
સ્વાઈનફ્લુ રોગને કાબુમાં લેવાના ભાગરૂપે જેતપુરની ખાનગી શાળાનો વાર્ષિકોત્સવ
રદ કરાવતું મામલતદાર-પોલીસ તંત્ર
જેતપુર તા.28
જેતપુરમાં આજે રાત્રે યોજાનાર એક ખાનગી શાળાના વાર્ષિકોત્સવ કાર્યક્રમ પર મામલતદાર-પોલીસ તંત્રએ બ્રેક મરાવી વાયુવેગે ફેલાતા સ્વાઈનફ્લુ રોગચાળાને મહદઅંશે રોકવા સંગીન પ્રયાશ કર્યાની વિગતો મળી હતી.
આ બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુરની ખાનગી શાળા અંકુર નો આજે રાત્રે સરદાર ચોકના એક પ્લોટમાં વાર્ષિકોત્સવ યોજાનાર હતો.
બીજીબાજુ રાજકોટ શહેરમાં સ્વાઈનફ્લુ રોગને બને તેટલો રોકવા 144 ની કલમ અમલી બનાવાઈ હોય, સરકારી તંત્રો ઉંધે માથે આ માટે સજાગ થઇ રહ્યા છે. ત્યારે જેતપુરમાં ઉક્ત શાળાના વાર્ષિકોત્સવ કે જેમાં વિદ્યાર્થી બાળકો અને વાલીઓ મળી 5-6 હજાર જન સમુદાય ભેગો થનાર હોય, જો આ કાર્યક્રમ થાય તો સ્વાઈનફ્લ્લું રોગ મહત્વનો ભાગ ભજવે તેમ હોવાની દહેશત સાથે સ્થાનિક જાગૃત માણસોએ મામલતદાર, સીટી પીઆઈ , રાજકોટ ખાતે એસપી સહિતના સંબંધિતોને આજે સવારથીજ ટેલીફોનિક તેમજ ફેક્સ મારફતે રજુઆતો-ફરિયાદ કરતા, જેઓ જેઓને રજુઆતો કરાઈ હતી તે તમામેં પોલીસ અને મામલતદારસુત્રોએ શાળા સંચાલકોને જરૂરી સુચના અને આદેશો આપી શાળાનો કાર્યક્રમ રદ કરાવ્યો હતો.
જાગૃત વાલીઓએ એક એવો પણ રોષ વ્યક્ત કરેલ કે શાળા સંચાલકોએ માનવતા દાખવીને જ તેમનો કાર્યક્રમ બંધ રાખવાનું મુનાશીબ માન્યું હોત તો શાળા પ્રત્યે લોક્ચાહ્નામાં વધારો થવા પામત..
કશ્યપ જોશી જેતપુર જેતલસર KKU
99742 62812