અનુયાયીઓ

શુક્રવાર, 10 મે, 2013

: Interesting Facts

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Fri, 10 May 2013 23:17:08 +0800 (SGT)
Subject: Interesting Facts
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>

Interesting Facts
About You & Your Body


*

સિદ્ધરમૈયા બનશે કર્ણાટકના CM, ખડગે બનશે રેલ્વે મંત્રી!

સિદ્ધરમૈયા બનશે કર્ણાટકના CM, ખડગે બનશે રેલ્વે મંત્રી!: કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેને નવા રેલ્વે મંત્રી બનાવવામાં આવી શકે છે. સૂત્રોનું માનીએ તો ખડગેના નામ પર સહમતિ બની ગઈ છે...

સીવીસીએ તપાસમાં હસ્તક્ષેપ માટે સીબીઆઈ પાસે રિપોર્ટ માગ્યો

સીવીસીએ તપાસમાં હસ્તક્ષેપ માટે સીબીઆઈ પાસે રિપોર્ટ માગ્યો: સેન્ટ્રલ વિજિલન્સ કમિશને કોલસા બ્લોક વહેંચણી મુદ્દે કેન્દ્રીય તપાસ આયોગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં કેન્દ્રનાં હસ્તક્ષેપ વિશે સીબીઆઈ...

દિલ્હીમાં ઘરમાં ઘુસી એક છોકરીની કરવામાં આવી હત્યા

દિલ્હીમાં ઘરમાં ઘુસી એક છોકરીની કરવામાં આવી હત્યા: દિલ્હી મહિલાઓ માટે બિલકુલ સુરક્ષિત નથી રહી, આ બાબતને દિલ્હીની મુખ્યમંત્રી શિલા દિક્ષીત પણ માની ચુકી છે, પરંતુ દિલ્હીને સુરક્ષીત...

પૂર્વ મંત્રી ગોપાલ કાંડા પર ગીતિકા સાથેનો રેપનો આરોપ નક્કી

પૂર્વ મંત્રી ગોપાલ કાંડા પર ગીતિકા સાથેનો રેપનો આરોપ નક્કી: એયર હોસ્ટેસ ગીતિકા શર્મા સુસાઈડ કેસમાં હરિયાણા સરકારના પૂર્વ મંત્રી ગોપાલ કાંડા અને અરૂણા ચડ્ઢાની મુસીબતો વધી ગઈ છે...

કર્ણાટકમાં હાર : અડવાણીની આડોડાઈ જ નડી છે

કર્ણાટકમાં હાર : અડવાણીની આડોડાઈ જ નડી છે: કર્ણાટકની વિધાનસભામાં કોંગ્રેસનો બહુમતીથી વિજય થતાંની સાથે જ ભાજપની લોકો પ્રત્યેની લાગણી અને લોકોની માગણી સ્પષ્ટ થઈ ગઈ છે...

સનાઉલ્લાહે જેલ તોડવાનો પ્રયત્ન કર્યો હતો

સનાઉલ્લાહે જેલ તોડવાનો પ્રયત્ન કર્યો હતો: ચંડીગઢની પીજીઆઈ હોસ્પિટલમાં મૃત્યુ પામનાર પાકિસ્તાની કેદી સનાઉલ્લાહ રાંજેની જેલમાં આજીવન કેદ રહેવા નહોતો માગતો...

સંસદનું મોન્સૂન સત્ર ૯મી ઓગસ્ટથી શરૂ થઈ શકે છે

સંસદનું મોન્સૂન સત્ર ૯મી ઓગસ્ટથી શરૂ થઈ શકે છે: સંસદનાં બજેટ સત્રનો બીજો તબક્કો પૂર્ણ થઇ ગયા બાદ સરકાર હવે યોજનાપૂર્વક મોન્સૂન સત્ર બોલાવવાની યોજના ધરાવે છે...

સુપ્રીમ કોર્ટ તલવાર દંપતીની અરજી સાંભળવા સહમત

સુપ્રીમ કોર્ટ તલવાર દંપતીની અરજી સાંભળવા સહમત: આરુષી હેમરાજ હત્યા કેસમાં મુખ્ય આરોપી તલવાર દંપતી નૂપુર અને રાજેશની અરજીને સાંભળવાની સુપ્રીમ કોર્ટે સહમતી દર્શાવી છે...

હવે કૈલાસ યાત્રા કરવામાં ઓછો સમય લાગશે

હવે કૈલાસ યાત્રા કરવામાં ઓછો સમય લાગશે: કૈલાસ યાત્રાના જાહેર કરવામાં આવેલા રૂટચાર્ટ અનુસાર આ વખતે કૈલાસ યાત્રા કરવામાં ઓછો સમય લાગશે. ગયા વર્ષે ૨૮ દિવસમાં સમાપ્ત...

જગનને સુપ્રીમમાંથી રાહત નહિ, જામીન અરજી નામંજૂર

જગનને સુપ્રીમમાંથી રાહત નહિ, જામીન અરજી નામંજૂર: વાયએસઆર કોંગ્રેસપ્રમુખ જગનમોહન રેડ્ડીની જામીન અરજી સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી દીધી છે. ન્યાયમૂર્તિ પી. સદાશિવમની અધ્યક્ષતાવાળી...

રોજમદારના પુત્રે સિવિલ ર્સિવસીઝની પરીક્ષા પાસ કરી

રોજમદારના પુત્રે સિવિલ ર્સિવસીઝની પરીક્ષા પાસ કરી: આ વખતે સિવિલ ર્સિવસની પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓમાંથી ઘણાબધા એવા વિદ્યાર્થીઓ છે જેમણે તમામ અભાવો હોવા છતાં પણ....

ઉમર અબ્દુલ્લાએ પાકિસ્તાની કેદીના પરિવાર પાસે માફી માગી

ઉમર અબ્દુલ્લાએ પાકિસ્તાની કેદીના પરિવાર પાસે માફી માગી: જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ચંડીગઢના પીજીઆઈ હોસ્પિટલમાં મૃત્યુ પામનાર પાકિસ્તાની કેદી સનાઉલ્લાહ રંજયના...

શીખવિરોધી રમખાણોમાં ત્રણને આજીવન કેદ

શીખવિરોધી રમખાણોમાં ત્રણને આજીવન કેદ: દિલ્હીમાં ૧૯૮૪માં થયેલાં શીખવિરોધી રમખાણોમાં દિલ્હી કોર્ટે ગુરુવારે ત્રણ આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. ડિસ્ટ્રિક્ટ...

નીતીશની બિહાર ટૂરનાં સ્થળે મોદીનાં પોસ્ટર્સ લાગ્યાં

નીતીશની બિહાર ટૂરનાં સ્થળે મોદીનાં પોસ્ટર્સ લાગ્યાં: બિહારના નીતીશકુમાર અને ગુજરાતના નરેન્દ્ર મોદી વચ્ચે પીએમપદ માટે ભલે તલવારો તણાયેલી હોય અને ભાજપનાં મોવડીમંડળે...

કેગના અહેવાલને સનાતન સત્ય તરીકે સ્વીકારી શકાય નહીં : સુપ્રીમ

કેગના અહેવાલને સનાતન સત્ય તરીકે સ્વીકારી શકાય નહીં : સુપ્રીમ: સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેર્ન-વેદાન્તા કેસની સુનાવણી દરમિયાન ઠરાવ્યું હતું કે, કેગના રિપોર્ટને માન આપવું જોઈએ અને તેને સાવ...

પ્રધાનો પર લટકતી તલવાર, સોનિયા ગાંધી બન્ને પ્રધાનોનાં રાજીનામાં લઈ લેવાના મૂડમાં

પ્રધાનો પર લટકતી તલવાર, સોનિયા ગાંધી બન્ને પ્રધાનોનાં રાજીનામાં લઈ લેવાના મૂડમાં: નવી દિલ્હીમાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રેલવેપ્રધાન પવન બંસલ ગેરહાજર રહ્યા હતા જ્યારે કાયદાપ્રધાન અશ્વિનીકુમાર હાજર રહ્યા હતા...

જેને વંદેમાતરમ્ થી નફરત હોય, તે દેશ છોડી જઈ શકે છે : BJP

જેને વંદેમાતરમ્ થી નફરત હોય, તે દેશ છોડી જઈ શકે છે : BJP: લોકસભામાં બીએસપી સાંસદ સફીકુર્રહમાન બર્ક દ્વારા રાષ્ટ્રગીત વંદેમાતરમ્ ગીતનું સન્માન નહી કરવાનો મામલો વિવાદ પકડી રહ્યો છે....

સાઉદી અરબથી ૧૮,૦૦૦ ભારતીયો પાછા આવવા માગે છે

સાઉદી અરબથી ૧૮,૦૦૦ ભારતીયો પાછા આવવા માગે છે: નિતાકત લોના અમલ માટે આપવામાં આવેલો ત્રણ મહિનાનો છૂટનો સમયગાળો પૂરો થવાની તૈયારીમાં છે ત્યારે ભારતીયો દ્વારા...

સીબીઆઇએ સુપ્રીમ કોર્ટના પોપટ અંગેના નિવેદનને સાચુ ગણાવ્યું

સીબીઆઇએ સુપ્રીમ કોર્ટના પોપટ અંગેના નિવેદનને સાચુ ગણાવ્યું: સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે સીબીઆઇ એક પાલતુ પોપટ જેવી છે જે તેના માલિકના ઇસારે કામ કરે છે અને બોલે છે, ગુરુવારે...

પાકિસ્તાનની ચૂંટણીમાં કાશ્મીરનો મુદ્દો ગેરહાજર

પાકિસ્તાનની ચૂંટણીમાં કાશ્મીરનો મુદ્દો ગેરહાજર: પાકિસ્તાનમાં ૧૧મી મેના રોજ યોજાનારી ચૂંટણીમાં આ વખતે કાશ્મીરનો મુદ્દો ક્યાંય પણ નથી સંભળાઈ રહ્યો અને પાછલાં ૨૫ વર્ષોમાં પહેલી...

૧૩ વર્ષના ટેણિયાએ આઈઆઈટી-જેઈઈ મેન્સ ક્વોલિફાય કરી

૧૩ વર્ષના ટેણિયાએ આઈઆઈટી-જેઈઈ મેન્સ ક્વોલિફાય કરી: બિહારના સત્યમકુમારે આઈઆઈટી-જેઈઈ મેન્સ ૨૦૧૩ માટે ક્વોલિફાય કરીને ઇતિહાસ રચી દીધો છે. માત્ર ૧૩ જ વર્ષનાં આ બાળકે આ ઉંમરે...

૭૪-જેતપુર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી સંદર્ભે નોટિસ જાહેર


રાજકોટ

રાજકોટ જિલ્લાની ૭૪-જેતપુર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી સંદર્ભે પ્રતિ પ્રેષક અધિકારી શ્રી એસ. ડી. ધાનાણીએ નોટિસ જાહેર કરી છે અને તેમાં જણાવ્યું છે કે નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત), જિલ્લા પંચાયત, રાજકોટ અથવા મદદનિશ ચૂંટણી અધિકારી, મામલતદાર કચેરી, જેતપુર તેમજ મામલતદાર પ્રોટોકોલ, કલેક્ટર કચેરી, રાજકોટ ખાતેથી તા.૮-૫-૧૩થી ૧૫-૫-૧૩ સુધી સવારના ૧૧થી બપોરના ૩ વાગ્ય સુધી ઉમેદવારી પત્રો મેળવી શકાશે અને ભરાયેલા ફોર્મ રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૬-૫-૨૦૧૩ના રોજ સવારે ૧૧ વાગ્યાથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત), જિલ્લા પંચાયત, રાજકોટ ખાતે હાથ ધરવામાં આવશે. તા.૧૮-૫-૧૩ સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે. તેમ પ્રતિ પ્રેષક અધિકારી શ્રી એસ. ડી. ધાનાણીની યાદીમાં જણાવાયું છે.

 

આચાર સંહિતાના અનુસંધાને જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમ મોકૂફ

રાજકોટ

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીના અનુસંધાને અમલમાં આવેલી આદર્શ આચાર સંહિતાને પગલે ૨૩-૫-૨૦૧૩ના રોજ યોજાનાર જિલ્લા ફરિયાદ નિવારણ જિલ્લા સ્વાગત અને તા.૨૨-૫-૧૩ના તાલુકા ફરિયાદ નિવારણ તાલુકા સ્વાગત કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા હોવાનું નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.

સરકારી જાહેરાત બેનર્સ - પોસ્ટર્સ હોર્ડિંગ્સ દૂર કરવા સુચના

રાજકોટ

ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાન સભા પેટા ચૂંટણી ૨૦૧૩ તા. //૨૦૧૩ના રોજ યોજવા અંગેની જાહેરાત કરવામાં આવતાં તા. //૨૦૧૩થી ચૂંટણી અંગેની આદર્શ આચાર સંહિતાનો સમગ્ર રાજકોટ જિલ્લામાં ચૂસ્તપણે અમલ કરવાનો થાય છે.

           આદર્શ આચાર સંહિતાના ચુસ્ અમલવારી સંદર્ભે સમગ્ર જિલ્લામાં માર્ગ વાહન વ્યવહાર નિગમના વર્કશોપ, ડેપો, બસસ્ટેન્, પીક અપ સ્ટેશન અને જાહેર માર્ગો તથા અન્ય સ્થળોએ પ્રદર્શિત કરાયેલ સરકારી જાહેરાતો કરવાની તથા ચૂંટણી પ્રચાર સબંધિત સાહિત્યથી ખાનગી અને જાહેર મિલકતોનો થતો બગાડ-અનધિકૃત ઉપયોગ અટકાવવા માટે રાજક બેનર્સ, પોસ્ટર્સ, હોર્ડિંગ્ અને કટ આઉટ તુરંત ઉતારી લેવા સબંધિતને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવે છે.   

ફતેવાડી કેનાલની સુધારણાનું કામ પૂરજોશમાં સિંચાઇના પાણીના ખપ પૂરતા ઉપયોગ સાથે ખેડૂતો પાક ફેરબદલીની માનસિકતા કેળવે - શ્રી ચુડાસમા

ડાંગરના બદલે કપાસના વાવેતરથી ઓછા પાણીએ વધુ ઉત્‍પાદન દ્વારા ખેતીની આવક બમણી થયાના અનેક ઉદાહરણો

ચાંગોદર ખાતે ફતેવાડી નહેર સુધારણાની કામગીરીની સિંચાઇ મંત્રીશ્રીની ઉપસ્‍થિતિમાં કરાયેલી સમિક્ષા

સિંચાઇ યોજના અંતર્ગત હયાત કેનાલોની સુધારણા અને નવીનીકરણ દ્વારા પાણીની વહન ક્ષમતા વધારવાનું અભિયાન સિંચાઇ વિભાગ દ્વારા ચાલી રહ્યું છે. તે અંતર્ગત અમદાવાદ જિલ્લાની ફતેવાડી યોજનાની નહેરોના નવીનીકરણ અને સુધારણાની કામગીરી હાલમાં ચાલી રહી છે. આ કામગીરીની સમિક્ષા સાથે ખેડૂતોને પણ તેની જાણકારી મળી રહે તે હેતુથી ગઇકાલે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા અને સિંચાઇ મંત્રી શ્રી બાબુભાઇ બોખિરિયા તથા સ્‍થાનિક ધારાસભ્‍યશ્રીઓની ઉપસ્‍થિતિમાં બાવળા પાસેના ચાંગોદર ખાતે ખેડૂતો સાથે બેઠક યોજાઇ હતી. અમદાવાદ જિલ્લા સિંચાઇ ખાતાએ રૂા.126 કરોડના ખર્ચે ફતેવાડી યોજના હેઠળની વિવિધ નહેર-પેટા નહેરો સાથે કુલ 360 કિ.મી. લંબાઇની નહેરોની સુધારણા અને નવીનીકરણના કામ હાથ પર લીધા છે. જેમાંનું 25 ટકા કામ પૂર્ણ પણ થઇ ગયું છે.

કેનાલના નવીનીકરણ અને તેની સુધારણાના કારણે સિંચાઇના પાણીનો જથ્‍થો વધશે, તેનો ઉલ્લેખ કરી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ નર્મદાના પાણીના વિવેકપૂર્ણ કરકસરયુકત ઉપયોગની માનસિકતા કેળવવા ખેડૂતોને અપિલ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ફતેવાડી કેનાલના લાભાર્થી વિસ્‍તારોમાં મોટા ભાગે ડાંગર અને ઘઊંનો જ પાક લેવાય છે. જેમાં ખેડૂતો જરૂર કરતાં પણ વધુ પાણીનો ઉપયોગ કરી ડાંગર પકવે છે, પરંતુ કૃષિ વિજ્ઞાનના સંશોધનો અને તેના તારણો પ્રમાણે હવે તદ્દન ઓછા પાણીએ ડાંગરને પાણી આપવાથી પણ ડાંગરનું વધુ ઉત્‍પાદન લઇ શકાય છે, અને અનેક ખેડૂતોએ તેના સફળ પ્રયોગ પણ કર્યા છે. ક્‍યાંક માત્ર ડાંગરના બદલે કપાસ જેવા પાકના વાવેતર સાથે પાક ફેરબદલીના પ્રયોગો પણ આ વિસ્‍તારમાં થયા છે, પાક ફેરબદલીથી પણ ખેડૂતોની ખેતીની આવક વધ્‍યાના અનેક ઉદાહરણો છે. ડાંગરના બદલે કપાસનું વાવેતર કરવાથી ડાંગર કરતા દોઢ ગણી વધુ આવક પણ પ્રયોગશીલ ખેડૂતોએ મેળવી છે અને તેમાં પાણીની બચત પણ સારી એવી થવાથી વધુ ખેડૂતોને પાણીનો લાભ મળે છે, તેમ શ્રી ચુડાસમાએ જણાવ્‍યું હતું.

જળસંપત્તિ અને કૃષિ મંત્રી શ્રી બાબુભાઇ બોખિરિયાએ સિંચાઇની સુવિધા વધારવા રાજ્‍ય સરકારે કરેલા આયોજનની વિગતો આપતા જણાવ્‍યું હતું કે, ચાલુ વર્ષે રાજ્‍યના નાના, મોટા જળાશયો ગામતળાવો ઊંડા કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગામ તળાવા અને જળાશયો ઊંડા કરીને એક લાખ ઘનમિટર માટી બહાર કાઢવામાં આવી છે. એ જ રીતે સુધારણાની કામગીરી પણ ચાલુ છે ત્‍યારે ઉપલબ્‍ધ જળરાશિનો ખેડૂતોએ સદુપયોગ કરવાની જરૂર છે. કૃષિ વિજ્ઞાનનો ઉપયોગ કરી ઓછા પાણીએ,

વધુ આવક રળી આપતા કયા પાકો લઇ શકાય તેની માહિતી મેળવીને ખેડૂતોએ અન્‍ય પાકોના વાવેતર તરફ વળવું જોઇએ. શ્રી બોખિરિયાએ જળ વ્‍યવસ્‍થાપનની જરૂરિયાત સાથે મલ્‍ચિંગ પધ્‍ધતિથી ખેતીની જરૂરિયાત પર પણ ભાર મૂકયો હતો.

કાર્યક્રમના પ્રારંભે મંત્રીશ્રીઓએ કુપોષિત બાળકોને પૌષ્‍ટિક આહાર ફળોનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે મુખ્‍ય ઇજનેર શ્રી એમ.કે.જાદવ, અધિક્ષક ઇજનેર શ્રી પી.સી.વ્‍યાસ તથા કાર્યપાલક ઇજનેર શ્રી જી.એન.શાહ, ફતેવાડી કેનાલ સુધારણાની કામગીરીની વિગતો આપી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્‍યો સર્વશ્રી બાબુ જમદાનાસ પટેલ, શ્રી કમશીભાઇ તળપદા (કોળી પટેલ) પૂર્વ ધારાસભ્‍ય અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કમાભાઇ રાઠોડ, પૂર્વ ધારાસભ્‍ય શ્રી કાંતિભાઇ લકુમ, જિલ્લા ભાજપના અગ્રણી શ્રી કુશળસિંહ પઢેરિયા, બાળવા એપીએમસીના ચેરમેન શ્રી કાનભા ગોહિલ, ધોળકા એ.પી.એમ.સી.ના ચેરમેન શ્રી પ્રવિણભાઇ ડાભી તથા ખેડૂતો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

 

ગુજરાત રાજ્‍ય લલિત કલા અકાદમી દ્વારા 17મી રાષ્‍ટ્રીય ફોટોગ્રાફી સ્‍પર્ધાનું આયોજન

''ચિલ્‍ડ્રન-ધી હોપ ઓફ નેશન'' વિષય પરની ફોટોગ્રાફી સ્‍પર્ધા માટેની ફોટોકૃતિઓ તા.17થી 29 જૂન સુધી સ્‍વીકારવામાં આવશે

ગુજરાત રાજ્‍ય લલિતકલા અકાદમી દ્વારા ''ચિલ્‍ડ્રન-ધી હોપ ઓફ નેશન'' વિષય પર 17મી રાષ્‍ટ્રિય કક્ષાની ફોટોગ્રાફી સ્‍પર્ધા યોજાનાર છે. આ સ્‍પર્ધામાં કલર તેમજ બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ એમ બે વિભાગમાં સ્‍પર્ધા યોજવામાં આવશે. પ્રત્‍યેક વિભાગમાં પ્રથમ ઇનામ રૂા.10,000/-, દ્વિતિય ઇનામ રૂા.7000/-, તૃતિય ઇનામ રૂા.5000/- તથા રૂા.1000/-ના પાંચ આશ્વાસન ઇનામ આપવામાં આવશે. દેશના ફોટોગ્રાફી કલા ક્ષેત્રના કલાકારોને પ્રોત્‍સાહન મળે તથા તેમનો ઉત્‍સાહ વધે તેમજ આમ જનતાની ફોટોગ્રાફી પ્રત્‍યે વિષયલક્ષી રૂચી કેળવાય તેવા આશયથી આ 17મી રાષ્‍ટ્રિય ફોટોગ્રાફી સ્‍પર્ધામાં ભારત દેશના કલાકારો / કલાના ચાહકો / કલા સંસ્‍થાના વિદ્યાર્થીઓ પાસેથી ફોટોકૃતિઓ સ્‍પર્ધા માટે મંગાવવામાં આવે છે. આગામી તા.17-6-2013થી તા.29-6-2013 સુધી જ ફોટો કૃતિઓ સચિવશ્રી, ગુજરાત રાજ્‍ય લલિત કલા અકાદમી, રવિશંકર રાવળ કલા ભવન, લો ગાર્ડન, ભાઇકાકા ભવન સામે, એલિસબ્રિજ, અમદાવાદ-380006 ખાતે સ્‍વીકારવામાં આવશે. સ્‍પર્ધા અંગેની વિગતો આ જ સરનામેથી મેળવીને પ્રદર્શનમાં રજૂ કરવાની કરવાની ફોટોકૃતિઓ સાથે તે સરનામે તા.29-6-2013 પહેલા મોકલવાની રહેશે. આ સ્‍પર્ધાનું ફોર્મ www.sycd.gujarat.gov.in ઉપર ગુજરાત રાજ્‍ય લલિતકલા અકાદમી માંથી ડાઉનલોડ કરી મેળવી શકાશે તેમ સચિવશ્રી, ગુજરાત રાજ્‍ય લલિત કલા અકાદમી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

 

સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી રમણલાલ વોરાનો પ્રવાસ કાર્યક્રમ

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આજે તારીખ ૧૦/૫/૨૦૧૩ શુક્રવારના રોજ સવારે ૧૦- ૦૦ કલાકે કુબાધરોલ ઉદવહન સિંચાઇ યોજના અંતર્ગત વડાલીના ૧૬ ગામોમાં તૈયાર કરવામાં આવેલ તળાવોની મુલાકાત સામાજીક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રી રમણલાલ વોરા તથા વડાલી તાલુકાના આગેવાનો લેશે. જેમાં ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. એમ  એક અખબારી યાદીમાં જણાવાયું છે.    

 

હરસોલ ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી રમણલાલ વોરા ઉપસ્થિત રહેશે. 

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના હરસોલ મુકામે તા. ૧૩/૦૫/૨૦૧૩ સોમવારના રોજ ૧૪- ૦૦ કલાકે યોજાનાર બાવીસા પરગણા રોહિત સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં સામાજીક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રી રમણલાલ વોરા ઉપસ્થિત રહેશે આ સમૂહ લગ્નોત્સવમાં સવારે ૧૦ થી ૧૧ કલાક દરમિયાન હસ્ત મેળાપ, બપોરે ૨-૦૦ કલાકે ભોજન સભારંભ તથા સાંજે ૫- ૩૦ કલાકે કન્યા વિદાયનો કાર્યક્રમ યોજાશે. સમૂહ લગ્નોત્સવમાં નરોડાના પૂજય ગોવિંદરરામ બાપૂ, કૈયલના જયમાડી, મોટુકાનાઆચાર્ય સંત શ્રીનવનીતદાસ, શીણાવાડના સંત શ્રી પુરૂષેત્તમ બાપુ, ઓરણના સંત શ્રી દલપતરામ જેહા બાપ ગુરૂગાદી અને ઇસનપુરના શ્રી અમૃતદાસ આશિર્વચન પાઠવવા વિશેષ ઉપસ્થિત રહેશે.

 

ભિલોડામાં ડુંગરી ગરાસીયા સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાશે.

સાબરકાંઠા જિલ્લાના ભિલોડાના બી.ડી.ડામોર ફાર્મ હાઉસ મુકામે તા. ૧૨/૦૫/૨૦૧૩ રવિવારના રોજ ડુંગરી ગરાસીયા આદિવાસી સમાજનો છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાશે. આ સમૂહ લગ્નોત્સવમાં ૩૦ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે.

આ નવદંપતિઓને આશિર્વચન પાઠવવા ભિલોડાના ધારાસભ્ય શ્રીડૉ. અનિલભાઇ જોષીયારા, ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્રી અશ્વિનભાઇ કોટવાલ, પૂર્વ ધારાસભ્ય શ્રી રમીલાબેન બારા, ભિલોડા, વિજયનગર તથા મેઘરજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહેશે, એમ ડુંગરી ગરાસીયા વિકાસ ટ્રસ્ટની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 

જિલ્‍લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાશે

સાબરકાંઠા જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિની  બેઠક કલેકટરશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને તા. ૧૮/૫/૨૦૧૩ ના રોજ ૧૧- ૦૦ કલાકે કલેકટર કચેરી,સભાખંડ, હિંમતનગર ખાતે યોજાશે. સમિતિના સભ્‍યોએ બેઠકમાં સમયસર હાજર રહેવા જિલ્‍લા કલેકટર કચેરીની એક યાદીમાં જણાવાયું છે. 

 

તા. ૦૯/૦૫/૨૦૧૩ ગાંઘીનગર જિલ્લામાં પાંચ વર્ષમાં ફળ પાકોના ઉત્પાદનમાં ૬૫૪૦ મેટ્રિક ટનનો વઘારો થયો ગાંઘીનગર જિલ્‍લામાં ફળોના રાજા કેરીનું ઉત્પાદન પાંચ વર્ષમાં ૬૫૦૦ મેટ્રિક ટન વઘ્યું   

ગાંઘીનગર જિલ્‍લામાં છેલ્લા પાંચ વર્ષમાં ફળોના પાકોના ઉત્પાદનમાં ૬૫૪૦ મેટ્રિક ટનનો વઘારો થયો છે. જેમાં ગાંઘીનગર તાલુકામાં ૨૦૪૩, દહેગામમાં ૧૫૭૭, કલોલ તાલુકામાં ૮૫૯ અને માણસા તાલુકામાં ૨૦૬૧ મેટ્રિક ટન ફળ પાકોના ઉત્પાદનમાં  વઘારો થયો છે.  ગાંઘીનગર જિલ્‍લામાં ફળોના રાજા કેરીનું વાવેતર વર્ષ- ૨૦૦૮-૦૯માં ૯૬૭ હેકટરમાં થતું હતું. જયારે વર્ષ- ૨૦૧૨-૧૩માં આ વાવેતર ૧૦૩૭ હેકટર થયું છે. વર્ષ- ૨૦૦૮-૦૯માં કેરીનું ઉત્પાદન ૨૪૧૮ મેટ્રિક ટન હતું. વર્ષ- ૨૦૧૨-૧૩માં કેરીનું ઉત્પાદન ૮૯૧૮ મેટ્રિક ટન થયું છે. સમગ્ર જિલ્‍લામાં કેરીના ઉત્પાદનમાં ગાંઘીનગર તાલુકો મોખરાનું સ્‍થાન ઘરાવે છે. ગાંઘીનગર જિલ્‍લામાં આગામી તા.૧૪મી મે,૨૦૧૩થી કૃષિ મહોત્સવનો આરંભ થઇ રહ્યો છે. આ કૃષિ મહોત્સવમાં ખેડૂતો ફળ પાકોનું વાવેતર કરતાં થાય તે માટેની યોગ્ય માર્ગદર્શન આપવાનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. રાજયમાં વર્ષ-૨૦૦૫થી કૃષિ મહોત્સવનો આરંભ થયો હતો. તે પછી જિલ્‍લાના ખેડૂતોમાં ફળો પાકોનું વાવેતર વઘ્યું છે. ગાંઘીનગર જિલ્‍લામાં વર્ષ- ૨૦૦૮-૨૦૦૯ ચીકુનું વાવેતર-૮૬૮ હેકટર વિસ્‍તારમાં અને ઉત્પાદન ૧૦,૮૦૭ મેટ્રિકટન હતું. વર્ષ-૨૦૧૨-૧૩માં ચીકુનું વાવેતર ૯૨૨ હેકટર વિસ્‍તાર થયું છે, તેનું ઉત્પાદન ૧૧,૫૨૫ મેટ્રિક ટન છે. તે ઉપરાંત લીબું ઉત્પાદન વર્ષ ૨૦૦૮-૦૯માં ૨૩,૦૮૧ મેટ્રિક ટન હતું. વર્ષ-૨૦૧૨-૧૩માં લીબુંનું ઉત્પાદન વઘીને ૨૪,૬૧૨ મેટ્રિક ટન થઇ ગયું છે. તેવી જ રીતે વર્ષ-૨૦૦૮-૨૦૦૯ કરતાં વર્ષ-૨૦૧૨-૨૦૧૩માં બોરના ઉત્પાદનમાં ૧૧૩ મેટ્રિક ટન, જામફળના ઉત્પાદનમાં ૭૭૪ મેટ્રિક ટન, દાડમના ઉત્પાદનમાં ૧૬૫ મેટ્રિક ટન, પપૈયાના ઉત્પાદનમાં ૬૧૩૪ મેટ્રિક ટનનો વઘારો થયો છે. તેમજ વર્ષ- ૨૦૧૨-૧૩માં જાંબુનું ૧૩૫૪.૨ મેટ્રિક ટન, રાયણનું ૩૮૪૦ મેટ્રિક ટન અને ફાલસાનું ૪૧૦૩ મેટ્રિક ટન ઉત્પાદન થયું છે.

 

જિલ્લાના નવ તાલુકાના ૧૮૭ ગામડાઓમાં કૃષિ મહોત્સવ ઉજવાશે

તારીખ ૧૪ મે ૨૦૧૩ થી ૩૧-૦૫-૨૦૧૩ સુધી મહેસાણા જિલ્લામાં કૃષિ મહોત્સવ ઉજવનાર છે.ખેડુતોને રાહત દરે કૃષિ ઉત્પાદનો અપાશે.ખેતીની આધુનિક પ્રધ્ધતિઓની ખેડુતોને જાણકારી આપવામાં આવશે.દુધ ઉત્પાદન હરીફાઇમાં મહેસાણા જિલ્લો પ્રથમ  રહ્યો છે.

૧૪ મે ૨૦૧૩ થી યોજાનાર કૃષિ મહોત્સવમાં ખેડુતો માટે વધું લોકભાગ્ય બનાવવાનો અનુંરોધ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.એન.ઠકકરે કર્યો હતો.

કૃષિ મહોત્સવ ૨૦૧૩ની જિલ્લા અમલીકરણ સમિતીની બેઠકને અધ્યક્ષશ્રી સ્થાનેથી સંબોધતા જિલ્લાવિકાસ અધિકારીશ્રી એચ.એન.ઠક્કરે વધુમાં જણાવ્યું હતુંકે જિલ્લાના ૧૮૭ જેટલા ગામડાઓમાં આ મહોત્સવ સવારે૦૮-૩૦ થી બપોરે ૧૩-૦૦ વાગ્યા સુધી યોજાશે.અને તેમાં બાગાયત પશુપાલન,જળસંચય,વોટર રીચાર્જીંગ સુયોગ્ય પિયત પ્રધધતિ વગેરે બાબતે માર્ગદર્શનથી આપવામાં આવશે.

કૃષિ મહોસત્વ અને ખેતી  વિસ્તરણ અને ખેડુતોને નજીક લાવાવનો કાર્ક્રમ છે રાજ્યમાં કૃષિ ક્ષેત્રમાંલોકભાગીદારીથી ગ્રામકક્ષાએ કૃષિ પ્રધ્ધતિઓ,જળસંચય,વિજળીસંચય કાર્યક્રમો છેવાડાના ગામડા સુધી પહોંચે અને સ્થળ ઉપરજ ખેડુતોને વૈજ્ઞાનિક માર્ગદર્શન મળે તે પ્રાકે તેની ઉજવણીનો કાર્યક્રમ છે.તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યુંહતું.

આ કૃષિ મહોત્સવમાં ખેડુતોની સાથોસાથ યુવાનો  અને મહિલાઓ વધુને વધું ભાગ લે તે માટેઉપસ્થિત અધિકારીઓને શ્રી ઠક્કરેઅનુંરોધ કર્યો હતો.

વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન યોજાયેલી દુધ ઉત્પાદન હરીફાઇમાં મહેસાણા જિલ્લો પ્રથમ સ્થાને રહેલ છે. અને તેમાં ૧૩૧ લાભાર્થીઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર આપી એનાયત કરાશે.

આ મહોત્સવમાંવિવિધ  ખેતી સંસ્થાઓ અને ખેત ઉપકરણ ઉત્પાદકો દ્વારા ખેડુતોને ડિલર્સ ઉત્પાદકો દ્વારા  તેમની ખરીદી ઉપર પ્રોત્સાહક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે

આ બેઠકમાં નિવાસી  કલેકટરશ્રી એમ.એન.ગઢવી,જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચાવડા તથા નાયબ માહિતી નિયામકશ્રી પરેશ શાહ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિુત રહ્યા હતા.

 

ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ૨૨૭ લાભાર્થીઓને ૧.૬૫ કરોડની સહાય અપાઇ

મહેસાણા શહેરના કમળાબા હોલ ખાતે મહેસાણા અને પાટણ જિલ્લાના ૨૨૭ લાભાર્થીઓને ૦૧ કરોડ ૬૫ લાખ ૩૨ હજારની વિવિધ યોજનાઓના  સાધન સહાય તેમજ ૧૫૦૩ લાભાર્થીઓને સિધા ધિરાણની સબસીડી યોજનાઓનું ચેક વિતરણ નાણા મંત્રીશ્રી નિતીનભાઇ પટેલ,સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીશ્રી રમણલાલ વોરાના હસ્તે કરાયું હતું. આ સાધન સહાયમાં ૦૨ લેપટોપ,૩૭ નાના પાયાના વ્યવસાય,૭૦ માઇક્રોફાઇનાન્સ યોજના,૮૫ મહિલા સમૃધ્ધી યોજના,૦૬ ફોર વ્હીલર ,૨૭ પેસન્જર રીક્ષા સહિત વિવિધ યોજનાઓના ચેકનું વિતરણ સ્ટેજ પરથી કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન તથા ગુજરાત અનુસુચિતજાતિ વિકાસ કોર્પોરેશનના અધ્યક્ષશ્રી ઝવેરભાઇ ચાવડાએ તેમના સ્વગાત પ્રવચનમાં સૌ ઉપસ્થિત મહેમાનનું સ્વાગત કરી લાભાર્થીઓને આવકાર્યા હતા અને નિગમની વિસ્તૃત માહિતી આપી હતી.

મહેસાણ અને પાટણ જિલ્લાના લોન-વાહનના ૨૨૭ લાભાર્થીઓને ૧ કરોડ ૬૫ લાખ ૩૨ હજાર તથા ૧૫૦૩ લાભાર્થીઓને ૧,૪૦,૮૫,૦૦૦ બેન્કેબલ તથા સીધા ધિરાણનીસબસીડી સહિત કુલ ૧૭૩૦ લાભાર્થીઓને ૩ કરોડ ૦૬ લાખ ૧૭ હજારના લોન વાહનના આદેશો ઉપસ્થિત મંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવાની જાહેરાત કરતાં લાભાર્થીઓ વધુને વધું લાભ લઇ નિર્ભર બને અને સામાજિક તેમજઆર્થિક વિકાસ સાધવામાં અગ્રેસર રહે તેવી ભાવના વ્યકત કરી હતી.       

આ પ્રસંગે અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશનના ચેરમેનશ્રી ઝવેરભાઇ ચાવડાએ જણાવ્યુંહતું કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની સત્તા સંભાળી ત્યારથી સમાજના તમામ વર્ગો ખાસ કરીને નબળાવર્ગના કલ્યાણ માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહેલ છે.દલીતો,સમાજના છેવાડાના માનવીઓના કલ્યાણ માટે કરોડો રૂપિયાની બજેટની જોગવાઇઓ થઇ રહેલ અને તેના પરીણામે ૪૨૨ જેટલા દિકરા દીકરીઓ પરદેશમાં અભ્યાસ કરી રહેલ તેમજ પાયલોટની સઘન તાલીમ પણ મેળવી રહ્યા છે જેના પગલે દલીત યુવાન યુવતી અત્યારે વિમાન ઉડાડે છે. અને એરહોસ્ટેટમાંદલીત યુવતીઓ પોતાની કારકિર્દીબનાવેછે.

 

ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન

નરેન્દ્રભાઇ મોદીની સરકારના નાણામંત્રીશ્રી નિતીનભાઇ ભાઇ પટેલ તથા સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીશ્રી રમણલાલ વોરા દલીત સમાજના વિકાસની વિવિધ યોજનાઓ માટે ખુબજ લાગણીથી પ્રયત્ન કરે છે. ૩૧ માર્ચ ૨૦૧૩ પહેલાં ૭૦ કરોડ બ્લોક ગેરંટી તેઓના તરફથી નિગમને મલવાથી .અનુસુચિત જાતિઓને વિવિધ પ્રકારની કરોડો રૂપિયાની  લોન સહાય આપી શકાય છે..અને તેથી રાજ્ય સરકારના આવા પ્રયાસોમાં પોતાના કલ્યાણમાં લોન સહાયનો સદઉપયોગ કરી પગભર બને તે માટે પણ ચેરમેનશ્રીએ વિગતવાર માર્ગદર્શનઆપ્યું હતું,.

આ પ્રંસગે  સંસદશ્રી જયશ્રીબેન પટેલ,ઠાકોર વિકાસ નિગમના ચેરમેનશ્રી પુજાજી ઠાકોર પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.

આ કાર્યક્રમની આભાર વિધિ ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશનના એમ.ડી. આર.એમ. જાદવે કરી હતી.આ પ્રસંગે  પુર્વમંત્રીશ્રી ખોડાભાઇ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જે.એલ.પટેલ,નગરપાલિકા પ્રમુખશ્રી ચંદ્રિકાબેન પટેલ,ઇન્ચાર્જ કલેકટરશ્રી એચ.એન.ઠક્કર સહિત કોર્પોરેશનના  મેનેજરશ્રી વી.એસ.પટેલ અધિકારીશ્રીઓ,કર્મચારીશ્રીઓ થા મહેસાણા અને પાટણ જિલ્લાના લાભાર્થીઓ મોટી સંખ્યામાંહાજર રહ્યા હતા.

 

પાટણ જિલ્લામાં વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૨ સુધી સુક્ષ્મ પિયત પધ્ધતિ યોજના હેઠળ                        ૪૦૩૦.૭૯ હેકટર જમીન આવરી લેવામાં આવી - ખેડૂતોને રૂ. ૯૮૩.૨૨ લાખની સહાય આપવામાં આવી                                           

પાટણ જિલ્લામાં કુલ ૧,૧૯,૪૩૯.૭૮ હેકટર પિયત વિસ્તાર છે. રાજય સરકાર દ્વારા ખેતીમાં ઓછા પાણીએ વધુ ઉત્પાદન થાય અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય તે માટે સુક્ષ્મ પિયત પધ્ધતિ યોજના અમલમાં મુકી છે. રાજય સરકાર દ્વારા ડ્રીપ ઇરીગેશન અને સ્પ્રીંકલર માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે.

પાટણ જિલ્લામાં વર્ષ ૨૦૦૫-૦૬માં ૨૫૭.૬૧ હેકટર જમીન ડ્રીપ ઇરીગેશન હેઠળ આવરી લઇ રૂ. ૮૧.૧૪ લાખ અને સ્પ્રીંકલર હેઠળ ૫.૭૪ હેકટર જમીન આવરી લઇ રૂ. ૩૬,૨૩૩/- એમ કુલ ૨૬૩.૩૫ હેકટર જમીન આવરી લઇ કુલ રૂ. ૮૧.૫૦ લાખની ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.

વર્ષ ૨૦૦૬-૦૭માં ૧૯૫.૧૮ હેકટર જમીન ડ્રીપ ઇરીગેશન હેઠળ આવરી લઇ રૂ. ૭૮.૩૬ લાખ અને સ્પ્રીંકલર હેઠળ ૩૬.૯૮ હેકટર જમીન આવરી લઇ રૂ. ૨.૫૨ લાખ એમ કુલ ૨૩૨.૧૬ હેકટર જમીન આવરી લઇ કુલ રૂ. ૮૦.૮૯ લાખની ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.

વર્ષ ૨૦૦૭-૦૮માં ૨૮૦.૭૦ હેકટર જમીન ડ્રીપ ઇરીગેશન હેઠળ આવરી લઇ રૂ. ૧૨૦.૬૦ લાખ અને સ્પ્રીંકલર હેઠળ ૨૭૭.૪૫ હેકટર જમીન આવરી લઇ રૂ. ૧૪.૬૨ લાખ એમ કુલ ૫૫૮.૧૫ હેકટર જમીન આવરી લઇ કુલ રૂ. ૧૩૫.૨૨ લાખની ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.

વર્ષ ૨૦૦૮-૦૯માં ૨૨૩.૦૯ હેકટર જમીન ડ્રીપ ઇરીગેશન હેઠળ આવરી લઇ રૂ. ૯૯.૯૪ લાખ અને સ્પ્રીંકલર હેઠળ ૨૫૮.૩૩ હેકટર જમીન આવરી લઇ રૂ. ૧૦.૪૮ લાખ એમ કુલ ૪૮૧.૪૨ હેકટર જમીન આવરી લઇ કુલ રૂ. ૧૧૦.૪૨ લાખની ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.

વર્ષ ૨૦૦૯-૧૦માં ૨૩૮.૩૩ હેકટર જમીન ડ્રીપ ઇરીગેશન હેઠળ આવરી લઇ રૂ. ૧૧૨.૬૮ લાખ અને સ્પ્રીંકલર હેઠળ ૭૪૫.૮૬ હેકટર જમીન આવરી લઇ રૂ. ૩૭.૬૬ લાખ એમ કુલ ૯૮૪.૭૪ હેકટર જમીન આવરી લઇ કુલ રૂ. ૧૫૦.૩૪ લાખની ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૦-૧૧માં ૩૩૮.૧૯ હેકટર જમીન ડ્રીપ ઇરીગેશન હેઠળ આવરી લઇ રૂ. ૧૬૩.૫૨ લાખ અને સ્પ્રીંકલર હેઠળ ૪૨૮.૦૧ હેકટર જમીન આવરી લઇ રૂ. ૨૨.૫૯ લાખ એમ કુલ ૭૬૬.૨૦ હેકટર જમીન આવરી લઇ કુલ રૂ. ૧૮૬.૧૧ લાખની ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૧-૧૨માં ૨૮૦.૦૧ હેકટર જમીન ડ્રીપ ઇરીગેશન હેઠળ આવરી લઇ રૂ. ૧૩૦.૨૩ લાખ અને સ્પ્રીંકલર હેઠળ ૪૬૪.૭૬ હેકટર જમીન આવરી લઇ રૂ. ૨૭.૩૮ લાખ એમ કુલ ૭૪૪.૭૭ હેકટર જમીન આવરી લઇ કુલ રૂ. ૧૫૭.૬૧ લાખની ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.

આમ, પાટણ જિલ્લામાં વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૨ સુધી  ૧૮૧૩.૬૬ હેકટર જમીન ડ્રીપ ઇરીગેશન હેઠળ આવરી લઇ રૂ. ૭૮૬.૪૭ લાખ અને સ્પ્રીંકલર હેઠળ ૨૨૧૭.૧૩ હેકટર જમીન આવરી લઇ રૂ. ૧૯૬.૭૫ લાખ એમ કુલ ૪૦૩૦.૭૯ હેકટર જમીન આવરી લઇ કુલ રૂ. ૯૮૩.૨૨ લાખની ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.

 

ચૂંટણીલક્ષી જાહેરાત, બેનર્સ, કટ આઉટ, ભીંતપત્રો વિ. પ્રદર્શિત કરવા અંગેનું જાહેરનામું."

ભારતના ચૂંટણી આયોગ ધ્વારા ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચુંટણીની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.૭/૦૬/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાની થાય છે. જેથી ચૂંટણીને લગતાં હોર્ડીગ્સ, ચોપાનીયા, ભીંતપત્રો,પોસ્ટર્સ, કટઆઉટ, જાહેરાત, બેનર્સ વિગેરે દ્વારા પૈસાની તાકાતના આડંબર યુકત પ્રદર્શન ના કરે તે હેતુથી ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલ આચાર સંહિતા મુજબ નિયમન કરવુ જરૂરી છે. શ્રી સુધીર બી. પટેલ (જી.એ.એસ) અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) (ડી.એ.) થી (ડી.બી.) થી મળેલ સત્તાની રૂએ ઉકત ચૂંટણી અન્‍વયે ચૂંટણીલક્ષી જાહેરાત, બેનર્સ, કટઆઉટ, ભીંતપત્રો વિ.ના પ્રદર્શન કરવા નીચે મુજબ નિયમો કરવા હુકમ કરવામાં આવે છે.

 (૧) કોઇપણ રાજકીય પક્ષ/ઉમેદવાર/સંસ્‍થા અથવા વ્‍યકિત ધ્‍વારા ચૂંટણી પંચની સૂચનાની વિગતે સહેલાઇથી દૂર કરી શકાય તેવા પ્રકારે કટ આઉટ, હોર્ડિગ્‍સ, બેનર્સ, કમાન તોરણ, ધ્‍વજ પતાકા વિ. કોઇપણ ખાનગી મિલ્‍કતો મકાનો ઉપર મિલ્‍કતના માલિકની સ્‍વેચ્છા પરવાનગીથી પ્રદર્શિત કરી શકશે અને આ પ્રકારની મંજુરીની લેખિતમાં સબંધિત ચૂંટણી અધિકારીશ્રીને દિન-૩ માં જાણ કરવાની રહેશે. ૨. કોઇપણ રાજયકીય પક્ષ/ઉમેદવાર/સંસ્‍થા અથવા વ્‍યકિત ધ્‍વારા ચૂંટણી પ્રચાર માટે જાહેર સ્‍થળોએ હોર્ડિગ્‍સ પ્રદર્શિત કરી શકાશે પરંતુ તે માટે સ્‍થાનિક સત્તાધિકારીની મંજુરી પ્રમાણે ચુકવણી કરી પુર્વ મંજુરી મેળવી લેવાની રહેશે. પરંતુ ચૂંટણીની જાહેરાત પછી આવી જગા કે હોર્ડિગ્‍સની સાઇઝ વિસ્‍તારી શકાશે નહી કે ઘટાડી શકાશે નહી. આ જાહેરનામુ તા. ૪/૫/૨૦૧૩ થી તા. ૭/૦૬/૨૦૧૩ સુધી (બન્ને દિવસો સહિત) ચૂંટણી હેઠળના સમગ્ર મતદાર વિસ્‍તારો પૂરતુ અમલમાં રહેશે. કોઇપણ ઉમેદવાર સંસ્‍થા અથવા કોઇપણ વ્‍યકિત ધ્‍વારા ઉકત નિયમનો ભંગ કરી ચૂંટણીલક્ષી હોર્ડીગ્‍સ, ચોપાનીયા, ભીંતપત્રો, પોસ્‍ટર્સ, કટ આઉટ, જાહેરાત, પાટીયા અથવા બેનરો પ્રદર્શિત કરાશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ તથા ૧૭૧ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.  

 

ચૂંટણી દરમ્‍યાન લાઉડ સ્‍પીકરના ઉપયોગ માટે પૂર્વ મંજુરી લેવા અંગેનું જાહેરનામું

ભારતના ચૂંટણી આયોગ ધ્વારા ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચુંટણીની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.૭/૦૬/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાની થાય છે. ચૂંટણી દરમ્‍યાન ઉમેદવારો તથા તેમના કાર્યકરો દ્વારા પ્રચાર માટે લાઉડસ્‍પીકરનો ઉપયોગ કરવામાં આવે છે. લાઉડ સ્‍પીકરનો ઉપયોગ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલ નીતિ નિયમો મુજબ થાય તે જરૂરી છે. જેથી ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્‍પીકરના ઉપયોગ માટે નિયમન કરવું  જરૂરી જણાય છે. શ્રી સુધીર બી. પટેલ (જી. એ. એસ) અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧) થી મળેલ સત્તાની રૂએ ચૂંટણી હેઠળના મતદાર વિસ્‍તારોમાં તા. ૪/૫/૨૦૧૩ થી તા. ૭/૦૬/૨૦૧૩ સુધી (બંને દિવસો સહિત) ઉકત ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્‍પીકરનો ઉપયોગ માટે નીચે મુજબના નિયમો ફરમાવવામાં આવે છે.

(૧) ચૂંટણી પ્રચારના કોઇપણ હેતુ માટે કોઇપણ પ્રકારના વાહનો પર ગોઠવેલા કે જાહેર સભાના હેતુ માટે સ્‍થાયી સ્‍થિતીમાં ગોઠવેલ લાઉડ સ્‍પીકરનો ઉપયોગ સક્ષમ સત્તાધિકારની પૂર્વ મંજુરી મેળવીને નીચે દર્શાવેલ સમય મુજબ કરી શકાશે, લાઉડ સ્‍પીકરનો ઉપયોગ (ક) ગ્રામ્‍ય વિસ્‍તારમાં સવારના ૬-૦૦ વાગ્‍યાથી રાતના ૧૦-૦૦ સુધી,

(૨) તમામ રાજકીય પક્ષો, ઉમેદવાર અને અન્‍ય વ્‍યકિતઓએ લાઉડ સ્‍પીકર વાપરવા માટેની પરવાનગી આપતા સત્તાધિકારીને જે વાહનમાં લાઉડ સ્‍પીકરનો ઉપયોગ કરવાનો હોય તે વાહનોની નોંધણી/ઓળખ નંબરો જણાવવાના રહેશે અને સબંધિત સત્તાધિકારીએ આપેલા પરવાનગી પત્ર પર આવા નોંધણી/ઓળખ નંબરો દર્શાવવાના રહેશે.,

(૩) ફરતા વાહનો પર અથવા તો નિયત સ્‍થળે ગોઠવવામાં આવેલા કોઇ લાઉડ સ્‍પીકરનો ઉપયોગ કરતા તમામ રાજકીય પક્ષો, ઉમેદવાર અને અન્‍ય વ્‍યકિતઓએ તેનો ઉપયોગ કરતા પહેલા ચૂંટણી અધિકારીને અને સ્‍થાનિક પોલિસ અધિકારીને લાઉડ સ્‍પીકરનો ઉપયોગ કરવા બાબતમાં તેમને મળેલ પરવાનગીની સંપૂર્ણ વિગતો લેખિતમાં જણાવવી ફરતા લાઉડ સ્‍પીકરની બાબતમાં તેમણે વાહનોના ઓળખ નંબર પણ ચૂંટણી અધિકારીને અને સ્‍થાનિક પોલીસ અધિકારીને જણાવવાના રહેશે,

(૪) મતદાન સમાપ્‍ત કરવા માટે નિયત સમયમાં આવેલા સમયના એટલે કે મતદાનનો દિવસના  ૧૭-૦૦ કલાકથી ગણીને ૪૮ કલાક પહેલાના સમયગાળા દરમ્‍યાન વાહન પર ગોઠવવામાં આવેલ કે અન્‍ય કોઇપણ પ્રકારના લાઉડ સ્‍પીકરનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહી.

 

મતગણતરી કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં  આધુનિક સંદેશા વ્યવહારના સાધનો પર પ્રતિબંધ

ભારતના ચૂંટણી આયોગ ધ્વારા ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચુંટણીની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.૭/૦૬/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાની થાય છે. સદર પેટા સંદર્ભે તા.૫/૦૬/૨૦૧૩ના રોજ મતગણતરી યોજાનાર છે. આ મતગણતરીની કામગીરી દરમ્યાન કોઇ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઇ રહે તે માટે ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગના તમામ મતગણતરી કેન્દ્ર અને તેની ૧૦૦ મીટરની ત્રિજયામાં સેલ્યુલર ફોન, મોબાઇલ ફોન,કોડલેસ ફોન, વોકીટોકી, વાયરલેસ સેટ વિ.જેવા આધુનિક સંદેશા વ્યવહારના સાધનોના વપરાશ સંબંધી સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જરૂરી અને આવશ્યક જણાય છે.

શ્રી સુધીર બી. પટેલ (જી. એ. એસ) અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટાચૂંટણી માટે  તા. ૫/૦૬/૨૦૧૩ના રોજ ૯ વાગ્યાથી મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ચૂંટણી સારૂ નિયત થયેલ મતગણતરી કેન્દ્ર અને તેની  ૧૦૦ મીટરની ત્રિજયામાં મોબાઇલ ફોન,કોડલેસ ફોન,પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ વિ.જેવા આધુનિક સંદેશા વ્યવહારના સાધનોના લઇ જવા કે તેના ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

 

મતદાન કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં  આધુનિક સંદેશા વ્યવહારના સાધનો પર પ્રતિબંધ

ભારતના ચૂંટણી આયોગ ધ્વારા ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચુંટણીની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.૭/૦૬/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાની થાય છે. આ પેટા સંદર્ભે તા.૨/૦૬/૨૦૧૩ના રોજ મતદાન યોજાનાર છે.જેથી મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ,મુક્ત અને નિષ્‍પક્ષ રીતે મતદાન થાય અને મતદારો શાંતિપૂર્વક કોઇપણ ત્રાસ કે અવરોધ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી મતદાન મથકો અંદર અને તેના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાંશાંતિ જળવાઇ રહે તે હેતુથી મતદાન મથકની અંદર મતદાન કરવા આવતા મતદારો પોતાની પાસે મોબાઇલ ફોન, કોડલેસ ફોન,પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ વિ.જેવા આધુનિક સંદેશા વ્યવહારના સાધનો ન લઇ શકે અને તેનો ઉપયોગ ન કરી શકે તે હેતુથી નિયંત્રણ મુકવુ જરૂરી જણાય છે.

શ્રી સુધીર બી. પટેલ (જી. એ. એસ) અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ પેટાચૂંટણી સંદર્ભે તમામ મતદાન મથકોની અંદર કે તેના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ  તા. ૦૨/૦૬/૨૦૧૩ના રોજ મતદાનના સમય ૮ થી ૧૭ કલાક(મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી) મોબાઇલ ફોન,કોડલેસ ફોન,પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ વિ.જેવા આધુનિક સંદેશા વ્યવહારના સાધનોના લઇ જવા કે તેના ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે

 

 

 

ચોમાસું આફતોના નિયંત્રણ બચાવ અને રાહતની વ્યૂહરચના ધડવા માટે બેઠક મળશે


વડોદરા

આગામી ચોમાસાને અનુલક્ષીને જિલ્લા વહિવટી તંત્રે કલેકટરશ્રીના માર્ગદર્શન અને રાજયના રાહત કમિશનરશ્રીની સૂચનાઓ પ્રમાણે પૂર, વાવાઝોડું સહિતની વિવિધ ચોમાસું આફતો અને જોખમોના નિયંત્રણ, બચાવ અને રાહતની વ્યૂહરચના ધડવા જેવી પૂર્વ તૈયારીઓ શરૂ કરી દિધી છે. તેના ભાગરૂપે શુક્રવાર તા.૧૭/૦૫ના રોજ બપોરના ૧૨.૦૦ વાગે કલેકટર કચેરીના ધારાસભા ખંડમાં સંબંધિત તમામ વિભાગોની બેઠક રાખવામાં આવી છે. તેના અનુસંધાને વિભાગોને વર્ષાઋતુ-૨૦૧૩ના સંદર્ભમાં તેમના ડિઝાસ્ટર મેનેજમેંટ પ્લાન્સને અઘતન કરીને મોકલી આપવા જણાવાયું છે. કલેકટર કચેરી દ્વારા ચોમાસાંને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારીઓની લાયઝન અધિકારીઓ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેઓ પોતાના તાલુકાઓમાં કામગીરીનું સંકલન કરશે. આ ઉપરાંત જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેંટને પ્લાનનું પણ અઘતનીકરણ કરવામાં આવશે.

 

ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગ કૃષિ મહોત્સવમાં સખી મંડળની રચનાને પ્રોત્સાહિત કરશે

વડોદરા,

પશુપાલન અને બાગાયતના ક્ષેત્રમાં મહિલાઓનું અમૂલ્ય યોગદાન છે. તેને અનુલક્ષીને રાજયનો ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગ કૃષિ મહોત્સવમાં જોડાશે અને ગ્રામીણ બહેનોના સખી મંડળની રચનાને પ્રોત્સાહિત કરવા સહિતની વિવિધ કામગીરીઓ કરશે. વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સ્વચ્છતાની શરૂઆત અને નિર્મળ ગુજરાતનું અમલીકરણ, સ્વસહાય જુથો, નરેગાના કાર્યક્રમોનો પ્રસાર, લાભાર્થીઓની અરજીઓ મેળવવી અને મંજૂર કરવી, પાણીની બચત, પંચવટી દ્વારા હરિયાળીનો ઉછેર અને આરોગ્યલક્ષી કાર્યક્રમો ઈત્યાદિનું કૃષિ મહોત્સવ દરમિયાન આયોજન કરશે.

 

જમીન વિકાસ નિગમ અને જીજીઆરસી કૃષિ મહોત્સવમાં સહભાગી બનશે

વડોદરા,

કૃષિ મહોત્સવને અસરકારક અને પરિણામલક્ષી બનાવવા ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ અને ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની (જીજીઆરસી) તેમાં સહભાગીદાર બનશે. જમીન વિકાસ નિગમ તેના અનુસંધાને ચેક ડેમ્સ/તળાવોના સ્થળ નક્કી કરવા ગામવાર કન્ટુર મેપ તૈયાર કરવા, સીમ અને ખેત તલાવડીના કામો શરૂ કરવા, તળાવોની સફાઇ અને ઉંડાઇમાં વધારો કરવો તથા વોટર રીચાર્જીંગના પરિસંવાદો યોજવા જેવા આયોજનો કરશે. જયારે જળબચત અને ઓછા પાણીએ બહોળી ખેતીને વેગ આપવા સ્થાપિત જીજીઆરસી કૃષિ મહોત્સવ દરમિયાન ટપક સિંચાઇ પ્રસ્થાપન માટે અરજીઓ સ્વીકારવી, મંજૂર કરવી, ૧૦૦ ટકા ડ્રીપવાળા મોટા ગામોમાં કાર્યક્રમો યોજવા જેવાં આયોજનો કરશે.

 

 

કરજણ તાલુકાના ૧૮ ગામોમાં કૃષિ મહોત્સવ યોજાશે

વડોદરા,

સન ૨૦૧૩ના કૃષિ મહોત્સવના ભાગરૂપે કરજણ તાલુકાના ૧૮ ગામોમાં તા. ૧૪/૦૫થી ૩૧/૦૫ દરમિયાન કૃષિરથનું આગમન થશે અને કૃષિ સભાઓ યોજાશે. સમયપત્રક પ્રમાણે તાલુકા પંચાયતની ધાવટ બેઠકના ગામો માટે ધાવટમાં તા.૧૪/૦૫ના રોજ, હાંડોદ બેઠકના ગામો માટે સંભોઇમાં તા.૧૫/૦૫ના રોજ, કરખડી બેઠકના ગામો માટે કંબોલામાં તા.૧૬/૦૫ના રોજ, મિયાગામ બેઠકના ગામો માટે ભરથાણામાં તા. ૧૭/૦૫ના રોજ, અણસ્તુ બેઠકના ગામો માટે અણસ્તુમાં તા. ૧૮/૦૫ના રોજ, કંડારી બેઠકના ગામો માટે જુની જીથરડીમાં તા. ૧૯/૦૫ના રોજ, સાંપા બેઠકના ગામો માટે બોડકામાં તા. ૨૦/૦૫ના રોજ, ગંધારા બેઠકના ગામો માટે ધનોરમાં તા. ૨૧/૦૫ના રોજ, વેમાર બેઠકના ગામો માટે કોઠાવમાં તા. ૨૨/૦૫ના રોજ, ચોરંદા બેઠકના ગામો માટે બચારમાં તા. ૨૦/૫ના રોજ, દેઠાણ બેઠકના ગામો માટે ઓસલામમાં તા. ૨૪/૦૫ના રોજ, સીમળી બેઠકના ગામો માટે સીમળીમાં તા. ૨૫/૦૫ના રોજ સાંસરોદ બેઠકના ગામો માટે હલદરવામાં તા. ૨૬/૦૫ના રોજ, સારીંગ બેઠકના ગામો માટે સારીંગમાં તા. ૨૭/૦૫ના રોજ, કોલીયાદ બેઠકના ગામો માટે શનાપુરામાં તા. ૨૮/૦૫ના રોજ, સણીયાદ બેઠકના ગામો માટે ઉરદમાં તા. ૨૯/૦૫ના રોજ, મોટીકોરલ બેઠકના ગામો માટે આલમપુરામાં તા. ૩૦/૦૫ના રોજ અને વલણ ૧/૨ બેઠકના ગામો માટે મેસરાળમાં તા. ૩૧/૦૫ના રોજ કૃષિ મહેત્સવ યોજાશે. દરેક ગામના કાર્યક્રમનો સમય સવારના ૮.૩૦ કલાકનો રહેશે.

યુનાઇટેડ વે ઓફ બરોડાએ શાળા અનો કોલૅજનો ૪ હજારથી વધુ યુવા કિશોરોને થેલેસેમિયા અંગે સભાન કર્યા

વડોદરા,

આરોગ્ય, શિક્ષણ અને સમુદાય ધડતરના ક્ષેત્રમાં કાર્યરત સેવા સંસ્થા યુનાઇટેડ વે ઓફ બરોડાએ અસાધ્ય રોગ થેલેસેમિયાની અટકાયત અને જાગૃતિની કામગીરી સન ૨૦૧૧થી ઉપાડી છે. તેના ભાગરૂપે સંસ્થાએ અત્યાર સુધીમાં શહેરની ૫૦થી વધુ શાળાઓમાં થેલેસેમિયા જાગૃતિના કાર્યક્રમ યોજાયાં છે અને શાળા/કોલૅજીસના ૪ હજારથી વધુ યુવાકિશોરોને થેલેસેમિયા અંગે સભાન કર્યા છે. આ દરમિયાન થેલેસેમિયા માઇનોર જણાયેલા યુવાનો અને તેમના પરિવારજનોને આ રોગ નિવારણની તકેદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતમાં અંદાજે ૩.૪ ટકા વસતિ થેલેસેમિયાની વાહક છે. યુનાઇટેડ વે ઓફ બરોડની આ ક્ષેત્રમાં પ્રસંશનીય કામગીરીની કદર કરવા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી થેલકોન-૨૦૧૩માં સંસ્થાનું સન્માન કર્યું હતું. સંસ્થા દ્વારા થેલેસેમિયા સ્ક્રીનીંગ અને ડિટેકશન કેમ્પ પણ યોજવામાં આવે છે.

 

સાવલી અને પાદરા તાલુકાઓમાં સામાજિક અને શૈક્ષણિક પછાત (ખાસ પ્લાન)ની જોગવાઇ હેઠળ વિકાસ કામો

વડોદરા,

જિલ્લા આયોજન મંડળને સામાજિક શૈક્ષણિક પછાત (ખાસ પ્લાન)ની જોગવાઇ હેઠળ આવા સમુદાયોની વસતિવાળા વિસ્તારોના વિકાસ માટે અનુદાન ફાળવવામાં આવે છે. વડોદરા જિલ્લા આયોજન મંડળે સન ૨૦૧૩-૧૪ના વર્ષમાં પાદરા અને સાવલી તાલુકાને ઉપરોકત જોગવાઇ હેઠળ તાલુકાદીઠ રૂા. ૨ લાખ પ્રમાણે મળવાપાત્ર રૂા. ૪ લાખના અનુદાન આધારિત વિકાસ કામોનું આયોજન કર્યું છે. તદ્‍નુસાર પાદરા તાલુકાના ભોજ ગામના માળીવાસમાં રૂા. ૨ લાખના ખર્ચે આર.સી.સી.રોડ બનાવવામાં આવશે. જયારે સાવલી તાલુકાના ગુતરડી (મહાદેવવાડી) ગામમાં રૂા. એક લાખના ખર્ચે આર.સી.સી.રોડ બનાવવામાં આવશે અને વાટા (પીપલછટ) ગામના રાવળવાસમાં રૂા. એક લાખના ખર્ચે બોર મોટરનું કામ કરવામાં આવશે.

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની મતદાર યાદીમાં સુધારા-વધારા અંગે સૂચના

વડોદરા,

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી આગામી જુલાઇ-૨૦૧૩માં થશે. આ અંગેની મતદાર યાદીમાં અગાઉ સુધારા-વધારા કરવામાં આવ્યા હતા. પરંતુ સરકારશ્રી દ્વારા બોર્ડની મુદત લંબાવાતા નવેસરથી સુધરા-વધારા કરવા જરૂરી બન્યા છે. તેને અનુલક્ષીને વડોદરા શહેર/જિલ્લાની તમામ બિન-સરકારી માધ્યમિક /ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉત્તર બુનિયાદી શાળા/માધ્યમિક શિક્ષણ તાલીમ કોલેજો/સ્નાતક બુનિયાદી તાલીમ કોલેજોના આચાર્યશ્રીઓ તથા સંચાલક મંડળ/વાલી મંડળના સંબંધિતોને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પ્રસિદ્ધ કરેલ તમામ સંવર્ગની ફોટાવાળી મતદાર યાદીમાં જરૂરી સુધારા-વધારા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં સંબંધિત એસ.વી.એસ.ના મદદનીશ શિક્ષણ નિરીક્ષકનો તા. ૧૩/૫/૨૦૧૩ થી ૧૫/૫/૨૦૧૩ના રોજ ૧૧.૦૦થી ૨.૦૦ કલાક સુધી સંપર્ક કરવા જણાવાયું છે. મુદત પછી મતદાર યાદીઓમાં સુધારા-વધારા માટે કોઇ હક્ક દાવો રહેશે નહિ. અધુરી વિગતો હોય તેવા મતદારોના નામ રદ કરવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી, વડોદરાની યાદીમાં જણાવાયું છે. 

 

બે પૈંડાવાળા વાહનો માટે નવી સીરીઝ

વડોદરા,

આર.ટી.ઓ. માં ટુ વ્હીલર (બે પૈંડાવાળા) વાહનો માટે તા. ૧૮/૫/૨૦૧૩ના રોજ જીજે-૦૬-એફએસ. ૧થી ૯૯૯૯ સુધીના નંબરની નવી સીરીઝ શરૂ કરવામાં આવશે. જેમાં પસંદગીના નંબર મેળવવા માટેની અરજીઓ રૂબરૂમાં કચેરીના હેડ કલાર્ક શ્રી ડી.એન.પટેલ સમક્ષ તા. ૧૭/૫/૨૦૧૩ના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં પોતે કેટલી રકમ ભરવા માગે છે તે ઓફર સહિતની રકમ દર્શાવવાની રહેશે અરજદારે નિયત ફી રૂા. ૧૦૦૦/- કે તેથી વધુ જે રકમ ભરવા માંગતા હોય તે રકમનો પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, વડોદરાના નામનો ફકત સ્ટેટ બેન્ક એફ ઇન્ડિયાનો ડીમાન્ડ ડ્રાફટ/પે- ઑર્ડર સામેલ કરી રકમની વિગત આંકડા તથા શબ્દોમાં સ્પષ્ટ દર્શાવીને બંધ કરવામાં અરજી કરવાની રહેશે.

વાહન ખરીદ કર્યા તા. ૧૭/૫/૨૦૧૩ના રોજ ૩૦ દિવસની મુદત પૂર્ણ થઇ હોય તે સમય મર્યાદા/બહારની અરજીઓ તેમજ બીટી/આરએમએ વાળા વાહનોના પસંદગી નંબર મેળવવાની અરજીઓ દફતરે કરવામાં આવશે અને તેવા અરજદારોને પસંદગી નંબર માટે કરેલ અરજી વિચારણ હેઠળ લેવામાં આવશે નહીં વિગતવાર જાણકારી માટે કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.

 

 

આણંદ જિલ્લામાં અગત્યના કડીરૂપ સ્થળો ઉપર સી.સી.ટી.વી. કેમેરા

(નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન રેકોર્ડીગ સિસ્ટમ સહિત) રાખવા આદેશ

હુકમ તા.૦૭/૦૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે

આણંદ

- ગુપ્તચર સંસ્થાના વખતો વખતના અહેવાલો અન્વયે આંતકવાદી તત્વો દ્વારા અલગ અલગ જગ્યાએ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કરી મોટી જાનહાનિ તેમજ મિલ્કત હાનિ કરવામાં આવતી હોય છે તથા હાઇવે હોટલોનો ઉપયોગ કરતી હોય છે. આવા ગૂના અટકાવવા તથા વણશોધાયેલા ગૂનાઓ શોધવા મહત્વની કડી અને તે માટે પેટ્રોલ પંપો, હોટલો તેમજ વધારે અવર-જવરવાળા વિસ્તારો ઉપર જગ્યાઓ ઉપર સી.સી.ટી.વી. કેમેરા (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન) રેકોર્ડીગ સિસ્ટમ સાથે મુકવામાં આવે તો ગુનેગારો, ગુનામાં વપરાયેલ વાહનો આઇડેન્ટીફાય કરીને ગુનેગાર વિરૂદ્ધ કોર્ટ સમક્ષ સબળ પુરાવો રજૂ થઇ શકે તે હેતુસર આવા સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન) રેકોર્ડીગ સિસ્ટમ સાથે રાખવાનું જરૂરી છે.

આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.જી.ગોહીલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ આણંદ જિલ્લામાં આવેલ તમામ હોટલ, મોલ, બેન્કો, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢીઓ, તમામ પેટ્રોલપંપ, તમામ ટોલ પ્લાઝા ઉપર સી.સી.ટી.વી. કેમેરા આજુબાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ડ્રાઇવર તથા તેની બાજુમાં બેઠેલ વ્યક્તિનું રેકોર્ડીંગ થઇ શકે તે રીતે પૂરતી સંખ્યામાં કેમેરા જે તે દુકાનો/પેઢીઓ/સંસ્થાઓના માલિકોએ ગોઠવવા તથા કેમેરા એવી રીતે ગોઠવવા કે વ્યક્તિ કે વાહન આઇડેન્ટીફાય થઇ શકે તથા રાત્રિ દરમિયાાન પણ રેકોર્ડીંગ કરી શકે તેવી ક્વોલીટીના રાખવા અને માસ સુધી રેકોર્ડીંગ રહે તેવી વ્યવસ્થા રાખવા આદેશ કર્યા છે.આ હુકમ તા.૦૭/૦૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓએ નિયત નમૂનામાં રજિસ્ટર નિભાવવાના રહેશે

સીમકાર્ડ વેચાણનું સ્ટોક રજીસ્ટર, વેચાણ રજીસ્ટર તથા ઓળખના આધારનો રેકર્ડ ૧ વર્ષ સુધી જાળવણી કરાવવાની મુખ્ય જવાબદારી ડીસ્ટ્રીબ્યુટરની તથા ૧ માસ સુધી રીટેલરની રહેશે

આ હુકમ તા.૦૮/૦૭/૨૦૧૩ સુધી અમલમાં રહેશે

આણંદ

જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓએ નિયત નમૂનામાં રજિસ્ટરો રાખવા, મોબાઇલ વેચનાર તથા લેનાર તથા ઓળખપત્ર વિના મોબાઇલ, સીમકાર્ડ, હેન્ડસેટ વિગેરે લેનાર/વેચનાર માટે જવાબદારી નકકી કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, આણંદે ફોજદારી કાર્યરિતી અધિનિયમ (CR.P.C.) ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતાં પહેલાં મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારની ઓળખ અંગેનું પુરું નામ/સરનામું ફરજિયાતપણે નોંધવાનું રહેશે તથા તે માટે અલગ અલગ રજિસ્ટર નિભાવવાના રહેશે. જૂના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાનું રજિસ્ટર કોઇપણ વ્યકિતઓ મોબાઇલ, સીમકાર્ડ, હેન્ડસેટ વિગેરે ઓળખકાર્ડ અથવા કોઇપણ ઓળખપત્ર વગર વેચશે, ખરીદશે અથવા કોઇપણ રીતે અન્યને તબદીલ કરશે તો તે અંગે તેવા મોબાઇલ સીમકાર્ડ, હેન્ડસેટ વિગેરે વેચનાર કે પ્રાપ્ત કરનારની જવાબદારી બનશે.

સત્તાધિશ અધિકારી ચકાસણી અર્થે માગે ત્યારે અઘતન રજિસ્ટર રજુ કરવાનું રહેશે.સીમકાર્ડ વેચાણનું સ્ટોક રજીસ્ટર, વેચાણ રજીસ્ટર તથા ઓળખના આધારનો રેકર્ડ ૧ વર્ષ સુધી જાળવણી કરાવવાની મુખ્ય જવાબદારી ડીસ્ટ્રીબ્યુટરની તથા ૧ માસ સુધી રીટેલરની રહેશે.

આ હુકમ તા.૧૦/૦૫/૨૦૧૩ થી તા.૦૮/૦૭/૨૦૧૩ સુધી ૬૦ દિવસ (બંન્ને દિવસો સહિત) અમલમાં રહેશે.આ આદેશનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ (સને-૧૮૬૦ ના ૪૫ માં) કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

 

મકાન ભાડે આપતા પહેલાં પોલીસ સ્ટેશને જાણ કરવાની રહેશે

આણંદ

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-આણંદ શ્રી આર.જી.ગોહિલે ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૪૪ અન્વયે આણંદ જિલ્લાના વિસ્તારમાં કોઇ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યકિત સલામતી તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અનુલક્ષીને સબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને મકાન ભાડે આપી શકશે નહી.ભાડે આપેલ મકાનની વિગત ભાડુઆત અને સબંધિત દલાલ કે જેઓ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.આ હુકમ તા.૧૦/૦૫/૨૦૧૩ થી તા.૦૮/૦૭/૨૦૧૩ સુધી (બંન્ને દિવસો સહિત) ૬૦ દિવસ માટે અમલમાં રહેશે.આ આદેશનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

૧૪-મે થી કૃષિ મહોત્સવનો આણંદ જિલ્લામાં પ્રારંભ

જિલ્લામાં ૧૮ દિવસ દરમ્યાન નિયત રૂટ મુજબ ૧૪૨ ગામોમાં કૃષિરથ ફરશે

આણંદ

રાજ્ય સરકારે કૃષિ મહોત્સવ-૨૦૧૩ ઉજવવાનું નક્કી કરેલ છે તે મુજબ આણંદ જિલ્લામાં તા.૧૪/૫/૧૩ થી ૩૧/૫/૨૦૧૩ દરમ્મ્યાન કૃષિ મહોત્સવની ઉજવણી થનાર છે.

કૃષિ મહોત્સવની ઉજવણી દરમ્યાન  નક્કી થયેલ રૂટ મુજબ તાલુકા પંચાયત સદસ્યની બેઠક/કલસ્ટરના ગામોનો સમાવેશ મુજબ નીચે દર્શાવેલ તારીખે તાલુકાઓના ગામો ખાતે કૃષિરથ  સવારે ૦૮-૩૦ થી બપોરે ૧૩-૩૦ દરમ્યાન ભ્રમણ કરશે જેનો લાભ આજુબાજુના તમામ ખેડૂતમિત્રોને લેવા અનુરોધ છે.

તારીખ

આણંદ

ઉમરેઠ

બોરસદ

આંકલાવ

ખંભાત

તારાપુર

પેટલાદ

સોજીત્રા

૧૪/૦૫/૧૩

સામરખા

ધોરા

કાવીઠા

નવાપુરા

નગરા

ઇન્દ્રણજ

બામરોલી

મલાતજ

૧૫/૦૫/૧૩

ગામડી

ઝાલાબોરડી

બોચાસણ

ગંભીરા

માલુ

મીલરામપુરા

ડેમોલ

દેવાતજ

૧૬/૦૫/૧૩

ચીખોદ્રા

મેધવા

નાપા તળપદ

જીલોડ

વાડોલા

દુગારી

રાવલી

મધરોલ

૧૭/૦૫/૧૩

કુંજરાવ

તારાપુર

ઢુંઢાકુવા

મોટી સંખ્યાડ

કણઝટ

ચીતરવાડા

ચાંગા

બાલીંટા

૧૮/૦૫/૧૩

ત્રણોલ

જાખલા

રૂદેલ

ઉમેટા

પીપળોઇ

ગલીયાણા

રવિપુરા

રૂણજ

૧૯/૦૫/૧૩

ખંભોળજ

આશીપુરા

રણોલી

હઠીપુરા

જલષણ

વાળંદાપુરા

ધુંટેલી

વિરોલ

૨૦/૦૫/૧૩

સારસા

થામણા

જંત્રાલ

કોસીંન્દ્રા

નંદેલી

આદરૂજ

અરડી

પીપળાવ

૨૧/૦૫/૧૩

વ્હેરાખાડી

દાગજીપુરા

બનેજડા

આમરોલ

વટાદરા

પાદરા

અગાસ

ત્રંબોવાડ

૨૨/૦૫/૧૩

વાસદ

સુરેલી

સૈજપુર

કહાનવાડી

ઉંદેલ

ગોરાડ

ફાંગણી

કાસોર

૨૩/૦૫/૧૩

અડાસ

ભાટપુરા

બદલપુર

ભેટાસી બા.ભાગ

ભુવેલ

આંબલીયારા

વિરોલસી

ભડકદ

૨૪/૦૫/૧૩

રામનગર

ધુળેટા

દિવેલ

ભાણપુરા

ખડોધિ

બુધેજ

વિશ્રામપુરા

દેવા તળપદ

૨૫/૦૫/૧૩

મોગર

સુંદલપુરા

દહેવાણ

મુંજકુવા

બાજીપુરા

મોભા

શાહપુર

પેટલી

૨૬/૦૫/૧૩

વડોદ

જીતપુરા

ઉંમલાવ

કંથારીયા

ધુવારણ

તારાપુર

દંતેલી

ડભોઉ

૨૭/૦૫/૧૩

જીટોડીયા

હમીદપુરા

વડેલી

આસોદર

મેતપુર

---------

ધર્મજ

---------

૨૮/૦૫/૧૩

નાવલી

ખેરવાડ

કસુંબાડ

--------

શક્કરપુર

---------

કાણીયા

---------

૨૯/૦૫/૧૩

નાપાડવાંટા

શીલી

ભાદરણ

--------

નાના કલોદરા

---------

માનપુરા

---------

૩૦/૦૫/૧૩

કાસોર

--------

સારોલ

--------

ભીમતળાવ

---------

નાર

---------

૩૧/૦૫/૧૩

મોગરી

--------

પામોલ

--------

આખોલ

---------

પંડોળી

---------

૨૭/૦૫/૧૩

---------

--------

---------

--------

---------

---------

ભુરાકુઇ

---------

૨૮/૦૫/૧૩

 ---------

--------

વાસણાબો

--------

મીતલી

---------

શિલવાઇ

---------

૨૯/૦૫/૧૩

---------

--------

ખેડાસા

--------

ગુંદેલ

---------

ઇસરામા

---------

૩૦/૦૫/૧૩

---------

--------

નાની શેરડી

--------

માલાસોની

---------

ભવાનીપુરા

---------

૩૧/૦૫/૧૩

---------

--------

---------

--------

---------

---------

વટાવ

---------

 

૧૮ મે ના રોજ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે

આણંદ

જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આણંદ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક તા.૧૫/૫/૨૦૧૩ના રોજ શનિવારે સરકીટ હાઉસ,આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક પહેલા ૧૪-૩૦ કલાકે યોજાશે. તો સદરહુ બેઠકમાં સબંધિતોઓએ હાજર રહેવા જણાવાયું છે.

 

આણંદ જિલ્લાના મતદારો માટે મતદાતા સહાય કેન્દ્રનો પ્રારંભ

આણંદ

આણંદ જિલ્લાના મતદારો માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મતદાતા સહાય કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે.જેમાં આણંદ જિલ્લામાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતવિસ્તારના મતદાતાઓને તેમના ખોવાયેલ, ફાટીગયેલ, અગાઉના ઓળખપત્રોમાં સુધારા-વધારા કરવાના થતા હોયતો મતદારે રહેઠાણના પુરાવા તથા ઉંમરના જરૂરી આધાર પુરાવા રજુ કર્યેથી સુધારાવાળુ મતદાર ઓળખપત્ર કાઢી આપવામાં આવશે આ અંગે મતદારે જાતે આવવાનું રહેશે.મતદાર યાદીમાં નામ નોધાયેલ ન હોયતો તેવા મતદારોને ફોટો મતદાર ઓળખપત્ર મળી શકશે નહી.

મતદાર તરીકે નામ દાખલ કરવા બાબતે જે તે વિસ્તારની મામલતદાર કચેરી તેમજ મતદાર નોધણી અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે, તેમ નાયબ ચૂંટણી અધિકારીશ્રી વી.જે.પટેલે જણાવેલ છે.

 

લલિત કલા અકાદમી દ્વારા ૧૭મી રાષ્‍ટ્રીય ફોટોગ્રાફી સ્‍પર્ધાનું આયોજન કરાયુ

'ચિલ્‍ડ્રન-ધી હોપ ઓફ નેશન' વિષય પર ફોટોકૃતિઓ સ્‍વીકારાશે

ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા 'ચિલ્‍ડ્રન-ધી હોપ ઓફ નેશન' વિષય પર ૧૭મી રાષ્‍ટ્રીય કક્ષાની ફોટોગ્રાફી સ્‍પર્ધા યોજાનાર છે. આ સ્‍પર્ધામાં કલર તેમજ બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ એમ બે વિભાગમાં સ્‍પર્ધા યોજવામાં આવશે. પ્રત્‍યેક વિભાગમા પ્રથમ ઇનામ રૂ.૧૦,૦૦૦/-, બીજુ ઇનામ રૂ.૭૦૦૦/-, તૃતિય ઇનામ રૂ.૫૦૦૦/- તથા રૂ.૧૦૦૦/-ના પાંચ આશ્‍વાસન ઇનામ આપવામાં આવશે. દેશના ફોટોગ્રાફી ક્ષેત્રના કલાકારોને પ્રોત્‍સાહન મળે તથા તેમનો ઉત્‍સાહ વધે તેમજ આમ જનતાની ફોટોગ્રાફી કલા પ્રત્‍યે વિષયલક્ષી રૂચી કેળવાય તેવા આશયથી આ ૧૭મી રાષ્‍ટ્રીય ફોટોગ્રાફી સ્‍પર્ધામાં ભારત દેશના કલાકારો/કલાના ચાહકો/કલા સંસ્‍થાના વિદ્યાર્થીઓ પાસેથી ફોટોકૃતિઓ સ્‍પર્ધા માટે મંગાવવામાં આવે છે. આગામી તા.૧૭/૬/૨૦૧૩ થી તા.૨૯/૬/૨૦૧૩ સુધી જ ફોટોકૃતિઓ સચિવશ્રી, ગુજરાત રાજય લલિત કલા અકાદમી, રવિશંકર રાવળ કલા ભવન, લો ગોર્ડન, ભાઇકાકા ભવન સામે, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ ખાતે સ્‍વીકારવામાં આવશે. સ્‍પર્ધા અંગેની વિગતો પણ ઉપર જણાવેલ સરનામેથી મેળવીને પ્રદર્શનમાં રજૂ કરવાની ફોટોકૃતિઓ સાથે તા.૨૯/૬/૨૦૧૩ પહેલા મોકલવાની રહેશે.

આ સ્‍પર્ધાનું ફોર્મ www.sycd.gujarat.gov.in ઉપર ગુજરાત રાજય લલિતકલા અકાદમીમાંથી ડાઉનલોડ કરી મેળવી શકાશે તેમ સચિવશ્રી, ગુજરાત રાજય લલિત કલા અકાદમી, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.

 

નડિયાદ ખાતે જિલ્‍લા પ્રિનેટલ ડાયગ્‍નોસ્‍ટીક ટેકનીક એકટ અન્‍વયે એડવાઇઝરી કમીટીની બેઠક યોજાઇ

નડિયાદઃ

એપ્રોપિએટ ઓથોરીટી પી.એન.ડી.ટી. એકટ અને જિલ્‍લા કલેકટરશ્રી, ખેડાના અધ્‍યક્ષસ્‍થાને પી.એન.ડી.ટી.એડવાઇઝરી કમીટીની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ઇનચાર્જ જિલ્‍લા કલેકટરશ્રી સંદીપકુમાર સાંગલેએ સેકસ રેશીયોને સંતુલનમાં રાખવા, સોનોગ્રાફી મશીનો માટે નવી આવેલ તેમજ રીન્‍યુઅલ અરજીઓ અંગે અને બેટી બચાવો અભિયાન અંગે વિસ્‍તૃત ચર્ચા કરી યોગ્‍ય અને અસરકારક પગલા લેવા જણાવ્‍યું હતું. આ બેઠકમાં અધિક કલેકટરશ્રી એસ.કે.લાંગા, જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. પટેલ, ડો.તનીષાબેન, ડો.જાડાવાલા, સરકારી વકીલશ્રી ઢગડ અને જાણીતા એડવોકેટ શ્રીમતી રક્ષાબેન મહેતા ઉપસ્‍થિત રહી વિવિધ પ્રશ્ર્નો અંગે વિસ્‍તૃત ચર્ચા વિચારણા કરી હતી.