અનુયાયીઓ

સોમવાર, 4 જૂન, 2012

મતદારયાદી ચકાસવા હેલ્પ લાઇન શરૂ કરાઇઃ

ભુજ
કચ્છર જિલ્લા્માં સમાવિષ્ટઃ તમામ વિધાનસભા મત વિભાગોની મતદાર યાદીની ખાસ
સુધારણાનો કાર્યક્રમ ચૂંટણીપંચ તરફથી અપાયો છે. નિયોજીત સ્થનળોએ
તા.૧/૬/૧૨થી મતદાર યાદીના મુસદ્દાની પ્રાથમિક પ્રસિધ્ધિં કરાઇ છે અને
તા.૧૮/૬/૧૨ સુધી આ અંગેના ફોર્મ્સદ સ્વીતકારવામાં આવશે. પરંતુ મતદારો
પોતાનું તથા કુટુંબના સભ્યોદના નામ સાચી રીતે યોગ્ય‍ જગ્યાઅએ મતદાર
યાદીમાં નોંધાયેલ છે કે કેમ? તેની ચકાસણી કરી શકે તે માટે કચ્છ૧ જિલ્લા
માટે હેલ્પ લાઇન શરૂ કરાઇ છે. આ હેલ્પકલાઇનના નં.૦૨૮૩૨-૨૫૭૬૦૩ છે.
આ હેલ્પેલાઇન ઉપર ફોન કરવાથી મતદાર પોતાનું નામ, ઉંમર, જાતિ, અટક,
ઓળખકાર્ડની વિગતો તથા મતદાન મથકના સ્થરળની જાણકારી મેળવી શકે છે તેમજ
મતદાર યાદીના કયા ભાગ નંબર, કયા અનુક્રમ નંબર ઉપર પોતાનું તથા કુટુંબના
સભ્યોીના નામ નોંધાયેલ છે તેની તમામ જાણકારી મેળવી શકે છે.
જિલ્લાે ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર મતદાર યાદીના આ મુસદ્દામાં જો
નામ દાખલ થયેલ ન હોય તો અથવા નામ વગેરેમાં ક્ષતિ જણાય તો તેમાં સુધારો
કરવા માટે અથવા નામ કમી કરવા માટે ફોર્મ ભરવા માટે કયા સ્થલળે જવાનું છે
તેની પણ જાણકારી હેલ્પ લાઇનથી ઉપલબ્ધ થઇ શકે છે. જેથી ચૂંટણી વખતે મતદાર
યાદીમાં નામ ન હોવાની કે નામ વગેરેમાં ભુલો હોવાની ફરિયાદને અવકાશ ન રહે.
આ હેલ્પ લાઇનનો વધુમાં વધુ લાભ લેવા જિલ્લાત ચૂંટણી તંત્ર દ્વારા
નાગરિકોને અનુરોધ કરાયો છે. આ ઉપરાંત નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવા,
કમી કરવા કે સુધારો કરવા માટે પણ ચૂંટણીપંચની વેબસાઇટ
www.ceogujarat.nic.in પર ઓનલાઇન અરજી કરી શકે તે માટેની સુવિધા ઉપલબ્ધઇ
છે. આ સુવિધાનો પણ લાભ લેવા અનુરોધ કરાયો છે.

ટિપ્પણીઓ નથી: