અનુયાયીઓ

મંગળવાર, 22 ડિસેમ્બર, 2020

જેતલસર પંથકના આરબટીંબડી ગામે ગૌશાળામાં 10 સિંહનું ટોળું ત્રાટક્યું : 10 ગાયોના મારણ કરતા ખેડૂતોમાં ફફડાટ


રાની પશુના આંટાફેરાથી ખેડૂતો ભયભીત : ખેતિવાડીનો વીજપુરવઠો દિવસે આપવા માંગ

(કુલદીપ જોશી દ્વારા) જેતલસર, તા.22
જેતલસર પંથકના આરબટીંબડી ગામે ગઈકાલે મોડીરાત્રીના થાકેલા 10 સિંહોના ટોળાએ ગામની ગૌશાળાની સિંહોના ટોળાએ ગામની ગૌશાળાની નાની મોટી 10 ગાયોના મારણ મારણ ગાયોના મારણ 10 ગાયોના મારણ મારણ ગાયોના મારણ મારણ કરતા સમગ્ર પંથકમાં ભયનું લખલખું વ્યાપી ગયું ગયું છે.








સૌથી નીડરતા ની વાત જાણવા મળી કે લાગતા-વળગતા વન ખાતાના અધિકારીઓને સિંહના ટોળા લોકેશન મળી જતા તેઓ આરબટીંબડી વિસ્તારમાં જ પેટ્રોલિંગમાં હતા ત્યારે સિંહોના ટોળાએ ગૌશાળા ઉપર હુમલો કરતાં વનખાતાના સ્ટાફને એ નીડરતા દાખવીને નીડરતા દાખવીને એ નીડરતા દાખવીને નીડરતા દાખવીને ગૌશાળા આડા ઉભા રહીને સિંહોના ટોળાંએ ટોળાંએ દૂર કર્યો હતો.

આરબટીંબડી ગામની ગૌશાળામાં ગૌશાળામાં આશરે 40 50 જેટલી ગાયો હતી. પરંતુ વનખાતાના કર્મચારીઓની નીડરતાથી અન્ય ગાયો બચી ગઈ છે.



ગામના સરપંચ મનીષ બાબુભાઇ વાઘસિયા સહિતના લોકોએ વન ખાતાની સરાહના કરી હતી. ગામના સરપંચે જણાવ્યું હતું કે જો વન ખાતાની ટીમ ટીમ ખરે સમયે સમયે ખાતાની ટીમ ખરે સમયે સમયે શ્રી પુરૂષોતમલાલજી ગૌશાળા નજીક ના પહોંચી હોત તો ગાયોની મૃત્યુની સંખ્યા ખૂબ મોટી હોત સંખ્યા ખૂબ મોટી હોત. પરંતુ વનખાતાએ કડકડતી ઠંડીમાં સુપરે ફરજ બજાવીને અન્ય ગાયો ને ને બચાવી લીધી છે.

વનખાતાએ ગામના સરપંચ સહિતના લોકોને કહ્યું હતું કહ્યું સરપંચ સહિતના લોકોને કહ્યું હતું કહ્યું હતું કે ગૌશાળા પર આશરે ૮ થી ૧૦ જેટલા સિંહોના ટોળાએ હુમલો કર્યો હતો અને નાની મોટી 10 ગાયોનું મારણ કરીને આ સિંહનું ટોળું હાલ આરબટીંબડી અને  પીપળવા ગામની સીમમાં ધામો નાખીને બેઠું છે.

બીજી બાજુ જેતલસર પંથકના મોટાભાગના ગામડાઓમાં ખેતીવાડીના વીજ પુરવઠો પુરવઠો રાત્રિના અપાતો હોય તેમજ અત્યારે રવી સીઝનમાં વાવેતર ચાલુ હોય મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ખેતરમાં હોય છે. આવા સમયે જ સિંહ પરિવારના ટોળાનો ટોળાનો ગામની ગૌશાળા ઉપર હુમલો થતાં હુમલો થતાં અને ૧૦ જેટલી નાની મોટી મોટી ગાયોના મારણ જેટલી નાની મોટી ગાયોના મારણ કરતા ખેડૂતો ઉપરાંત ગામના અન્ય ખેડૂતો અને પશુપાલકો માં ભય ફેલાયો છે.

ગામના સરપંચ સહિતના ખેડૂત આગેવાનોએ એક માગણી કરી હતી કરી હતી માગણી કરી હતી કરી હતી એક માગણી કરી હતી કરી હતી કે રાજકોટ જિલ્લાના અન્ય તાલુકા અને ગામડા ની જેમ ની જેમ ગામડા ની જેમ ની જેમ ગામડા ની જેમ ની જેમ જેતલસર પંથકના આરબટીંબડી ડેડરવા રૂપાવટી બાવા પીપળીયા પીપળીયા અકાળા પીપળવા વિગેરે ગામોમાં પણ ખેતીવાડીનો વીજપુરવઠો વીજપુરવઠો દિવસે આપવામાં આવે તો ખેડૂતો રાની પશુઓથી બચી શકે.

અન્યથા સિંહના ટોળાએ જેમ અબોલ પશુઓ પર જેમ અબોલ પશુઓ પર હુમલો કર્યો કેવી રીતે ખેડૂતો પર હુમલાના બનાવ બની શકે તેવી વાતનો ખેડૂતોમાં ભય ફેલાયો છે.
(તસ્વીર અને અહેવાલ : કુલદીપ જે.જોશી, જેતલસર)

Global Premier League* 2021

 *Global Premier League*

2021


*ટેનિશ બોલ T10 ક્રિકેટ ચેમ્પિયન લીગ*

(17 જાન્યુઆરી 2021)

 

આગામી તારીખ 27-12-2020 ને રવિવારે સિલેક્શન રાખેલ છે..


વહેલા તે પહેલા ના ધોરણે સિલેક્શન પદ્ધતિ મુજબ ફક્ત 32  જ ખેલાડીઓ લેવા ના હોઇ વહેલી તકે ફોર્મ ભરી પરત કરવા..


રજીસ્ટ્રેશન પ્રકિયા શરૂ થઈ ગઈ છે..


જેતપુર ના ખેલાડીઓ ને ફોર્મ મેળવવા માટે :-


*દિગેશ મામતોરા*

(યોગી - કુંબલેસાહેબ)

 9426849940


*દર્ષિત રાદડિયા*

8686421111

ગ્લોબલ ન્યૂઝ

જુના પાંચ પીપળા રોડ..


*ચંદ્રેશ કોયાણી*

ગીતા ઝેરોક્ષ,

જલારામ ઝેરોક્ષ ની બાજુમાં તીનબતી ચોક..


*કેનિલ દુધાત્રા*

8155903993

ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ 


*નોંધ :- 

*1-ટુર્નામેન્ટમાં રમવા માટે સિલેક્શન પ્રક્રિયા માં સિલેક્ટ થવું જરૂરી છે તેમજ સિલેક્શન આપવા માટે ફોર્મ ભરેલું જરૂરી છે* 


*2- ફોર્મ સાથે પાસપોર્ટ સાઈઝનો ફોટો , આધાર કાર્ડ તેમજ રેશનકાર્ડની ઝેરોક્ષ જોડવાની રહેશે*

પૂજ્ય તપસ્વી મ. સા. ને પારણા પછી શતામાં વર્તે છે

શાસન શણગાર સમિતિ પારણોત્સવમાં પધારેલા સર્વેનો આભાર વ્યક્ત કરે છે


જૈનાચાર્ય દિવ્યતપસ્વીરત્ન શ્રી હંસરત્નસૂરીશ્ર્વરજી મ.સા. ના ચતુર્થ વખતના 180 ઉપવાસનું પારણું અભૂતપૂર્વ રીતે પ્રબોધન ઠાકરે નાટ્યમંદીર, બોરીવલી (વેસ્ટ) ખાતે સંપન્ન થયું હતું. આ પ્રસંગે પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ શ્રી રાજેન્દ્રસૂરીશ્ર્વરજી મહારાજાની નિશ્રામાં 12 આચાર્ય ભગવંતો, 5 પંન્યાસપ્રવર અને 200 થી અધિક પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતોના આશીર્વાદ અને મંગલકામના સાથે તેઓની નિશ્રામાં પૂજ્ય તપસ્વી મહારાજ સાહેબે આયંબીલમાં વપરાતા મગના પાણીથી પારણું કર્યું હતું. પ્રબોધન હોલથી વિહાર કરીને પૂજ્યશ્રી સકળ શ્રીસંઘ સાથે શ્રી મંડપેશ્ર્વર રોડ જૈન સંઘમાં પધાર્યા હતા અને પારણોત્સવ દરમ્યાન વહોરાવવામાં આવેલ મગના પાણીથી તેઓએ પારણું કર્યું હતું.




પારણા પછી આટલી ગરમીમાં શ્રી હંસરત્નસૂરીશ્ર્વરજી મ.સા. 3.5 કિલોમીટરનો વિહાર કરીને ગીતાંજલીનગરના ઉપાશ્રયે પધાર્યા હતા. આજે પારણા પછી તેઓશ્રીની પ્રસન્નતા અભૂતપૂર્વ રહી છે. શાસન શણગાર સમિતિ વતી એક અખબારી યાદીમાં આ પ્રસંગ સફળ બનાવવા માટે નામી-અનામી પ્રત્યેક વ્યક્તિઓનો તેમણે આભાર માનીને હૃદયથી અનુમોદના કરેલી છે. 


વિશેષમાં મુંબઈ વડી અદાલતના સિનિયર જજ શ્રી કમલ કિશોરજી તાતેડ, માનનીય જજશ્રી ગડકરી સાહેબ તેમજ જૈન સંઘને નિ:શુલ્ક કાયદાકીય સેવા પૂર્ણ કરતા શ્રી પ્રફુલભાઈ શાહ તેમજ લોકલાડીલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી ગોપાલભાઈ શેટ્ટી, એમએલએ શ્રી સુનીલ રાણેજી, આ પ્રસંગને સફળતાપૂર્વક પાર પાડવામાં મહેનત કરનાર વિધાનસભ્ય શ્રીમતી મનીષાતાઈ ચૌધરી, જૈન કોર્પોરેટર શ્રી પ્રવીણભાઈ શાહ, શ્રીમતી બીનાબેન દોશી અને શ્રી હરીશભાઈ છેડા હાજર રહ્યા હતા. જૈન લોકલાડીયા મુંબઈ ભાજપના પ્રમુખ વિધાનસભ્યશ્રી મંગલ પ્રભાતજી લોઢા અને વિધાનસભ્ય શ્રી યોગેશભાઈ સાગર તેમજ સાગરસીંગ ઠાકુર હાજર ન્હોતા રહી શક્યા પણ તેઓએ પૂજ્ય મ.સા. ને વંદન અને સુખશાતા પૂછાવ્યા હતા.


પોષ દસમીના અઠ્ઠમ કરાવવા માટે તપસ્વી મહારાજ બોરીવલી દૌલતનગર પધારશે અને ત્યાં સુધી બોરીવલીના સંઘોમાં ત્રણ - ત્રણ દિવસ સ્થિરતા કરીને જિનવાણીનું શ્રવણ કરાવશે.

*કેન્દ્ર શાષિત પ્રદેશ દીવમાં દેશ ના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચાર દિવસની મુલાકાતે*

 *કેન્દ્ર શાષિત પ્રદેશ દીવમાં દેશ ના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચાર દિવસની મુલાકાતે*


સંઘ પ્રદેશ દીવમાં ભારત દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચાર દિવસ માટે દીવની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે દીવ પ્રશાસન દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ના સ્વાગત માટે જોરશોર તૈયારીઓ શરુ થઇ રહી છે મળતી જાણકારી મુજબ દેશ ના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તારીખ ૨૫ થી લઈને ૨૮ સુધી સંઘ પ્રદેશ દીવ ની મુલાકાતે આવી રહ્યા છે. 



તેથી સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઇ પટેલ ના માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લા  કલેક્ટર શ્રીમતી સલોની રાય, એસપી હરેશ્વર વિશ્વનાથ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિ ના સ્વાગત અને સુરક્ષા માટે તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ચાર દિવસ ની મુલાકાત દરમિયાન તેઓ દીવમાં ચાલી રહેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે તેમજ દીવનો ઐતહાસિક સ્થળોએ જેમકે દીવનો કિલ્લો, ખુકરી મેમોરિયલ, ગંગેશ્વર મહાદેવ મંદિર, મલાળા ઓડિટોરિયમ, નાગવા બીચ તેમજ અન્ય સ્થળોની મુલાકાત પણ લેશે.

રિપોર્ટર:- પાયલ બાંભણિયા ઉના

જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા જીલ્લા પંચાયત ના પ્રમુખ અને સભ્યો માટે બાળ અધિકાર, બાળ સંરક્ષણ, અને પોક્સો એક્ટ વિશે તાલીમનું થયું આયોજન.

 જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા જીલ્લા પંચાયત ના પ્રમુખ અને સભ્યો  માટે  બાળ અધિકાર, બાળ સંરક્ષણ, અને પોક્સો એક્ટ વિશે તાલીમનું થયું આયોજન. 

           દીવનાં માનનીય કલેકટર શ્રીમતી, સલોની રાય અને દીવનાં મામલતદાર સાહેબશ્રી સી.ડી.વાંજાનાં માર્ગદર્શનમાં જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા જીલ્લા પંચાયત ના પ્રમુખ અને સભ્યો  માટે  બાળ અધિકાર, બાળ સંરક્ષણ, અને પોક્સો એક્ટ વિશે તાલીમનું આયોજન થયું હતું. જેમાં પોક્સો અધિનિયમ–૨૦૧૨,  (Safe and Unsafe Touch) અને બાળઅધિકારનાં સંદર્ભમાં માહિતી અને સમજણ આપવામાં આવેલ હતી. જેમાં   જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતિ બામણીયા અમૃતાબેન અમૃતલાલ, અને જીલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી શશીકાંત માવજીભાઈ તેમજ જીલ્લા પંચાયતના સભ્ય હાજર રહ્યા હતા.                    

           આ તાલીમ  સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી, દાદરા નગર હવેલી અને  દમણ અને દીવના પ્રોગ્રામ મેનેજર શ્રી સંજીવ પંડ્યાનાં નિર્દશનમાં કરવામાં આવેલ હતો.





          આ તાલીમ  જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા બાળ અધિકાર, બાળ સરક્ષણ, પોક્સો અધિનિયમ–૨૦૧૨ Safe and Unsafe Touch ની જાણકારી આપતી એનિમેટેડ ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી. જીલ્લા બાળ સુરક્ષા અધિકારી મત્રેય ભટ્ટ દ્વારા જણાવ્યું કે જીલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ ચાઈલ્ડ લાઈન બાળકોના અધિકારો અને બાળ સંરક્ષણ પર કામ કરે છે. જેમાં રક્ષણ અને જરૂરીયાત ધરાવતા બાળકો અને કાયદાનાં સંઘર્ષમાં આવેલા બાળકોને સમાવેશ થાય છે. ભારતનાં બંધારણની જોગવાઈઓ થકી બાળકોને જન્મથી જ મળી જતા મૂળભૂત અધિકારો વિશે માહિતી આપવામાં આવી હતી. બાળમજૂરી અને બાળયૌન શોષણ જેવા સામાજીક દૂષણને દૂર કરવા માટે જ આ માહિતી અને સમજણની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. 

 આ તાલીમનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવનાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મત્રેય ભટ્ટની દેખરેખ હેઠળ કરવામાં આવેલ હતું. આ તાલીમ જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીના સંયુક્ત પ્રયાસો થકી સાકાર થયેલ હતો.

પાયલ બાંભણિયા

ઉના