન કોમ્પીટીશન એન્ડ કોચીગ કેમ્પ ઇન ફાઇલ ઇવેન્ટસ’ યોજના અંતર્ગત ફ્રેબ્રુઆરી – ૨૦૧૨ માં  જિલ્‍લા કક્ષાએ વિવિઘ સ્‍પર્ઘા યોજાશે
સ્‍પોર્ટસ આથોરીટી ઓફ ગુજરાત દ્રારા ચાલુ વર્ષ ૨૦૧૧-૧૨માં ‘ઓર્ગેનાઇઝેશન કોમ્પીટીશન એન્ડ કોચીગ કેમ્પ ઇન ફાઇલ ઇવેન્ટસ’ યોજના અંતર્ગત શાળાઓમાં ભણતા ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે જિલ્‍લા કક્ષાની તરણ, સ્‍કેટીંગ, યોગા, જુડો, જીમ્નાસ્‍ટીકસ, ટેનિસ, બેડમિન્ટન અને ટેબલટેનિસની રમતોનું આયોજન આગામી ફ્રેબ્રુઆરી – ૨૦૧૨ માં કરવામાં આવ્યું  છે. 
આ સ્‍પર્ઘામાં ભાગ લેવા ઇચ્છુક શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ શાળા મારફત પોતાની વિગતવાર એન્ટ્રી એલીજીબીટી સર્ટી. સાથે પોતાના જિલ્‍લામાં આવેલી જિલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્દ્વની કચેરીના સિનીયર કોચશ્રીને તા. ૩૧/૦૧/૨૦૧૨ સુઘીમાં મોકલી આપવાની રહેશે. જિલ્‍લા કક્ષાએ પસંદ થયેલ ખેલાડીઓ માટે પ્રદેશ કક્ષાની સ્‍પર્ઘાનું આયોજન ફેબ્રુઆરી – ૨૦૧૨ દરમ્યાન કરવામાં અવાશે. 
આ યોજના અંગેની વિશેષ વિગતવાર માહિતી માટે ગાંઘીનગર જિલ્‍લાના ખેલાડીઓએ સિનીયર કોચશ્રી, જિલલા રમત પ્રશિક્ષણ કેન્દ્વ, મહાત્મા ગાંઘી વિઘાલય, સેકટર- ૨૧, ગાંઘીનગર અથવા ફોન નંબર- ૦૭૯-૨૩૨ ૪૧૧૮૦ પર સંપર્ક કરવા સિનીયર કોચશ્રી એચ.બી સાવલીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે. 

જામ ખંભાળળિયાના ગ્રામસેવક રૂ.500 ની લાંચ લેતા ઝડપાયા


જામ ખંભાળળિયાના ગ્રામસેવક રૂ.500 ની લાંચ લેતા ઝડપાયા
ઇન્‍દિરા આવાસ યોજનાનો ચેક આપવા બાબતે લાભાર્થી પાસેથી રૂ.500ની લાંચ લેતા જામ ખંભાળીયાના તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા ગ્રામ સેવક દિલિપભાઇ વાઘેલાને રંગે હાથ ઝડપી લેવામાં આવ્‍યા છે.

ટ્રાફિકના હેડ કોન્‍સટેબલ રૂા.200 ની લાંચ લેતા ઝડપાયા


ટ્રાફિકના હેડ કોન્‍સટેબલ રૂા.200 ની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદ શહેરના ટ્રાફિક શાખાના પોલીસ અધિકારી / કર્મચારીઓ, હોમગાર્ડ તથા અન્‍ય પોલીસ કર્મચારીઓ ટ્રાફિક પોઇન્‍ટ પર રિક્ષા ચાલકો, જીપ ચાલકો, વગેરે વાહન ચાલકો પાસેથી પેસેન્‍જરોની હેરાફેરી તથા ગાડીના કાગળો, સીટ બેલ્‍ટ, લાયસન્‍સ વગેરેના બહાના હેઠળ કાયદેસરની કાર્યવાહી કર્યા સિવાય રૂ.50 થી રૂ.500 સુધીની લાંચની રકમની માંગણી કરતા હોય છે. આ બાબતે ગોઠવેલ વોચમાં અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની કચેરી સામે ટ્રાફિક શાખાના શ્રી ચિરાગભાઇ બારોટ અને જયેન્‍દ્રભાઇ પંચોલી રૂ.200ની લાંચ લેતા છટકામાં ઝડપાઇ ગયા છે.

સ્‍થાનિક સ્‍વરાજયની યોજાનાર ચૂંટણીમાં મતદાન કરવા રજા આપવા જોગ




ગ્રામ પંચાયતોની સામાન્‍ય ચૂંટણીને મતદાન તા.29-12-2011, ગુરૂવારના રોજ યોજાશે. આથી જે તે વિસ્‍તારમાં મતદાનના દિવસે પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી શકે તે માટે સ્‍થાનિક સંસ્‍થાઓ પોતાના વિસ્‍તારમાં ગ્રામીણ બેંકો, રાષ્‍ટ્રીય અને ખાનગી બેંકો, સહકારી બેંકો અને રાજ્‍ય તથા કેન્‍દ્ર સરકારની આવશ્‍યકત સેવાઓ અંગેની કેટલીક કચેરી, રેલવે, ટેલીફોન, તાર અને પોસ્‍ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજ્‍ય સંસ્‍થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, ફેકટરીઓ, સરકારી હોસ્‍પીટલો, પોલીસ સ્‍ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્‍યક સેવાઓ આપતી અન્‍ય સંસ્‍થાઓ અને અન્‍ય પ્રકારની કેટલીક સંસ્‍થાઓ વિગેરેના શ્રમયોગીને ઉકત હેતુ માટે અઠવાડિક રજાની બદલી કરીને સંબંધિત વિસ્‍તારમાં મતદાનના દિવસે રજા આપવાની વ્‍યવસ્‍થા થાય તેવી ગોઠવણ કરાવવા અને કોઇ કારણસર તેમ ન થઇ શકે તેમ હોય, ત્‍યાં તે શ્રમયોગીઓ / કર્મચારીઓને મતદાનના દિવસે મતદાન કરવા જાય તે માટે વારાફરતી ખાસ રજા મળી રહે તેવો પ્રબંધ કરવા અધિક શ્રમ આયુકત દ્વારા જણાવાયું છે. 

સદભાવના મિશન એ ગુજરાતના સ્‍વાભિમાન અને ગુજરાત- ભકિતની ઐતિહાસિક ઘટના છે સદભાવના મિશનની જનશકિતને રાજકીય ત્રાજવે તોલનારા બરબાદ થશે મુખ્‍યમંત્રીશ્રીના સદભાવના મિશનના ઉપવાસ-તપમાં જોડાઇને જામનગરની જનશકિતએ અપૂર્વ ઉમળકો બતાવ્‍યો જામનગરમાં એક દિવસના ઉપવાસ સદભાવનાની શકિતમાં જનશકિતનો સાક્ષાત્‍કારઃભાવવિભોર થતા નરેન્‍દ્રભાઇ મોદી



જામનગર શહેર અને જિલ્‍લા માટે સાડાત્રણ હજાર કરોડના વિકાસ-સુખાકારીના કામોની ગૌરવભેર જાહેરાત કરતા મુખ્‍યમંત્રીશ્રી
મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સદભાવના મિશનમાં જિલ્‍લા અભિયાન અંતર્ગત એક દિવસના ઉપવાસનું જામનગરમાં સમાપન પ્રવચન કરતા સદભાવના મિશન એ ગુજરાતના ગૌરવ-સ્‍વાભિમાનનો સાત્‍વિક મિજાજ છે, ગુજરાતભકિતની અભિવ્‍યકિત છે, એમ ભાવવશ શબ્‍દોમાં જણાવ્‍યુ હતું.
ગુજરાત વિરોધી સત્તાભૂખી ટોળકીએ દશ દશ વર્ષ ગુજરાતને બદનામ કરવાની કોઇ તક જતી નથી કરી એવા તત્‍વો સામે પ્રજાનો આક્રોશ સદભાવના મિશનના માધ્‍યમથી ઉભો થયેલો સાત્‍વિક રસ્‍તો છે, એ જ આ જનજૂવાળના ઉમંગનું રહસ્‍ય છે, એમ તેમણે જણાવ્‍યું હતું.
શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સદભાવના મિશનના આજના એક દિવસના ઉપવાસની તપસ્‍યાને જામનગર શહેર, ગ્રામ્‍ય તાલુકો, ઘ્રોળ-જોડીયા અને કાલાવડ તાલુકાના ખૂણે ખૂણામાંથી જનતા જનાર્દનનું અપૂર્વ ઉમળકાભર્યુ સમર્થન મળ્યું હતું. આ ઉપવાસના સંકલ્‍પમાં સ્‍વૈચ્‍છાએ ૧૧,૧૧૧ ઉપવાસી નાગરિકોએ પણ તપ કર્યુ હતું.
સદભાવના મિશનમાં જનશકિતના આ સક્ષાત્‍કારથી ભાવવિભોર બનેલા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યુ કે જનતાનો આ સદભાવના માટેનો મિજાજ એ જ ગુજરાતના વિકાસનો પરિચાયક છે. શુધ્‍ધ સાત્‍વિક ઘટનાના આ અવસરે આટલો જનજુવાળ કેમ ઉમટે છે ?
દિવસભર હજારો હજારો નાગરિક ભાઇ બહેનો સાથે હાથ મિલાવવાની આ આખી ઘટના વિરલ છે અને એને રાજકીય વિરાસતથી મૂલવી શકાય નહી એમ જણાવી મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યુ કે રાજકરણથી પર રહીને આ સદભાવના મિશનમાં જનતાના આશીર્વાદ મળ્યા છે એ એનું આગવું મહત્‍વ છે.જનતાના મતો કદાચ ચુંટણી જીતાડી શકે પણ આશીર્વાદ જીંદગીને સંતોષે છે.
સદભાવનાની શકિતના આ લાગણીભર્યા જુવાળને સમજવા માટે કોઇ પોલીટીકલ પંડિતનું ગજુ નથી. આ અપાર લાગણી, પ્રેમને રાજકીય ત્રાજવે તોલનારા થાપ ખાઇ રહયા છે એમ પણ તેમણે જણાવ્‍યુ હતું.
મુખ્‍યમંત્રીશ્રીએ જામનગર શહેર અને જિલ્‍લા માટે રૂપિયા સાડાત્રણ હજાર કરોડના સુખાકારી-વિકાસના નવા કામો જાહેર કરતા જણાવ્‍યું કે એક પણ રૂપિયાનો દશ વર્ષમાં કરવેરો વધાર્યા વગર માત્ર ભૂતકાળની સરકારોની કટકી કંપનીઓનો ભ્રષ્‍ટાચાર બંધ કરીને જનતાના ભલા માટે, સુખાકારી માટે પાઇએ પાઇ ખર્ચી છે. આજે જેટલો બજેટનો હિસ્‍સો વિકાસ માટે આ જિલ્‍લા માટે જાહેર કર્યો તેટલું બજેટ આખા રાજયનું કોગ્રેસના સમયમાં પણ કયારેય નહોતું.
શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ એમ પણ જણાવ્‍યુ કે ગુજરાતના કોઇપણ વિસ્‍તારમાં રપ કીલોમીટરના અંતરમાં વિકાસનું કોઇને કોઇ કામ થતુ જોવા મળશે. વિકાસની વાત આવે અને દુનીયાના કોઇપણ ખૂણામાં જાવ તો ગુજરાતી હોવા સાથેની ઓળખથી આદરભાવના બધા દરવાજા ખુલી જાય છે. કોઇ ગુજરાત બોલે તો સામેથી વિકાસ બોલાય છે. ગુજરાતની આ વાહવાહી વિકાસના કારણે છે. પણ એના મૂળમાં તાકાત છે, છ કરોડ ગુજરાતી ભાઇઓ-બહેનોએ એકતા, શાંતિ અને ભાઇચારાની શકિત સિધ્‍ધહસ્‍ત કરી છે તે જ છે.
તેમણે જણાવ્‍યુ કે આ વિકાસમાં કયાંય જાતિવાદ, કોમવાદના વેર-ઝેર કે હુમલા-હુલ્‍લડ નથી. જાતિવાદ-જ્ઞાતિવાદને લડાવવા સિવાય ભૂતકાળના શાસકોએ ખૂરશી સલામત રાખવા કોઇનું ભલુ નથી કર્યુ. આજે સદભાવનાની શકિતએ ગુજરાતમાંથી દશ વર્ષમાં જાતિવાદના ઝેર, કોમવાદના સંઘર્ષને દેશવટો કરી દીધો છે. ભૂતકાળના છાશવારે કરફયુ, ચક્કાબાજી, ભાઇ-ભાઇની કત્‍લેઆમના દિવસો યાદ કરજો. આજે આ બધામાંથી દશ વર્ષમાં મુકિત મળી ગઇ છે. હવે બધાને વિકાસની ઇચ્‍છા છે. નવો પ્રગતિનો યુગ શરૂ કરી દીધો છે.
શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે ગુજરાત અને વિકાસ માત્ર પર્યાય જ નથી બની રહ્યા પણ દેશમાં કયાંય પણ વિકાસની તુલના કરવી હોય તો ગુજરાતના વિકાસના મોદી-મોડેલના જ માપદંડ ચાલે છે. જે લોકો ગુજરાતના વિકાસના મોડેલની સમજ ઇચ્‍છે છે તેમને કહેવું છે કે ગુજરાત મોડેલ એટલે જાતિવાદ-કોમવાદનો ખાત્‍મો અને એકતાનો, શાંતિનો રસ્‍તો અપનાવવો તે. જો વિકાસ કરવો હશે તો ટુકડા ફેંકીને વોટ પડાવવાનો રસ્‍તો છોડો, ગુજરાતે આ એકતા અને શાંતિના માર્ગે નક્કર વિકાસ કર્યો છે.
મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યુ કે ‘‘અગર રાજકીય ઇચ્‍છાશકિત હોય તો ધાર્યા પરિણામ લાવી શકાય એ ગુજરાતની સરકારે પૂરવાર કર્યુ છે. એનાથી જ છ કરોડ ગુજરાતીઓનો ભરોસો આ સરકાર ઉપર છે અને એનાથી જ ગુજરાતના લાખો નૌજવાનોને રોજગારીના અવસર પ્રાપ્‍ત થયા છે.’’
ગુજરાતને બદનામ કરનારને એક વાર સ્‍વીકાર કરવો જ પડશે કે તમે જે ગુજરાતને બેહાલ ગણો છો તે ગુજરાત તો સદવભાનાની શકિતનું ભરપૂર સામર્થ્‍ય ધરાવે છે એમ પણ તેમણે જણાવ્‍યુ હતું.
ગુજરાતનું આ તપ એળે જવાનું નથી સદભાવનાની શકિતથી ભારતના વિકાસમાં સર્વાધિક યોગદાન આપતું રહેશે એવો વિશ્વાસ તેમણે વ્‍યકત કર્યો હતો.