અમરેલી જિલ્લાતના કુંકાવાવ-વડિયા તાલુકાના વડીયા ગામે પંડિત દિન દયાળ
ગ્રાહક ભંડાર ખોલવાનો છે. આ માટે વડીયા ગામના વિવિધ કાર્યકારી સહકારી
મંડળી, પછાતવર્ગની સહકારી મંડળી, આઝાદીના લડવૈયાઓની સહકારી મંડળી, માજી
સૈનિકોની મંડળી, મહિલા સહકારી મંડળી, ઇત્તર સહકારી મંડળીને અગ્રતા
આપવામાં આવનાર હોય સ્થા નિક કેટેગરીની મંડળીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં
આવે છે.
નિયત અરજી ફોર્મ માટે રૂ.પ/- (પાંચ)નું ચલણ ભરીને મામલતદાર કચેરી ખાતે
અસલ ચલણ રજૂ કર્યેથી કચેરીના કામકાજના કલાકો દરમ્યાીન મેળવી
તા.૧૫/૦૬/૨૦૧૨ સુધીમાં મામલતદાર કચેરી- વડિયાને પહોંચતી કરવાની રહેશે.
પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારની જાહેરાત અનુસંધાને મળેલ અરજી જ અધિકૃત
ગણાશે. જો છેવટનો નિર્ણય પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર ન ખોલવા માટેનો
લેવાય તો આવેલ અરજીઓ રદ કરવામાં આવશે તેમ મામલતદારશ્રી-વડિયાની યાદીમાં
જણાવેલ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો