નવી
દિલ્હીઃ સોફટવેર ક્ષેત્રના લાભાર્થે સરકારે પહેલી જુલાઈથી અમલમાં આવે તે
રીતે ટેક્સ ડિડકટ એટ સોર્સ (ટીડીએસ)ની જટિલ બહુવિધ સ્તર પદ્ધતિ નાબૂદ
કરવાનો નિર્ણય લીધો છે. નાણાં ખાતાના અધિકારીએ પત્રકારોને કહ્યું હતું કે
પહેલી જુલાઈથી
સોફટવેર કંપનીઓ માટેની મલ્ટીલેવલ ટીડીએસ સિસ્ટમ નાબૂદ કરવામાં આવશે. કાયદા
ખાતુ આવકવેરા ધારામાં સુધારો કરવા માટેની અંતિમ બ્લુપ્રિન્ટ કાળજીપૂર્વક
તૈયાર કરી રહ્યું છે. વર્તમાન માળખામાં સોફટવેર વિતરણ શ્રેણીના દરેક સ્તરે
દસ ટકા ટીડીએસ લાગુ પડે છે. માસ્ટર વિતરણથી રિટેલર અને અંતે વપરાશકાર સુધી
દસ ટકા ટીડીએસ લેવામાં આવે છે. સોફટવેર ક્ષેત્રની લાંબા ગાળાની માગણીના
પ્રતિસાદમાં નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ ગયા સપ્તાહે કહ્યું હતું કે વર્ષ
૧૯૬૧ના ઈન્કમટેક્સ એકટના સેકસન ૧૯૪ (જે)માં સુધારો કરવામાં આવશે જેથી
ઈન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રના મલ્ટી લેવલ ટીડીએસ દૂર થઈ શકે. બહુવિધ
સ્તરના ટીડીએસ દૂર કરવા લાંબા ગાળાથી પ્રયત્નશીલ કંપની નાસકોમે કહ્યું હતું
કે આ પગલાંથી આઈટી ક્ષેત્રને લાભ થશે અને નાણાકીય સ્થિતિમાં સુધારો થશે.
--
KKUMARJOSHI
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો